ખેડા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટેની ઈકો સિસ્ટમ ઉભી કરી છે.વધુમાં જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ – મિશન લાઈફ, હરિત ઊર્જા માટે રિન્યુએબલ એનર્જી અને સોલાર રૂફટોપ તથા જળ સંચય માટે ‘કેચ ધ રેઈન’ અને અમૃત સરોવરનું નિર્માણ તેમજ ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષોના વાવેતરથી હરિયાળી ક્રાંતિ દ્વારા પર્યાવરણ સંતુલન સાથેનો વિકાસ ગુજરાતે કર્યો છે.૭૬મા વન મહોત્સવ અંતર્ગત રાજ્યના ૨૪મા સાંસ્કૃતિક વન તરીકે ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ૭ હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યુ હતું. તેમણે ગુજરાત સ્ટેટ વેટ લેન્ડ ઓથોરિટીની વેબ સાઈટનું લોન્ચિંગ, ગ્રામ વન નિર્માણ અને પટ્ટી વાવેતરની ઉપજના ચેકનું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને વિતરણ તથા વન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન, મિયાવાકી પદ્ધતિથી રાજ્યમાં ૨૦૭ વન કવચ નિર્માણ, ૮૨ જેટલા નમો વડ વન વગેરેની સફળતાને પરિણામે વન વિસ્તાર બહારનું ગ્રીન કવર વધીને ૧૧૪૩ ચોરસ કિલોમીટર થયું છે તે વિશે પણ માહિતી આપી.
આ અવસરે વન અને પર્યાવરણ મંત્ર મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, સાંસ્કૃતિક વનોનો હેતુ લોકોને ધાર્મિક અને ઔષધિય વૃક્ષો વિશે જાગૃત કરવા, જળવાયુ પરિવર્તનમાં સકારાત્મક યોગદાન આપવા, વૃક્ષ આચ્છાદન વધારવા અને લોકો, વિદ્યાર્થીઓ તથા બાળકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ જાગૃત કરવાનો છે. ચાલુ વર્ષે સામાજિક વનીકરણ હેઠળ ૩૯,૨૯૫ હેક્ટરમાં વાવેતર અને ૨૦ અર્બન ફોરેસ્ટના નિર્માણનું આયોજન છે. પંચરત્ન ગ્રામ વાટીકા મોડલ હેઠળ ૧૦૦૦ ગામોમાં ગામ દીઠ ૫૦ રોપા વાવવામાં આવશે. ૨૦૨૫-૨૬માં ૩૪ પવિત્ર ઉપવનો બનશે અને ૧૯,૮૯૫ હેક્ટરમાં ૧૫૩.૯૦ લાખ રોપાઓનું વાવેતર થશે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સામાજિક વનીકરણમાં રાજ્ય સરકાર કટિબદ્ધતાથી કામગીરી કરી રહી છે. રાજ્ય સરકારે ‘ગ્રીનગ્રોથ’ને વિકાસના પાંચમા સ્તંભ તરીકે સ્થાન આપ્યું છે. તેમણે વર્ષ ૨૦૨૫-૨૬ માં “હરિત વન પથ” યોજના હેઠળ રોડસાઇડ અને કોસ્ટલ હાઇવે પર ૧૦૦ હેક્ટરમાં વૃક્ષોનુ વાવેતર, એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ ૩૫,૦૦૦ હેક્ટરમાં ખેતરોમાં વૃક્ષારોપણ, ૧૩૦ અમૃત સરોવરો ફરતે ૨૦૦ રોપા દીઠ વાવેતર અને ૧૩૬ વનકુટીર નિર્માણ અને ૧૦૦ કિસાન શિબિર યોજવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.
આરાઃ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ શનિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને RJDના નેતા તેજસ્વી યાદવ સાથે ‘વોટર અધિકાર યાત્રા’માં જોડાયા હતા. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી અને મહાગઠબંધનના બીજા કેટલાક નેતાઓ એક ખુલ્લી જીપમાં સવાર દેખાયા અને તેમણે ઉમટેલી ભીડનું અભિવાદન સ્વીકાર્યું હતું આ અવસર પર અખિલેશ યાદવે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો હતો. સાસારામથી 17 ઓગસ્ટે શરૂ થયેલી આ 16 દિવસીય યાત્રાનો પહેલી સપ્ટેમ્બરે પટનામાં વિશાળ પગપાળા માર્ચ સાથે અંત આવશે.
