ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની શાળાઓમાં શિક્ષકોની મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓને પહોંચી વળવા મહત્વનું પગલું ભર્યું છે. વિભાગે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ મંગાવી છે, જેથી શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થાય અને બાળકોનું શિક્ષણ અવરોધાય નહીં. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાવાર યાદી તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે, જેથી દરેક શાળાને જરૂરી શિક્ષકોની ફાળવણી થઈ શકે. આ પહેલને શાળા સંચાલક મહામંડળે આવકારી છે અને શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે કે, આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય જેથી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા જળવାઈ રહે.
શાળા સંચાલક મહામંડળે ભારપૂર્વક જણાવ્યું કે, શિક્ષકોની અછતને કારણે બાળકોનું શિક્ષણ બગડે નહીં તે માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. મંડળે શિક્ષણ વિભાગને આ દિશામાં ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવા માગણી કરી છે. આ ભરતી પ્રક્રિયા રાજ્યના શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે, લાયક ઉમેદવારો આ ભરતીમાં ભાગ લે અને રાજ્યના શિક્ષણના વિકાસમાં યોગદાન આપે.
નવી દિલ્હીઃ ઇન્ડિયા ગઠબંધને આજે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને વિરોધ પક્ષે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ખડગેએ નામની જાહેરાત કરતાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી અમારા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. ખડગેએ કહ્યું હતું કે તેઓ 21 ઓગસ્ટે નામાંકન કરશે. આવતી કાલે બધા વિરોધી પક્ષોના સાંસદો બપોરે એક વાગ્યે સેન્ટ્રલ હોલમાં બેઠક કરશે. બી. સુદર્શન રેડ્ડી ભારતના સૌથી પ્રતિષ્ઠિત ન્યાયવિદોમાંના એક છે. તેમની લાંબી અને પ્રતિષ્ઠિત કાનૂની કારકિર્દી રહી છે, જેમાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ, ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકેની સેવા સામેલ છે. તેઓ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયના સતત અને બહાદુર સમર્થક રહ્યા છે. તેઓ એક સાદી વ્યક્તિ છે અને જો તમે તેમના ઘણા ચુકાદા વાંચશો તો તમને ખબર પડશે કે તેમણે કેવી રીતે ગરીબોના પક્ષમાં નિર્ણય આપ્યા છે અને બંધારણ તથા મૂળભૂત અધિકારોની રક્ષા કરી છે.
બી. સુદર્શન કોણ છે?
બી. સુદર્શનનો જન્મ 8 જુલાઈ 1946એ આંધ્ર પ્રદેશના અકુલા માયલારામ ગામે થયો હતો. તેમણે હૈદરાબાદમાં શિક્ષણ લીધું છે. તેમણે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં રિટ અને સિવિલ કેસોમાં પ્રેક્ટિસ કરી હતી. 1988-90 દરમિયાન તેમણે હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે સેવા આપી. તેઓ 2007માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા અને 2011માં નિવૃત્ત થયા હતા.
NDAએ સીપી રાધાકૃષ્ણનને બનાવ્યા ઉમેદવાર?
ભાજપ ગઠબંધને મહારાષ્ટ્રના રાજ્યપાલ અને વરિષ્ઠ ભાજપ નેતા સી. રાધાકૃષ્ણનને આવનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. રાધાકૃષ્ણન 19 ઓગસ્ટની સાંજ સુધી પોતાનું નામાંકન ફાઇલ કરશે. રાધાકૃષ્ણન ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે અને કોઈમ્બતુરમાંથી બે વાર લોકસભા માટે ચૂંટાઈ ચૂક્યા છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો નવ સપ્ટેમ્બરે આગામી ઉપરાષ્ટ્રપતિ માટે મતદાન કરશે.
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરોને જોડતા, શહેરોમાંથી પસાર થતાં રસ્તાઓને વિકાસ પથ અન્વયે અદ્યતન સુવિધાયુક્ત બનાવવા માટે 822 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત વિકાસ પથ યોજનામાં આવા 233 કિલોમીટર લંબાઇના 91 માર્ગોને જરૂરિયાત અનુસાર કામગીરી કરીને અદ્યતન બનાવવામાં આવશે.
રાજ્યમાં શહેરોને જોડતા – શહેરોમાંથી પસાર થતા હોય અને માર્ગ મકાન વિભાગ હસ્તકના હોય તેવા માર્ગોનો આ વિકાસ પથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તદઅનુસાર, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વિકાસપથ યોજના હેઠળ શહેરી વિસ્તારમાંથી પસાર થતા આવા માર્ગોની જરૂરિયાત અનુસાર રસ્તાને પહોળા કરવા, ઈલેક્ટ્રિક પોલ, અદ્યતન રોડ ફર્નિચર, ફૂટપાથ, સ્ટ્રોમવોટર ડ્રેઈન, સ્ટ્રીટ લાઈટ, સી.સી. રોડ, રેલીંગ, જંકશન ડેવલોપમેન્ટ, બસ-બે, મીડિયન બ્યુટીફીકેશન તથા રોડ સેફટી સાથે મજબૂતીકરણ કરીને કરવામાં આવશે.
