કાઠમંડુઃ નેપાળમાં હિંસક વિરોધ-પ્રદર્શન ચાલુ છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ આપેલું રાજીનામું સ્વીકારી લીધું છે. નેપાળની પરિસ્થિતિ અંગે કોંગ્રેસ પાર્ટીના સાંસદ મનીષ તિવારીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે દક્ષિણ એશિયાઈ પ્રદેશને અસ્થિર કરવાની કોશિશ થઈ રહી છે. તેથી બાંગ્લાદેશમાં જે બન્યું અને હવે નેપાળમાં જે થઈ રહ્યું છે, તેને માત્ર સંયોગ માનવો ખૂબ જ નાદાનપણા સમાન છે.
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે શું નેપોકિડ્સ આપોઆપ ઊભો થયો હતો કે પ્રાયોજિત હતો, જેણે બેરોજગારી અને આવક અસમાનતા સાથે સંઘર્ષ કરી રહેલી જેન-ઝેડ પેઢીને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરિત કરી? એક સોશિયલ મિડિયા અભિયાન ફરી એક વાર દક્ષિણ એશિયામાં એક સરકારને ઉખાડી નાખે છે. બાંગ્લાદેશ, હવે નેપાળ, હવે આગળ કોણ?”
Was #nepokids spontaneous or sponsored that struck a deep chord with #GenZ battling unemployment & income inequality to lead a life of dignity.
A sophisticated social media campaign has again felled a government in South Asia .
દક્ષિણ એશિયા એક ખૂબ જ નાજુક અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે. તમામ દક્ષિણ એશિયાઈ દેશોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. આ બાબતની જડ સુધી પહોંચવા માટે એક વ્યવસ્થિત અને યોગ્ય પ્રયાસ થવો જોઈએ કે નેપાળમાં આ અભિયાન આપોઆપ ઊભું થયેલી ઊથલાપાથલ હતું કે અસ્થિરતાનો લાભ લેવા ઇચ્છતાં હિતો દ્વારા સંચાલિત અભિયાન હતું. તેથી, બાંગ્લાદેશમાં જે બન્યું અને હવે નેપાળમાં જે થઈ રહ્યું છે, તેને માત્ર સંયોગ માનવો જોઈએ નહીં.
જુલાઈ, 2024માં બાંગ્લાદેશમાં જે બન્યું, જેને કારણે શેખ હસીના સત્તાથી દૂર થયા અને હાલ નેપાળમાં જે થઈ રહ્યું છે, જેને કારણે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને સત્તાથી હટાવવું પડ્યું, તેમની સરકારને રાજીનામું આપવું પડ્યું અને ભૂતપૂર્વ વડા પ્રધાનની પત્નીનું દુર્ભાગ્યપૂર્ણ નિધન થયું – તે કોઈ સંયોગ નથી. યુવાઓની, ખાસ કરીને બેરોજગારી અને આવક અસમાનતાથી પીડાઈ રહેલા યુવાઓની યોગ્ય ફરિયાદો અને અપેક્ષાઓનો સત્તા પરિવર્તન માટે વ્યવસ્થિત રીતે ઉપયોગ અને હથિયાર તરીકે વપરાશ થઈ રહ્યો છે.
આજના સમયમાં, બદલાતી જીવનશૈલી અને વધતા તણાવને કારણે લોકો માનસિક સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓ ક્યારેક એટલી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે કે વ્યક્તિને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવે છે. આ ફક્ત વ્યક્તિ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
આ જાગૃતિ વધારવા અને લોકોને આત્મહત્યા અટકાવવાના ઉપાયો જણાવવા માટે દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ (World Suicide Privention Day)’ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને સંદેશ આપવાનો છે કે સમયસર મદદ લઈને આત્મહત્યા અટકાવી શકાય છે અને જીવન બચાવી શકાય છે.
