‘લવરાત્રિ’નું ટ્રેલર લૉન્ચ થયું…

0
1198
બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્માને ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘લવરાત્રિ’નું 6 ઓગસ્ટ, સોમવારે મુંબઈમાં ટ્રેલર લૉન્ચ થયું. વડોદરાની પ્રસિદ્ધ નવરાત્રિમાં પાંગરતી પ્રણયકથા પર આધારિત છે લવરાત્રિ. નવોદિતા વારિના હુસૈન બની છે આયુષની પ્રેમિકા, જ્યારે ફિલ્મના દિગ્દર્શક છે અભિરાજ મીનાવાલા. ફિલ્મ નવરાત્રિના દિવસોમાં, પાંચ ઑક્ટોબરે રિલીઝ થશે.