વર્લ્ડ ચોકલેટ ડેની ઉજવણી…

0
574

અમદાવાદ- દુનિયાભરમાં 7 જુલાઈના રોજ વર્લ્ડ ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મોટા ભાગના લોકો ચોકલેટ તરફનો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પરંતુ આ દિવસ કેટલાક વંચિત બાળકો માટે વિશેષ દિવસ બની ગયો હતો. આ બાળકોને ચોકલેટ બનાવવાની તક પ્રાપ્ત થઈ હતી.

વર્લ્ડ ચોકલેટ ડે પ્રસંગે, નોવોટેલ, અમદાવાદે તેની કોર્પોરેટ સામાજીક જવાબદારીની પહેલના ભાગરૂપે ચોકલેટ મેકીંગ વર્કશોપનુ આયોજન કર્યું હતું.

આવર્કશોપનુ આયોજન આર્થિક રીતે વંચિત પરંતુ તેજસ્વી બાળકો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા ‘આસમાન’ના સહયોગથી યોજાઈ  હતી.

આ વર્કશોપમાં 15 બાળકોએ શેફ રાધે યાદવ પાસેથી ચોકલેટ બનાવવાની કળા શિખી હતી.