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસનો ઇતિહાસ
સમગ્ર વિશ્વમાં આત્મહત્યાના કેસ સતત વધી રહ્યા હતા. આ સમસ્યા અંગે વૈશ્વિક સ્તરે ગંભીર પ્રયાસોની જરૂર હતી. આવી સ્થિતિમાં, ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન (IASP) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ મળીને 2003 થી ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ શરૂ કર્યો. ત્યારથી, આ દિવસ દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
આ દિવસનું મહત્વ
લોકોને સંદેશ આપવા માટે કે આત્મહત્યા અટકાવી શકાય છે
આત્મહત્યા સાથે સંકળાયેલા સામાજિક કલંકને ઘટાડવા માટે
માનસિક સ્વાસ્થ્ય પર વાતચીતને પ્રોત્સાહન આપવા માટે જેથી લોકો મદદ લેવામાં અચકાય નહીં
પરિવાર અને સમાજમાં એવું વાતાવરણ બનાવવા માટે કે જે વ્યક્તિને ટેકો અને સકારાત્મક ઉર્જા આપી શકે.
વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ 2025 ની થીમ
દર વર્ષે આ દિવસ એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે. 2025 ની થીમ ‘કાર્ય દ્વારા આશાનું સર્જન’ છે. આનો અર્થ એ છે કે નાના પગલાં પણ કોઈના જીવન બચાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
કાઠમંડુઃ નેપાળી સેનાએ બુધવારે દેશભરમાં કર્ફ્યુ લાગુ કરવાનું એલાન કર્યું છે. દેશમાં કરફ્યુ સાંજના પાંચ વાગ્યા સુધી અમલમાં રહેશે, ત્યાર બાદ ગુરુવાર સવારે છ વાગ્યા સુધી દેશવ્યાપી કર્ફ્યુ લાગુ રહેશે. જાહેર સુરક્ષાને ખતરો જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમ સેનાએ જણાવ્યું છે.
નેપાળની સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અશાંત જૂથોએ પ્રદર્શનમાં ઘૂસણખોરી કરી છે. એ સાથે તોડફોડ, આગજની, લૂંટફાટ, વ્યક્તિઓ અને સંપત્તિ પર નિશાન સાધીને હુમલા તથા યૌન શોષણના પ્રયાસો થયા છે. સેનાએ ચેતવણી આપી છે કે આવી પ્રવૃત્તિઓ આગળ પણ ચાલુ રહી શકે છે, તેથી શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કર્ફ્યુ જરૂરી બની ગયો છે.સેનાએ અત્યાર સુધી મળેલા જનસહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અશાંતિ દરમિયાન થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. સેનાએ નાગરિકોને અપીલ કરી છએ કે તેઓ પ્રદર્શન દરમિયાન થતી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવાના પ્રયાસોમાં સહયોગ આપે. સેનાના નિવેદન મુજબ કર્ફ્યુ દરમિયાન આવશ્યક સેવાઓને મંજૂરી રહેશે, જેમાં એમ્બ્યુલન્સ, મૃતદેહ વાહન, અગ્નિશામક ગાડીઓ તથા આરોગ્ય કર્મચારીઓ અને સુરક્ષા દળોને લઇ જતાં વાહનોનો સમાવેશ થાય છે. સર્વિસ પ્રોવાઇડરોને આસપાસના સુરક્ષા અધિકારીઓ સાથે સમન્વય કરવા કહેવામાં આવ્યું છે.
અફવા ફેલાવનારાઓ સામે થશે કાર્યવાહી
સેનાએ એ પણ જણાવ્યું છે કે રાજકીય ઉકેલ માટે સંબંધિત પક્ષો વચ્ચે ચર્ચા ચાલુ છે, પરંતુ એ સાથે ચેતવણી આપી છે કે તોડફોડ, લૂંટ, આગજની અથવા હુમલાઓવાળા કોઈ પણ પ્રદર્શનને ગુનાહિત કૃત્ય માનવામાં આવશે અને સુરક્ષા દળો દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે. સેનાએ નિવૃત્ત સૈનિકો, સરકારી કર્મચારીઓ, પત્રકારો અને સામાન્ય જનતાને અપીલ કરી છે કે તેઓ અફવા ન ફેલાવે, ન તો એના પર વિશ્વાસ કરે અને ફક્ત સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે. નેપાળી સેના દરેક પરિસ્થિતિમાં તમામ નેપાળી નાગરિકોની સુરક્ષા અને માનવીય રાહત માટે પ્રતિબદ્ધ છે.