મુખ્યપ્રધાને મંજૂર કરેલી આ 822 કોરોડની માતબર રકમમાંથી વિકાસપથ અન્વયે શહેરના રસ્તાઓ સુદ્રઢ, સુંદર, મજબૂત અને સુવિધાયુકત થવાથી અનેક પ્રકારના ફાયદાઓ થશે અને શહેરી જીવનની ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એટલું જ નહિ, વાહન વ્યવહારમાં સુરક્ષા વઘશે, ટ્રાફિક જામની સમસ્યા ઘટશે અને મુસાફરીનો સમય ઘટતાં ઇંઘણની પણ બચત થશે. અવાજ અને હવાનું પ્રદૂષણ ઘટતા પર્યાવરણ પર સકારાત્મક અસર થશે, સ્વચ્છ અને વ્યવસ્થિત રસ્તાઓથી જાહેર પરિવહનની સેવાઓ પણ વધુ અસરકારક બનશે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનું મંગળવારે સત્તારૂઢ ગઠબંધનના સાંસદોની બેઠકમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અનેક કેન્દ્રીય મંત્રી સહિત ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. PM મોદીએ સી.પી. રાધાકૃષ્ણનને તમામ સાંસદો સાથે પરિચય કરાવ્યો. એ દરમિયાન PM મોદીએ રાધાકૃષ્ણનની પ્રશંસા કરતાં તેમને એક જમીન સાથે જોડાયેલા નેતા તરીકે ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરુએ દેશને બે વખત વહેંચ્યો.
NDA સાંસદીય દળની બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક વખત દેશનું વિભાજન કર્યું અને બીજી વાર પણ વિભાજન કર્યું. બીજા વિભાજનમાં તેમણે સિંધુ જળ સંધિ હેઠળ 80 ટકા પાણી પાકિસ્તાનને આપી દીધું. નહેરુએ પોતાના સચિવ મારફતે પોતાની આ ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેનો કોઈ ફાયદો થયો નહીં. PM મોદીએ કહ્યું કે આ સંધિ ખેડૂતવિરોધી હતી.
કોંગ્રેસ પર કર્યો હતો પ્રહારસ્વતંત્રતા દિવસના અવસરે પણ વડા પ્રધાન મોદીએ સિંધુ જળ સંધિને લઈને નહેરુ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશવાસીઓને સારી રીતે ખબર પડી ગઈ છે કે સિંધુ સંધિ કેટલી અન્યાયપૂર્ણ છે, કેટલી એકતરફી છે. ભારતમાંથી નીકળતી નદીઓનું પાણી દુશ્મનનાં ખેતરોને સીંચે છે અને મારા દેશના ખેડૂત, મારા દેશની ધરતી પાણી વગર તરસી રહી છે. આ એવી સંધિ હતી, જેણે છેલ્લા સાત દાયકાથી મારા દેશના ખેડૂતોને અકલ્પનીય નુકસાન પહોંચાડ્યું છે. હવે હિંદુસ્તાનના હકનું જે પાણી છે, તેના પર અધિકાર ફક્ત હિંદુસ્તાનનો છે, હિંદુસ્તાનના ખેડૂતોનો છે. ભારત કેટલાય દાયકાઓ સુધી સિંધુ સંધિના આ સ્વરૂપને સહન કરતું આવ્યું છે, પરંતુ હવે એ સ્વરૂપને આગળ સહન કરવામાં નહીં આવે. ખેડૂત હિતમાં, રાષ્ટ્ર હિતમાં, આ સંધિ અમને માન્ય નથી.
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 105 IPS-SPS અધિકારીની બદલી અને બઢતી કરવામાં આવી છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી-બઢતી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. આ 105 અધિકારીઓની બદલીઓની યાદી, જેમાં તેમની હાલની અને નવી જગ્યાઓનો સમાવેશ થાય છે, તે નીચે મુજબ છે.
* ડૉ. કરણરાજ વાઘેલા, IPS (GJ:2012): પોલીસ અધિક્ષક, વલસાડ થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (આર્થિક ગુના), સુરત શહેર.
* શ્રી એસ. વી. પરમાર, IPS (GJ:2012): નાયબ પોલીસ કમિશનર, ઝોન-૧, રાજકોટ શહેર થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-15, ONGC, મહેસાણા.
* શ્રી રાહુલ ત્રિપાઠી, IPS (GJ:2013): પોલીસ અધિક્ષક, મોરબી થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, S.O.G., અમદાવાદ શહેર.
* શ્રી હિમકર સિંહ, IPS (GJ:2013): પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (આર્થિક ગુના), અમદાવાદ શહેર.
* શ્રી રોહન આનંદ, IPS (GJ:2013): પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય થી બદલી થઈને પોલીસ અધિક્ષક, આર્થિક ગુના વિરોધી પાંખ, CID (ક્રાઈમ), ગાંધીનગર.
* શ્રી યશપાલ ધીરજભાઈ જગનિયા, IPS (GJ:2013): પોલીસ અધિક્ષક, ડાંગ-આહવા થી બદલી થઈને પોલીસ અધિક્ષક (પશ્ચિમ રેલવે) અમદાવાદ.
