રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર, બુમરાહ કેપ્ટન

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચમાં નહીં રમે. રોહિત શર્માએ ખુદ આ મેચ નહીં રમવાનો નિર્ણય કર્યો છે. રોહિતે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત આગરકરને આ વાતની માહિતી આપી હતી. રોહિતની જગ્યે જસપ્રીત બુમરાહ ટીમનું સુકાન સંભાળશે.  

મેચના એક દિવસ પહેલાં ગૌતમ ગંભીર અને જસપ્રીત બુમરાહ સાથે લાંબી વાતચીત કરતા જોવા મળ્યો હતો. અહેવાલ મુજબ મેલબોર્ન ટેસ્ટ રોહિત શર્માની છેલ્લી ટેસ્ટ સાબિત થઈ શકે છે.એ વાતની સંભાવના છે કે તે આગામી વર્લ્ડ કપ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમની યોજનાનો ભાગ ના હોવાની શક્યતા છે. રોહિત બહાર જવાથી શુભમન ગિલને તક મળશે.  ગિલ મેલબોર્ન ટેસ્ટમાં બહાર હતો. તે નંબર ત્રણ પર બેટિંગ કરશે. કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલની સાથે ઓપનિંગ કરશે. ઋષભ પંત પણ ટીમથી ડ્રોપ નહીં હોય.  આ સાથે આકાશ દીપની જગ્યે 269 વિકેટ લેનાર કૃષ્ણા ટીમમાં સામેલ થશે.

મેલબોર્ન ટેસ્ટમાં ભારતની હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીર અને ખેલાડીઓ વચ્ચે ડ્રેસિંગ રૂમમાં બોલાચાલી થઈ હોવાની અટકળો પણ વહેતી થઈ છે. તેમજ રોહિત શર્મા અને ગંભીર વચ્ચે અણબનાવ બનતાં તેને ટીમમાંથી આઉટ કરવાનો સંકેત પણ ક્રિકેટ દિગ્ગજો અને ચાહકો આપી રહ્યા છે.ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે વિવાદને ગંભીરે અફવા ગણાવ્યો છે. તેમજ રોહિત શર્માનું પ્લેઈંગ ઈલેવન ટીમમાં સ્થાન મુદ્દે કોઈ સ્પષ્ટતા ન કરતાં કહ્યું હતું કે, સિડનીની પીચ જોયા બાદ પ્લેઇંગ ઈલેવનનો નિર્ણય લેવામાં આવશે.