કનૈયો પ્રેમનો અવતાર હતા. એ તેમના પ્રેમની પરાકાષ્ઠા હતી, જ્યારે મહર્ષિ વેદવ્યાસે પુરાણોની રચના કરી દીધી ત્યારે પણ તેમનું મન વિચલિત હતું. ત્યારે તેમણે નારદ મુનિ પાસે મનની વ્યથા કહી કે જીવનથી સંબંધિત બધી વાતો પર પુરાણોને લખવા છતાં તેમનું મન અશાંત કેમ છે? ત્યારે મહર્ષિ નારદે તેમને જણાવ્યું હતું કે તેમણે બધું લખ્યું, પણ પ્રેમ પર નથી લખ્યું. એ કહીને તેમણે શ્રીકૃષ્ણ અવતાર વર્ણન કર્યું. ત્યારે વેદવ્યાસજીએ શ્રીમદ્ ભાગવત લખ્યું. એવું કહેવાય છે કે આ એક પુરાણને વાંચી લેવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. આમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યેક સંબંધ પ્રતિ પ્રેમ અને એની અનંતતાનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણએ પૃથ્વીલોક પર આવાં કેટલાંક પ્રેમનાં ઉદાહરણ આપ્યાં છે. આમાંથી એક ઓરિસ્સામાં પ્રત્યેક વર્ષે જોવા મળે છે. જી હા, ભગવાન જગન્નાથ સ્વરૂપમાં એક મુસ્લિમ ભક્તના પ્રતિ તેમનો અગાધ પ્રેમ. પરંતુ આ વર્ષે રથયાત્રા પર પ્રતિબંધને કારણે ભગવાન પોતાના મુસ્લિમ ભક્તને મળી નહીં શકે. આવો જાણીએ પૂરી વાત…
અહીં દર વર્ષે ભગવાન જગન્નાથનો રથ ઊભો રહે છે…
આમ તો દેશમાં જ નહીં વિદેશોમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, પરંતુ ઓરિસ્સાના પુરીમાં નીકળતી રથયાત્રાનું વિશેષ મહત્ત્વ છે, કેમ કે એ સ્થાનને ભગવાન કૃષ્ણે સ્વયં પસંદ કરી હતી. અહીં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા દરમ્યાન ભગવાન જગન્નાથજીનો રથ એક મુસ્લિમની મજાર પર અટકે છે. આ મુસ્લિમ ભગવાન જગન્નાથજીના અનન્ય ભક્ત હતા, પરંતુ મુસ્લિમ હોવાને લીધે તેમને ક્યારેય મંદિરમાં પ્રવેશ નહોતો કરવા દેવામાં આવતો. તેઓ ભગવાનના દર્શન કર્યા વગર દુનિયાથી વિદાય થઈ ગયા. જોકે મરતાં પહેલાં તેમણે કહ્યુ હતું કે મારી ભક્તિ સાચી હશે તો પ્રભુ મારી મજાર પર જરૂર આવશે.
તો આ છે મજાર પર રથયાત્રાના રોકાવાનું રહસ્ય…
પ્રાપ્ત માહિતી મુજબ આ એ સમયની ઘટના છે, જ્યારે ભારતમાં મોગલોનું શાસન હતું. સાલબેગ નામનો એક મુસ્લિમ યુવક હતો. તેની માતા હિન્દુ અને પિતા મુસ્લિમ હતો. સાલબેગ મોગલ સેનામાં ભરતી થઈ ગયો. એક વાર તેના માથે ઇજાને કારણે મોટો જખમ થઈ ગયો. કેટલાય હકીમો અને વૈદ્યોની સારવાર પછી પણ એનો જખમ મટ્યો નહીં. આવામાં તેને મોગલ સેનામાંથી કાઢી મૂકવામાં આવ્યો. પરેશાન અને હતાશ સાલબેગ દુખી રહેવા લાગ્યો. ત્યારે તેની માતાએ તેને ભગવાન જગન્નાથજીની ભક્તિ કરવાની સલાહ આપી. સાલબેગે એવું કર્યું. તે દિવસ-રાત જગન્નાથજીની પૂજા-અર્ચના અનમે ભક્તિ કરવા લાગ્યો. એનાથી તેને માનસિક શાંતિ અને જીવન જીવવાની શક્તિ મળવા લાગી.