* શ્રી મનીષ સિંહ, IPS (GJ:2013): પોલીસ અધિક્ષક, એમ.ટી., ગાંધીનગર થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-16, ભચાઉ-કચ્છ.
* શ્રી એમ. જે. ચાવડા, IPS (GJ:2013): પોલીસ અધિક્ષક, ભરૂચ થી બદલી થઈને પોલીસ અધિક્ષક (સ્ટેટ મોનિટરિંગ સેલ), પોલીસ ભવન, ગાંધીનગર.
* શ્રી પાર્થરાજસિંહ નવલસિંહ ગોહિલ, IPS (GJ:2014): નાયબ પોલીસ કમિશનર (ગુના અને વિશેષ), રાજકોટ શહેર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, સાબરકાંઠા.
* શ્રી ધર્મેન્દ્ર શર્મા, IPS (GJ:2014): પોલીસ અધિક્ષક, CID (ક્રાઈમ), ગાંધીનગર, ની બદલી થતા તેઓને આગળના આદેશ સુધી પોસ્ટીંગ માટે રાહ જોવામાં આવશે.
* ડૉ. રવિ મોહન સૈની, IPS (GJ:2014): નાયબ પોલીસ કમિશનર, ઝોન-6, અમદાવાદ શહેર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, જામનગર.
* શ્રી મયૂર ગુલાબરાવ પાટીલ, IPS (GJ:2014): પોલીસ અધિક્ષક (DCI), ઇન્ટેલિજન્સ બ્યુરો, ગાંધીનગર, ની બદલી થતા તેઓને આગળના આદેશ સુધી પોસ્ટીંગ માટે રાહ જોવામાં આવશે.
* શ્રી અક્ષય રાજ, IPS (GJ:2014): પોલીસ અધિક્ષક, બનાસકાંઠા થી બદલી થઈને પોલીસ અધિક્ષક, ભરૂચ.
* શ્રી પ્રશાંત સુમ્બે, IPS (GJ:2015): પોલીસ અધિક્ષક, નર્મદા થી બદલી થઈને પોલીસ અધિક્ષક, બનાસકાંઠા.
* શ્રીમતી શૈફાલી બરવાલ, IPS (GJ:2016): પોલીસ અધિક્ષક, અરવલ્લી-મોડાસા થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-7, સુરત શહેર.
* શ્રી પ્રેમસુખ ડેલુ, IPS (GJ:2016): પોલીસ અધિક્ષક, જામનગર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર.
* કુ. અનુપમ, IPS (GJ:2016): હાલમાં પોસ્ટિંગની રાહમાં હતા, તેમની નિમણૂક નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરત શહેર તરીકે થઈ.
* શ્રીમતી બી. આર. પટેલ, IPS (GJ:2016): કમાન્ડન્ટ, મેટ્રો સિક્યુરિટી-૧, અમદાવાદ થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેર.
* શ્રી નિલેશ પાંડે, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા થી બદલી થઈને પોલીસ અધિક્ષક, ભાવનગર.
* શ્રી અભય સોની, IPS (GJ:2017): નાયબ પોલીસ કમિશનર, ઝોન-૨, વડોદરા શહેર થી બદલી થઈને પોલીસ અધિક્ષક (પશ્ચિમ રેલવે) વડોદરા.
* શ્રી સુશીલ અગ્રવાલ, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, નવસારી થી બદલી થઈને પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય.
* શ્રી મનોહરસિંહ એન. જાડેજા, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ થી બદલી થઈને પોલીસ અધિક્ષક, અરવલ્લી-મોડાસા.
* શ્રી તેજસકુમાર વી. પટેલ, IPS (GJ:2017): કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૧૬, ભચાઉ-કચ્છ થી બદલી થઈને પોલીસ અધિક્ષક, મુખ્યમંત્રી અને V.I.P. સિક્યુરિટી, ગાંધીનગર.
* શ્રી રાહુલ બી. પટેલ, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા થી બદલી થઈને પોલીસ અધિક્ષક, નવસારી.
* શ્રી જયદીપસિંહ ડી. જાડેજા, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, મહીસાગર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, ગીર સોમનાથ.
* શ્રી એન્ડ્રુ મેકવાન, IPS (GJ:2017): કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૧૮, એકતાનગર-નર્મદા થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૪, વડોદરા શહેર.
* શ્રી હિમાંશુ આઈ. સોલંકી, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, પંચમહાલ-ગોધરા થી બદલી થઈને પોલીસ અધિક્ષક, મહેસાણા.
* શ્રી વિજય જે. પટેલ, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, સાબરકાંઠા થી બદલી થઈને પોલીસ અધિક્ષક, ખેડા-નડિયાદ.
* શ્રી રાજેશ એચ. ગઢીયા, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, ખેડા-નડિયાદ થી બદલી થઈને પોલીસ અધિક્ષક, સુરત ગ્રામ્ય.
