Home Blog Page 814

ચીની સેનામાં બળવોઃ રાષ્ટ્રપતિએ હવે નેવી ચીફ, ન્યુક્લિયર વૈજ્ઞાનિકને હટાવ્યા

બીજિંગઃ ચીની સેનામાં ભારે બળવોનો થયો છે. જેને કારણે રાષ્ટ્રપતિ શી જિનપિંગે હવે નૌસેનાના ચીફ ઓફ સ્ટાફ સહિત તેમના એક ટોચના ન્યુક્લિયર સાયન્ટિસ્ટને પદ પરથી હટાવી દીધા છે. આ પગલાથી પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના અન્ય અધિકારીઓમાં પણ હલચલ મચી છે. ચીનમાં છેલ્લા ઘણા મહિનાઓથી ટોચના સેના અધિકારીઓને હટાવવાનું સિલસિલો ચાલી રહ્યો છે. શી જિનપિંગે અગાઉ પણ ઘણા ટોચના સૈન્ય અધિકારીઓને ભ્રષ્ટાચાર, અવિશ્વાસનીય વર્તન અને ખોટા આચરણના આક્ષેપોને કારણે દૂર કર્યા હતા.

રાષ્ટ્રપતિ જિનપિંગે ચીની નૌસેનાના ચીફ ઓફ સ્ટાફ અને એક વરિષ્ઠ ન્યુક્લિયર વૈજ્ઞાનિકને દેશની ટોચની વિધાનસભા -નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC)માંથી દૂર કર્યા છે. આ પગલાં PLA અને ચીનના સંરક્ષણ ઉદ્યોગમાં ચાલી રહેલા વિશાળ શિસ્તભંગ વિરોધી અભિયાનનો ભાગ ગણાય છે.NPCની સ્થાયી સમિતિએ જણાવ્યું હતું કે નેવી સર્વિસમેન કોંગ્રેસે લી હાનજૂનને 14મી રાષ્ટ્રીય જન કોંગ્રેસના પ્રતિનિધિપદ પરથી હટાવી દીધા છે તેમ જ ગાંસૂ પ્રાંતની પીપલ્સ કોંગ્રેસે લિયુ શિપેંગને NPCના ઉપપ્રતિનિધિપદ પરથી દૂર કર્યા છે.

NPCની સભ્યપદમાંથી કાઢી નાખવાનો અર્થ છે કે હવે લી અને લિયુ સામે ગંભીર શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે. ચીન સામાન્ય રીતે તેના સૈન્યમાં ચાલી રહેલી આંતરિક કાર્યવાહી અંગે જાહેરમાં વધુ માહિતી આપતું નથી, પરંતુ NPCની જાહેરાતો આવાં પગલાં માટે સંકેતરૂપ ગણાય છે.

પહેલા લગ્ન તૂટ્યા તો ભાંગી પડી હતી શેફાલી, પરાગના કેરિંગ સ્વભાવને કારણે કર્યા બીજા લગ્ન

શેફાલી જરીવાલાએ 27 જૂનની રાત્રે દુનિયાને અલવિદા કહી દીધુ. આટલી નાની ઉંમરે આ અભિનેત્રીનું દુનિયા છોડીને જવાનું દરેકને ચોંકાવી દે છે. જોકે, શેફાલીના મૃત્યુનું ખરું કારણ પોસ્ટમોર્ટમ પછી જ બહાર આવશે. હાલમાં, તે કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. આ સમયે શેફાલી જરીવાલાના અંગત જીવનની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. પતિ પરાગ ત્યાગી સાથે લગ્ન કરતા પહેલા તેણીએ મીત બ્રધર્સના સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા.

અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાએ 2002 માં આવેલા ‘કાંટા લગા’ મ્યુઝિક વિડીયોથી ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ ગીતે તેણીને રાતોરાત સ્ટાર બનાવી દીધી. આ સમય દરમિયાન અભિનેત્રી મીત બ્રધર્સના સંગીત નિર્દેશક હરમીત સિંહને મળી અને બંનેએ 2004 માં લગ્ન કરી લીધા. જોકે, થોડા વર્ષો પછી તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને 2009 માં અભિનેત્રીએ છૂટાછેડા લઈ લીધા. આ પછી શેફાલી જરીવાલાને થોડી તકલીફ થવા લાગી.

