26/11 હુમલાના દોષિત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું હાર્ટ એટેકથી મોત

પાકિસ્તાન: આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન મક્કીનું લાહોરમાં મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. માહિતી અનુસાર તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.મુંબઈ હુમલામાં સામેલ… 

26/11ના આતંકી હુમલાનો દોષિત અબ્દુલ રહેમાન મક્કી આતંકી હાફિઝ સઇદનો સંબંધી છે. તેને ભારતમાં વોન્ટેડ જાહેર કરાયો હતો. અબ્દુલ રહેમાન મક્કી લશ્કર-એ-તૈયબાના ટેરર​ ફંડિંગનું ધ્યાન રાખતો હતો.

અમેરિકાએ વૈશ્વિક આતંકી જાહેર કર્યો  

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 1267 ISIL (Da’esh) અને અલ કાયદાની પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. આ સાથે તેની સંપત્તિઓ પણ ફ્રીઝ કરવામાં આવી હતી. મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને હથિયારો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.શું કરતો હતો? 

અબ્દુલ રહેમાન મક્કીને 16 જાન્યુઆરીના રોજ ISIL અને અલ કાયદા સાથે સંકળાયેલા હોવા અને આતંકવાદને ફન્ડિંગ, કાવતરામાં ભાગીદારી, લશ્કર-એ-તોયબા દ્વારા અથવા તેના સમર્થન સાથે ભરતી જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવા બદલ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યો હતો. મક્કી લશ્કરની રાજકીય પાંખ જમાદ ઉદ દાવાનો ચીફ પણ હતો. તે લશ્કરના વિદેશી સંબંધો વિભાગનો વડો રહી ચૂક્યો છે.