* કુ. પન્ના એમ. મોમાયા, IPS (GJ:2017): નાયબ પોલીસ કમિશનર, ઝોન-૪, વડોદરા શહેર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરત શહેર.
* શ્રી રવિરાજસિંહ એસ. જાડેજા, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, ઇન્ટેલિજન્સ બ્યુરો, ગાંધીનગર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, દાહોદ.
* ડૉ. હર્ષદકુમાર કે. પટેલ, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, ભાવનગર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૧, અમદાવાદ શહેર.
* શ્રી મુકેશકુમાર એન. પટેલ, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, CID (ક્રાઈમ), ગાંધીનગર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, મોરબી.
* શ્રી ચિંતન જે. તેરૈયા, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, મુખ્યમંત્રી અને V.I.P. સિક્યુરિટી, ગાંધીનગર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, બોટાદ.
* શ્રી ભાગીરથ ટી. ગાંધી, IPS (GJ:2017): નાયબ પોલીસ કમિશનર, ઝોન-૨, સુરત શહેર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૬, અમદાવાદ શહેર.
* ડૉ. રાજદીપસિંહ એન. ઝાલા, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, દાહોદ થી બદલી થઈને પોલીસ અધિક્ષક, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર.
* ડૉ. હરપાલસિંહ એમ. જાડેજા, IPS (GJ:2017): કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૧, વડોદરા થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), રાજકોટ શહેર.
* શ્રી હરેશભાઈ દુધાત, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, પંચમહાલ-ગોધરા.
* શ્રી કિશોરભાઈ એફ. બલોલિયા, IPS (GJ:2017): પોલીસ અધિક્ષક, બોટાદ થી બદલી થઈને પોલીસ અધિક્ષક (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર.
* શ્રી જયરાજસિંહ વી. વાલા, IPS (GJ:2017): નાયબ પોલીસ કમિશનર, S.O.G., અમદાવાદ શહેર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા.
* શ્રી પિનાકિન એસ. પરમાર, IPS (GJ:2017): નાયબ પોલીસ કમિશનર, ઝોન-૩, સુરત શહેર થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૦૬, મુડેતી, જિ. સાબરકાંઠા.
* શ્રી ઋષિકેશ બી. ઉપાધ્યાય, IPS (GJ:2017): કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૧૫, ONGC, મહેસાણા થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), વડોદરા શહેર.
* કુ. વિશાખા ડબરાલ, IPS (GJ:2018): નાયબ પોલીસ કમિશનર, ઝોન-૩, અમદાવાદ શહેર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, નર્મદા.
* શ્રી શ્રીપાલ શેષમા, IPS (GJ:2018): હાલમાં પોસ્ટિંગની રાહમાં હતા, તેમની નિમણૂક સુપ્રિન્ટેન્ડન્ટ, સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત તરીકે થઈ.
* શ્રી સફીન હસન, IPS (GJ:2018): નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, મહીસાગર.
* શ્રી વિજય સિંહ ગુર્જર, IPS (GJ:2018): નાયબ પોલીસ કમિશનર, ઝોન-૪, સુરત શહેર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય.
* કુ. પૂજા યાદવ, IPS (GJ:2018): નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), રાજકોટ શહેર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, ડાંગ-આહવા.
* શ્રી હિમાંશુ કુમાર વર્મા, IPS (GJ:2018): પોલીસ અધિક્ષક, આર્થિક ગુના વિરોધી પાંખ, CID (ક્રાઈમ), ગાંધીનગર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાન્ચ), વડોદરા શહેર.
* શ્રી યુવરાજસિંહ જે. જાડેજા, IPS (GJ:2018): નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાન્ચ), વડોદરા શહેર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, વલસાડ.
* શ્રી બળદેવભાઈ સી. દેસાઈ, IPS (GJ:2018): નાયબ પોલીસ કમિશનર, ઝોન-૫, અમદાવાદ શહેર થી બદલી થઈને નાયબ નિયામક, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો, વડોદરા.
* શ્રી બળદેવસિંહ સી. વાઘેલા, IPS (GJ:2018): નાયબ પોલીસ કમિશનર, ટ્રાફિક (એડમિન), અમદાવાદ શહેર થી બદલી થઈને નાયબ નિયામક, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો, રાજકોટ.
* શ્રી લખધીરસિંહ એ. ઝાલા, IPS (GJ:2018): પોલીસ અધિક્ષક (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૫, સુરત શહેર.
* શ્રી અતુલ કુમાર બંસલ, IPS (GJ:2019): કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૭, નડિયાદ થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૪, અમદાવાદ શહેર.
* શ્રી જગદીશ બંગરવા, IPS (GJ:2019): નાયબ પોલીસ કમિશનર, ઝોન-૨, રાજકોટ શહેર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (ગુના અને વિશેષ), રાજકોટ શહેર.
* શ્રી નરેશકુમાર એમ. કંજરીયા, IPS (GJ:2019): પોલીસ અધિક્ષક (ઇન્ટેલિજન્સ), ભુજ પ્રદેશ-કચ્છ થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેર.
* કુ. ફાલ્ગુનીબેન આર. પટેલ, IPS (GJ:2019): કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૧૨, ગાંધીનગર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (હેડક્વાર્ટર અને વહીવટ), વડોદરા શહેર.
* કુ. બિશાખા જૈન, IPS (GJ:2020): કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૪, પાવડી, દાહોદ થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (સાયબર સેલ), સુરત શહેર.
* શ્રી રાઘવ જૈન, IPS (GJ:2020): સુપ્રિન્ટેન્ડન્ટ, સેન્ટ્રલ જેલ, રાજકોટ થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૩, સુરત શહેર.
* ડૉ. જીતેન્દ્ર અગ્રવાલ, IPS (GJ:2020): પોલીસ અધિક્ષક, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ-૧, ગાંધીનગર પ્રદેશ-કચ્છ થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૫, અમદાવાદ શહેર.
* ડૉ. નિધિ ઠાકુર, IPS (GJ:2020): સુપ્રિન્ટેન્ડન્ટ, સેન્ટ્રલ જેલ, અમદાવાદ થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૪, સુરત શહેર.
* ડૉ. જગદીશ એમ. ચાવડા, IPS (GJ:2020): પોલીસ અધિક્ષક (ઇન્ટેલિજન્સ) અમદાવાદ પ્રદેશ થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૧, વડોદરા શહેર.
* શ્રી જશુભાઈ એન. દેસાઈ, IPS (GJ:2020): સુપ્રિન્ટેન્ડન્ટ, સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત થી બદલી થઈને પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા.
* કુ. વાગિશા જોશી, IPS (GJ:2021): આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ધંધુકા, અમદાવાદ થી પ્રમોશન બાદ સુપ્રિન્ટેન્ડન્ટ, સેન્ટ્રલ જેલ, રાજકોટ.
* શ્રી વલય અંકિતકુમાર વૈદ્ય, IPS (GJ:2021): આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, સાવરકુંડલા, અમરેલી થી પ્રમોશન બાદ સ્ટાફ ઓફિસર, ડી.જી.પી. ઓફિસ, ગાંધીનગર.
* શ્રી સંજયકુમાર સાંગણભાઈ કેશવાલા, IPS (GJ:2021): આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, મોડાસા થી પ્રમોશન બાદ પોલીસ અધિક્ષક, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર.
* શ્રી અનશુલ જૈન, IPS (GJ:2021): આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, મહુવા, ભાવનગર થી પ્રમોશન બાદ પોલીસ અધિક્ષક (ઇન્ટેલિજન્સ), ભુજ પ્રદેશ-કચ્છ.
* શ્રી લોકેશ યાદવ, IPS (GJ:2021): આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, રાજપીપળા થી પ્રમોશન બાદ પોલીસ અધિક્ષક, CID (ક્રાઈમ), ગાંધીનગર.
* શ્રી ગૌરવ અગ્રવાલ, IPS (GJ:2021): આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, બોડેલી, છોટા ઉદેપુર થી પ્રમોશન બાદ સુપ્રિન્ટેન્ડન્ટ, સેન્ટ્રલ જેલ, અમદાવાદ.
* શ્રી વિવેક ભેડા, IPS (GJ:2021): આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, સંતરામપુર થી પ્રમોશન બાદ પોલીસ અધિક્ષક, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર.
* કુ. સાહિત્ય વી., IPS (GJ:2021): આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, પોરબંદર શહેર થી પ્રમોશન બાદ પોલીસ અધિક્ષક, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ-૧, ગાંધીનગર.
* શ્રી સુબોધ રમેશ માંકર, IPS (GJ:2021): આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, દિયોદર, બનાસકાંઠા થી પ્રમોશન બાદ પોલીસ અધિક્ષક (કોસ્ટલ સિક્યુરિટી), ગાંધીનગર.
* કુ. સુમન નાલા, IPS (GJ:2021): આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, દાંતા, બનાસકાંઠા થી પ્રમોશન બાદ પોલીસ અધિક્ષક (ટેકનિકલ સેવાઓ), ગાંધીનગર.
* શ્રીમતી હેતલ સી. પટેલ, IPS (GJ:2021): નાયબ પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ), સુરત શહેર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૧, રાજકોટ શહેર.
* શ્રીમતી અમિતા કેતન વાનાની, IPS (GJ:2021): નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરત શહેર થી બદલી થઈને પોલીસ અધિક્ષક, CID (ક્રાઈમ), ગાંધીનગર.
* શ્રી કલ્પેશકુમાર એમ. ચાવડા, SPS: કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૧૦, રૂપનગર, વાલિયા, જિ. ભરૂચ થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૦૮, ગોંડલ.
* શ્રી ભરતસંગ એમ. ટાંક, SPS: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, CID (ક્રાઈમ), સાયબર ક્રાઈમ, ઇકો સેલ, ગાંધીનગર થી બદલી થઈને પોલીસ અધિક્ષક (DCI), ઇન્ટેલિજન્સ બ્યુરો, ગાંધીનગર.
* શ્રી પ્રફુલ વી. વાનિયા, SPS: કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૦૮, ગોંડલ થી બદલી થઈને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર.