પહેલા પતિથી છૂટાછેડા પછી શેફાલી જરીવાલાએ પ્રેમમાંથી વિશ્વાસ ગુમાવી દીધો હતો. પરંતુ ભગવાને કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. ‘પવિત્ર રિશ્તા’ ફેમ ટીવી અભિનેતા પરાગ ત્યાગીનો કેરિંગ સ્વભાવ અને પ્રેમ જોઈને, શેફાલી તેની નજીક આવી. બંને એક પાર્ટી દરમિયાન એક મિત્ર દ્વારા મળ્યા, પછી વાતો કરવા લાગ્યા અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. આ પછી, બંનેએ લગ્ન કરવાનું મન બનાવી લીધું, જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું, અને તેમણે વર્ષ 2014 માં લગ્ન કરી લીધા. લગ્ન પછી, બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા જોવા મળ્યા. ઉપરાંત, તમને જણાવી દઈએ કે આ કપલે નચ બલિયે સીઝન 5 અને 7 માં ભાગ લીધો હતો.

અભિનેતા પરાગ ત્યાગીએ મસાલા સાથેના એક ઇન્ટરવ્યુમાં તેની પત્ની શેફાલી જરીવાલાના વખાણ કર્યા. તેમણે કહ્યું, ‘શેફાલી એક મીઠી છોકરી છે, જ્યારે તેનો મ્યુઝિક વિડીયો રિલીઝ થયો ત્યારે લોકોમાં તેની છબી અલગ હતી, પરંતુ તે તેનાથી બિલકુલ વિપરીત છે. તે એવી છોકરી છે જે કોઈપણ વ્યક્તિ તેની પત્ની તરીકે ઇચ્છશે. તે ખૂબ જ સંભાળ રાખનારી છે. કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન કરવા માટે, તમારે તેના ઘરમાં શું ચાલી રહ્યું છે તે જોવાની જરૂર છે. તે તેના માતાપિતાને પ્રેમ કરે છે અને એક પુત્રની જેમ તેમની સંભાળ રાખે છે. તે મારા માતાપિતાનું પણ ધ્યાન રાખે છે.’

વીજળી વિભાગે ગામઆખાને વીજચોર કહેતાં વિવાદઃ ગ્રામજનો હેરાનપરેશાન

લાતુર: મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં વીજળી વિભાગની મનમાની હવે ગ્રામજનો પર ભારે પડી રહી છે. અહીં વીજળી વિભાગે આખા ગામ પર વીજળી ચોરીનો આરોપ મૂક્યો છે અને દંડ રૂપે મોટી રકમ વસૂલવા લાગ્યો છે. વીજળી વિભાગના કર્મચારીઓ મીટર રીડિંગ લીધા વગર પોતાનાં મનગમતાં બિલ બનાવીને મોકલી રહ્યા છે. ઘણા લોકોને એક લાખથી વધુનાં બિલ મળ્યાં છે, જ્યારે તેમના ઘરે કોઈ ખાસ વીજળીનાં ઉપકરણો પણ નથી.

વીજળીના બિલમાં સ્પષ્ટ લખેલું છે કે કયા ગ્રાહક પાસેથી વીજળી ચોરીના બદલામાં કેટલા રૂપિયા વસૂલવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિભાગે ગ્રામજનોને રૂ. 50,000થી લઈ આશરે 1.5 લાખ રૂપિયાં સુધીનાં બિલ મોકલીને હેરાનપરેશાન કર્યા છે.

200 લોકો પર પડ્યો આંચકો

આ મામલો લાતુર જિલ્લાના રામલિંગ મુદગડ ગામનો છે. રાજ્ય વીજળી વિભાગે આશરે 200 જેટલા વીજગ્રાહકોને આ અનપેક્ષિત બિલ મોકલ્યા છે. ટીનની છતવાળું ઘર ધરાવતા દાદાને 1.5 લાખ જેટલું બિલ મોકલવામાં આવ્યું છે. ગ્રામજનોનો આરોપ છે કે જ્યારે તેઓ બિલ ભરવા જાય છે, ત્યારે તેમને ‘વીજળી ચોર’ તરીકે સંબોધવામાં આવે છે.

ગ્રામજનોમાં ગુસ્સો

ગ્રામજનોનો કહેસ છે કે, જ્યારે વિજળીનો એટલો ઉપયોગ કર્યો જ નથી, તો બિલ એટલું ઊંચું કેમ આવ્યો? રાજ્ય વિજળી વિભાગ દ્વારા વીજચોરી માટે રકમ વસૂલવાની નોંધ બિલમાં દર્શાવવામાં આવતી હોવાથી ગામના લોકોએ તેનું વાંધો ઉઠાવ્યો છે. લોકોનું કહેવું છે કે, વિજળી વિભાગે સીધા 200 લોકોને ‘ચોર’ ઘોષિત કરીને આખા ગામની બદનામી કરી છે.

