નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં બે દોષિતોની વચગાળાની જામીન અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આરોપી રાધાશ્યામ ભગવાનદાસ અને રાજુભાઈ બાબુલાલ સોનીએ વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે આ ખોટી રીતે તૈયાર કરવામાં આવેલી અરજી છે.સુપ્રીમ કોર્ટે અરજી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ કેવી રીતે સ્વીકાર્ય છે? આ બિલકુલ ખોટું છે. અમે પી.આઈ.એલ.માં અપીલ પર કેવી રીતે બેસી શકીએ? જાહેર હિતની અરજી કરવામાં આવી હોય ત્યારે તેના વિરોધમાં સુનાવણી કરવી બિલકુલ યોગ્ય નથી. અરજદારોએ માંગ કરી હતી કે જ્યાં સુધી તેમની સજા માફ કરવા અંગે નવો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી તેમને વચગાળાના જામીન આપવામાં આવે.