નવી દિલ્હીઃ કરન્સીના ભારે ઘટાડા સામે ઈરાનમાં ચાલી રહેલું વિરોધ પ્રદર્શન ગુરુવાર રાત્રે વધુ ઉગ્ર બન્યું હતું. ઈરાનથી દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રજા પહેલવીએ લોકોને રસ્તાઓ પર ઊતરવાની અપીલ કરી હતી. ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો ઇસ્લામિક રિપબ્લિક વિરુદ્ધ રસ્તાઓ પર આવી ગયા હતા અને રેલીઓ કાઢી હતી. ઈરાની સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કર્યા. મિડિયા રિપોર્ટ્સ મુજબ ઈરાનના ઓછામાં ઓછાં 50 શહેરોમાં મોટા પાયે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકારે ઇન્ટરનેટ અને ટેલિફોન લાઈનો બંધ કરી દીધી, જેને કારણે લોકો વધુ ઉગ્ર બન્યા અને ખોમિની સરકાર વિરુદ્ધ નારા લગાવવા લાગ્યા હતા.
ખાસ વાત એ છે કે આ વિરોધ પ્રદર્શનોમાં રજા પહેલવીના સમર્થનમાં નારા લગાવવામાં આવી રહ્યા છે, જ્યારે ઈરાનમાં શાહના સમર્થનમાં નારા લગાવવા મૃત્યુદંડને પાત્ર ગુનો ગણાય છે.
ઈરાનમાં એર સ્પેસ બંધ, એર ડિફેન્સ સક્રિય
આ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને ખોમિની સરકારે ઈરાનમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ઈરાને એક NOTAM જાહેર કરીને એર સ્પેસ પર પ્રતિબંધો વધાર્યા છે.
Great nation of Iran, the eyes of the world are upon you. Take to the streets and, as a united front, shout your demands. I warn the Islamic Republic, its leader, and the IRGC that the world and @POTUS are closely watching you. Suppression of the people will not go unanswered. https://t.co/keyFFounaX
— Reza Pahlavi (@PahlaviReza) January 8, 2026
રજા પહેલવીનું આહવાન
રજા પહેલવીએ ગુરુવાર અને શુક્રવારે વિરોધ પ્રદર્શન કરવા આહ્વાન કર્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ રાત્રે 8 વાગતાં જ તહેરાનના અનેક વિસ્તારોમાં નારા ગૂંજવા લાગ્યા હતા. આ નારાઓમાં “તાનાશાહ મુર્દાબાદ” અને “ઇસ્લામિક ગણરાજ્ય મુર્દાબાદ” જેવા નારા સામેલ હતા. એ સાથે જ કેટલાક લોકોએ રજા પહેલવી શાહની પ્રશંસા કરતા નારા પણ લગાવ્યા — “આ છેલ્લી લડાઈ છે, પહેલવી પાછો ફરશે.ઈરાનમાં તમામ ટેલિફોન સેવાઓ બંધ થતાં પહેલાં હજારો લોકો રસ્તાઓ પર જોવા મળ્યા હતા.
રજા પહેલવીએ એક પોસ્ટમાં કહ્યું હતું કે આજે રાત્રે ઈરાનના લોકોએ પોતાની આઝાદીની માગ કરી. તેના જવાબમાં ઈરાની સરકારે સંચારનાં તમામ માધ્યમો બંધ કરી દીધાં છે. તેમણે આગળ જણાવ્યું હતું કે દેશમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. લેન્ડલાઈન પણ કાપી નાખી છે. તેઓ સેટેલાઇટ સિગ્નલ જામ કરવાની કોશિશ પણ કરી શકે છે. તેમણે યુરોપીય નેતાઓ અને અમેરિકાના રાષ્ટ્રપતિને સાથે મળીને “શાસનને જવાબદાર ઠેરવવા” માટે પગલાં લેવાની અપીલ કરી હતી.