* કુ. જ્યોતિ પી. પટેલ, SPS: નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), વડોદરા શહેર થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૧૮, એકતાનગર-નર્મદા.
* કુ. મેઘા આર. ટેવાર, SPS: કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૦૬, મુડેતી, જિ. સાબરકાંઠા થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૨૦, વિરમગામ, અમદાવાદ.
* કુ. શ્રેયા જે. પરમાર, SPS: કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૨૦, વિરમગામ, અમદાવાદ થી બદલી થઈને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર, હાજીરા.
* કુ. અર્પિતા સી. પટેલ, SPS: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ-૨, ગાંધીનગર થી બદલી થઈને નાયબ નિયામક, સ્ટેટ પોલીસ એકેડેમી, કરાઈ, ગાંધીનગર.
* શ્રી હરેશકુમાર ડી. મેવાડા, SPS: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ), સુરત થી બદલી થઈને નાયબ નિયામક, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો, અમદાવાદ.
* કુ. ભારતી જે. પંડ્યા, SPS: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ટેકનિકલ સેવાઓ), ગાંધીનગર થી બદલી થઈને નાયબ નિયામક, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (વહીવટ), અમદાવાદ.
* કુ. રૂપલબેન એન. સોલંકી, SPS: સ્ટાફ ઓફિસર, ડી.જી.પી. ઓફિસ, ગાંધીનગર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૩, અમદાવાદ શહેર.
* શ્રી ચિરાગ આઈ. પટેલ, SPS: નાયબ પોલીસ કમિશનર, સી-ડિવિઝન, સુરત શહેર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, પોલીસ ટ્રાફિક (વહીવટ), અમદાવાદ શહેર.
* ડૉ. કાનન એમ. દેસાઈ, SPS: નાયબ પોલીસ કમિશનર, ઝોન-૪, અમદાવાદ શહેર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૨, સુરત શહેર.
* કુ. જૂલી સી. કોઠિયા, SPS: નાયબ પોલીસ કમિશનર, ઝોન-૧, વડોદરા શહેર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ), સુરત શહેર.
* કુ. મંજીતા કે. વંઝારા, SPS: કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૦૨, અમદાવાદ થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૨, વડોદરા શહેર.
* કુ. તેજલ સી. પટેલ, SPS: નાયબ પોલીસ કમિશનર (હેડક્વાર્ટર અને વહીવટ), વડોદરા શહેર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), વડોદરા શહેર.
* શ્રી રાકેશ ડી. દેસાઈ, SPS: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, ઝોન-૨, રાજકોટ શહેર.
* ડૉ. શ્રુતિ એસ. મહેતા, SPS: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, CID (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૦૨, અમદાવાદ.
* કુ. નીતાબેન એચ. દેસાઈ, SPS: નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેર થી બદલી થઈને કમાન્ડન્ટ, મેટ્રો સિક્યુરિટી-૧, અમદાવાદ.
* કુ. રીમા એમ. મુનશી, SPS: નાયબ પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ), અમદાવાદ શહેર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર, પોલીસ કંટ્રોલ રૂમ, અમદાવાદ શહેર.
* શ્રી પી.એચ. ભેંસાનિયા, SPS: નાયબ નિયામક, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો, વડોદરા થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૪, પાવડી, દાહોદ.
* શ્રી પરાગ પી. વ્યાસ, SPS: કમાન્ડન્ટ (BQM), SRPF ગ્રુપ-૨, અમદાવાદ થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૭, નડિયાદ.
* શ્રી એસ.જી.પાટીલ, SPS: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ડાંગ-આહવા ડિવિઝન, ડાંગ થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૧૦, રૂપનગર, વાલિયા, જિ. ભરૂચ.
* શ્રી ડી.એચ.દેસાઈ, SPS: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર થી બદલી થઈને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર.
* શ્રી એ.એમ.પરમાર, SPS: નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરત શહેર થી બદલી થઈને નાયબ પોલીસ કમિશનર (કંટ્રોલ રૂમ), સુરત શહેર.
* શ્રી એ.એમ.સૈયદ, SPS: નાયબ પોલીસ કમિશનર (કંટ્રોલ રૂમ), વડોદરા શહેર થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૧૪, કલગામ, વલસાડ.
* શ્રી વી.આર. યાદવ, SPS: કમાન્ડન્ટ (BQM), SRPF ગ્રુપ-૭, નડિયાદ, ખેડા થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૧, વડોદરા.
* શ્રી પી.ડી.માનવર, SPS: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, કલોલ ડિવિઝન, ગાંધીનગર થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૧૨, ગાંધીનગર.
* શ્રી પી.જી.જાડેજા, SPS: નાયબ પોલીસ કમિશનર, જે-ડિવિઝન, અમદાવાદ શહેર થી બદલી થઈને કમાન્ડન્ટ, SRPF, ગ્રુપ-૧૩, રાજકોટ.
* શ્રી એચ.એ.રાઠોડ, SPS: નાયબ પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા શહેર થી બદલી થઈને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ઇન્ટેલિજન્સ બ્યુરો, ગાંધીનગર.
