રોજના કામમાંથી રજા લેવાથી થોડા સમય માટે આપણને આરામ જરૂર મળે છે. પરંતુ આ તણાવને દૂર કરવાનો સાચો ઉપાય નથી. રોજના કામ થી અલગ થવાથી આપણા વિચારો બીજી તરફ વળી જાય છે. વ્યક્તિઓ તો રજાના સમયે પણ તણાવને પોતાની સાથે લઈને જાય છે. જો તેવું નથી કરતા તો પણ જ્યારે રજા પરથી પાછા આવીશું ત્યારે પરિસ્થિતિ તો તે જ હશે. આમ આપણે આપણા વિચારોને સમાપ્ત નથી કર્યા પરંતુ થોડા સમય માટે તેને બીજી તરફ વાળયા છે. જો હું પંદર દિવસ માટે રજાઓ લઈ કોઈક સ્થળે જઇને પછી આવું છું તો તે દરમિયાન આપણા શરીરને તો આરામ મળે છે પરંતુ મનને આરામ નથી મળતો.
મનને આરામ આપવા માટે આપણે 15 દિવસની રજાની જરૂર નથી પરંતુ મારે ફક્ત દિવસમાં કામકાજની વચ્ચે-વચ્ચે એક મિનિટ માટે મનને આરામ આપવો પડશે. દરરોજના કામમાંથી રજા લેવી કે મનોરંજન માટે અન્ય ઉપાય કરવા એ બરાબર છે. પરંતુ તે તણાવને સમાપ્ત નથી કરી શકતા. તણાવનું સમાધાન આપણી વિચારવાની શક્તિ ઉપર આધારિત છે. જ્યારે આપણે આપણા રોજિંદા કામ દ્વારા આનંદ પ્રાપ્ત કરવા શીખી જઈશું ત્યારે આનંદ મેળવવા માટે રજા ઉપર જવાની જરૂર નહીં પડે. દરરોજ આનંદ થી દિવસ પસાર કરવાથી રોજ આપણે હલકા રહીએ છીએ. દિવસ દરમિયાન આપણે જે કામ કરીએ છીએ તેમાંજ જો આપણે યોગ્ય વિચારો દ્વારા મોજ નો અનુભવ કરી શકીએ તો આપણો બીજો દિવસ પણ સારો જાય છે.
તણાવ માટે આપણી માન્યતા એવી હોય છે કે મારા તણાવનું કારણ બહાર છે. પરિણામે તણાવને આપણે સ્વભાવિક ગણી લઈએ છીએ. આપણે જાણીએ છીએ કે બધી વ્યક્તિઓ મારા વિચારો અનુસાર ચાલવાના નથી. પરિસ્થિતિઓ મારી ઇચ્છા મુજબ આવવાની નથી. પછી આપણે કહીએ છીએ કે મારા તણાવનું કારણ બીજી વ્યક્તિઓ છે. તેઓ બદલતા નથી તો પછી મારે તણાવમાં રહેવું સ્વાભાવિક છે. કોઈ પણ વ્યક્તિને આપણે પૂછીશું કે તમને તણાવ રહે છે? તો તે જણાવશે કે શું કરીએ સમય જ એવો ચાલી રહ્યો છે. સમાજ જ એવો છે. કારણ કે આપણે તણાવનું કારણ સમાજ છે એવું માનીએ છીએ. પોતાને તણાવ મુક્ત કરવા માટે આપણે આપણી માન્યતાઓને બદલીયે કે તણાવનું કારણ બીજું કોઈ નહીં પરંતુ હું પોતે જ છું.
કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે વિચારવું છે તથા તેની પ્રતિક્રિયા કેવી રીતે આપવી છે તે આપણા હાથમાં છે. આ રીતે વિચારવાથી તણાવ ઉત્તપન્ન નહીં નહીં થાય કારણકે તણાવ મનમાં ઊભો થાય છે. જ્યાં બીજું કોઈ નથી આવી શકતું. તણાવ છે મારા ભયના વિચાર, ચિંતા વાળા વિચાર. સમજમાં આવે છે કે તણાવ કોઈ બીજી વ્યક્તિઓ ઉપર આધારિત નથી પરંતુ મારી આંતરિક શક્તિ ઉપર આધાર રાખે છે. જો આપણે આપણી આંતરિક શક્તિને મજબૂત બનાવીશું તો ક્યારેય પણ તણાવનો અનુભવ નહીં થાય.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)