|
જહાં પ્રેમ તહં નેમ નહીં, તહાં ન બુદ્ધિ વ્યવહાર, |
આજકાલ આપણને દરેક કાર્ય માટે શુભ મુહૂર્તનો વિચાર કરવાની ટેવ પડતી જાય
છે.વાસ્તુ, ફેંગસૂઈ, ટેરોટ, કાર્ડ, જ્યોતિષ, મંત્રતંત્ર, અંકગણિત, ગ્રહશાંતિ જેવા અનેક નુસ્ખા અજમાવી સિદ્ધિ પ્રાપ્ત કરવાનો મરણિયો પ્રયાસ કરીએ છીએ.
કબીરજી કહે છે કે, જ્યાં પ્રેમ છે ત્યાં બીજો કોઈ હેતુ નથી. બુદ્ધિથી સ્વાર્થ સાધવા માટે કોઈ વ્યવહાર કરવામાં નથી આવતો. મન પ્રેમના અમાપ અને અવિરત પ્રવાહમાં તરબોળ બને છે. આવી અવધૂત અવસ્થાનો, સાચા સંન્યાસીનો સંકલ્પ એ હોય છે કે, “અમે શ્રેય માર્ગ ઉપર જ ચાલીશું પછી તેમાં ગમે તેટલાં દુઃખ કેમ ન આવે ?”

યજુર્વેદ કહે છે, “હે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર દેવ, મને બધા જીવો મિત્રની દૃષ્ટિએ જુએ. હું બધાં પ્રાણીઓને મિત્રની દૃષ્ટિએ જોઉં અને અમે બધાં પરસ્પર મિત્રની દૃષ્ટિથી જોઈએ. આવી રીતે તમે અમને દૃઢ બનાવો.” (યજુર્વેદ-૨૬/૧૮). જેમનામાં વિશ્વપ્રેમની ભાવના છે તેમના માટે હરઘડી શુભ છે, મંગળમય છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)