નદીઓ બધી સંસ્કૃતિઓની જીવનરેખા રહી છે; બધી સંસ્કૃતિઓમાં નદીઓને પવિત્ર માનવામાં આવે છે એમાં કોઈ આશ્ચર્ય નથી. ભારતમાં, ગંગા જ્ઞાનનું પ્રતીક છે, યમુના પ્રેમકથાઓ માટે જાણીતી છે, નર્મદા ભક્તિ, જ્ઞાન અને તર્કનું પ્રતીક છે, સરસ્વતી બુદ્ધિ અને સ્થાપત્યનું પ્રતીક છે અને ભારતનું નામ સિંધુ પરથી ‘હિન્દુસ્તાન’ પડ્યું છે.
આપણા શરીરનો 70% ભાગ જળ તત્વથી બનેલો છે. વાતાવરણમાં પાણીની વરાળની જરૂર છે; વાતાવરણમાં ચોક્કસ માત્રામાં ભેજની જરૂર છે. અને પ્રવાહી તરીકે પીવા માટે પાણીની જરૂર છે. ભલે તમે જમીન ખોદો કે આકાશ તરફ જુઓ, તમને જમીનની અંદર ભૂગર્ભજળ અને આકાશમાં વરસાદ માટે તૈયાર પાણીથી ભરેલા વાદળો મળશે.
એક એવી ભૂમિ જ્યાં પાણી જીવનનો આધાર છે અને નદીઓને પવિત્ર માનવામાં આવે છે. આપણે લાંબા સમયથી નદીઓની પૂજા, આદર અને સંવર્ધન કરીએ છીએ, પરંતુ આજે આપણે તે જ નદીઓને વિવિધ ઝેરી તત્વોથી પ્રદૂષિત કરી છે. ઘણી નદીઓનું પાણી પીવાલાયક નથી અને ઘણી નદીઓ પ્રદૂષિત થઈ છે અથવા સુકાઈ ગઈ છે.
માનવ મનનો પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ છે. ઇતિહાસમાં પ્રકૃતિ, પર્વતો, નદીઓ, વૃક્ષો, સૂર્ય અને ચંદ્રનો હંમેશા આદર કરવામાં આવ્યો છે. જ્યારે આપણે પ્રકૃતિ અને પોતાની જાત સાથેના જોડાણથી દૂર થઈ ગયા ત્યારે આપણે પર્યાવરણને પ્રદૂષિત અને નાશ કરવાનું શરૂ કર્યું.
પ્રાચીન શાસ્ત્રો અનુસાર, આપણી પાસે પાંચ આવરણ છે – ભૌતિક વાતાવરણ, શરીર, મન, સહજ જ્ઞાન કોષ અને આત્મા. પર્યાવરણ સાથેનો આપણો સંબંધ અત્યંત મહત્વપૂર્ણ છે. સ્વચ્છ અને સકારાત્મક વાતાવરણ અસ્તિત્વના અન્ય સ્તરોને અસર કરે છે. જ્યારે આ સ્તરોમાં સુમેળ હોય છે, ત્યારે શાંતિ અને સંગતિની ભાવના અપાર હોય છે.
આધ્યાત્મમાં આપણી લાલચને નિયંત્રિત કરવાની શક્તિ છે. તે વ્યક્તિગત ચેતનાને ઉન્નત કરે છે અને સમગ્ર વિશ્વમાં એકબીજા પ્રત્યે કાળજી અને પ્રતિબદ્ધતાની ભાવના વિકસાવે છે. આધ્યાત્મ આપણા દ્રષ્ટિકોણને વિસ્તૃત કરે છે. તે આંખો ખોલી દે છે જેથી આપણે પ્રકૃતિનું સૌંદર્ય જોઈ શકીએ. તે આપણને પ્રકૃતિ અને જીવનના માન માટે પ્રેરણા આપે છે અને જીવનમાં વધુ આનંદ અને ઉત્સાહ લાવે છે. પર્યાવરણ માટે સંવેદનશીલતા અને આત્મીય દ્રષ્ટિ વિકાસ કરવા માટે આધ્યાત્મ એક આવશ્યક માધ્યમ છે.
