નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ નવમું બજેટ રજૂ કરશે. દેશનાં અન્ય તમામ સેક્ટર્સની જેમ માહિતી પ્રૌદ્યોગિકી (IT) અને ટેક સેક્ટરની પણ કેટલીક ખાસ માગો છે, જેને લઈને બજેટમાંથી શું મળશે તેના પર સૌની નજર છે. જાણો બજેટ 2026થી ટેક સેક્ટરની કેટલીક મહત્વપૂર્ણ અપેક્ષાઓ…
AI ને સ્ટ્રેટેજિક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે વિકસાવવામાં બજેટ મદદરૂપ બને – ટેક સેક્ટર
AI પ્રત્યેના દૃષ્ટિકોણમાં મૂળભૂત બદલાવની જરૂર છે. AI ને માત્ર એક સ્વતંત્ર સોફ્ટવેર સેગમેન્ટ તરીકે નહીં, પરંતુ એક સ્ટ્રેટેજિક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જોવામાં આવવું જોઈએ. ભારત AI ક્રાંતિનાં દ્વાર પર ઊભું છે, તેથી બજેટમાં AI ને ફક્ત સોફ્ટવેર સેક્ટર તરીકે નહીં, પરંતુ એનર્જી અથવા ટેલિકોમની જેમ જ વ્યૂહાત્મક રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે માન્યતા મળવી જોઈએ.
MSMEનું ડિજિટલાઇઝેશન જરૂરી
દેશનું ડિજિટલ પરિવર્તન ઝડપ પકડી રહ્યું છે, પરંતુ વિકાસનો આગામી તબક્કો વિવિધ ઉદ્યોગોમાં, ખાસ કરીને MSME સેક્ટરમાં AIના વ્યાપક ઉપયોગ પર નિર્ભર છે. મોટા કોર્પોરેશન્સની તુલનામાં MSMEમાં AIનું અમલીકરણ હજુ પણ મર્યાદિત છે. આ ઉપરાંત, બજેટ 2026 પાસેથી અપેક્ષાઓ AI આધારિત લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ટેક્નોલોજી સુધી વિસ્તરે છે. સપ્લાય ચેઇન ટેક્નોલોજી માટે સરકાર તરફથી મોટા એલાનની જરૂર છે અને બજેટ તેના માટે ઉત્તમ તક સાબિત થઈ શકે છે.
IT અને ટેક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ખર્ચનું અંતર ઘટાડવામાં આવે
આ વખતના બજેટમાં દેશના રિસર્ચ અને ડેવલપમેન્ટ ખર્ચમાં રહેલા અંતરને ઘટાડવા પર ભાર મૂકવાની જરૂર છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 200 ટકા વેઇટેડ ડિડક્શનને ફરીથી અમલમાં લાવવાની જરૂર છે. ખાસ કરીને લાંબા ગાળાના ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપવા માટે આ અત્યંત મહત્વપૂર્ણ છે.




