Home Blog Page 815

ગુલકંદ – ૨૮ જૂન ૨૦૨૫

૨૮ જૂન ૨૦૨૫

પંચાંગ 28/06/2025

લોહીથી લથપથ ચહેરો, આંખોમાં દ્રઢતા અને હાથમાં હથિયાર, નવા લુકમાં જોવા મળી આ અભિનેત્રી

સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’માં પોતાના શાનદાર અભિનયથી બધાનું દિલ જીતી લેનાર રશ્મિકા મંદાન્ના હવે એકદમ નવા અને રૂપમાં દર્શકો સમક્ષ આવવાની છે. આજે તેની આગામી ફિલ્મ ‘મૈસા’નું ટાઇટલ અને ફર્સ્ટ લૂક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું. આ ભાવનાત્મક એક્શન થ્રિલર ફિલ્મ રવિન્દ્ર પુલે દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે, જેમને ‘સીતા રામમ’, ‘અર્ધ શતાબ્દી’ અને ‘અર્જુન ચક્રવર્તી’ જેવી ફિલ્મો માટે પ્રશંસા મળી છે.

‘મૈસા’ ફિલ્મ અજય અને અનિલ સૈયપુરેડ્ડી દ્વારા નિર્મિત છે, જ્યારે સાઈ ગોપા આ પ્રોજેક્ટના સહ-નિર્માતા છે. આ ફિલ્મ અનફોર્મ્યુલા ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.રશ્મિકાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરતા લખ્યું, “હું હંમેશા તમને કંઈક નવું… કંઈક અલગ… કંઈક રોમાંચક… આપવાનો પ્રયાસ કરું છું અને આ… આ તેમાંથી એક છે… એક એવું પાત્ર જે મેં પહેલાં ક્યારેય ભજવ્યું નથી… એક એવી દુનિયા જેમાં મેં ક્યારેય પગ મૂક્યો નથી… અને મારું એક એવું રૂપ જેને હું અત્યાર સુધી મળી પણ નથી. તે ઉગ્ર છે, તે તીવ્ર છે અને તે અત્યંત કાચો છે. હું ખૂબ જ નર્વસ અને ખૂબ જ ઉત્સાહિત છું… આ તો ફક્ત શરૂઆત છે. #Mysaa”

પોસ્ટરમાં રશ્મિકાને એક ઉગ્ર મહિલાના અવતારમાં, સાડી પહેરેલી, લોહીથી લથપથ ચહેરા સાથે બતાવવામાં આવી છે. તેની આંખોમાં દૃઢતા અને પીડા બંને દેખાય છે. તેના હાથમાં એક તીક્ષ્ણ હથિયાર પણ છે. આ લુક આજ સુધીના તેના કોઈપણ પાત્રો કરતાં સંપૂર્ણપણે અલગ છે. ફિલ્મના ટાઇટલ રીવીલ અને ફર્સ્ટ લુક પોસ્ટરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. એક યુઝરે લખ્યું, ‘રશ્મિકા આગ લગાવી રહી છે, આ ફિલ્મ બ્લોકબસ્ટર બનશે!’ જ્યારે બીજાએ ટિપ્પણી કરી, “આ સુપરહિટ હશે મેડમ, આતુરતાથી રાહ જોઈ રહી છું.” આના એક દિવસ પહેલા, ગુરુવારે, રશ્મિકાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની આગામી ફિલ્મની પહેલી ઝલક શેર કરી અને તેના ચાહકોને વચન આપ્યું કે જે લોકો સાચા ટાઇટલનું અનુમાન લગાવશે તેને તે મળશે.

તાજેતરમાં રશ્મિકા મંદાન્ના ફિલ્મ ‘કુબેરા’ માં જોવા મળી હતી, જેમાં તેણીએ ધનુષ અને નાગાર્જુન જેવા અનુભવી કલાકારો સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન શેખર કમ્મુલા દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રી વેંકટેશ્વર સિનેમા એલએલપી અને એમિગોસ ક્રિએશન્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેના ચાહકો ‘મૈસા’ માં રશ્મિકાના આ નવા અને અદ્રશ્ય અવતારને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જો પોસ્ટર કોઈ સંકેત આપે છે, તો આ ફિલ્મ માત્ર એક એક્શન થ્રિલર જ નહીં, પરંતુ તેમાં ઊંડાણ અને ભાવનાત્મક જોડાણ પણ હશે.

