બુમરાહનો પંજોઃ ટીમ ઈન્ડિયાનું કમબેક…

0
1376
જોહનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે રમાતી ત્રીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચ આજે બીજા દિવસની રમતને અંતે દિલચસ્પ વળાંક પર આવી ગઈ છે. જસપ્રીત બુમરાહના પાંચ-વિકેટના તરખાટના સહારે ભારતે દક્ષિણ આફ્રિકાને તેના પહેલા દાવમાં 194 રનમાં ઓલઆઉટ કરીને મેચમાં જોરદાર કમબેક કર્યું છે. ભારતે પહેલા દાવમાં 187 રન કર્યા હતા. દિવસને અંતે ભારતે તેના બીજા દાવમાં પાર્થિવ પટેલ (16)ની વિકેટ ગુમાવીને 49 રન કર્યા હતા. મુરલી વિજય 13 અને લોકેશ રાહુલ 16 રન સાથે દાવમાં હતો. અગાઉ, બુમરાહ (54 રનમાં પાંચ વિકેટ), ભૂવનેશ્વર કુમાર (44 રનમાં 3 વિકેટ) તથા ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીના એક-એક વિકેટના બોલિંગ દેખાવે દક્ષિણ આફ્રિકાને પણ 200ના આંક સુધી પહોંચવા ન દીધું. હાશીમ અમલા 61 રન સાથે દક્ષિણ આફ્રિકાનો ટોપ સ્કોરર રહ્યો હતો. 8મા ક્રમે આવેલા વર્નન ફિલેન્ડરે 35 રન કર્યા હતા. ત્રણ મેચોની સિરીઝને ભારતીય ટીમ 0-2થી ગુમાવી ચૂકી છે.
હાશીમ અમલા – 61 રન કર્યા
જસપ્રીત બુમરાહ
મોહમ્મદ શમી
ભૂવનેશ્વર કુમાર