ભગવાન સપનાંમાં દેખાતાં બધાં દુઃખદર્દ ગાયબ
એક વાર સાલબેગને સપનામાં જગન્નાથજી ખુદ તેને મળવા આવ્યા અને તેના જખમ પર લગાવવા માટે ભભૂત (પૂજા-હવન પછી વદેલી રાખ) આપે છે અને સાલબેગ સપનામાં એ ભભૂતને પોતાના માથે લગાવી લે છે. જ્યારે સાલબેગ ઊંઘમાંથી ઊઠે ત્યારે તેને અહેસાસ થાય છે કે તે તો સપનું જોતો હતો, પરંતુ તે એ વાતથી હેરાન હતો કે તેના માથાનો જખમ સાચે ઠીક થઈ ચૂક્યો હતો. ભગવાનની જયજયકાર કરતો તે કરુણામય ભાવથી સાલબેગ જગન્નાથજીના મંદિર તરફ દોડવા લાગે છે, પણ મુસ્લિમ હોવાને કારણે તેને મંદિરમાં પ્રવેશ નથી મળતો. આવામાં તે મંદિરની બાહર બેસીને ભગવાનની ભક્તિ કરવા લાગે છે. પ્રભુના નામનો જાપ કરતાં-કરતાં તે ભજનો લખ્યાં છે.
ભક્ત સાલબેગને મળવા ભગવાન અહીં રોકાય છે
કનૈયાના અનન્ય ભક્તની જેમ સાલબેગ પણ જગન્નાથજીના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરે છે. પછી એક દિવસ ભગવાનની ભક્તિ કરતાં-કરતાં સાલબેગનું મૃત્યુ થાય છે, પણ પોતાના મૃત્યુ પહેલાં તે કહે છે કે જો મારી ભક્તિ સાચી હશે તો પ્રભુ મારી મજાર પરજરૂર આવશે. તેના મૃત્યુ પછી સાલબેગની મજાર જગન્નાથ મંદિરથી ગુંડિચા રસ્તા પર બનાવવામાં આવી હતી. સાલબેગના મૃત્યુના કેટલાક મહિનાઓ પછી જ્યારે જગન્નાથજીની રથયાત્રા નીકળી તો સાલબેગની મજારની પાસે રથ આગળ જ નહોતો વધતો. બધા ભક્તો રથ ખેંચી-ખેંચી, જોર લગાવીને થાકી ગયા, પરંતુ રથ તસુભર આગળ નહોતો વધી રહ્યો. આવામાં બધા પરેશાન થઈ ગયા અને કંઈ સમજી નહોતા શકતા કે હવે શું કરવું જોઈએ. ત્યારે કોઈએ રાજાને સાલબેગ વિશે જણાવ્યું અને તેની ભક્તિ તથા કથન વિશે માહિતી આપી. ત્યારે રાજાએ પુરોહિતજીથી મંત્રણા કરીને બધાને ભક્ત સાલબેગની જયકાર કરવા માટે કહ્યું. સાલબેગના નામે જયકાર લગાવ્યા પછી જ્યારે રથને ખેંચવાના પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે રથ ચાલવા લાગ્યો. બસ, ત્યારથી દર વર્ષે માસીને ઘેર જતી વખતે જગન્નાથજીનો રથ સાલબેગની મજાર પર થોડો સમય અટકાવવામાં આવે છે.
આ વર્ષે નહીં મળે ભગવાન…
એક સદીથી ચાલતી આ રહી આ પરંપરા હેઠળ ભગવાન અને ભક્તનું આ વર્ષે નહીં થઈ શકે. કોરોના વાઇરસના સંક્રમણને લીધે ઓરિસ્સા વિકાસ પરિષદ નામના NGOએ રથયાત્રા આ વર્ષે નહીં કાઢવા માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આના પર હાલમાં જ સુપ્રીમ કોર્ટે ફેંસલો આવ્યો છે કે આ વર્ષે જગન્નાથ રથયાત્રા નહીં કાઢવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે ભીડ એકત્ર થાય એ ઉચિત નથી. જેથી જાહેર સ્વાસ્થ્ય અને નાગરિક સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખતાં આ વર્ષે રથયાત્રાની મંજૂરી નહીં આપી શકાય. આવામાં રથયાત્રા નહીં નીકળે તો ભગવાન જગન્નાથ આ વર્ષે સાલબેગને પણ નહીં મળી શકે.