નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એક વાર લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલ થઈ રહ્યું છે, કેમ કે સવારે AQI 434 નોંધાયો છે, જે વાયુ પ્રદૂષણની ગંભીર શ્રેણી છે. દિલ્હીથી નજીક નોએડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં પણ સ્થિતિ બહુ ખરાબ છે.
દિલ્હીથી નજીક ગુરુગ્રામ અને ફરીદાબાદમાં AQI ખરાબ હોવાને કારણે અહીં સ્કૂલો અને ઓફિસોમાં હાઇબ્રિડ મોડ લાગુ કરી દેવામાં આવ્યું છે. હાઇબ્રિડ મોડ લાગુ થવાને કારણે સ્કૂલ અને માતાપિતા ઇચ્છે તો ઓનલઇન અને ઓફલાઇનમાં કોઈ પણ મોડમાં બાળકો માટે શિક્ષણ લેવાની વ્યવસ્થા કરી શકે છે. હાલ હાઇબ્રિડ મોડમાં સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ત્રણ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પ્રદૂષણ ઘટાડવા માટે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં, જ્યાં સુધી આગામી આદેશ ન મળે ત્યાં સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી સરકારે કોર્ટમાં કહ્યું હતું કે અમે રાજધાનીમાં ફટાકડાના આખા વર્ષના સ્ટોક અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારની દલીલ પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમારા નિર્ણયની અસર ત્યારે જ પડશે, જ્યારે NCRનાં અન્ય શહેરોમાં પણ આવો પ્રતિબંધ લાદવામાં આવે. તેથી જ ઉત્તર પ્રદેશ અને હરિયાણાં પણ આવો પ્રતિબંધ લાદો. કોર્ટે આ મામલાની આગામી સુનાવણી 15 જાન્યુઆરીએ હાથ ધરવાનો નિર્ણય લીધો છે.