કોલેજ કેમ્પસમાં લોની વિદ્યાર્થિની સાથે ગેંગરેપઃ ત્રણની ધરપકડ

કોલકાતાઃ શહેરના કસ્બા વિસ્તારમાં આવેલી એક લોની વિદ્યાર્થિની સાથે ગેંગરેપની ઘટના બની છે. પોલીસે આ મામલામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાની બુધવારે સાંજે 7:30થી 8:50 વાગ્યાની વચ્ચેની છે. ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ પૈકી બે હાલના વિદ્યાર્થી છે જ્યારે ત્રીજો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એમ અહેવાલ કહે છે.

ભાજપનો મમતા સરકાર પર હુમલો

આ દુર્ઘટના કોલેજના કેમ્પસમાં જ થઈ હતી. હવે આ મામલો રાજકીય રંગ પકડતો દેખાઈ રહ્યો છે. ભાજપના નેતા અમિત માલવીયે એક બંગાળી ન્યૂઝ રિપોર્ટ શેર કરીને પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે ભયાનક, 25 જૂને કોલકાતાના ઉપનગર કસ્બામાં આવેલા એક લો કોલેજની અંદર એક મહિલા લોની વિદ્યાર્થિની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. આ કૃત્ય એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બે સ્ટાફ મેમ્બરો દ્વારા કરવામાં આવ્યું છે.

તેમણે એવો દાવો પણ કર્યો હતો કે આરોપીઓમાંથી એક તૃણમૂલ કોંગ્રેસનો સભ્ય છે, જોકે તેમણે તેમના આ દાવાનું કોઈ પુરાવો રજૂ નથી કર્યો. તેમણે કહ્યું હતું  કે RG કરની દહેશત હજી ઓસરી નથી અને ફરીથી બંગાળમાં આવી ઘટનાઓ બની રહી છે. મમતા બેનર્જીના શાસન હેઠળ બંગાળ મહિલાઓ માટે દુ:સ્વપ્ન બની ગયું છે. બળાત્કાર હવે એક સામાન્ય દુ:ખદ ઘટના બની ગઈ છે.

તૃણમૂલ કોંગ્રેસની પ્રતિક્રિયા

તૃણમૂલ કોંગ્રેસે આ મામલે કહ્યું છે કે અમે સાઉથ કોલકાતા લો કોલેજમાં બનેલી દુ:ખદ દુષ્કર્મની ઘટનાની સ્પષ્ટપણે નિંદા કરીએ છીએ. કોલકાતા પોલીસે તાત્કાલિક ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે અને કાયદાનું પૂરું પાલન થશે, જેથી દોષિતને આકરી સજા મળે.

જેઠાલાલ, બબિતાજીએ છોડ્યો ‘તારક મહેતા ઉલ્ટા ચશ્માં’ શો?

મુંબઈઃ ટેલિવિઝનના લોકપ્રિય શોમાંનો એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ છેલ્લાં 16-17 વર્ષથી નાના પડદા પર રાજ કરી રહ્યો છે. આ શોના દર્શકો દુનિયાભરમાં છે. કેટલાક તો એવા છે કે જમવાનું પણ આ શોના એપિસોડ જોઈને જ કરે છે. આ શોની માત્ર વાર્તા જ નહીં, પણ એનાં પાત્રો પણ લોકોના દિલમાં ઘૂસી ગયાં છે. આ જ કારણ છે કે દયાબહેનનું પાત્ર નિભાવતી દિશા વાકાનીના શો છોડ્યા બાદ મેકર્સ આજ સુધી કોઈ બીજું મુખ્ય પાત્ર એ પાત્રની બદલીમાં લાવી શક્યા નથી.

હાલમાં શોના ઘણા જૂના કલાકાર જેમ કે શૈલેશ લોઢા, નેહા મહેતા અને જેનિફર મિસ્ત્રી વગેરે શો છોડીને જઈ ચૂક્યા છે અને હવે એવી ખબર આવી રહી છે કે ‘જેઠાલાલ’નો રોલ નિભાવતા દિલીપ જોશી અને ‘બબિતાજી’નો રોલ કરનારી મુનમુન દત્તાએ પણ આ શો છોડી દીધો છે. બંને આર્ટિસ્ટ શોના તાજેતરના ભૂતિયા એપિસોડમાં જોવા મળ્યા ન હતા, જેને કારણે તેઓ ચર્ચાઓનો વિષય બની ગયો છે. ચાલો જાણીએ આખરે આ મામલો શું છે અને મેકર્સનો આ મુદ્દે શું પ્રતિસાદ છે.

