ગાબામાં ફોલો ઓનથી બચતા જ આ મીમ્સ થયા વાયરલ!

નવી દિલ્હી: ગાબા મેચમાં ટીમ ઈન્ડિયા ફૉલો ઓનથી બચી ગઈ છે. પરંતુ ભારતીય ટીમમાં કેટલાંક ખેલાડીઓના પ્રદર્શનથી ભારતીય ફેન્સ ખુશ છે જ્યારે કેટલાંક ખેલાડીઓના પ્રદર્શનથી નાખુશ છે. એવામાં સોશિયલ મીડિયામાં કેટલાંક મીમ્સ વાયરલ થયા છે. આ મીમ્સમાં આકાશ અને બુમરાહના પ્રદર્શનની સરાહના કરવામાં આવી રહી છે. જ્યારે રોહિત અને કોહલીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.બ્રિસ્બેનના ગાબામાં ચોથા દિવસે જસપ્રીત બુમરાહ અને આકાશ દીપે પોતાની બેટિંગથી ફેન્સના દિલ જીત લીધા છે. આ બંન્નેએ સાથે મળીને 10મી વિકેટ માટે 39 રનની નોટ આઉટ ભાગીદારી કરી હતી.ભારતે આ મેચમાં ફૉલોઓનથી બચવા માટે 246 રન બનાવવાની જરૂરિયાત હતી. આ સ્કોરને આકાશદીપે ચોક્કો મારીને પૂરો કર્યો હતો.એક સમયે ટીમ ઈન્ડિયાના 9 વિકેટે 213 રન હતા. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ પારીમાં 445 રન બનાવ્યા હતા.  જ્યારે 10મી વિકેટની ભાગીદારીમાં આકાશ દીપ અને જસપ્રીત બુમરાહે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે ત્યારે હવે ફેન્સ તેમના વખાણ કરતા થાકી નથી રહ્યા.

બુમરાહના કેટલાંક મીમ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.