“Gut Feeling” આ શબ્દ ઘણું બધું કહી જાય છે. ફિલ કોણ કરે જે સંવેદનશીલ હોય, આ ગટ ફીલિંગ શબ્દ શું કહે છે? ગટ એટલે આંતરડા – નાભીનો ભાગ. આગળના લેખમાં એના વિશે તમે જાણ્યું હશે. આ લેખમાં મારે તમને જે આંતરડા તમારાથી નારાજ છે એના વિશે વાત કરીશું. જે નાભી વારંવાર ખસી જાય છે, વારંવાર ઝાડા, શરદી, કફ, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, પેટ ફૂલી જવું આ બધી તકલીફોમાંથી છુટકારો મેળવવો હોય તો Gut બેલેન્સ કરવી પડે. કોઈ ટેબલ ડગુમગુ થતું હોય તો એને રીપેર કરવું પડે, ને એ વખતે ટેબલ પર વજન ના મુકાય. એને આડું પાડી પાયાનું સમારકામ કરીને ટેબલ ઊભું મૂકીએ તો એ હાલક ડોલક ન થાય. એવી રીતે Gut નું સમારકામ કરવું હોય તો, કોઈ ભારે ખોરાક ન ખાવો જોઈએ, કોઈ તીખો, વધારે પડતા મસાલા, લસણ, ડુંગળીવાળો ગરમ પડે એવું ખોરાક ન લેવો જોઈએ. સાથે વધારે પ્રવાહી (Liquid) લેવું. હજુ વધારે વાત ને સરળ કરુ કે પતલી છાશ, લીંબુ પાણી, નારિયેળ પાણી (બપોર પછી ન લેવું), વેજીટેબલ સૂપ, મગનું સ્વાદિષ્ટ પાણી, ચોખાનું ઓસામણ પણ સ્વાદિષ્ટ બનાવી લઈ શકાય.
આ વાત થઈ ખોરાકથી Gut નું સમારકામ કરવાની. હવે વાત કરીએ આસન, પ્રાણાયામની. મેં પહેલા કહેલું 1st Brain અને 2nd Brain પાકા દોસ્ત છે. એટલે Gut ને આરામ આપવો હોય તો મનને આરામ આપવો જ પડે. 1st Brain ને આરામ આપવા માટે સૌથી પહેલા સુપ્તબધ્ધ કોણાસન કરવું પડે. જેમાં શરીર અને મન બંને રીલેક્સ થાય છે. પાંચથી દસ મિનિટ કર્યા પછી અપાન સંતુલાનાસન બે મિનિટ કરી પછી ભૂજંગાસન ઉષ્ટ્રાસન બેન્ચ સાથે કરી નાભિ સંતુલિત કરવાની હોય છે. સાધનો સાથે યોગાસન કરવાનો આ જ ફાયદો છે. વ્યક્તિના હરસ્ત હોય તો શરીર એની શક્તિને ધ્યાનમાં રાખી સાધનો સાથે આરામ કરવાથી મોટા અઘરા આસન ખૂબ સરળતાથી થઈ શકે છે. યોગાચાર્ય b k s Iyengar જી એ ઘણા સાધનો research કર્યા પછી બનાવ્યા છે અને ભારત સરકારે એમની પદ્મવિભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. ભારતનું એ ગૌરવ છે કે દુનિયાભરમાં આ સાધનો પ્રચલિત થયા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ વડીલો સૌ કોઈ સરળતાથી યોગ કરી શકે છે. આ સાધનોની મદદથી Gut ને balance કરી શકાય છે.
દોરડાના સાધનોથી શીર્ષાસન પણ આ તકલીફમાં ઉપયોગી થઈ શકે છે. સાધનોનો ઉપયોગ કરવાની સાચી રીતે સમજવી જરૂરી છે. હું પોતે છ વર્ષ પૂના એમની સંસ્થામાં ગુરુજી જ્યારે હયાત હતા ત્યારે રહેલી છું અને વિગતે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જ્ઞાન દરિયા જેવું છે એટલે હજુ પણ શીખતી રહું છું.
પાછા આવીએ gut બેલેન્સિંગ તરફ- હવે અગત્યનું છે સ્વભાવ. જો સ્વભાવ બહુ ચોક્કસાઈ વાળો હોય, કોઈનું કામ, કોઈનો વ્યવહાર ન ચલાવી લેતા હોય તો. કોઈની ઈર્ષા કર્યા કરતા મનને મનમાં દોષિત ની લાગણી અનુભવતા હોય તો પણ Gut disturb/imbalance થઈ શકે છે. એટલે આહાર, આસનોની સાથે મન પર પણ કામ કરવું પડે. મન પર કામ કરવા માટે ફરી પ્રાણાયામ અને રિલેક્સેશન તરફ જવું પડે. બંધ, નૌલી નો અભ્યાસ કરવો જોઈએ. મન શાંત તો પેટ શાંત ને પેટ શાંત તો મન શાંત એ વિષ્ય સર્કલ ચાલે છે. આપણે વિચારવાનું છે કે આપણે કેવું વિચારવું અને કેવો વ્યવહાર કરવાનો છે.
અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)