આજે મારો મૂડ બરાબર નથી. આપણે એ વિચારવું જોઈએ કે કોઈએ આપણને શું કહ્યું જેથી મારો મૂડ બરાબર નથી. આપણે મૂળ સુધી જોવાની કોશિશ નથી કરતા. અને તેનું કારણ બહાર શોધીએ છીએ. આપણે બીજી વ્યક્તિ પત્યે ચિંતા કરીએ છીએ. પરંતુ પોતાના પ્રત્યે બેદરકાર રહીએ છીએ. આપણે વિચારીએ છીએ કે ભલે આપણે દર્દ માં છીએ પરંતુ મારા જીવનનું લક્ષ્ય છે કામ કરવું. સૌથી મોટી બાબત આપણને એ લાગે છે કે મારા દર્દ નો કોઈ ઉપાય નથી. આ માટે બે મિનિટ એકાંતમાં બેસીને પોતાની સાથે વાતો કરો. પોતાને ઠીક કરો. પછી કામ કરવાનું શરૂ કરીએ છીએ તો આપણું પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી બની જાય છે. આ પોતાના પરિવર્તનની કળા છે.
જરાક પણ દર્દનો અનુભવ થાય કે તરત જ દૂર કરવાનો ઉપાય કરીએ, નહીં તો મારા કામ કરવાની પદ્ધતિ પર તેનો પ્રભાવ પડશે અને નાની વાત મોટી બની જશે. આપણને શેરબજારનો આંક કેટલો વધ્યો કે ઘટયો તેની ખબર હોય છે પરંતુ આપણી અંદર શું ચાલી રહ્યું છે તે અંગે જાગૃતિ નથી હોતી. પોતાને પ્રેમ કરીએ અને દુઃખ દર્દ થી દૂર કરવાના ઉપાય કરીએ. જયાં સુધી આપણે પોતાની સાથેનો સંબંધ પ્રેમ ભર્યો નહી રાખીયે ત્યાં સુધી આપણે બહારથી કાંઈ પણ પ્રાપ્ત નહીં કરી શકીએ. બીજાને પ્યાર નહીં આપી શકીએ. પોતાની સાથે પ્રેમ કરવાનો અર્થ એ છે કે મને સ્મૃતિ રહે કે હૂં પ્રેમ સ્વરૂપ આત્મા છું. પ્રેમમાં ઉર્જા છે કે બહાર પ્રવાહિત થશે.
જ્યાં સુધી મારી અંદર દર્દ છે ત્યાં સુધી હું બીજાને પ્યાર નહીં આપી શકું. હું કહું છું કે હું પોતાને ભૂલીને તમને પ્યાર કરું છું. આપણી એ માન્યતા બની ગઈ છે કે પોતાના માટે કરવું તે સ્વાર્થ છે. બીજાના માટે કરવું છે પ્યાર છે. પરંતુ આ પ્રકારની માન્યતા સાથે આપણે બીજાને પ્યાર નહીં આપી શકીએ. આપણે સંબંધોને મધુર બનાવવા માટે બીજાને સકારાત્મક વિચારો આપીએ છીએ, તેમના પ્રત્યે શુભ ભાવના રાખીએ છીએ પરંતુ આપણે પોતાની અંદર સકારાત્મક નથી હોતા.
જો હું પ્રેમ સ્વરૂપ છું, પવિત્ર સ્વરૂપ છું, શાંત સ્વરૂપ છું તો પ્રેમ તથા શાંતિ કોઈ મોકલવાની ચીજ નથી. આપણા મનના તરંગો સમગ્ર વાતાવરણમાં ફેલાતા જ રહે છે. જો આપ આપની સંભાળ કરશો તો કોઈ બીજા આપની સંભાળ કરવા લાગશે. આ માટે દરરોજ થોડો સમય પોતાના માટે નીકાળો. સવારના સમયે પોતાની સાથે પાંચ – દસ મિનિટ જરૂર બેસો. કોઈવાર મોડું થઈ ગયું હોય છતાં પણ જે રીતે નાસ્તા માટે સમય કાઢીએ છીએ તે રીતે એના માટે પણ જરૂરથી સમય કાઢીએ.
આના માટે મારે જાગૃત થવું પડશે દિવસમાં પાંચ મિનિટ પોતાને સમય આપવો જરૂરી છે. આ દરમિયાન મન માં સકારાત્મક વિચારો કરીએ. દિવસની શરૂઆત સારા વિચારો સાથે થવી જોઈએ કે હું શક્તિ સ્વરૂપ આત્મા છું, આજે મારી સામે જે પણ પરિસ્થિતિઓ આવશે તે મારા વશમાં રહેશે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