ઈશ્વરને આકાશમાં શોધવા નહીં જાઓ પણ તેમને પર્વતોમાં, જળમાં, વૃક્ષોમાં અને જીવ-જંતુઓમાં જુવો. જ્યારે કોઈ સાધક પર્યાવરણની પવિત્રતાનો આદર કરે છે, ત્યારે તે પોતાની અંદર પણ એવી જ પવિત્રતાનો અનુભવ કરે છે. જે સાધક મનથી પરે જઈ શકે છે તે માટે દરેક ક્ષણ, દરેક સ્થાન અને દરેક અવસ્થા પવિત્ર બની જાય છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આવતા સપ્તાહે પોતાના ખૂબ જ સારા મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વાતચીત કરવા આતુર છે. એ સાથે જ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વેપાર અવરોધોને દૂર કરવા માટે ચર્ચા કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિએ બુધવારે વહેલી સવારે આશા વ્યક્ત કરી હતી કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારના સફળ સમાપનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. આ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ અને ટોચના અધિકારીઓ દ્વારા અનેક સપ્તાહ સુધી ભારતની ટીકા કર્યા પછી અને તેના પર 50 ટકાના ટેરિફ લગાવ્યા પછી બદલાયેલા વલણનો સંકેત માનવામાં આવે છે.
ટ્રમ્પના નિવેદન પર શું બોલ્યા પીએમ મોદી
પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા મિત્ર અને ભાગીદાર છે. વડા પ્રધાને X પર લખ્યું હતું કે
ભારત અને અમેરિકા ઘનિષ્ઠ મિત્રો અને સ્વાભાવિક ભાગીદારો છે. મને વિશ્વાસ છે કે અમારી વેપાર ચર્ચાઓ ભારત-અમેરિકા ભાગીદારીની શક્યતાઓને ઉજાગર કરવાનો માર્ગ તૈયાર કરશે. અમારી ટીમો આ ચર્ચાઓને શક્ય તેટલી જલદી પૂર્ણ કરવા માટે કાર્ય કરી રહી છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ આતુર છું. અમે બંને દેશોના લોકો માટે તેજસ્વી અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે મળીને કામ કરીશું.
India and the US are close friends and natural partners. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward… pic.twitter.com/3K9hlJxWcl
પીએમ મોદીની સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન અમેરિકા યાત્રાની યોજના હતી, પરંતુ હવે વિદેશ મંત્રી એસ. જયશંકરને 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે શુક્રવારે ઓવલ ઓફિસમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાની વચ્ચે એક ખાસ સંબંધ છે અને તેમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. ત્યાર બાદ શનિવારે સવારે PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની લાગણીઓ અને દ્વિપક્ષી સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની ઊંડાણપૂર્વક કદર કરે છે અને સંપૂર્ણપણે તેનું સમર્થન કરે છે.
પ્રશ્ન: મારું યુરિક ઍસિડ વધારે આવી રહ્યું છે, એનું શું કારણ હોઈ શકે? આ પરિસ્થિતિમાં આહારમાં શું ધ્યાન રાખવું જોઈએ?
– કર્ણવ દોશી (કાંદિવલી)
ઉત્તર: યુરિક ઍસિડ વધે એને હાઈપર યુરેસેમિયા કહેવામાં આવે છે. શરીરમાં પ્યુરિનની માત્રા વધવાને કારણે યુરિક ઍસિડનું વધુ પ્રમાણ જોવા મળે છે. મોટા ભાગે પ્યુરિન કિડની દ્વારા શરીરની બહાર નીકળી જાય છે, પરંતુ કોઈ કારણસર એનું પ્રમાણ વધી જાય ત્યારે એ ક્રિસ્ટલ જેવા સ્વરૂપમાં પરિવર્તિત થઈને શરીરમાં જમા થાય છે, એના લીધે સાંધા જકડાઈ જાય, શરીર અક્કડ થઈ જાય, હલનચલનમાં મુશ્કેલી પડે, વગેરે સમસ્યા ઉદ્ભવે. યુરિક ઍસિડ વધવાનું મુખ્ય કારણ છે વધુ પ્યુરિન ધરાવતી ચીજ, જેમ કે રેડ મીટ, સી ફૂડ્સ, આલ્કોહોલ, વગેરે.
