બ્રેડ-બટેટા કટલેટ

રોજ રોજ વાનગીમાં વેરાયટી શું બનાવવી એ વિચારવું માથાનો દુખાવો છે. પણ બ્રેડ-બટેટાથી બનતી વાનગીની આ વેરાયટી બનાવવામાં સહેલી તો છે અને સ્વાદિષ્ટ પણ છે.

સામગ્રીઃ

  • 6 સ્લાઈસ બ્રેડ (બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો.)
  • 3 બાફેલાં બટેટા,
  • 1 કાંદો
  • 1 સિમલા મરચું
  • 2 લીલાં મરચાં
  • 2 ટે.સ્પૂન કોથમીર
  • 2 ટે.સ્પૂન ઝીણાં સમારેલાં આદુ-લસણ
  • 2 ટે. સ્પૂન કોર્ન ફ્લોર અથવા બ્રેડ ક્રમ્સ
  • ½ ટી.સ્પૂન લાલ મરચાં પાવડર
  • 1 ગાજર
  • ½ ટી.સ્પૂન હળદર પાવડર
  • ½ ટી.સ્પૂન ધાણા પાવડર
  • ½ ટી.સ્પૂન જીરા પાવડર
  • ¼ ટી.સ્પૂન ગરમ મસાલો
  • ½  ટી.સ્પૂન આમચૂર પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટી હીંગ
  • તળવા માટે તેલ
  • ઉપર ભભરાવવા માટે થોડાં સફેદ તલ

રીતઃ કાંદો, સિમલા મરચું, ગાજર, લીલાં મરચાં, કોથમીર ધોઈને ઝીણાં સમારી લો. બ્રેડના ઝીણાં ટુકડા કરી લો. બાફેલાં બટેટાનો છૂંદો કરી લો.

એક બાઉલમાં બ્રેડના ટુકડા લો. એમાં બાફેલાં બટેટાનો છૂંદો તેમજ બધાં મસાલા તેમજ કોર્ન ફ્લોર અથવા બ્રેડ ક્રમ્સ મિક્સ કરીને 2 ઈંચની ગોળ ટિક્કી વાળી લો. એની ઉપર તલ ભભરાવી દો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે કઢાઈમાં આવે એટલી ટિક્કી હળવેથી એક-એક કરીને નાખો. આ ટિક્કી ગોલ્ડન બ્રાઉન તળી લો.

તૈયાર ટિક્કી ટોમેટો કેચ-અપ સાથે પીરસો.