નવી દિલ્હીઃ બોર્ડર-ગાવસકરમાં રોહિત શર્માના ફોર્મની સાથે કેપ્ટનશિપ અંગે પણ સવાલોના ઘેરામાં છે. જ્યારથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રોહિત ટીમમાં વાપસી થઈ છે, ત્યારથી ભારત એક પણ મેચ નથી જીત્યું. આવામાં રોહિત સામે સવાલ ઊભા થયા છે. આવતી કાલથી ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પાંચ મેચની છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમાશે. આ ટેસ્ટમાં રોહિત રમશે કે કેમ એ એક મોટો સવાલ છે.
કોચ ગૌતમ ગંભીરને જ્યારે રોહિત વિશે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું હતું કે અમે પ્લેઇંગ 11નો નિર્ણય આવતી કાલે પિચ જોઈને કરીશું. આ જવાબે સૌને ચોંકાવ્યા હતા, કેમ કે કેપ્ટનની પસંદગી પિચ જોઈને નથી થતી. જો રોહિત શર્મા કેપ્ટન થઈને પણ નક્કી નથી તો એનો અર્થ એ થયો કે તે ડ્રોપ શકે છે.રોહિત શર્માએ અત્યાર સુધી પાંચ ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા છે. આ સિવાય ન્યુ ઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેણે છ ઇનિંગ્સમાં માત્ર 91 રન બનાવ્યા હતા અને બંગલાદેશની વિરુદ્ધ ઘરેલુ સિરીઝમાં માત્ર 42 રન બનાવ્યા હતા. આમ તેણે 15 ઇનિંગ્સમાં માત્ર 164 રન બનાવ્યા છે, જે 11ની સરેરાશથી પણ ઓછા છે.
આ ઉપરાંત મુખ્ય કોચ ગંભીરે ટીમમાં ફૂટ વિશે કહ્યું હતું કે કહ્યું હતું કે ડ્રેસિંગ રૂમમાં થતી ચર્ચા જાહેર ના થવી જોઈએ. આ માત્ર રિપોર્ટ છે, સત્ય નથી. મારે કોઈ રિપોર્ટ વિશે ટિપ્પણી કરવાની જરૂર નથી. ટીમમાં માત્ર દેખાવને આધારે જ ડ્રેસિંગ રૂમમાં રહી શકાય છે, એમ તેમણે કહ્યું હતું.આ પહેલાં ગાવસકરે કહ્યું હતું કે રોહિત અને વિરાટ ન્યુ ઝીલેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં પણ રન નહોતા બનાવ્યા. જો તેઓ રન નથી બનાવી શકતા તો તેમની કેરિયરની સિડની ટેસ્ટ છેલ્લી હોઈ શકે છે.