હાલના ટ્રેકમાંથી ગુમ રહ્યા ‘જેઠાલાલ’ અને ‘બબિતાજી’


આ શોમાં સૌથી વધુ દર્શકોને આકર્ષે છે, તે છે ‘જેઠાલાલ’ અને ‘બબિતાજી’ની મસ્તીભરી નોંકઝોંક. બંનેનો અભિનય પણ લોકોને બહુ ગમે છે. એવી સ્થિતિમાં જો તેઓ શોમાં નહીં હોય, તો કદાચ શો પહેલાં જેટલી સફળતા હાંસલ ન કરી શકે. હાલમાં શોમાં ફરીથી એક ‘ભૂતનો’ ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે. કથાનો પ્લોટ એવું છે કે ‘તારક’ના બોસ તેમની અને તેમની પત્ની માટે હોલિડે હોમમાં વેકેશનની ઓફર કરે છે, કારણ કે તેઓ ‘તારક’ના કામ અને કંપનીના નફાથી ખુશ છે.

જેથી ‘તારક’ ગોકુલધામ સોસાયટીના બધા જ લોકોને પણ સાથે લઈ જવાની મંજૂરી માગે છે અને બોસ એ મંજૂરી આપે છે. જોકે એ દરમ્યાન દર્શકોએ નોંધ્યું કે દિલીપ જોશી, મુનમુન દત્તા અને ઐયર-તનુજ મહાશબ્દે એ એપિસોડમાં જોવા મળ્યા નહોતા.

બાંગ્લાદેશમાં હિંદુ મંદિર, દેવી પ્રતિમા તોડી પાડવામાં આવી

ઢાકાઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ગયા પછી હિંદુઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ બની રહી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભલે અલ્પસંખ્યકો માટે સારી વાતો કરી રહી હોય, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિરુદ્ધ છે. હવે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક હિંદુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે.

એક ન્યૂઝ એજન્સીએ જારી કરાયેલા એક વિડિયોમાં તૂટેલા ઢાંચા પાસે એક મહિલા રડતી જોવા મળે છે. તે કહે છે: “હું નિઃશબ્દ છું… હું શું કહું? મારું શરીર સળગી રહ્યું છે અને હ્રદય ફાટી ગયું છે. અમારી પાસે પ્રાર્થના માટે કોઈ જગ્યા નથી. આ કેટલું મોટું દુઃખ છે. જો હજારો મસ્જિદો હોઈ શકે છે, તો પછી મંદિર કેમ ના હોઈ શકે?”

તે વધુમાં કહે છે, “હું સરકારને અપીલ કરું છું કે જો પાકું મંદિર નહીં તો ઓછામાં ઓછું એક તાત્કાલિક મંદિર તો બનાવી આપે, જેથી અમારી પાસે પ્રાર્થના કરવા માટે કોઈ જગ્યા હોય. દુર્ગા પૂજા નજીક આવી રહી છે.  અમે કેવી રીતે પૂજા કરીશું? આ અમારી સરકારને વિનંતી છે. અમે તેમને પ્રાર્થનાની જગ્યા આપવા માટે કહી રહ્યા છે.

અન્ય સ્થાનિક વ્યક્તિ પ્રસન્નજીત ચંદ્ર દાસ કહે છે કે હું અહીં છેલ્લા આઠ મહિનાથી રહું છું. દરેક અઠવાડિયે અહીં કોઈક ને કોઈ ધાર્મિક કાર્યક્રમ થતા હોય છે અને લોકો નિયમિત આવે છએ. અમારી આસપાસ હિંદુઓ માટે બીજું કોઈ પૂજા સ્થાન નથી. આ એકમાત્ર મંદિર હતું જ્યાં લોકો આવતા, પ્રસાદ લેતા અને પ્રાર્થના કરતા.