આ ઉપરાંત, કિડનીની કોઈ સમસ્યા હોય તો એ પ્યુરિનને બહાર કાઢી શકતી નથી, જેથી એ લોહીમાં જમા થાય છે. અમુક સ્થિતિમાં સ્થૂળતા પણ યુરિક ઍસિડ વધવાનું કારણ બને છે. ક્યારેક કોઈ પ્રકારની દવાને કારણે કે પછી પાણી ઓછું લેવાને કારણે અથવા વારસાગત રીતે પણ યુરિક ઍસિડનું પ્રમાણ વધારે હોય એવું બની શકે.
હાઈપર યુરેસેમિયાની સારવારમાં સૌપ્રથમ તો ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી દવા નિયમિત રીતે લેવી જરૂરી છે. આહારમાં ઓછા પ્યુરિનવાળા આહાર (ભાત, દહીં, દૂધ, અખરોટ, ઘઉંની બનેલી વાનગીઓ, મોટા ભાગનાં શાકભાજી તથા ફળ)નો ઉપયોગ કરી શકાય. એ સામે નૉન-વેજ ફૂડ્સ, આલ્કોહોલ, સોડા, બહારના પૅક્ડ જ્યુસ, મીઠાઈ, અડદની દાળ, રાજમા, વટાણા, વાલ, મશરૂમ, ફ્લાવર, પાલક, ડ્રાયફ્રૂટ્સ, વગેરેનો બહુ ઉપયોગ ન કરવો. પુષ્કળ માત્રામાં પાણી પીવું અને તમારું આદર્શ વજન જાળવી રાખવું.
પ્રશ્ન: હું 37 વર્ષની વર્કિંગ વુમન છું. હમણાં થોડા સમયથી મને મારાં નિયમિત કાર્યો કરવામાં નબળાઈ અને થાકનો અનુભવ થાય છે. રોજબરોજનાં કાર્યોમાં તરોતાજાં રહેવા માટે કેવા પ્રકારનો આહાર લઈ શકાય?
– ખ્યાતિ પટેલ (વડોદરા)
ઉત્તર: નબળાઈ તેમ જ થાક લાગવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. ઘણી વખતે અમુક પ્રકારનાં પોષક તત્ત્વોની ખામીને કારણે આપણે થાકનો અનુભવ કરીએ છીએ. વિટામિન ડીની ઊણપને કારણે મેદસ્વીપણું, હાડકાં તેમ જ સ્નાયુમાં દુખાવો થવો જેવી તકલીફ થાય છે, જેના લીધે આપણને નબળાઈ વર્તાય છે. એ નિવારવા માટે દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ નિયમિત કરી શકાય. સવારના સમયે સૂર્યનાં કિરણો ત્વચાને સ્પર્શે એ માટે સન બાથ લઈ શકાય. આ ઉપરાંત, વિટામિન ડી સપ્લિમેન્ટ્સનો ઉપયોગ પણ ડૉક્ટરની સલાહ મુજબ કરી શકાય.
શરીરમાં વિટામિન બી-12નું પ્રમાણ ઓછું હોય તો પણ નબળાઈ લાગે. હાથ-પગમાં ખાલી ચડી જવી, નસ ચડી જવી, ત્વચા ફીકી થવી, થોડી પણ વધુ પ્રવૃત્તિ કરવાથી શ્ર્વાસ ચઢી જવો, વગેરે તકલીફ વિટામિન બી-૧૨ની ખામી સૂચવે છે. કોઈ લાંબો સમય એનીમિક રહે ત્યારે સૌપ્રથમ વિટામિન બી-6ની ખામી ઉત્પ્ન્ન થાય છે, જે વિટામિન બી-12ની ઊણપમાં પરિણમે છે. ઈંડાં અને નૉન-વેજ ફૂડ વિટામિન બી-12નો સારો સ્રોત છે. તો દૂધ, દહીં, લીલાં શાકભાજી ઉપરાંત હવે ફોર્ટિફાઈડ અનાજ પણ બજારમાં ઉપલબ્ધ છે. સોયા મિલ્કમાં પણ હવે વિટામિન બી-૧૨ને ફોર્ટિફાઈડ કરીને ઉમેરવામાં આવે છે, જેથી એ વધુ ન્યુટ્રિશિયસ બની શકે.
