વાહલી ઋતુ (રૂત્વી એચ ગુજરાતી),
આપણે બન્ને સાથે હોય તેવો આ પેહલા વેલેન્ટાઇન ડે છે. એટલે હું તને કંઇક કહેવા પણ માંગુ છું. તારું નામ તો રુત્વી છે પણ પ્રેમ થી હું તને ઋતુ કહીને બોલાવું છું. કારણ કે તું મારા જીવનનો એવી જ રીતે અતૂટ હિસ્સો છો જેમ આબોહવાવાળી ઋતુ છે. સામાન્ય રીતે શિયાળો ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુ ભારતમાં અનુભવાય છે. અને તારા પ્રેમની જેમ દરેક ઋતુની પોતાની આગવી વિશેષતા છે. જેમ ઋતુ બદલાય અને વાતાવરણમાં જેમ બદલાવ આવે એમ તારો પ્રેમ પણ મને અલગ અલગ પ્રકારે મને મળતો રહે છે. ક્યારેક તું શિયાળાની ગુલાબી ઠંડીની જેમ પ્રેમાળ તો ક્યારેક ઉનાળામાં પડતી ગરમીની જેમ ગુસ્સો કરનારી. અને ક્યારેક ચોમાસાની ઋતુ જેવી રોમેન્ટિક.
ઇકો સિસ્ટમને સારી રીતે ચલાવવા માટે જેમ આ ઋતુઓની જરૂર છે એમ મારે પણ મારા જીવન ને સારી રીતે ચલાવવા માટે તારી જરૂર છે અને આ ત્રણેય ઋતુની જેમ તું પણ મારા જીવનમાં નવા રંગો ભરે છે. હું જાણું છું કે તું મારી વેલેન્ટાઇન છો અને જિંદગીભર રહેવાની છો, પણ છતાં રિવાજ છે એટલે પૂછું છું.
ઋતુ “વિલ યુ બી માય વેલેન્ટાઇન”?
– વિવેક માણીયા