પાવાગઢઃ ગુજરાતનું એક રમણીય તીર્થસ્થળ

પંચમહાલઃ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક મહત્વનું રમણીય તીર્થસ્થળ પાવાગઢ છે. અહીંયા મહાકાળી માં બીરાજે છે. પાવાગઢ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. માં મહાકાળીના આંગણે આવતા શ્રદ્ધાળુઓ ક્યારેય ખાલી હાથે પાછા નથી ફરતા. ત્યારે અત્યારે હાલ પાવાગઢમાં સૌંદર્ય પોતાના આગવા મીજાજમાં ખીલ્યું છે. પહાડો સાથે થોડો પોરો ખાઈને જતા વાદળા અને ત્યાંનું અદ્ભૂત સૌદર્ય અત્યારે પાવાગઢમાં માતાજીના દર્શનાર્થે આવતા ભક્તો ભક્તિની સાથે સૌંદર્યની શીતળતાની દિવ્ય અનુભૂતી કરાવી રહ્યુ્ં છે. તો આ સાથે અહીંયા ફરવાનો આનંદ પણ કંઈક અલગ જ છે.