બિલ ઘટાડવાની માગ

ગ્રામજનોની માગ છે કે મહારાષ્ટ્ર વીજળી વિભાગે આ ફરિયાદો પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને સાચી મીટર રીડિંગને આધારે બિલ મોકલવાં જોઈએ. લોકોની સ્પષ્ટ માગ છે કે અતિશય ઉંચાં બિલો ઘટાડી દેવાં જોઈએ. હાલ વિજળી વિભાગ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપાયું નથી. હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોની વાત સાંભળી રાજ્ય વિજળી વિભાગ શો નિર્ણય લે છે.

‘અંકુર’ થી દલિપ તાહિલની ખરી શરૂઆત ના થઈ 

આમિર ખાન સાથે ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮) કરીને વધુ જાણીતા થનાર દલિપ તાહિલને પહેલી ફિલ્મ ‘અંકુર’ (૧૯૭૪) મળી હતી. પરંતુ એમાં એમની ભૂમિકા સાથે જે થયું એ એમને આંચકો આપી ગયું હતું. દલિપ થિયેટરમાં કામ કરવા સાથે ‘બુનિયાદ’ સિરિયલ કરી રહ્યા હતા ત્યારે નિર્દેશક શ્યામ બેનેગલ ફિલ્મ ‘અંકુર’ માટે કલાકારો શોધી રહ્યા હતા. એમાં અનંત નાગના મિત્રની ભૂમિકા માટે એમણે ઘણા કલાકારો સાથે વાત કરી હતી અને સ્ક્રિન ટેસ્ટ લીધા હતા પરંતુ એ ભૂમિકાની જરૂરિયાત એ પૂરી કરી શકે એમ ન હતા. ત્યારે એ ‘બુનિયાદ’ જોતાં હતા અને એમાં દલિપને જોઈને થયું કે તે મિત્રની ભૂમિકા માટે સૌથી યોગ્ય રહેશે. દલિપને જ્યારે શ્યામ બેનેગલે બોલાવ્યા ત્યારે એમના માટે તો લોટરી લાગવા જેવી બાબત હતી.

બેનેગલે દલિપને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી અને કહ્યું કે વાળ સાવ ટૂંકા કરી દઇશ તો મારી ફિલ્મમાં ભૂમિકા આપીશ. દલિપે કોઈને પૂછ્યું ત્યારે એણે સલાહ આપી કે એમની ફિલ્મમાં ભૂમિકા મળે તો કરી જ લેવી જોઈએ. દલિપે હા પાડી દીધી. પછી ઘણા સમય સુધી કોઈ ખબર આવી નહીં અને અચાનક એક દિવસ એક માણસ હૈદરાબાદની ટિકિટ આપી ગયો અને કહ્યું કે બેનેગલે શુટિંગ માટે આવી જવા કહ્યું છે. દલિપે વાળા કપાવ્યા અને હૈદરાબાદ પહોંચી ગયા.

શ્યામ બેનેગલની પદ્ધતિ એ હતી કે ફિલ્મનું શુટિંગ શરૂ કર્યા પછી અંદાજે ૩૫ દિવસમાં પૂરું કરી દેતા હતા. પરંતુ એમની શરત એ હતી કે કલાકારનું શુટિંગ એક દિવસનું હોય કે એક મહિનાનું પણ સમગ્ર શુટિંગ દરમ્યાન હાજર રહેવાનું. એમને હોટેલમાં રાખતા હતા અને જ્યારે જેનું કામ હોય ત્યારે એણે હાજર થઈ જવાનું. ફિલ્મ ‘અંકુર’ માં શબાના આઝમી અને સાધુ મહેર જેવા જાણીતા કલાકારો સાથે કામ મળ્યું હોવાથી દલિપ ખુશ હતા.

