(બી.કે. શિવાની)
આખો દિવસ મેં નકારાત્મક અને નબળા વિચારો કર્યા, બીજા લોકોની ખામીઓ જ જોઈ તેમના દુર્ગુણોનું વર્ણન કરતાં મારી પોતાની જ શક્તિ ધીમે–ધીમે ઓછી થતી જતી જતી હવે તો ખલાસ પણ થઈ ગઈ, અને પરિણામે હવે તો મારો સ્વભાવ પણ આવો ચીડિયો ને ગુસ્સાવાળો બની ગયો. આની શરૂઆત ક્યાંથી થઇ? મારા પોતાના વિચારોથી. હવે તો અહીં એક મહત્વપૂર્ણ વાત તો એ છે કે, જેવો મારો સ્વભાવ બની ગયો છે, તેવી જ રીતે હું બીજા અન્ય લોકો સાથે વ્યવહાર કરું છું. હવે પછી હું તેમના માટે નકારાત્મક વિચારો (સંકલ્પો) કરીશ, જે નકારાત્મક વિચારોના નકારાત્મક પ્રકાપનો હું જાણે કે અજાણે તેમને મોકલી રહી છું. અને હવે મને તેવું જ પરિણામ મળશે. કહેવતમાં પણ કહ્યું છે કે –જેવું કર્મ હું કરીશ તેવું ફળ મને મળશે. અર્થાત જે પ્રકારનું મારું કર્તવ્ય હશે તેવું જ મારું વ્યક્તિત્વ બનશે, અને એવું જ મારું ભાગ્ય બનશે. તથા હું જે શક્તિઓ અન્ય લોકોને મોકલીશ તે જ શક્તિઓ મને પાછી મળશે.
ભાગ્ય શું છે? મારી સાથે જે થાય છે, જે બની રહ્યું છે. તેને જ તો આપણે ભાગ્ય કહીએ છીએ. ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે, મારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે? કારણ કે એ પ્રકારની ઘટના ઘટવી પણ મારા ભાગ્યમાં છે માટે મારી સાથે આવું થઈ રહ્યું છે. પરંતુ આજ સુધી આપણે તો અજ્ઞાનતા વશ એવું માનતા હતા કે, મારું ભાગ્ય અન્ય કોઈ બીજા સ્થાને લખાઈ રહ્યું છે. ખરેખર તો આપણા એક–એક ડગલાં અને પગલાંમાં આપણું ભાગ્ય આપણે જાતે જ ઘડી રહ્યાછીએ. પ્રત્યેક સેકન્ડે હું જે કર્મ કરું છું તેનું ફળ મને ભાગ્યના રૂપે મળે છે. જ્યારે ફળ મળે છે, ત્યારે આપણે એમ કહીએ છીએ કે, આ મારા ભાગ્યમાં લખાયેલ હતું. આમ આપણો વ્યવહાર જ આપણું ભાગ્ય બનાવવાનો આધાર બને છે.
“જેવું કર્મ આપણે કરીશું, તેવું ફળ આપણને મળશે.” હવે આ નિયમ આપણને સમજાઈ ગયો છે. તેની શરૂઆત આપણા પોતાના વિચારોથી જ થાય છે. વિચાર, અનુભૂતિ, વૃત્તિ, કાર્ય તથા આદત (ટેવ) એ બધું મળીને આપણું વ્યક્તિત્વ બને છે. ભાગ્ય અર્થાત જે કર્મ આપણે કર્યા છે, તેનું ફળ આપણને મળે છે. એવું પણ બની શકે કે તે કર્મ ઘણા બધાં સમય પહેલા કરેલું હોય અને તેનું ફળ અત્યારે આપણને મળી રહ્યું હોય. આપણને જ્યારે ફળ મળે છે, ત્યારે તરત એ વાતની ખબર પડતી નથી કે આ મારા ક્યાં કર્મનું ફળ છે? પરંતુ એટલું તો સ્પષ્ટ ખબર છે કે, મને જે પણ ફળ કે પરિણામ મળી રહ્યું છે, તે મારા જ કર્મનું પરિણામ(ફળ) છે. હવે હું એ સમજી શકું છું કે, મારું ભાગ્ય કેવી રીતે બની રહ્યુંછે! જે પ્રકારના મારા વિચાર હશે, તે પ્રમાણે જ હું કર્મ કરીશ. કેવા વિચાર કરવા તેનો સંપૂર્ણ આધાર હવે મારા ઉપર જ છે.
વારંવાર આવા પ્રકારનો વ્યવહાર કરવાથી તે આપણી ટેવ(આદત) બની જાય છે. મેં કોઈ એક વ્યક્તિ સાથે જ્યારે આવેશ કે ગુસ્સામાં આવી જઈને બીજા સાથે વ્યવહાર કર્યો. હવે જ્યારે જયારે પણ આવી પરિસ્થિતિઓ આવશે ત્યારે મને ફરીથી ગુસ્સો આવી જશે. આપણી ભૂલ એ થઈ કે, મેં અત્યાર સુધી એવું જ વિચાર્યું કે, આ પ્રકારની પરિસ્થિતિમાં કે બાબતમાં તો આજ રીતે સમાધાન થઈ શકે. આપણે સમાધાનની બીજી કોઈ રીત માટે વિચાર્યું જ નહિ કે અન્ય કોઈ બીજી વિધિ કે રીત હોય શકે તેવો વિચાર પણ આપને આવીયો નહિ. એમ કરતાં–કરતાં તે આપણી ટેવ (આદત) બનતી ગઈ. અને તે પ્રમાણેનું મારું વ્યક્તિત્વ પણ બનતું ગયું.
હવે તો ખરેખર આપણે આપણી પોતાની અંદર ઝાખવાની આવશ્કતા છે. આપણા વિચાર, અનુભૂતિ, વૃત્તિ, આદત, વ્યક્તિત્વ,ઓળખાણ, આમ આ છ બિન્દુઓની ઉપર આપણે વિચારી. મારા વ્યવહારિક જીવનમાં, આવી પરિસ્થિતિઓ ક્યાં–ક્યાંથી આવી તેનું આપણે ચેકિંગ કરી ચેઈન્જ (પરિવર્તન) કરવાની તાતી આવશ્યકતાઓ હવે તો જણાય રહી છે.
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)