* શ્રી આર.આર.રાઘુવંશી, SPS: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (મુખ્યમથક), રાજકોટ ગ્રામ્ય થી બદલી થઈને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ), અમદાવાદ પ્રદેશ.
* શ્રી એમ.જે. સોલંકી, SPS: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર થી બદલી થઈને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ઇન્ટેલિજન્સ), સુરત
મુંબઈઃ શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રસ્તાઓ જાણે તળાવમાં ફેરવાઈ ગયા છે. રસ્તાઓ પર ઊભેલી ગાડીઓની છત તળાવમાંથી દેખાતા ટાપુ જેવી લાગી રહી છે. ઘણી જગ્યાએ એટલું પાણી ભરાઈ ગયું છે કે ગાડીઓ હોડીની જેમ તરતી જોવા મળી રહી છે. લોકોને રસ્તા પર ભરાયેલાં ગંદાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. વ્યવસ્થા સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે.
મુંબઈના માનખુર્દ સ્ટેશન રોડ પર પાણી ભરાઈ જતાં રસ્તો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે. રસ્તા પર પાણી ભરાઈ જવાથી લોકોને સ્ટેશન સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. BMCના કર્મચારીઓ ક્યાંય નજરે પડ્યા નથી અને ન જળનિકાલ માટે વોટર પંપ મૂકવામાં આવ્યા છે. શહેરમાં ખરાબ મોસમને લીધે અનેક ફ્લાઇટ્સને અસર થઈ છે. આ સાથે ટ્રેનો પણ મોડી ચાલી રહી છે અથવા રદ કરવામાં આવી છે આ સાથે લોકલ ટ્રેનો પણ ઠપ પડી છે કાં મોડી ચાલી રહી છે.
દહિસર-પૂર્વમાં આનંદનગર મેટ્રો સ્ટેશન નીચે લિંક રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાયાં છે. તેને કારણે અહીંથી આવનજાવન કરતા વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ભરાયેલાં પાણીમાં બાઈકો બંધ થઈ રહી છે. લોકો ધક્કો મારીને કોઈ રીતે બાઈકોને બહાર કાઢતા જોવા મળી રહ્યા છે.
મુંબઈમાં સતત વરસાદને કારણે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તેના સિવાય ખાનગી કચેરીઓને પણ વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈના સ્કૂલ–કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
ખડગપુર: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની તમામ IITs માં આ એક ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલ છે, જેનો ઉદ્દેશ દેશના સૌથી મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવા ટોચની ભારતીય પ્રતિભાઓને એકત્રિત કરવાનો છે.
સોમવારે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહના પ્રેરક ભાષણમાં ગૌતમ અદાણીએ ભારતની યુવા પેઢીને “બીજી પેઢીના સ્વતંત્રતા સંગ્રામ”માં ઉતરવાનું આહવાન કર્યું હતું. આ સંગ્રામ કોઈ સરકાર સામે નહીં પરંતુ વિદેશી ટેકનોલોજી અને વિદેશી ડેટા પર નિર્ભરતા સામેનું આહવાન હતું. તેમણે વિદ્યાર્થીઓને નવીનતા અને રાષ્ટ્રનિર્માણ પર ભાર મૂકવા આગ્રહ કર્યો હતો.
ભારતની પ્રતિભાને સશક્ત બનાવવા માટે અદાણીએ IIT ચેન્જ મેકર્સ ફેલોશિપનું અનાવરણ પણ કર્યું હતું. IIT ખડગપુર સંકલિત આ ફેલોશિપ શિક્ષણ અને ઉદ્યોગને એક કરવા માળખાગત પ્લેટફોર્મ પ્રદાન કરશે. ગૌતમ અદાણીએ નવીનીકરણીય ઊર્જા, બંદરો અને લોજિસ્ટિક્સ, અને એરપોર્ટ અને સ્માર્ટ મોબિલિટીમાં “જીવંત પ્રયોગશાળાઓ”થી શરૂઆત કરવા એવી યોજનાઓની રૂપરેખા આપી હતી, જે વિદ્યાર્થીઓને AI-સંચાલિત ગ્રીડ ટૂલ્સ, મશીન-લર્નિંગ લોજિસ્ટિક્સ અને ઈન્ટેલિજન્ટ એરપોર્ટ સિસ્ટમ્સ વિકસાવવાની તકો પૂરી પાડશે.
ભારતના ભાવિ ઘડવૈયાઓ અને મહાનુભાવોથી ભરચક ઓડિટોરિયમમાં અદાણીએ જણાવ્યું હતું કે ભારત 1947થી સ્વતંત્ર હોવા છતાં સેમિકન્ડક્ટર, તેલ, સંરક્ષણ હાર્ડવેર અને વિદેશી ડેટા સિસ્ટમ્સ પર નિર્ભરતાને કારણે ભારે સંવેદનશીલ રહે છે. આજનાં યુદ્ધો સર્વર ફાર્મ્સમાં લડવામાં આવે છે, જેમાં શસ્ત્રો તરીકે અલ્ગોરિધમ્સ હોય છે અને ડેટા સેન્ટરો, સામ્રાજ્યો નહીં, સત્તા ધરાવે છે.