દલિપનું કામ ૭ દિવસનું હતું પણ એ ટુકડામાં થતું હતું. ફિલ્મનું શુટિંગ પૂરું થયા પછી બીજા કામમાં વ્યસ્ત દલિપને છ મહિના પછી ‘અંકુર’ ના પ્રિમિયરમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું. એમને થયું કે ૭ દિવસ શુટિંગ કર્યું છે અને કેટલાક દ્રશ્યો દમદાર હતા. ત્યાં એમનો વટ પડી જશે. ત્યારે દલિપ એક મિત્રને ત્યાં રહેતા હતા. અને એ સમય પર એમને ત્યાં ન્યૂઝીલેન્ડથી એક વિદ્યાર્થિની આવી હતી. મિત્રની મમ્મીએ કહ્યું કે તું પ્રિમિયરમાં એને લઈને જા. દલિપ એની સાથે કારમાં જતાં હતા ત્યારે પોતાની જ પ્રશંસા કરતાં કહ્યું કે ‘અંકુર’ માં મારી મોટી ભૂમિકા છે અને હું હવે સ્ટાર બનવાનો છું. થિયેટરમાં ગયા અને ફિલ્મ શરૂ થઈ ત્યારે દલિપનું એક દ્રશ્ય આવ્યું. એ ખુશ થઈ ગયા અને છોકરીને કહ્યું કે હવે મારા બીજા દ્રશ્યો આવશે. પરંતુ ઇન્ટરવલ આવી ગયો ત્યાં સુધી કોઈ દ્રશ્ય જ ના આવ્યું અને એમાં જે દ્રશ્ય આવ્યા એમાં એ હોવા છતાં દેખાયા ન હતા. એ નાસ્તો લાવવાનું કહી બહાર નીકળ્યા ત્યારે શ્યામ બેનેગલ ત્યાં ઊભા હતા.

દલિપે પૂછ્યું કે ઇન્ટરવલ પછી તો હું છું ને? ત્યારે બેનેગલે માફી માંગતા કહ્યું કે સોરી, ફિલ્મ ખેંચાતી હોવાથી તારો અનંત નાગના મિત્રનો જે ટ્રેક હતો એ કાઢી નાખવો પડ્યો છે. થિયેટરમાં કામ કરતાં દલિપને એ વાતનો ખ્યાલ જ ન હતો કે ફિલ્મોમાં એડિટિંગ જેવું હોય છે. દલિપને ત્યારે એ વાતની ચિંતા ન હતી કે એની ભૂમિકા કપાઈ ગઈ છે પણ સાથે જે છોકરી આવી છે એને કેવી રીતે સમજાવી શકશે કે એ હવે ફિલ્મમાં દેખાશે નહીં. દલિપ થિયેટરમાં ગયા અને એ છોકરીને કહ્યું કે નિર્દેશકે મને કહ્યું છે કે ઇન્ટરવલ પછી મારા દમદાર દ્રશ્યો છે અને એ કારણે લોકો મને મળવા અપાર તૂટી પડશે.

બહુ ભીડ થશે એટલે ફિલ્મ પછી જ્યાં પાર્ટી રાખી છે ત્યાં જતાં રહો. આપણે અહીંથી જતાં રહીએ. એ ગભરાઈ ગઈ અને હા પાડી. જેવી ફિલ્મ શરૂ થઈ કે દલિપ અંધારામાં એ છોકરી સાથે બહાર નીકળી ગયા હતા. ત્યારે દલિપને ખ્યાલ આવ્યો હતો કે નાટક અને સિનેમા બંને અલગ માધ્યમ છે. દલિપ તાહિલની પહેલી ફિલ્મ તરીકે ‘અંકુર’ ગણાય છે પણ ખરી શરૂઆત એનાથી થઈ ન હતી

મગની દાળ ફ્રાય

કોઈવાર જોઈતા શાક ન મળે તો મગની દાળ ફ્રાય બનાવી શકાય છે. જે ઘણી જ સ્વાદિષ્ટ બને છે!

 

સામગ્રીઃ

  • મગની દાળ ½ કપ
  • હળદર ¼ ટી.સ્પૂન
  • મીઠું ½ ટી.સ્પૂન
  • તેલ 1 ટે.સ્પૂન
  • ઘી ½ ટે.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • કળી પત્તાના પાન 6-7
  • કાંદો 1
  • ટામેટું 1
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • લસણની કળી 10-12
  • લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • ધાણાજીરુ 1 ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ ¼ ટી.સ્પૂન

રીતઃ મગની દાળને 3-4 પાણીએથી ધોઈને કૂકરમાં 1 કપ પાણી મેળવી તેમજ ¼ ટી.સ્પૂન હળદર અને ½ ટી.સ્પૂન મીઠું મેળવીને કૂકર બંધ કરીને ગેસની મધ્યમ આંચે 2 સીટી કરીને ગેસ બંધ કરીને કૂકર ઠંડું થવા દો.

લસણની કળીને વાટીને તેમાં લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો તેમજ ધાણાજીરૂ સાથે 2-3 ચમચી પાણી મેળવીને પેસ્ટ તૈયાર કરી લો.

