ભોપાલ: મધ્યપ્રદેશમાં રેલવેએ એક ડબ્બાની વિશેષ ટ્રેન બે વાઘના બચ્ચાને બચાવવા માટે દોડાવી. જેના માટે રેલવેના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લોકો ભારતીય રેલવેના આ પગલાના દિલથી આવકારી રહ્યાં છે.
मध्य प्रदेश सरकार की तत्परता व संवेदनशीलता से रेलवे ट्रेक पर घायल हुए बाघिन के दो शावकों को समय पर उपचार मिलना प्रशंसनीय है।
सीहोर के बुधनी में मिडघाट रेलवे ट्रेक पर हुई दुर्घटना में मध्यप्रदेश सरकार और @RailMinIndia ने समन्वय के साथ बेहद कम समय में एक डिब्बे की स्पेशल ट्रेन की… pic.twitter.com/bFYYFFXfE2— Dr Mohan Yadav (@DrMohanYadav51) July 16, 2024
મુખ્યમંત્રી મોહન યાદવે આ મુદ્દે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, મધ્યપ્રદેશ સરકારની તત્પરતા અને સંવેદનશીલતાથી રેલવે ટ્રેક પર ઘાયલ થયેલા વાઘણના બે બચ્ચાને સમયસર સારવાર મળવી પ્રશંસનીય છે. સીહોરના બુધનીમાં મિડઘાટ રેલવે ટ્રેક પર થયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશ સરકાર અને રેલવે મંત્રાલયે સમન્વયની સાથે ખૂબ ઓછા સમયમાં એક ડબ્બાની સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરીને, બંને બચ્ચાની શ્રેષ્ઠ સારવાર માટે ભોપાલ લાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભગવાનને બંને બચ્ચા ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના.