ગુજરાત સહિત દેશભમાં ફરી એકવખત ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 10.75 ઈંચ ખાબક્યો છે. જેના પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે. તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. દેવભૂમિ દ્વારકા શહેરમાં 6.0 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પોરબંદરમાં 3.94 ઈંચ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢના માંગરોળમાં 3.74 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૂત્રાપાડામાં 3.35 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.

અમરેલીના જાફરાબાદમાં 3.07 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 12 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. કલ્યાણપુર, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારિયા સહિતના ગામોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મગફળી સહિતના પાકો માટે આ વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે. કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુનાગઢના વંથલીમાં 5 ઈંચથી વધુ તથા કેશોદમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકામાં 4.76 ઈંચ તથા ગીર સોમનાથના તલાલા તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 26,0174 એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 77.88 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે. રાજ્યમાં હાલ 64 ડેમને હાઈ એલર્ટ, 29 ડેમને એલર્ટ તથા 21 ડેમને વોર્નીગ આપવામાં આવી છે.



એન્ડોમેટ્રિઓસિસ મુખ્યત્વે સ્ત્રીઓમાં પેઢુના પેઇન રૂપે જોવા મળે છે. સામાન્ય રીતે તે માસિક સાથે સંકળાયેલું હોય છે. તેમાં સ્ત્રીઓને અત્યંત પીડાદાયક પિરિયડ્સ થાય છે. સાથે-સાથે શરીરસંબંધ દરમિયાન દુખાવો, પાચન કે મૂત્રમાં તકલીફ, વધુ રક્તસ્ત્રાવ, પિરિયડ્સ વચ્ચે બ્લીડિંગ, પેટનો ફૂલાવો, થાક, ઉબકા, ડિપ્રેશન, ચિંતા અને વંધ્યત્વ જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. ઈવા વુમન્સ હૉસ્પિટલ,અમદાવાદમાં મિનિમલી ઇન્વેસિવ સર્જરી દ્વારા દર્દીઓને સુરક્ષિત અને ઝડપી સારવાર આપવાની પ્રાથમિકતા સાથે વધુ આધુનિક અને અસરકારક સેવા માટે કટિબદ્ધ છે.
બીજું રીસર્ચ એન્ડોમેટ્રીયલ કાર્સિનોમા પર આધારિત હતું. તેમાં સર્જરીના નિર્ણયને વધુ ચોક્કસ બનાવવા માટે ઇન્ટ્રા-ઓપરેટિવ ફ્રોઝન સેક્શન (IFS) ની ભૂમિકા પર વિશ્લેષણ કરાયું. માર્ચ 2018 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન લૅપ્રોસ્કોપિક સ્ટેજિંગ સર્જરી કરાવનારી 100 મહિલાઓ પર આ અભ્યાસ થયો. પરિણામમાં IFS એ 97% કેસોમાં ફાઇનલ હિસ્ટોપેથોલોજી સાથે મેળ ખાતા નિષ્કર્ષ આપ્યા. માયોમેટ્રીયલ ઇન્વેઝનનું 93.7% ચોક્કસ મૂલ્યાંકન, લિંફ નોડ અંગે 98.3% અને ટ્યુમર ગ્રેડિંગનું 78.2% સચોટ મૂલ્યાંકન મળ્યું. આ અભ્યાસ સાઇન્સ ડાયરેક્ટમાં પ્રકાશિત થયો. તેમાં નિષ્કર્ષ એ મળ્યું કે IFS સર્જરી દરમિયાન ચોક્કસ નિર્ણય લેવા માટે મહત્વનું છે, જે બિનજરૂરી જટિલતાઓને ઘટાડે છે.
નયનભાઈએ તેમના જન્મદિવસે સમાજને નવી દિશા આપનારી આગવી પહેલ કરી છે. રાજ્યના ઈતિહાસમાં સૌ પ્રથમવાર તેમણે પોતાના ઘર પાસેની જાહેર જગ્યામાં ‘સેનેટરી પેડ પરબ’ની શરૂઆત કરી છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે જરૂરિયાતમંદ દીકરીઓને રસ્તામાં કે જાહેર સ્થળે આકસ્મિક રીતે સેનેટરી પેડની જરૂર પડે, ત્યારે તેઓ કોઈ પણ જાતની શરમ કે સંકોચ વગર મફતમાં પેડ મેળવી શકે છે.


ડિજિટલ અને રોલ વચ્ચેના સમયગાળામાં હેસલબ્લેડ કેમેરાથી અમદાવાદના ખ્યાતનામ તસવીરકાર વિવેક દેસાઈએ એક વિશિષ્ટ તસવીરી યાદો કંડારવાનું શરૂ કર્યુ.
વર્લ્ડ ફોટોગ્રાફી ડે ના દિવસે શરૂ થયેલા તસવીરી પ્રદર્શનમાં વિવેક દેસાઈ ચિત્રલેખા.કોમને કહે છે બહુ જ ઓછા લોકો પાસે જ્યારે ( 1998 માં લોન્ચ થયેલ) હેસલબ્લેડ કેમેરા હતો. એ વેળાએ રઘુરાય સાથેની ગોષ્ઠિ બાદ મેં અમદાવાદથી મુંબઈ જઈ ખરીદ્યો. 2002ના વર્ષથી એની પર કામ શરૂ કર્યુ. અદ્ ભુત ફોર્મેટ ક્ષમતા ધરાવતો, પેનોરમિક વ્યુ.. આપતા આ કેમેરા દ્વારા અનેક તસવીરો યાદો રૂપે કંડારી હતી.
19 ઓગષ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસે વિવેક દેસાઈની ‘લંબી કહાનીયા’ વિષય સાથે હેસલબ્લેડ કેમેરાથી લીધેલી જીવંત અનોખી તસવીરો અલગ તારવી. આ તસવીરોનું પ્રદર્શન સત્ય આર્ટ ગેલેરી, નવજીવન ટ્રસ્ટ ખાતે ખુલ્લું મુકવામાં આવ્યું છે.