વીજળીનું બિલ ઓછું આવે, પણ LED બલ્બથી આંખોને થઈ શકે મોટું નુકસાન…

ફ્રાંસઃ શું એલઈડી લાઈટ્સ આંખોને નુકસાન પહોંચાડે છે? જો કે આ વાતને સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવાઓ ઉપલબ્ધ નથી. પરંતુ ઘણાં દેશોની સ્વાસ્થ્ય એજન્સીઓ એ તરફ ઈશારો કરી રહી છે કે એલઈડી લાઈટ્સના ઉપયોગથી આંખોને નુકસાન પહોંચે તેવો ખતરો છે. ફ્રાંસની સરકારની સ્વાસ્થ્ય દેખરેખ કરતી સંસ્થાએ ચેતવણી જાહેર કરતાં કહ્યું કે એલઈડી લાઈટના પ્રકાશથી આંખોના રેટિનાને નુકસાન થઈ શકે છે અને પ્રાકૃતિક રુપથી ઉંઘવાની પ્રક્રિયામાં પણ અવરોધ ઊભો થઈ શકે છે.

ફ્રાંસની એજન્સી ખાદ્ય, પર્યાવરણ અને વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સુરક્ષાના એક નિવેદનમાં ચેતવણી આપવામાં આવી છે કે નવા તથ્ય પહેલાં ચિંતાઓની પુષ્ટિ કરે છે કે એક તીવ્ર અને શક્તિશાળી LED પ્રકાશ ફોટો-ટોક્સિક હોય છે અને તે આંખોમાં સ્થિત રેટિનાની કોશિકાઓને ક્યારેય સુધારી ન શકાય તેવી હાનિ પહોંચાડી શકે છે. સાથે જ દ્રષ્ટિની તીક્ષ્ણતાને ઓછી કરી શકે છે.

એજન્સીએ 400 પેજના એક રિપોર્ટમાં ભલામણ કરી છે કે ભલે આ પ્રકારના સ્તર ઘર અથવા કાર્યસ્થળના વાતાવરણમાં કદાચ ક્યારેય ન મળ્યાં હોય આમ છતાં તીવ્ર જોખમ માટે અધિકતમ સીમાને સંશોધિત કરવા જોઈએ.

ઘણા અન્ય દેશોની જેમ જ ભારતમાં એલઈડી લાઈટ્સ મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘરની અંદર અને અન્ય જગ્યાએ પણ. એલઈડી લાઈટ્સ એનર્જી એફિશન્ટ હોય છે એટલે કે આના ઉપયોગથી વીજળીની ખપત ઓછી થાય છે. પરંતુ આ એલઈડી લાઈટ્સથી જૂની જમાનાના પીળા બલ્બોની તુલનામાં વધારો પ્રકાશફેલાય છે.

આંખના એક્સપર્ટ્સનું માનીએ તો એલઈડી લાઈટ્સમાંથી નીકળતો પ્રકાશ આંખોના રેટિનાના સેલ્સને નુકસાન પહોંચાડી શકે છે. જો કે કેટલા સમય સુધી આ પ્રકાશમાં રહેવાથી નુકસાન થઈ શકે છે અને કેટલી ઈન્ટેન્સિટીના

પ્રકાશથી નુકસાન થાય છે- આ બંને વાતોની તપાસ માટે મોટાપાયે ક્લિનિકલ સ્ટડી કરાવવાની જરુર છે.