ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક નિવૃત્તિની કરી જાહેરાત!

ટીમ ઈન્ડિયાના ખેલાડી વરુણ એરોને નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે માત્ર 35 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી છે. વરુણે ભારત માટે 9 વનડે અને 9 ટેસ્ટ મેચ રમી છે. એ એની ઘાતક બોલિંગ માટે પ્રખ્યાત છે. વરુણનો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સારો રેકોર્ડ છે. એ ઘરેલુ ક્રિકેટમાં ઝારખંડ તરફથી રમે છે. વરુણે ઝારખંડ માટે પોતાની છેલ્લી મેચ આ વર્ષે 5 જાન્યુઆરીએ ગોવા સામે રમી હતી.

વરુણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શુક્રવારે એણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. આ દ્વારા પોતાની નિવૃત્તિની જાહેરાત કરી. વરુણે લખ્યું, “હું છેલ્લા 20 વર્ષથી ઝડપી બોલિંગમાં જીવી રહ્યો છું. આજે હું ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરું છું. મારા માટે, આ સફર ભગવાન, પરિવાર, મિત્રો, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને ચાહકો વિના શક્ય ન હોત. હું BCCI અને JSCAનો આભાર માનું છું.

વરુણની બોલિંગ કારકિર્દી

વરુણ એરોન તેની ઝડપી બોલિંગ માટે પ્રખ્યાત રહ્યો છે. તેણે નવેમ્બર 2011 માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તેણે પોતાની છેલ્લી ટેસ્ટ 2015માં રમી હતી. વરુણે ઓક્ટોબર 2011 માં વનડે ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તેણે પોતાની છેલ્લી મેચ 2014 માં રમી હતી. તેણે ભારત માટે 9 ટેસ્ટ મેચોમાં 18 વિકેટ લીધી છે. જ્યારે તેણે 9 ODI મેચોમાં 11 વિકેટ લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Varun Aaron (@varunaaron77)

 વરુણ એરોન ટીમ ઈન્ડિયાની બહાર હતા

ભારતીય ટીમ ટૂંક સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયારી શરૂ કરશે. પરંતુ આ માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. જો આપણે વરુણની વાત કરીએ તો તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. જોકે, આ સમયગાળા દરમિયાન તે સતત સ્થાનિક મેચોમાં રમ્યો છે. વરુણે ૮૮ લિસ્ટ એ મેચોમાં ૧૪૧ વિકેટ લીધી છે. જ્યારે ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૧૭૩ વિકેટ લેવામાં આવી છે.