ઈમરાને 70 લક્ઝરી કાર વેચી પૈસા ઉભા કર્યા…

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને પદ પર નિયુક્ત થતાવેંત સાદગીભર્યા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. એમણે ઈસ્લામાબાદમાં વડા પ્રધાન નિવાસસ્થાનની 70 લક્ઝરી કારને માર્કેટ કિંમત કરતાં ઊંચી કિંમતે વેચીને આર્થિક ભીંસ અનુભવી રહેલી પાકિસ્તાન સરકાર માટે આવક ઊભી કરાવી આપી છે. ઈમરાન ખાન પીએમ હાઉસની કુલ 102 લક્ઝરી કારની હરાજી કરવાના છે. એમાંની 70 કાર વેચી દીધી છે. આમાં મર્સિડીઝ બેન્ઝ, બીએમડબલ્યુ, એસયૂવી, 40 ટોયોટા, આઠ સુઝૂકી, પાંચ મિત્સુબિશી, 9 હોન્ડા કાર તથા બે જીપનો સમાવેશ થાય છે. સૌથી ઊંચી બોલી લગાવનારને આ કાર વેચવામાં આવી હતી. બીજા બેચમાં એવી કાર વેચવામાં આવશે જે બોમ્બ અને બુલેટ-પ્રુફ છે.