તમને નબળાઈની સાથે ઉપરોક્ત લક્ષણો પણ વર્તાય છે તો પહેલાં તમારે વિટામિન ડી-3 તથા વિટામિન બી-12ના રિપોર્ટ્સ કરાવવા જરૂરી છે. આ પોષક તત્ત્વોની ખામી હોય તો પહેલાં તમારા ડૉક્ટરની સલાહ મુજબ એને લગતાં સપ્લિમેન્ટ્સ શરૂ કરવાં જરૂરી છે, કારણ કે આ પ્રકારના ન્યુટ્રિયન્ટ્સનું પ્રમાણ આપણા સામાન્ય આહારમાં ખૂબ ઓછું છે એટલે જો ડેફિસિયન્સી વધારે હોય એવી પરિસ્થિતિમાં સપ્લિમેન્ટ્સ લેવાય એ જ એનો ઉપાય છે.
પ્રશ્ન: મારું કૉલેસ્ટરોલ તેમ જ ટ્રાયગ્લિસરાઈડ વધારે આવ્યું છે તો કઈ રીતનો આહાર હું લઈ શકું? તેલ-ઘી અને ચરબીયુક્ત ખોરાક સદંતર બંધ કરવો જોઈએ?
– રમેશભાઈ શાહ (ભરૂચ)
ઉત્તર: કૉલેસ્ટરોલ તેમ જ ટ્રાયગ્લિસરાઈડ વધારે આવે છે તો તમારે ચોક્કસપણે વધુપડતો ચરબીયુક્ત આહાર ટાળવો જોઈએ. અલબત્ત, એનો મતલબ એવો નથી કે તમે તેલ-ઘી સદંતર બંધ કરો, પરંતુ તળેલો અને વધુપડતો નમકયુક્ત આહાર ન લેવાય એનું ધ્યાન રાખવું. બહારના (તૈયાર) નાસ્તા-નમકીન ના લેવા. જેને ગુડ ફૅટ કહેવાય છે એવા હેલ્ધી ફૅટનો ઉપયોગ હૃદયને સારી સ્થિતિમાં જાળવવા માટે કરી શકાય. આ પ્રકારનાં અનસૅચ્યુરેટેડ ફૅટ્સ ડ્રાયફ્રૂટ્સ, નટ્સ, સીડ્સ, એવોકાડો, કોકોનટ, શીંગદાણા અને અમુક પ્રકારનાં વેજિટેબલ ઑઈલ દ્વારા આપણને મળી રહે છે.
એના ઉપયોગ દ્વારા હાર્ટ ડિસીઝ કે હાર્ટ અટેકને નિવારી શકાય છે તેમ જ કૉલેસ્ટરોલ ઘટાડવામાં પણ એ મદદરૂપ છે. અનસૅચ્યુરેટેડ ફૅટ્સના ઉપયોગની સાથે સાથે તમારી દિનચર્યા પણ નિયમિત હોવી જરૂરી છે. સમયસર ઊઠવું તેમ જ ટાઈમ પર આહાર લેવો એ હેલ્ધી લાઈફસ્ટાઈલની નિશાની છે. ઓછામાં ઓછી દિવસમાં અડધો કલાક નિયમિત હળવી એક્સરસાઈઝ થાય એવો નિયમ બનાવવો, જેમાં યોગનો સમાવેશ કરી શકાય.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
ભારતની ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને મોટી જીત મેળવી. તેમણે કુલ 452 મત મેળવીને તેમના હરીફ અને ભારત ગઠબંધનના બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. એનડીએએ લગભગ બે-ચતુર્થાંશ બહુમતી હાંસલ કરી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ દાવો કર્યો હતો કે ૧૪ સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું.