તેમણે કહ્યું હતું કે જો સરકાર ઇચ્છતી તો ઢાંચાને તોડતાં પહેલા મૂર્તિને હટાવી શકી હોત,ત પરંતુ જ્યારે મૂર્તિને સહિત સમગ્ર ઢાંચાને તોડી નાખવામાં આવ્યું, તે તમામે જોયું. એક સનાતની તરીકે અમને ખૂબ જ શરમ લાગે છે કે અમારી પૂજાની જગ્યા સાથે આવું થયું છે. અમે બધા જ દુઃખી છીએ. અમારી માગ છે કે સરકાર આ મંદિરને અન્ય સ્થાને ફરીથી બનાવી આપે, જેથી હિંદુઓ ત્યાં પ્રાર્થના કરી શકે. આ અમારી સરકારને વિનંતી છે.

શાંતિ બિઝનેસ સ્કૂલમાં PGDMની નવી બેચનું “સક્ષમ 2025” સાથે સ્વાગત 

અમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલે PGDM 2025-27ની બેચનું સ્વાગત ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ 2025” સાથે કર્યું છે. ‘અનલોકિંગ કલેક્ટિવ ઇન્ટેલિજન્સ’ થીમ પર આધારિત ઇન્ડક્શન પ્રોગ્રામમાં નવી બેચના 300 ઉત્સાહી વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ શિક્ષણ માટેની તેમની સફરની શરૂઆત કરી છે.SBSનો સિગ્નેચર ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ”, વિદ્યાર્થીઓને ફ્યુચર રેડી પ્રોફેશનલ્સ અને સામાજિક રીતે જવાબદાર નેતાઓમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવા માટે રચાયેલ છે. આ વર્ષે, આ કાર્યક્રમ ‘અનલોકિંગ કલેક્ટિવ ઇન્ટેલિજન્સ’ થીમ પર રાખવામાં આવ્યો, જે સફળતાને આકાર આપવામાં સહયોગ અને સહિયારા શિક્ષણની શક્તિ પર ભાર મૂકે છે.

થીમ પર બોલતા, શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ કહ્યું, “SBS ખાતે, અમે માનીએ છીએ કે જ્યારે વ્યક્તિગત શક્તિઓ એક સાથે આવે છે, ત્યારે સાચી વૃદ્ધિ થાય છે. ‘અનલોકિંગ કલેક્ટિવ ઇન્ટેલિજન્સ’ એ એક શીખવાની ઇકોસિસ્ટમ બનાવવા વિશે છે. જ્યાં સહયોગ નવીનતા અને સહિયારી સફળતાને આગળ ધપાવે છે.”

આ કાર્યક્રમમાં ચિરિપાલ ગ્રુપના પ્રમોટર બ્રિજમોહન ચિરિપાલ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વિદ્યાર્થીઓને સકારાત્મક માનસિકતા અપનાવવા પ્રોત્સાહિત કર્યા અને ચિરિપાલ ગ્રુપની 52 વર્ષની સફરની પ્રેરણાદાયી સફર શેર કરી.

મુખ્ય અતિથિ, ભૂતપૂર્વ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કે. જે. આલ્ફોન્સે વિદ્યાર્થીઓને પોતાના આત્મવિશ્વાસ વિકસાવવા અને પોતાના સપનાઓને પૂર્ણ કરવાની હિંમત રાખવા શીખ આપી. મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા માટે BBDO TeamXના CEO  સુરજા કિશોરે પાવર ઓફ સ્ટોરી ટેલીંગ ઈન લિડરશીપ પર પ્રકાશ પાડ્યો. આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા અને ઝેન કોચ, ડૉ. હિમાંશુ બુચે, સામૂહિક બુદ્ધિમત્તાને અપનાવવા પર ઊંડી સમજ આપી.7 દિવસના આ કાર્યક્રમમાં ઉદ્યોગ સત્રો, ટીમ-બિલ્ડિંગ, થિયેટર-આધારિત શિક્ષણ, સુખાકારી પ્રવૃત્તિઓ, હેરિટેજ સિટી ટૂર અને બ્લાઇન્ડ પીપલ એસોસિએશન ખાતે સામાજિક સંવેદનશીલતાનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને આગળની સફર માટે સજ્જ કરે છે.

RSSને બંધારણ કદી સ્વીકાર્ય નહોતું: જયરામ રમેશનો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSSએ) ક્યારેય ભારતીય બંધારણને સંપૂર્ણ રીતે સ્વીકાર્યું નથી. તે શરૂઆતથી જ બંધારણ બનાવનારાઓ પર નિશાન સાધતો રહ્યો છે. રમેશે આરોપ મૂક્યો હતો કે RSSને કારણ કે બંધારણ ‘મનુસ્મૃતિને આધારે લખાયું નથી’, તેથી તેને તે પસંદ નથી.

