કોટ્રેલનું સેલ્યુટ સેલિબ્રેશન

નોટિંઘમમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરો – ઓશેન થોમસ, શેલ્ડન કોટ્રેલ અને આન્દ્રે રસેલે ઓસ્ટ્રેલિયાના દાવની પાંચ વિકેટ માત્ર 79 રનમાં પાડી દીધી હતી. આ વિડિયોમાં ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયેલો જોઈ શકાય છે. કોટ્રેલની બોલિંગમાં વિકેટકીપર શાઈ હોપે એનો ઊંચો કેચ પકડ્યો હતો. એ વિકેટને કોટ્રેલે એની આગવી સ્ટાઈલમાં સેલ્યૂટ કરીને સેલિબ્રેટ કરી હતી.