કેન્દ્રના ખજાનામાં 9 મહિનામાં આવ્યો રુ. 5.56 લાખ કરોડનો ટેક્સ

નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ વસૂલી મામલે સરકારને મોટી રાહત મળી છે. ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના નવ મહિનામાં ડાયરેક્ટ ટેક્સ વસૂલી 78.2 ટકા વધીને 6.56 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલથી ડિસેમ્બર 2017 સુધીના સમયગાળામાં અસ્થાયી આંકડાઓ અનુસાર પ્રત્યક્ષ કર વસૂલીમાં 78.2 ટકા જેટલો વધારો થયો છે. પ્રત્યક્ષ કરમાં વ્યક્તિગત આવક, સંપત્તિ કર અને કંપની કરનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે મોદી સરકારના પહેલાં બે વર્ષ દરમિયાન જ આવક સહિત પ્રત્યક્ષ ચૂકવનારા લોકોની સંખ્યા 55 લાખ જેટલી વધી છે. આમાં વ્યક્તિગત કરદાતાઓની સંખ્ય 53 લાખ રહી.

 

 

 

 

 

 

 

 

 

નાણાં મંત્રાલય અનુસાર નવ મહિના દરમિયાન પ્રત્યક્ષ કર વસૂલી આખા વર્ષના બજેટ અનુમાનના 67 ટકા જેટલી રહી. વર્ષ 2017-18ના બજેટમાં પ્રત્યક્ષ કરથી કુલ 9.8 લાખ કરોડની કર વસૂલીનું અનુમાન લગાવવામાં આવ્યું છે. નાણાં મંત્રાલય અનુસાર એપ્રિલથી ડિસેમ્બર 2017ના સમયગાળામાં પ્રત્યક્ષ કર વસૂલી 12.6 ટકા વધીને 7.68 લાખ કરોડ રહી. આ દરમિયાન 1.12 લાખ કરોડનું રીફંડ પણ જાહેર કરવામાં આવ્યું. નાણા મંત્રાલય અનુસાર આ સમયગાળામાં અગ્રિમ કર વસૂલી 12.7 ટકા વધીને 3.18 લાખ કરોડ રૂપિયા રહી છે.