તેમણે RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેના નિવેદનનો જવાબ આપતાં કહ્યું હતું કે RSS અને ભાજપે વારંવાર નવા બંધારણની માગ ઉઠાવી છે. તેમણે કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન મોદીના પ્રચારનું આ મુખ્ય સૂત્ર હતું, પરંતુ ભારતની જનતાએ આ સૂત્રને સ્પષ્ટપણે નકારી દીધું હતું.

દત્તાત્રેય હોસબોલેએ ગુરુવારે ઇમર્જન્સીનાં 50 વર્ષ પૂર્ણ થવા અંગે આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે, “બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ જેવા શબ્દો મૂળમાં નહોતા. ઇમર્જન્સી દરમિયાન જ્યારે માળખાગત અધિકારો નિલંબિત કરાયા હતા, સંસદ કાર્યરત નહોતી અને ન્યાયપાલિકા નિષ્ક્રિય બની ગઈ હતી, ત્યારે આ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા, એમ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ મુદ્દે ત્યાર બાદ ચર્ચા થઈ, પરંતુ આ શબ્દોને દૂર કરવાનો કોઈ પ્રયાસ થયો નથી. અત્યારે સવાલ ઊઠે છે કે શું આ શબ્દો પ્રસ્તાવનામાં હોવા જોઈએ કે નહીં – એ મુદ્દે વિચાર કરવો જોઈએ, તેમ હોસબોલેએ કહ્યું હતું.

જયરામ રમેશે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે RSS 30 નવેમ્બર, 1949 પછીથી કદી પણ બંધારણને સંપૂર્ણ સ્વીકાર્યું નથી. એ દિવસથી લઈને આજદિન સુધી તે ડો. બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ અને અન્ય બંધારણના ઘડવૈયાઓ પર આક્ષેપ કરતા આવ્યા છે.

તેમણે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના 25 નવેમ્બર, 2024ના એક ચુકાદાની નકલ પણ શેર કરી અને પૂછ્યું હતું કે શું RSSના નેતાઓ આ ચુકાદાને વાંચવાનું પણ કષ્ટ કરશે?

આલિયાએ એક લાઈનમાં રેખા માટે એવા તો શું વખાણ કર્યા?

રેખાની ફિલ્મ ‘ઉમરાવ જાન’ ફરીથી રિલીઝ થઈ છે. મુંબઈમાં બૉલિવૂડની ક્લાસિક ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયુ હતું. આ રિ-રિલીઝ કાર્યક્રમમાં બૉલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. અભિનેત્રી આલિયા ભટ્ટે પણ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રી રેખા સાથેની તસવીરો શેર કરતી વખતે તેણે એક સરસ નોંધ પણ લખી છે.


આલિયા ભટ્ટે રેખા સાથેની તસવીરો શેર કરી છે અને પોતાની પોસ્ટમાં લખ્યું છે,’એક જીવંત લિજેન્ડ માટે એક લાઈન, તમારા જેવું કોઈ નહોતું, તમારા જેવું કોઈ નથી અને તમારા જેવું કોઈ હશે નહીં.’ આલિયાએ પોસ્ટમાં પોતાના ફોટા પણ શેર કર્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આલિયા ભટ્ટે આછા ગુલાબી રંગની સાડી પહેરી છે. એક તસવીરમાં આલિયા ભટ્ટ ગુલાબ સાથે પોઝ આપી રહી છે.

એવું કહેવાય છે કે આલિયાનો આ લુક ફિલ્મ ‘સિલસિલા (1981)’ ના રેખાના લુકથી પ્રેરિત છે. આલિયા ભટ્ટે પોતાના લુકને પૂર્ણ કરવા માટે લાઈટ મેકઅપ કર્યો છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આલિયાએ તસવીરો સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં તે વિવિધ પોઝ આપી રહી છે અને ડાન્સ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

આલિયાની તસવીરો પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. IIFA એ કોમેન્ટ કરી, ‘એક ફ્રેમમાં બે રાણીઓ.’ બીજા યુઝરે કોમેન્ટ કરી, ‘તમે ગુલાબી રંગમાં સુંદર લાગો છો.’ બીજા યુઝરે લખ્યું, ‘હું ભાગ્યશાળી છું કે મને આટલા સારા લોકો જોવા મળે છે.’