એક કઢાઈમાં ઘી તેમજ તેલ વઘાર માટે ગરમ કરી તેમાં રાઈ, જીરા તથા કળીપત્તાનો વઘાર કરીને કાંદા સમારીને સાંતળી લો. હવે તેમાં હીંગનો વઘાર કરો. ત્યારબાદ લસણના મસાલાવાળું પેસ્ટ પણ મેળવીને સાંતળી લો.

ટામેટાં નરમ થઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડે એટલે બાફેલી દાળ મેળવી દો. 2-3 મિનિટ ગરમ થાય એટલે તેમાં લીંબુના રસના થોડાં ટીપાં મેળવીને સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને દાળ ઉતારી લો.

તૈયાર દાળ ગરમાગરમ પરોઠાં સાથે પીરસો અથવા જીરા રાઈસ સાથે પણ દાળ સારી લાગશે.

 રથયાત્રા દરમ્યાન આશરે 600થી વધુ લોકોની તબિયત બગડી

 પુરીઃ ઓડિશાના પુરીમાં આયોજિત વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દરમ્યાન ભીષણ ગરમી અને ભીડને કારણે આશરે 625 લોકો બીમાર પડી ગયા હતા અને અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ રથયાત્રા દરમ્યાન અનેક લોકોએ મામૂલી ઇજા, ઊલટી અને બેભાન થવાની ફરિયાદ કરી હતી અને એનું મુખ્ય કારણ મોટી જનમેદનીની સ્થિતિ હતી, એમ પુરીના મુખ્ય જિલ્લાધિકારી (CDMO) ડો. સતપથીએ જણાવ્યું હતું.

આ વર્ષે પુરીમાં રથયાત્રામાં એક તરફ ભારે ગરમી હતી અને બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા. આ બંને કારણોસર ઘણાં શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા અને કેટલાક બેભાન પણ થઈ ગયા હતા. આ ઉપરાંત, ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેના કારણે શોભાયાત્રા ધીમી પડી ગઈ હતી. આ રથ થંભી જવાથી મોટી સંખ્યામાં ભક્તો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. વિશાળ ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની આઠ કંપનીઓ સહિત લગભગ 10,000 સુરક્ષા કર્મચારીઓને શહેરમાં તહેનાત હતા. ઓડિશાના DGP વાય.બી. ખુરાનિયાએ જણાવ્યું હતું કે, ‘અમે રથયાત્રાના સુચારુ સંચાલન માટે દરેક શક્ય વ્યવસ્થા કરી છે. રથયાત્રા પર 275 થી વધુ AI-સક્ષમ CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

દર વર્ષે યોજાતા રથોત્સવમાં, દેશ અને દુનિયાભરમાંથી ભગવાન જગન્નાથના લાખો શ્રદ્ધાળુઓ તીર્થનગરી પુરી પહોંચે છે. આ સમય દરમિયાન, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથને 12મી સદીના પુરી જગન્નાથ મંદિરથી લગભગ 2.5 કિમી દૂર ગુંડિચા મંદિર સુધી હાથ વડે ખેંચવામાં આવે છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા એક અઠવાડિયા સુધી ગુંડિચા મંદિરમાં રહે છે અને પછી સમાન શોભાયાત્રામાં જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં પાછા ફરે છે. 

અમદાવાદની કાંટા લગા ફેમ અભિનેત્રી શેફાલી જરીવાલાનું હાર્ટ એટેકને કારણે નિધન

ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. મોડેલ અને અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન થયું છે. શેફાલીએ માત્ર 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે.

બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે . તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. ‘કાંટા લગા’ ગીતથી હેડલાઇન્સમાં આવેલી શેફાલી જરીવાલાને બિગ બોસ 13 માં પણ જોવા મળી હતી. શુક્રવારે મોડી રાત્રે શેફાલી જરીવાલાને અચાનક છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તેમને અંધેરી લોખંડવાલા વિસ્તારની બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી.

