અમદાવાદના પાલડીથી જમાલપુર જતાં બ્રિજ પરથી શહેરના બે ઐતિહાસિક ‘સ્ટ્રક્ચર’ દેખાય. એક અમદાવાદ શહેરની માન્ચેસ્ટર તરીકેની ઓળખ છતી કરતું કેલિકો મિલનું ભૂંગળુ અને બીજું હેરિટેજ સ્થાપત્ય.
આ સ્થાપત્ય એટલે બાબા લવલવીની મસ્જિદ. જ્યારે રિવરફ્રન્ટ બન્યો નહોતો ત્યારે જમાલપુરના બ્રિજ પરથી પસાર થાઓ સુકીભંઠ સાબરમતીમાં ગંદુ પાણી, શાક માર્કેટ, ફૂલ બજારનો ગંદકીથી ખદબદતો કચરો ઠલવાયેલો જોવા મળતો. હવે સાબરમતીમાં નર્મદાનું પાણી આવી ગયું અને રિવરફ્રન્ટ બની જતા આ ઐતિહાસિક ઈમારત સુધી લોકો સરળતાથી પહોંચી શકે છે.
ઈ.સ. 1560ની આસપાસ મોતીના સોદાગર બાબા મોહંમદ જાફર દ્વારા આ ઇન્ડો-ઈસ્લામિક સ્થાપત્ય બનાવવામાં આવ્યું હતું. મસ્જિદનું આર્કિટેક્ટ અને ઈન્ટીરીયર બેનમુન છે. 67 ફૂટ લંબાઈ, 37 ફૂટ પહોળાઈવાળી બે માળની મસ્જિદ છે, જેની ડિઝાઇન મિનાર, ઝરુખા જોવાલાયક છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)