જયપુરમાં એક શખ્સે વટાવી હેવાનીયતની હદ, 25 બાળકો સાથે કર્યું દુષ્કૃત્ય, ફાંસીની માગ…

જયપુરઃ જયપુરના શાસ્ત્રી નગરમાં 7 વર્ષની માસૂમ બાળકી સાથે રેપના આરોપી સિકંદર ઉર્ફે જીવાણુએ પોલીસ સામે 25 માસૂમો સાથે દરિંદગી કર્યાની વાત કબૂલી છે. જીવાણુએ પોલીસને જણાવ્યું કે એક વર્ષની બાળકી સાથે 1 જુલાઈના રોજ બળાત્કાર પહેલાં 22 જૂનના રોજ પણ તેણે 4 વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.

પોલીસ અનુસાર, સિકન્દરે જણાવ્યું કે પૂછપરછમાં જણાવ્યું કે તે પોતાની સાથે ગન રાખતો હતો અને પોતાના શિકારને આ જ બંદૂક બતાવીને ડરાવતો હતો અને ધમકાવતો હતો. માસૂમ બાળકો સાથે સિકન્દરે આ પ્રકારની દરિંદગી પુરુષો અને કિન્નરો સાથે કર્યાનું પણ કબૂલ્યું છે.

સિકન્દરે કબૂલ્યું છે કે 2004માં એક બાળ સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી. આ મામલે તેણે મુરલીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસૂમ બાળકને બ્રેડ ખવડાવવાના બહાને લઈ ગયો. બાદમાં બાળક સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી નાંખી અને શબ એક ટાંકીમાં ફેંકી દીધું હતું. આ મામલે સિકન્દરને આજીવન કેદની સજા થઈ છે.

રેપનો શિકાર બનેલી બાળકીના પરિજનોએ સિકન્દરને ફાંસી આપવાની માંગ કરી છે. તો બીજીબાજુ શહેરના ઘણા સમાજીક સંગઠનો રેપના આરોપીને ફાંસી પર લટકાવવાની માંગ કરી રહ્યા છે જેથી કોઈ અન્ય બાળકો સાથે આ પ્રકારની હરકત ન થાય. તો પ્રદેશના પ્રમુખ મુસ્લિમ સંગઠનોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને બળાત્કારના આરોપી સિકન્દરને ફાંસી આપવાની માંગ કરી છે.