Congratulations to Thiru CP Radhakrishnan Ji on winning the 2025 Vice Presidential election. His life has always been devoted to serving society and empowering the poor and marginalised. I am confident that he will be an outstanding VP, who will strengthen our Constitutional…
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધને પણ સારો પડકાર આપ્યો હતો. પરંતુ, તેમની સંખ્યા એનડીએ કરતા ઓછી હતી. આ ચૂંટણી જીતવા માટે 392 મતોની જરૂર હતી, જે એનડીએ ઉમેદવારે સરળતાથી મેળવી લીધી. આજે યોજાયેલી ચૂંટણીમાં 767 સાંસદોએ પોતાના મત આપ્યા. તેમાંથી 15 મત અમાન્ય હતા. આ ચૂંટણીમાં કુલ 782 સાંસદોને મતદાન કરવાનો અધિકાર હતો.
વિરોધી પક્ષો તરફથી મળેલા 14 મત એનડીએ માટે મોટી સફળતા છે. કારણ કે ૧૫ મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા અને ૧૪ મત વિરોધ પક્ષો દ્વારા એનડીએને આપવામાં આવ્યા હતા, જેના કારણે વિપક્ષને નુકસાન થયું હતું.
તેના સાંસદોની સંખ્યા સાથે, એનડીએને કેટલાક ક્રોસ વોટિંગનો પણ લાભ મળ્યો. એનડીએની કુલ સંખ્યા 427 હતી, જે વાયએસઆર કોંગ્રેસના 11 સાંસદોના ઉમેરા સાથે વધીને 438 થઈ ગઈ. આ ઉપરાંત, ક્રોસ વોટિંગ દ્વારા 14 વધારાના મત સીપી રાધાકૃષ્ણનના ખાતામાં ગયા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જુલાઈમાં સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યા પછી આ ચૂંટણી યોજાઈ હતી. સંસદ સંકુલના વસુંધ ભવનમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું. સંસદના બંને ગૃહોના સાંસદોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું.
વિપક્ષની રણનીતિ અને એનડીએની તૈયારી
વિપક્ષે પોતાની એકતા દર્શાવવા માટે સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા, જેથી મતદાન પ્રક્રિયામાં સંદેશ જાય. પરંતુ તેની રણનીતિ મુજબ, એનડીએએ ક્રોસ વોટિંગ દ્વારા વિપક્ષની વોટ બેંકમાં ખાડો કર્યો અને 452 મત મેળવ્યા. સુદર્શન રેડ્ડીએ કહ્યું કે તેમણે પોતાના અંતરાત્મા મુજબ મતદાન કરવાની અપીલ કરી હતી. આ જ કારણ છે કે કેટલાક ક્રોસ વોટિંગ થયા અને NDAને ફાયદો થયો.
અમાન્ય મતો અને સુધારાની જરૂર
આ ચૂંટણીમાં 15 મતો અમાન્ય જણાયા, એટલે કે કુલ મતોના લગભગ 2 ટકા. આ દર્શાવે છે કે મતદાન પ્રક્રિયામાં સાંસદો ભૂલો કરે છે અથવા જાણી જોઈને અમાન્ય મતો નાખે છે તેવી શક્યતા હતી. નિષ્ણાતો કહે છે કે ભવિષ્યમાં આવી ચૂંટણીઓમાં, સાંસદોને યોગ્ય રીતે મતદાન કરવા માટે લાંબી તાલીમની જરૂર પડશે જેથી અમાન્ય મતોની સંખ્યા ઓછી થાય.
