ભારતમાં F-16 ફાઈટર પ્લેન બનાવવા માટે તૈયાર લોકહીડ માર્ટિન, મોદી સરકારને ઓફર

નવી દિલ્હીઃ દુનિયાના શક્તિશાળી લડાયક વિમાનોમાં એફ-16 જેટ જલ્દી જ મેક ઈન ઈંડિયા થઈ શકે છે. લડાયક વિમાન બનાવનારી દુનિયાની અગ્રણી કંપની લોકહીડ માર્ટિને ભારત સામે આ રજૂઆત મુકતા જણાવ્યું છે કે તેની ભારતમાં એફ-16 જેટ પ્રોડક્શન યૂનિટ સ્થાપિત કરવાની યોજના છે, જેનાથી દેશને પોતાની ઓપરેશનલ જરૂરીયાતો સાથે મેક ઈન ઈંડિયા પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે મદદ મળશે.

એફ-16નું પ્રોડક્શન ભારતમાં શિફ્ટ કરવા માટે તૈયાર કંપની

અત્યારે ભારતીય એરફોર્સ માટે લડાકુ વિમાન ખરીદવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આવા સમયે એમેરિકાની એરોસ્પેસ અને ડિફેંસ કંપનીએ એફ-16ની આખી પ્રોડક્શન લાઈનને ભારતમાં શીફ્ટ કરવાની ઓફર આપી છે. કંપનીએ જણાવ્યું કે તેની ભારતમાં એક એસેંબલી લાઈન સ્થાપિત કરવાની યોજના છે.

લોકહીડ માર્ટિનના વાઈસ પ્રોસિડેંટ વિવેક લાલે જણાવ્યું કે અમારી આંતરરાષ્ટ્રીય લડાકુ વિમાનના મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં નવા શબ્દ ઈંડિયા અને એક્સક્લૂઝિવ જોડવાની યોજના છે. કોઈ અન્ય લડાકુ વિમાન બનાવનારી કંપનીએ પહેલા અથવા તો અત્યારે આ પ્રકારની ઈચ્છા ક્યારેય નથી દર્શાવી.

મેક ઈન ઈંડિયાને મળશે વેગ

એફ-16 વિમાનની કાર્યક્ષમતા એટલી જોરદાર છે કે તેની ટક્કરમાં અત્યારે અન્ય કોઈ વિમાન નથી. એફ-16 એકમાત્ર એવો પ્રોગ્રામ છે જેણે પોતાના પ્રદર્શનને સાબિત કરી બતાવ્યું છે. તો સાથે જ ભારતની ઓપરેશન જરૂરીયાતો અને મેક ઈન ઈંડિયાની પ્રાથમિકતાઓને પૂરી કરવામાં આ સક્ષમ છે. અત્યારે એફ-16 દુનિયાના સૌથી શક્તિશાળી દેશ એવા અમેરિકાનો એક મહત્વનો ભાગ છે.