નુકસાનીને કારણે મુકેશ અંબાણી વેચી રહ્યાં છે 1400 કિમી લાંબી ગેસ પાઈપલાઈન

નવી દિલ્હી- વિશ્વના 13માં ક્રમના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 1400 કિમી લાંબી ગેસ પાઈપલાઈનનું વેચાણ થવાં જઈ રહ્યું છે. કેનાડાની ઈન્વેસ્ટમેન્ટ કંપની બ્રુકફીલ્ડ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન લિમિટેડ (EWPL)ને 13,000 કરોડ રૂપિયામાં ખરીદશે. બ્રુકફીલ્ડ દ્વારા સ્પોન્સર અને તેનો 90 ટકા હિસ્સો ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (INVIT) દ્વારા અધિગ્રહણ કરવામાં આવશે.

નુકસાનીને કારણે પાઈપલાઈન વેચી રહ્યાં છે અંબાણી

મુકેશ અંબાણીની આ પાઈપલાઈન આંધ્રપ્રદેશના તટીય વિસ્તાર કાકિનાડાથી ગુજરાતના ભરૂચ સુધી નાખેલી છે. કૃષ્ણા ગોદાવરી બેસિનના Reliance Industries (RIL) Blocksમાં પ્રાકૃતિક ગેસના ઉત્પાદનમાં ઘટાડો નોંધાવાને કારણે કંપનીને નુકસાન થઈ રહ્યું છે. પાઈપલાઈનની કુલ ક્ષમતાનો માત્ર 5 ટકા જ ઉપયોગ થઈ રહ્યો હતો.

કેનેડાની કંપની બ્રુકફિલ્ડ તરફથી અધિગ્રહણ ઈનવિટ ફંડ મારફતે થશે, જે ભારતમાં મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ફંડોમાં રોકાણ કરે છે. બ્રુકફિલ્ડ પાસે ભારતમાં 2.10 કરોડ વર્ગફુટની ઓફિસ સ્પેસ છે. અને કંપનીએ ગેમન અને કેએમસી કન્સ્ટ્રકશન પાસેથી 700 કિલોમીટર ટોલ રોડ પણ ખરીદ્યો છે.

ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન લિમિટેડનું નામ પહેલેથી રિલાયન્સ ગેસ ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રકચ લિમિટેડ હતું. તે 1400 કિલોમીટર લાંબી પાઈપલાઈનનું સંચાલન કરે છે. તેના દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કેજી બેઝિન બ્લોકને નેચરલ ગેસનો સપ્લાય કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના કાકીનાડાથી શરૂ થઈને ગુજરાતના ભરૂચ સુધી આવનારી ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રકચરના નુકસાનમાં છે. તેની ક્ષમતાનું માત્ર 5 ટકા જ સંચાલન થઈ રહ્યું છે. રિલાયન્સના કેજી ડી 6 બ્લોકથી છેલ્લા થોડા વર્ષોથી ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.