અમદાવાદ: અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ હોંગકોંગમાં આયોજિત AVPN ગ્લોબલ કોન્ફરન્સ-2025માં સંબોધન કર્યું. જેમાં તેમણે બીજાને મદદ કરનારા લોકો, વ્યવસાયિકો અને સમાજમાં પરિવર્તન લાવી રહેલા સહુને ફક્ત મદદ ન કરીને સાથે મળીને નવા સમાજનું નિર્માણ કરવા પ્રેરણાદાયક અપીલ કરી હતી. ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું કે સામાજિક વિકાસ માટે આવનારા સમયમાં એક મોટો જમ્પ આવશે. જે પ્રત્યેક પરોપકારી સંસ્થાઓ, બિન સરકારી સંગઠ્ઠનો અને હિસ્સેદારોને એક જ પ્લેટફોર્મ પર લાવશે. જેનાથી દરેક પોતાના મળતા બોધ કે શીખ વહેંચીને પ્રભાવક ગુણાકારથી સહિયારા પ્રયાસોનો સેતુનું રચના કરી શકે છે. તેમણે ઉપસ્થિત સહુને કહ્યું હતું કે પરોપકારની સાચી તાકાત અલગ-અલગ યોગદાનમાં નથી પરંતુ સુગ્રથિત કાર્યવાહીમાં છે. વાસ્તવિક પરિવર્તન ત્યારે લાવી શકાય છે જ્યારે આપણે સહુ સાથે મળીને કામ કરી સંસાધનોનું એકત્રીકરણ કરીને, તેને ખુલ્લું મૂકીએ છીએ. આ માટે આપણે ફક્ત સખાવતીઓ જ નહીં પણ સહ-નિર્માતા બનવું જોઈએ.
ડો.પ્રીતિ અદાણીએ વિશ્વભરમાં પરોપકારીઓની સંખ્યા વધે તેના બદલે ગૌરવ અને પરિવર્તનની માનવીય ગાથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે એવા એક સહયોગ પ્લેટફોર્મ બનાવવાની ભારપૂર્વક હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે સંખ્યાબળની અસર કરતા તેની પાછળ રહેલી આશા, પરિવર્તન અને સક્તિકરણની કથનીઓ વિશે વાત થવી જોઈએ.
AVPNના CEO નૈના સુબ્બરવાલ બત્રાએ ડૉ. પ્રીતિ અદાણીના સંબોધનને એક સ્પષ્ટ અને નિડર પગલાં લેવાનું શક્તિશાળી આહ્વાન ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, “ડો. પ્રીતિ અદાણીએ અમને યાદ અપાવ્યું છે કે આપણે અનિશ્ચિતતા વચ્ચે પણ કાર્ય કરવાની અને એશિયા માટે ટકાઉ અને સમાન ભવિષ્યનો પાયો સ્થાપવા માટે ઉકેલોની દિશામાં રોકાણ કરવાની જરૂર છે. અમે AVPN ખાતે ઠોસ કાર્યવાહીના આ આહવાનને વધાવીએ છીએ.”
ડૉ. પ્રીતિ અદાણીએ સહિયારી આ ચળવળ માટે બિન-ચર્ચાને પાત્ર ત્રણ બાબતોની રૂપરેખા આપી હતી. જેમાં પ્રથમ સહ-નિર્માણ કે જ્યાં દરેક ભાગીદાર દાતા તરીકે નહીં, પરંતુ કાયમી પરિવર્તનના નિર્માતા તરીકે જોડાય છે. બીજું લાભાર્થી નહીં, પણ ગુણાકાર કે જ્યાં આપણે શું આપીએ છીએ તેના પ્રભાવના સાચા માપ પર નહી, પરંતુ પરિવર્તનના ગુણાકાર તરીકે આપણે લાભાર્થીઓને કેવી રીતે વિસ્તૃત કરીએ છીએ તેના પર છે. છેલ્લે કૌશલ્યોને મૂલ્યો સાથે જોડવા જોઇએ. કારણ કે. મૂલ્યો વિનાની કુશળતા પાયા વિનાની ઇમારતો છે. તેમને એક તાંતણે જોડો- અને પેઢીઓનું નિર્માણ કરો.જેવી બાબતોનો સમાવેશ થાય છે.અંતમાં ડૉ. પ્રીતિ અદાણીએ હાજર સહુને પ્રતીકાત્મક અભિગમથી આગળ વધીને સક્રિય રીતે સહયોગ કરવા, એકબીજા પાસેથી શીખવા, શ્રેષ્ઠ પ્રથાઓ આપસમાં વહેંચવા અને ઉચ્ચ લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રેરણા આપવા અરજ કરી હતી.