સમાનતા, બિનસાંપ્રદાયિકતા, મિત્રતા ભારતીય લોકતંત્રના પાયાઓ છેઃ રાષ્ટ્રપતિ કોવિંદ

નવી દિલ્હી – રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ તરીકે પહેલી જ વાર આજે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. એમણે દેશવાસીઓને 69મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છા આપી હતી અને કહ્યું કે સમાનતા, ધર્મનિરપેક્ષતા તથા મિત્રતા ભારતના પાયાઓ છે.

રાષ્ટ્રપતિ કોવિંદે વધુમાં કહ્યું કે, પ્રજાસત્તાક દિવસ એ લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓનાં મહાન પ્રયાસો તથા બલિદાનને આભારની સાથે યાદ કરવાનો દિવસ છે, જેમણે પોતાના લોહી-પરસેવાને એક કરીને આપણને આઝાદી અપાવી હતી તથા આપણા પ્રજાસત્તાકનું નિર્માણ કર્યું હતું. આજનો દિવસ આપણા લોકતાંત્રિક મૂલ્યોને નમન કરવાનો પણ દિવસ છે.

રાષ્ટ્રપતિ કોવિંદના સંબોધનના મુખ્ય અંશઃ

nદેશના લોકો દ્વારા જ લોકતંત્ર બને છે. આપણે નાગરિકો માત્ર પ્રજાસત્તાકના નિર્માતા અને સંરક્ષકજ નથી, પરંતુ તેના આધારસ્તંભ છીએ.

nદરેક વ્યક્તિ પોતપોતાની રીતે દેશ માટે પોતાનું યોગદાન આપે છે.


nઆપણને 1947ની 15 ઓગસ્ટે આઝાદી મળ્યા બાદ લગભગ અઢી વર્ષ પછી આપણે બંધારણ ઘડ્યું અને એને લાગુ કર્યું.


nઆપણું બંધારણ આપણા નવા રાષ્ટ્ર માટે એક કાયદો જ નહોતો, પરંતુ સામાજિક પરિવર્તન માટેનો એક દસ્તાવેજ પણ હતો.


nજે પ્રારંભિક સમયગાળામાં આપણા બંધારણનું સ્વરૂપ ઘડવામાં આવ્યું એ સમયગાળાથી આપણને મળેલો બોધપાઠ આપણા માટે આજે પણ પ્રાસંગિક છે.


nઆપણા દેશમાં દીકરીઓને દીકરાઓની જેમ જ શિક્ષણ તથા સ્વાસ્થ્ય માટે સમાન સુવિધાઓ આપવામાં આવે છે. આવી સમાન તકવાળા પરિવારો અને સમાજ જ આનંદી રાષ્ટ્રનું નિર્માણ કરે છે.


nઆપણે સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોની પ્રાપ્તિની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. એ લક્ષ્યો દ્વારા આપણે ગરીબીનો અંત લાવી, તમામ માટે ઉત્તમ શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું તથા આપણી દીકરીઓને દરેક ક્ષેત્રમાં સમાન અવસર આપવા માટે વચનબદ્ધ છીએ.


nઆપણા સૌનું સપનું છે કે ભારત એક વિકસિત દેશ બને. આપણે એ સપનું સાકાર કરવા માટે આગળ વધી રહ્યા છીએ. આપણા યુવાઓ એમની કલ્પનાશક્તિ, આકાંક્ષા અને આદર્શના બળ ઉપર દેશને આગળ લઈ જશે એવો મને પૂરો વિશ્વાસ છે.