વિનેશ ફોગાટઃ ભારતની ગોલ્ડન ગર્લ…

0
894
જાકાર્તામાં રમાતી 18મી એશિયન ગેમ્સમાં 20 ઓગસ્ટ, સોમવારે મહિલાઓની કુસ્તીની રમતમાં ભારતની વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. એશિયન ગેમ્સમાં આ રમતમાં પહેલી જ વાર કોઈ ભારતીય મહિલાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આજે ભારતે બે રજત ચંદ્રક પણ જીત્યા હતા. શૂટિંગમાં, પુરુષોની 10 મીટર એર રાઈફલ હરીફાઈમાં દીપક કુમારે રજત ચંદ્રક જીત્યો હતો. લક્ષ્ય શેરોને મેન્સ ટ્રેપ શૂટિંગ હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો હતો.