‘अबकी बार, भाजपा बिहार से बाहर’અખિલેશ યાદવે કહ્યું હતું કે અમે તેમને અવધમાં હરાવ્યા હતા, તમે લોકો તેમને મગધ (બિહાર)માં હરાવો. બિહારની આ મહત્વની ચૂંટણી છે, જેના પર આખા દેશની નજર છે. આ ઉત્સાહ બતાવી રહ્યો છે કે જનતા ભાજપ અને તેના સાથીઓને હરાવવાની છે. હું સૂત્ર આપી રહ્યો છું કે ‘अबकी बार, भाजपा बिहार से बाहर’. બિહારે એક વાર ભાજપનું રથ રોક્યો હતો અને આ વખતે પણ બિહારના લોકો ભાજપનો રથ રોકશે, એમ તેમણે કહ્યું હતું.
हम लोगो ने अवध से हराया था बिहार वाले मगध से हरायेंगे..
બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ યાત્રા અત્યાર સુધી રોહિતાસ, ઔરંગાબાદ, ગયાજી, નવાડા, શેખપુરા, નાલંદા, લખીસરાય, મુંગેર, કટિહાર, પૂર્ણિયા, સુપૌલ, મધુબની, દરભંગા, મુઝફ્ફરપુર, સીતામઢી, પૂર્વી ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ અને સીઓવાનમાંથી પસાર થઈ ચૂકી છે. હવે આ યાત્રા સારણ પછી ભોજપુરમાંથી પસાર થશે.
કોંગ્રેસે ફરી એકવાર મત ચોરીનો આરોપ લગાવ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યની લોકસભા બેઠક નવસારી અને વિધાનસભા બેઠક ચોર્યાસી પર તપાસનો દાવો કર્યો છે. અમિતે કહ્યું કે આ બંને બેઠકો પર સંપૂર્ણ તપાસ બાદ મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે. અમિત ચાવડાએ કહ્યું કે લોકશાહી જોખમમાં છે, એક વ્યક્તિ અનેક મતદાન કરી રહ્યો છે.
ચાવડાના જણાવ્યા અનુસાર, તપાસમાં બહાર આવ્યું છે કે કુલ 6,09,592 મતદારોમાંથી લગભગ 40% એટલે કે 2,43,836 મતદારોની તપાસ કરવામાં આવી હતી. જાણવા મળ્યું હતું કે આમાંથી લગભગ 30,000 મત ગેરકાયદેસર મતદાન થયું હતું. કોંગ્રેસ કહે છે કે જો સમગ્ર મતવિસ્તારની વિગતવાર તપાસ કરવામાં આવે તો 75,000 થી વધુ નકલી મતદાન સામે આવી શકે છે.
મત ચોરીની પદ્ધતિ સમજાવી
કોંગ્રેસે મત ચોરીની પદ્ધતિ જણાવી છે. ચાવડાએ જણાવ્યું હતું કે મતદારોને તેમની ઓળખ બદલીને અથવા યુક્તિઓનો ઉપયોગ કરીને વારંવાર મતદાન કરાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, એક વ્યક્તિ બે વાર મતદાન કરી રહી છે, નામનો એક અક્ષર બદલીને નવો મત નોંધાઈ રહ્યો છે, અલગ અલગ ઓળખપત્રનો ઉપયોગ કરીને ઘણા મતો નાખવામાં આવી રહ્યા છે, ભાષા કે સરનામું બદલીને નવા મત નોંધાઈ રહ્યા છે.
ચૂંટણી પંચ પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી
કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે આ લોકશાહીની ન્યાયીતા માટે ગંભીર ખતરો છે. તેમણે ચૂંટણી પંચ પાસેથી માંગ કરી છે કે નકલી મતદારોની ઓળખ કરીને તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે.
76મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના 24 માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં મહાદેવ ના પૂજા અર્ચન કરીને રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
॥ હર હર મહાદેવ ॥
ગુજરાતના પૌરાણિક મહત્ત્વ ધરાવતા ગળતેશ્વર મહાદેવ મંદિરે દર્શન-પૂજનનો પાવન અવસર પ્રાપ્ત થયો. મહાદેવને રાજ્યના નાગરિકોની સુખાકારી અર્થે પ્રાર્થના કરી.
ખેડા જિલ્લામાં મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને પ્રાચીન સ્થાપત્ય વિરાસત સમું આ સુંદર મંદિર અનેક ભક્તોનું… pic.twitter.com/lI511nqSxr
ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ મુખ્યપ્રધાન મંદિરની પરિક્રમા કરી હતી. તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યુ હતુ અને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા હતા.
ગળતેશ્વર મંદિરનું નિર્માણ સોલંકી યુગમાં 12મી સદીમાં થયું હોવાનું મનાય છે. આ મંદિરની સ્થાપના રાજા ગળતેશ્વરે કરી હોવાનું માનવામાં આવે છે, જેઓ શિવભક્ત હતા. આ મંદિરની સ્થાપત્ય શૈલી સોલંકી અને મારુ-ગુર્જર સ્થાપત્ય શૈલીનું અનોખું મિશ્રણ છે, જે આ મંદિરને અન્ય મંદિરોથી અલગ પાડે છે.
ગુજરાતમાં તાજેતરમાં બાળકો અને ખાસ કરીને કિશોરો દ્વારા હિંસક પ્રવૃતિની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે સમાજ, શિક્ષણતંત્ર અને કાયદાકીય વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના 2022ના ડેટા અનુસાર, ગુજરાતમાં જુવેનાઈલ ક્રાઈમના 1,546 કેસ નોંધાયા હતા. જેમાં હિંસક ગુનાઓનું પ્રમાણ 25-28% જેટલું હતું. જ્યારે 2023માં આ આંકડો વધીને 1,652 કેસ સુધી પહોંચ્યો. જેમાં હત્યા, હિંસક હુમલા અને સાયબર હિંસા જેવા કેસોમાં વધારો જોવા મળ્યો. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં આવા કેસોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે.
વર્ષ 2024નો ડેટા હજુ સુધી બહાર આવ્યો નથી. જો કે જાન્યુઆરથી જુલાઈ, 2024 સુધીના સમયગાળામાં 950 કેસો નોંધાયા હતા. વર્ષ 2024ના આખા વર્ષનો ડેટા 1,700 કેસ સુધી પહોંચવાની સંભાવના દર્શાવે છે ત્યારે અમે અમારા ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં જાણીતા સિનિયર એડલ્ટ એન્ડ પિડિયાટ્રિક થેરાપીસ્ટ ડૉ. ધરા દેસાઈ સાથે આ વિશે વાત કરીને આ વધતી હિંસક પ્રવૃતિના મૂળ કારણો, તેની અસરો અને નિવારણના ઉપાયો સમજવાનો પ્રયત્ન કર્યો.
ચિત્રલેખા.કોમ: આજના સમયમાં કિશોરોમાં હિંસક વર્તનનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ તમે શું માનો છો?
ડૉ. ધરા દેસાઈ: કિશોરોમાં હિંસક વર્તન પાછળ ઘણા કારણો જબાવદાર છે. બાળકની આસપાસનું વાતાવરણ, ઘર, શાળા, માતા-પિતા, મિત્રો, તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ કહી શકાય. કોઈ એક પરિબળ આની પાછળ કામ કરતું નથી. બાળક શું જોવે છે, શું ખાય છે, શું શીખે છે, શાળામાં કેવાં વાતાવરણમાં રહે છે, ઘરમાં કેવાં પ્રકારનું વાતાવરણ છે, માતા-પિતા બાળકને કેટલો સમય આપે છે આ બધાં જ પરિબળો બાળકનાં દરેક પ્રકારના વર્તન માટે જવાબદાર છે. માત્ર હિંસક જ નહીં, બાળકના સારા-ખોટાં દરેક વર્તન પાછળ આવા અનેક પરિબળો જવાબદાર છે.
સોશિયલ મીડિયા અને વિડીયો ગેમ્સનો હિંસક વર્તન પર શું પ્રભાવ પડે છે?
હા, આ બધી વસ્તુઓનો પ્રભાવ તો છે જ, એને નકારી શકાય નહીં. આ બાબતમાં પેરેન્ટિંગ કંટ્રોલનો મુખ્ય રોલ સામે આવે છે. બાળક ટીવીમાં કે ફોનમાં કે સોશિયલ મીડિયા પર શું જુએ છે અને તેમાંથી શું શીખે છે એ બાબત મુખ્ય રોલ ભજવે છે. બાળકો ઘણી બધી હિંસક વિડીયો ગેમ્સ રમતા હોય છે, જેના કારણે તેનામાં રહેલું એગ્રેશન વધવાનું છે. ધણી વખત આનાથી ઊંધું પણ હોય છે. બાળક ખૂબ જ શાંત હોય છે. ત્યારે ઘણી વખત તેનું એગ્રેશન અંદરને અંદર વધતું હોય છે, જે એકાદ દિવસ જ્વાળામુખીની જેમ ફાટે છે.
મારી પાસે આવેલા એક કેસની વાત કરું તો, એક ૧૩ વર્ષની છોકરી સતત પોતાની સરખામણી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે કરવા લાગી. તેને લાગતું કે તે કદરૂપી છે કારણ કે તે તેમના જેવી દેખાતી નથી. સમય જતાં, એ છોકરીએ ફ્રેન્ડસની બર્થડે પાર્ટીઓમાં, શાળાના પ્રવાસોમાં અને કૌટુંબિક કાર્યક્રમોમાં જવાનું બંધ કરી દીધું. ઘણીવાર એ એકલી-એકલી રૂમમાં રડતી. એના શિક્ષકોએ જોયું કે તે છોકરી વર્ગમાં એકલી પડી ગઈ હતી, પ્રવૃત્તિઓમાં ભાગ લેતી નથી અને તેના ગ્રેડ ઘટી રહ્યા છે. શાળાએ તેના માતા-પિતાને જાણ કરી. પણ માતા-પિતાએ કાઉન્સિલિંગની વાતને ફગાવી દેતા કહ્યું કે, “અમારી છોકરી ફક્ત કિશોરાવસ્થામાંથી પસાર થઈ રહી છે. દરેક વ્યક્તિ મૂડ સ્વિંગમાંથી પસાર થાય છે.” પરિસ્થિતિ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેના ઇન્સ્ટાગ્રામ વર્તુળના એક મિત્રએ તેના માતા-પિતાને ખાનગીમાં સંદેશ મોકલ્યો અને ચિંતા વ્યક્ત કરી. પછી માતા-પિતા મારી પાસે આવ્યા.
શાળાઓમાં બાળકો વચ્ચે થતું બુલિંગ અને હિંસા વચ્ચે શું સંબંધ?
શાળામાં થતું બુલિંગ અને બાળકમાં રહેલી હિંસક વૃત્તિમાં ક્નેક્શન રહેલું છે. બે પ્રકારના બાળકો હોય, એક તો જે બુલિંગ કરતા હોય અને બીજા જે ચૂપચાપ આ પ્રકારની કનડગતનો શિકાર બને છે. માતા-પિતા બાળકોને ઘણીવાર કહેતા હોય કે, માર ખાયને નહીં આવવાનું સામે મારીને આવવાનું. આમ અજાણતા અથવા તો ઈનડાયરેક્ટલી માતા-પિતા કે પરિવારજનો જ બાળકને હિંસક બનવાનું કહી રહ્યા છે. ખરેખર તો આપણે બાળકને એવું શીખવવાનું હોય કે, તમારી સાથે કોઈ વ્યક્તિ કે બીજા બાળકો હાથ ચાલાકી કરે છે કે તમને હેરાન કરે છે તો તમારે ત્યાં હાજર મોટી વ્યક્તિને કહેવાનું છે અથવા તો અમને કહેવાનું છે અમે તે બીજા બાળકને સમજાવીશું અથવા તો શાળામાં હાજર શિક્ષકો તેને સમજાવશે. તમારા બાળકમાં જો તમને થોડોક પણ ફરક લાગે તો તેની નોંધ લો અને તેના કારણના મૂળ સુધી પહોંચો.
પરિવારનું વાતાવરણ આ માટે કેટલી હદે જવાબદાર હોય છે?
બાળક ઘરમાં રહેલાં મોટાં લોકોને જોઈને ઘણું બધું શીખતું હોય છે. બાળકની પર્સનાલિટીમાં 50 ટકા કરતાં વધારેનું ફોર્મેશન પરિવારમાંથી આવતું હોય છે. પેરેન્ટિંગ એક એવી વસ્તુ છે જે સતત બદલાતી રહે છે. એક બાળક માટે જે રીત યોગ્ય હોય તે બીજા બાળક માટે પણ યોગ્ય હોય તે જરૂરી નથી. દરેક બાળક માટે અલગ પ્રકારના એપ્રોચની જરૂરિયાત હોય છે. બાળકની દરેક નાની-મોટી બાબત, તેનું વર્તન, વર્તનમાં ફેરફાર આવે તો તે દરેક બાબતની જાણ માતા-પિતાને હોવી જોઈએ. જો બાળકથી કંઈક ખોટું થાય તો તે વાત પણ માતા-પિતાને કહી શકે તેવું પેરેન્ટિંગ હોવું જોઈએ.
કિશોરોમાં હિંસક વર્તનના પ્રારંભિક ચેતવણીના સંકેતો કયા હોય છે અને તેને કેવી રીતે ઓળખવા?
બાળક જો વધારે સોશિયલી અને ઈમોશનલી એબસન્ટ હોય તો ચાન્સિસ હોય છે કે તે હિંસક બની શકે. બાળક જો પોતાના ઈમોશન વ્યક્ત ન કરી શકે તો તે એક ખતરાની નિશાની છે. આની માટે ક્યાંકને ક્યાંક માતા-પિતા જવાબદાર છે. બાળક પોતાના માતા-પિતાને જ ઘરમાં ઈમોશન વ્યક્ત કરતા ન જોતો હોય, એમાં પણ ખાસ કરીને પિતાને તો તે બાળક પોતે પણ ઈમોશન વ્યક્ત કરતા શીખતું નથી. તે ચૂપચાપ રહે છે. જો આપણે આપણા બાળકનો આખો દિવસ કેવો પસાર થયો છે, ખાસ કરીને શાળામાં એનો દિવસ કેવો રહ્યો એ જાણવું હોય તો આપણે પણ આપણો દિવસ કેવો રહ્યો તે બાળકને કહેવું પડશે. આપણે જો બાળક સામે આપણા ઈમોશન વ્યક્ત કરીશું તો તે સાંભળીને તે પોતે પણ ઈમોશનને વ્યક્ત કરતા શીખશે.
કોઈ પણ વસ્તુ માટે શોર્ટકટ હોતા નથી. બીજું કે બાળકની દરેક સમસ્યાનો ઉકેલ મોબાઈલ નથી. આપણે બાળક જમતું નથી તો મોબાઈલ આપી દીધો, આપણને કામ કરવામાં બાળક ડિસ્ટર્બ કરે છે તો તેને મોબાઈલ આપી દીધો. ત્રીજું કે બાળકની દરેક સમસ્યાનો ઉકેલ ગૂગલ પર કે AI પાસે નથી. બાળકને સમજો, તેની સમસ્યાને સમજો અને તેના આધારે આપણા અનુભવથી તેને જવાબ આપો. સૌથી મોટી વાત કે બાળકને સમય આપો. બાળક આપણને સમજે કે ન સમજે આપણે એને સમજવામાં અને તેની સમસ્યાઓને સમજવામાં, સમસ્યાના ઉકેલ આપવામાં પ્રયત્નશીલ રહેવાનું છે. પ્રયત્નો છોડવાના નથી. બાળક પાછળ એક પ્રયત્ન તો કરવાનો જ છે, પણ એ પ્રયત્ન સતત કરવાનો છે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) નું અત્યાર સુધીનું સૌથી મોટું સમિટ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન તિયાનજિનમાં યોજાવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસની મુલાકાત બાદ ચીનના તિયાનજિન પહોંચ્યા છે. તેઓ રવિવારે તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને અન્ય નેતાઓને પણ મળશે. આ વખતે આ સંમેલન રાજદ્વારી દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. પીએમ મોદી લગભગ 7 વર્ષ પછી ચીન પહોંચ્યા છે.