At @IITKgp today, I witnessed the future of Bharat – brimming with confidence, courage and patriotism. The packed hall, unstoppable energy and non-stop cheers will always stay with me. On this historic occasion of IIT KGP’s Platinum Jubilee, it was inspiring to see how our young… pic.twitter.com/H58m1R1M3C
દેશની ચાર મહત્વપૂર્ણ નબળાઈઓ ગણાવતા તેમણે કહ્યું હતું કે ભારત 90 ટકા સેમિકન્ડક્ટર, 85 ટકા તેલ, મોટા ભાગના લશ્કરી હાર્ડવેરની આયાત કરે છે. આપણો રાષ્ટ્રીય ડેટા વિદેશની સંપત્તિ બની રહ્યો છે. આવી પ્રથાઓ વિદેશી સંપત્તિ અને વર્ચસ્વને પ્રોત્સાહન આપે છે. ભવિષ્યમાં કોર્પોરેશનોનો પ્રભાવ રાષ્ટ્રો કરતાં વધુ હશે તેવી આગાહી કરતાં તેમણે ભારતને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી. તેમણે ઝડપી ટેકનોલોજિકલ પ્રગતિ વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓની પુનઃકલ્પનાનું પણ આહવાન કર્યું હતું અને સિલિકોન વેલી જેવા મોડેલોમાં મજબૂત ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારીની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો.
અદાણીએ તે વાત પર પણ ભાર મૂક્યો કે યુનિવર્સિટીઓએ સંશોધનનું નેતૃત્વ કરવું જોઈએ અને કોર્પોરેશનોએ અમલીકરણ કરવો જોઈએ. ઉદ્યોગસાહસિક યાત્રાના અનુભવ પરથી તેમણે વિદ્યાર્થીઓને જોખમ લેવા અને ૨૦૫૦ સુધીમાં ભારતની ૨૫ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કારકિર્દીના નિર્ણયોમાં પગાર કરતાં વારસાને વધુ પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી.
તેમણે યુવાધનને “ભારતના નવા સ્વતંત્રતા સેનાનીઓ” ગણાવતાં તેમને આરામ કરતાં વારસો પસંદ કરવા અને મહત્ત્વાકાંક્ષા અને સર્જનાત્મક વિચારો થકી સાર્વભૌમ, નવીન રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ કરવા અપીલ કરી હતી. તેમણે સમાપનમાં જણાવ્યુ હતું કે તમારી જાતને એટલી મજબૂત બનાવો કે કોઈ ભય તમને જકડી ન શકે. આપણું નવુ ભારત તમારી રાહ જોઈ રહ્યું છે.
પટનાઃ ચૂંટણી પંચ પર લાગેલા ‘મત ચોરી’ના આક્ષેપો વચ્ચે રાહુલ ગાંધીએ પંચ પર હુમલો ચાલુ રાખતાં કહ્યું હતું કે જ્યારે ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે ત્યારે મુખ્ય ચૂંટણી પંચ અને બંને ચૂંટણી કમિશનરો સામે ‘મત ચોરી’ માટે કાર્યવાહી કરવામાં આવશે.
બિહારમાં મતાધિકાર યાત્રા દરમિયાન સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ તેમને ‘મત ચોરી’ પકડાઈ ગયા પછી પણ એફિડેવિટ દાખલ કરવા કહી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે હું ચૂંટણી પંચને કહેવા માગું છું કે આખો દેશ તમારું એફિડેવિટ માગશે, અમને થોડો સમય આપો. અમે દરેક વિધાનસભા અને લોકસભા બેઠક પર તમારી ચોરી પકડીશું અને જનતા સામે મૂકીશું, એમ તેમણે કહ્યું હતું.
Want to tell 3 election commissioners that when there’ll be a INDIA bloc govt, we will take action against you for vote theft: Rahul Gandhi
યાત્રાના બીજા દિવસે રાહુલે કહ્યું હતું કે જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ પેકેજની વાત કરે છે, તેમ ચૂંટણી પંચ બિહાર માટે SIR નામે એક વિશેષ પેકેજ લઈને આવ્યું છે, જેનો અર્થ છે મત ચોરીનું એક નવું રૂપ. વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પણ આ યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાયા છે.
તેમણે કહ્યું હતું કે બિહારની જનતા ચૂંટણી પંચ અને ભાજપના નેતાઓને એક સ્વરમાં કહેશે કે રાજ્યમાં મત ચોરી થઈ શકે નહીં. હું જે કહું છું એ કરું છું. તમે જોયું હશે કે હું મંચ પરથી ક્યારેય ખોટું નથી બોલતો. આ ત્રણેય ચૂંટણી કમિશનરોને હું કહેવા માગું છું કે અત્યારે મોદીજીની સરકાર છે, પરંતુ એક દિવસ એવો આવશે જ્યારે બિહાર અને દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર હશે, ત્યારે અમે તમે ત્રણેય સામે કાર્યવાહી કરીશું. તમે આખા દેશમાંથી મત ચોર્યા છે.