શેફાલી જરીવાલનો જન્મ ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો હતો અને તે ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી-ડાન્સર હતી. શેફાલીને 2002 માં આવેલા ‘કાંટા લગા’ ગીતના રિમિક્સ વીડિયોથી ખ્યાતિ મળી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ. આ ગીતની લોકપ્રિયતા પછી, તે ‘કાંટા લગા ગર્લ’ તરીકે પણ જાણીતી થઈ. શેફાલીએ બિગ બોસ 13 માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને લોકોએ તેને ખૂબ પસંદ પણ કરી હતી. શેફાલીના મૃત્યુના સમાચારથી બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

રિપોર્ટ મુજબ, શેફાલીને તેના પતિ અને અન્ય ત્રણ લોકો દ્વારા બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તાત્કાલિક તબીબી સહાય છતાં તેણીનો જીવ બચી શક્યો નહીં. હોસ્પિટલના રિસેપ્શનિસ્ટે શેફાલીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઉપરાંત, શેફાલીને પાછળથી બીજી હોસ્પિટલ (કૂપર) લઈ જવામાં આવી હતી. પત્રકાર વિક્કી લાલવાણીએ આ મોટી ઘટના વિશે વિગતવાર માહિતી આપતી એક પોસ્ટ શેર કરી. તેમણે શેર કર્યું, ‘હું પુષ્ટિ કરી શકું છું કે આ પોસ્ટના લગભગ 45 મિનિટ પહેલા તેણીને બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં (સ્ટાર બજાર અંધેરી સામે) મૃત હાલતમાં લાવવામાં આવી હતી. શેફાલીને તેના પતિ અને અન્ય ત્રણ લોકો હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલના રિસેપ્શન સ્ટાફ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમણે કહ્યું હતું કે, ‘શેફાલીનું મૃત્યુ પહેલા જ થઈ ગયું હતું. તેના પતિ અને કેટલાક અન્ય લોકો મૃતદેહ સાથે હતા.’

શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચારથી ચાહકો ચોંકી ગયા છે. શેફાલીએ લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 13 માં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત તેણે નચ બલિયે સહિત ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. તે તેના ડાન્સ માટે પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય હતી.

જરૂર પડી તો ઇરાન પર ફરી હુમલો કરતાં અચકાઇશું નહીં: ટ્રમ્પ

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા ઈરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ તેમના વિરોધીઓના નિશાના પર છે. અમેરિકાની સેનેટ માં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. ઈરાન સામે આગળ વધવામાં ટ્રંપને રોકવા ડેમોક્રેટિક પાર્ટીનો પ્રયાસ શુક્રવારે નિષ્ફળ ગયો હતો.

ટ્રંપએ કોંગ્રેસની મંજૂરી લેવી જોઈએ હતી
રિપબ્લિકન પાર્ટીએ કોંગ્રેસ દ્વારા ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર થયેલા અમેરિકી હુમલાઓ બાદ યુદ્ધ સંબંધિત રાષ્ટ્રપતિની સત્તાઓને ફરીથી સ્થિર કરવાનો પ્રયાસ કર્યો તેવા પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. વર્જિનિયાના સેનેટર ટિમ કેઈને તૈયાર કરેલો આ પ્રસ્તાવ એ અંગે સ્પષ્ટતા કરતો હતો કે ઈરાન સામે વધુ સૈનિક કાર્યવાહી કરવા માટે ટ્રંપએ પહેલાં કોંગ્રેસની મંજૂરી લેવી જોઈએ.

સેનેટમાં ટ્રંપે શું કહ્યું?
શુક્રવારે જ્યારે ટ્રંપને પૂછવામાં આવ્યું કે જો જરૂરી લાગી તો શું તેઓ ફરીથી ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર બોમ્બમારો કરશે? તેના જવાબમાં ટ્રંપે કહ્યું: “હા, જરૂર, કોઈ પ્રશ્ન જ નહીં.” સેનેટમાં આ પ્રસ્તાવ પસાર થવા માટે એક લાંબી કવાયત માનવામાં આવી રહી છે.

સેનેટમાં ટ્રંપને ઘણું સમર્થન
સેનેટમાં રિપબ્લિકન પાર્ટી પાસે 53-47નો બહુમત છે. તેઓ રાષ્ટ્રપતિના ઈરાન પર હુમલા કરવા માટેના નિર્ણયમાં મોટી સંખ્યામાં તેમના સમર્થનમાં ઊભા છે. મોટા ભાગના લોકો કહે છે કે ઈરાન એ મોટો ખતરો છે અને તેથી ટ્રંપ પાસેથી નિર્ણાયક પગલાંની અપેક્ષા છે. તેમણે ગયા અઠવાડિયે કોંગ્રેસની મંજૂરી વિના ઈરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ્સ પર કરાયેલા હુમલાના નિર્ણયને પણ સમર્થન આપ્યું છે.

ગુલકંદ – ૨૮ જૂન ૨૦૨૫

૨૮ જૂન ૨૦૨૫