ચીન પહોંચ્યા પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર પણ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે હું હમણાં જ તિયાનજિન પહોંચ્યો છું. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં અર્થપૂર્ણ ચર્ચાઓ અને વિવિધ દેશોના નેતાઓને મળવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.
આ સમિટ કેમ મહત્વપૂર્ણ છે
આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધ ચાલી રહ્યું છે. દક્ષિણ એશિયા અને એશિયા પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા તણાવ છે અને ટ્રમ્પે વૈશ્વિક વેપાર યુદ્ધ શરૂ કર્યું છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા લગભગ દરેક દેશ સાથે તેના સંબંધો બગાડી રહ્યું છે. આવી સ્થિતિમાં, ચીનના રાષ્ટ્રપતિ માટે પોતાને વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કરવાનો આ સારો સમય છે.
SCO – એશિયાનું મોટું પ્લેટફોર્મ
2001 માં રચાયેલ SCO માં હવે 9 સભ્ય દેશો છે – ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને ઈરાન. બેલારુસ, અફઘાનિસ્તાન અને મંગોલિયા તેના નિરીક્ષક છે. આ પ્લેટફોર્મ એશિયામાં રાજકારણ, સુરક્ષા અને વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અમદાવાદ: દેશમાં વીજઉત્પાદન, ટ્રાંસમિશન અને વિતરણની સંકલિત હાજરી ધરાવતી ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની ટોરેન્ટ પાવર લિમિટેડને 1600 મેગાવોટ કોલસા આધારિત નવા થર્મલ પાવર પ્લાન્ટમાંથી લાંબા ગાળાની વીજળી પૂરી પાડવા માટે MP પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ (MPPMCL) તરફથી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે. MPPMCL દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઇને કંપનીએ રૂ. 5.829/kWhના ટેરિફ પર આ LoA પ્રાપ્ત કર્યો છે.
કંપની મધ્ય પ્રદેશમાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓઉન અને ઓપરેટ (DBFOO) મોડેલ પર 2×800 મેગાવોટનો ગ્રીનફિલ્ડ અલ્ટ્રા-સુપરક્રિટિકલ પાવર પ્લાન્ટ સ્થાપિત કરશે અને MPPMCLને સંપૂર્ણ ક્ષમતા પૂરી પાડશે. કોલસા મંત્રાલયની શક્તિ નીતિ હેઠળ MPPMCL દ્વારા પાવર પ્લાન્ટ માટે જરૂરી કોલસાની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ PPAના અમલીકરણની તારીખથી 72 મહિનાની અંદર કાર્યરત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં આશરે રૂ. 22,000 કરોડનું રોકાણ સામેલ છે અને તે પાવર ક્ષેત્રમાં ટોરેન્ટ ગ્રુપ દ્વારા કરાયેલું સૌથી મોટું મૂડીરોકાણ હશે.
આ પ્રોજેક્ટ અલ્ટ્રા-સુપરક્રિટિકલ ટેકનોલોજી પર સ્થાપિત કરવામાં આવશે, જે અત્યંત કાર્યક્ષમ છે અને પરંપરાગત પાવર પ્લાન્ટની તુલનામાં કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. કંપનીના વાઇસ ચેરમેન અને MD જિનલ મહેતાએ જણાવ્યું હતું કે ટોરેન્ટ પાવર દ્વારા કરવામાં આવી રહેલા આ મૂડીરોકાણથી વર્ષ 2032 સુધીમાં ભારત સરકારના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક – 80 ગીગાવોટ વધારાની કોલસા આધારિત ક્ષમતાને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ દ્વારા દેશના આર્થિક વિકાસને ટેકો આપશે અને ગ્રીડને સ્થિર કરવા માટે ખૂબ જ જરૂરી બેઝ લોડક્ષમતામાં વધારો કરશે.
Torrent Power Ltd – Letter of Intent – “Development of 1,600 MW Thermal Power Project in Madhya Pradesh and supply power to MPPMCL pic.twitter.com/bDSnoXn2IB
આ પ્રોજેક્ટ સ્થાપિત કરવાની પ્રક્રિયા દરમિયાન લગભગ ૮૦૦૦થી ૧૦,૦૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે. તેમ જ પ્રોજેક્ટ અમલી બન્યા બાદ તેના સંચાલન તબક્કામાં ૧૫૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે તેવી અપેક્ષા છે. આ ક્ષમતાના ઉમેરા સાથે ટોરેન્ટ પાવર પાસે કુલ લોક-ઇનજનરેશન અને પંપ સ્ટોરેજ ક્ષમતા અનુક્રમે ~9.6 GWp અને 3 GW થશે; જેમાં સ્થાપિત જનરેશનક્ષમતા 4.9 GWp અને નવીનીકરણીય પ્રોજેક્ટ્સની ~3.1 GWp, થર્મલ ક્ષમતા 1.6 GW અને પંપ્ડ સ્ટોરેજ ક્ષમતા 3 GWની અવિકસિત ક્ષમતાનો સમાવેશ થાય છે.
IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સમાં ઉથલપાથલ છે. ફ્રેન્ચાઇઝીને મોટો ઝટકો લાગ્યો છે. રાહુલ દ્રવિડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજસ્થાન રોયલ્સે ગયા વર્ષે દ્રવિડને મુખ્ય કોચ બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, હવે તેમણે માત્ર એક વર્ષ પછી રાજીનામું સુપરત કર્યું છે.
રાહુલ ઘણા વર્ષોથી રોયલ્સ સાથે હતો. તેમના નેતૃત્વએ ખેલાડીઓની એક પેઢીને પ્રભાવિત કરી છે, ટીમમાં મજબૂત મૂલ્યો બનાવ્યા છે અને ફ્રેન્ચાઇઝની સંસ્કૃતિ પર ઊંડી છાપ છોડી છે. ફ્રેન્ચાઇઝની માળખાકીય સમીક્ષાના ભાગ રૂપે, રાહુલને ફ્રેન્ચાઇઝમાં મોટા પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકાર્યું નહીં. રાજસ્થાન રોયલ્સ, તેના ખેલાડીઓ અને વિશ્વભરના લાખો ચાહકો રાહુલને ફ્રેન્ચાઇઝ પ્રત્યેની તેમની નોંધપાત્ર સેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
કોચિંગમાં રાહુલની પ્રતિભા
રાહુલ દ્રવિડે લાંબા સમયથી ભારતનું કોચિંગ પણ કર્યું છે. તેમના કોચિંગ હેઠળ, ભારતીય ટીમે એશિયા કપ 2023 જીત્યો. આ પછી, ભારતે ODI વર્લ્ડ કપ 2023 માં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં પહોંચ્યું. આ પછી, ભારતે T20 વર્લ્ડ કપ 2024 માં શાનદાર પ્રદર્શન કર્યું અને ટાઇટલ જીત્યું. રાહુલે ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર બેટિંગ કરી.
નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર ‘Trump is Dead’ ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ છે. આ ટ્રેન્ડે દુનિયાભરના યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. આ ટ્રેન્ડ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલી અફવાઓને કારણે પણ હોવાની શક્યતા છે.
જેડી વેન્સનું નિવેદન ચર્ચામાં
આ ટ્રેન્ડે યુઝર્સને અંદાજ લગાવવાનું મજબૂર કર્યું છે કે શું તેઓ કોઈ આરોગ્ય સંબંધિત ચિંતાઓમાંથી પસાર થઈ રહ્યા છે. ટ્રમ્પ અંગે ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સનું તાજેતરનું નિવેદન પણ ખૂબ ચર્ચામાં છે.
