સીએમની ડો. બાબા સાહેબને શ્રદ્ધાંજલી

0
590

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જ્યંતિએ ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું કે ભાજપની સરકાર કોઇપણ વ્યક્તિ કે સમાજને બંધારણે આપેલા અધિકારોની રક્ષા અને સૌને સમાન ન્યાય અધિકાર માટે સંકલ્પ બદ્ધ છે અને હમેશાં રહેવાની જ છે. તેમણે ડો.બાબાસાહેબને સવાસો કરોડ દેશ વાસીઓના નેતા ગણાવતા સૌને સંકલ્પબદ્ધ થવા અપીલ કરી કે બાબા સાહેબે શિક્ષિત બની સંગઠિત બની વિકાસનો જે કોલ આપ્યો છે તેને સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે નેક બની એક બની સમસ્ત સમાજ સાકાર કરે એજ બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલી છે.