ટ્રમ્પની જગ્યાએ લેવા તૈયાર છું: જેડી વેન્સ
ઉપ રાષ્ટ્રપતિ વેન્સે USA ટુડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ‘અદભુત ઊર્જા’ અને સારા આરોગ્યમાં છે. તેમણે ઉમેર્યું હતું કે જો કોઈ ‘ભયાનક દુર્ઘટના’ બને તો તેઓ ટ્રમ્પની જગ્યાએ લેવા માટે તૈયાર છે, કારણ કે ઉપ રાષ્ટ્રપતિ તરીકે તેમને ‘ઓન-ધ-જોબ ટ્રેનિંગ’ મળી છે.
ટ્રમ્પના ડોક્ટરે તાજેતરમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિને ક્રોનિક વેનોસ ઇનસફિશિઅન્સી (CVI) છે, જે સામાન્ય અને જીવલેણ ન ગણાતી સ્થિતિ છે. ખાસ કરીને 70 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ બીમારી જોવા મળે છે.
વાયરલ થઈ રહેલા મીમ્સ
એક યુઝરે (AlwaysAsrith) X એક કાર્ટૂન અપલોડ કરી મીમ શેર કર્યો છે. તેની કેપ્શનમાં લખ્યું હતું –જો ટ્રમ્પ મરી ગયા હોય તો હું આ ટ્વીટને લાઈક કરનારને 100 ડોલર આપીશ.
વિવિધ પ્રકારના મીમ્સ
એક X યુઝરે લખ્યું છે કે આ બાબતે ચુપ્પી હોવા છતાં કે તેઓ મરી ગયા છે કે નહીં, હું એ દરેક ટ્વીટને લાઈક કરતો રહીશ, જેમાં લખેલું હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ મરી ગયા છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જે ટેરિફ દ્વારા અન્ય દેશોને કાબૂમાં લેવા માગતા હતા તેને US કોર્ટે ગેરકાનૂની ગણાવ્યો છે. આથી ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. જોકે કોર્ટ હજી ટેરિફ લાગુ રાખ્યા છે, પરંતુ તેને લઈને આકરી ટકોર કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ નિર્ણય બરબાદી લાવી દેશે.
યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પે નેશનલ ઈમરજન્સી જાહેર કરીને અને વિશ્વના ઘણા દેશો પર આયાત ટેરિફ લગાવીને હદ વટાવી દીધી છે. કોર્ટે ટેરિફને ખોટો અને રાષ્ટ્રપતિની મનમાની ગણાવી હતી. કોર્ટે કહ્યું હતું કે ટેરિફ વધારવાની નીતિ સંપૂર્ણપણે ગેરકાનૂની છે અને રાષ્ટ્રપતિને ફટકાર લગાવી છે.
ટ્રમ્પે 30 ઓગસ્ટે કોર્ટના આદેશો સામે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે બધા દેશો માટે ટેરિફ નીતિ યથાવત્ છે. તેમણે કહ્યું હતું કે હવે આ નિર્ણયને અમેરિકી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ટેરિફ હટાવી દેવામાં આવશે તો અમેરિકા મોટી મુશ્કેલીઓનો સામનો કરશે.
Appeals Court Finds Many Tariffs Were Issued Illegally reports @nytimes.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું કે ટેરિફ હજી યથાવત છે. તેમણે કહ્યું હતું કે કોર્ટે ખોટો આદેશ આપ્યો છે. અમે આ નિર્ણયને મોટી કોર્ટમાં પડકારીશું અને તેમાં જીત અમેરિકાની જ થશે. તેમણે કહ્યું હતું કે જો ટેરિફ હટાવી દેવામાં આવશે તો તે અમેરિકા માટે વિનાશકારી પગલું સાબિત થશે.
ટ્રમ્પ સુપ્રીમ કોર્ટમાં કરશે અપીલ
ટેરિફ હટાવવાનો નિર્ણય ન્યુ યોર્કની ખાસ ફેડરલ ટ્રેડ કોર્ટે લીધો છે. જોકે કોર્ટે ટેરિફ યથાવત્ રાખ્યા છે. કોર્ટે તે નિર્ણય રદ કર્યો છે, જેમાં ટેરિફને તરત જ રદ કરવાની વાત કરવામાં આવી હતી. આથી ટ્રમ્પને US સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો સમય મળી જશે.