Home Blog Page 619

અમદાવાદની કંપની ટેક ડીસાયબર સિક્યોરિટીનો IPO 15મીએ ખૂલશે

અમદાવાદઃ દેશની સૌથી ઝડપથી વિકસતી સાયબર સિક્યુરિટી કંપનીઓ પૈકીની એક કંપની- ટેક ડીસાયબર સિક્યોરિટી લિમિટેડ, તેના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 39 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવા માટે રેગ્યુલેટર્સ સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કર્યું છે. આ IPO નેશનલ સ્ટોક એક્સચેંજના SME પ્લેટફોર્મ NSE Emerge પર આવશે. આ પબ્લિક ઇશ્યુ 15 સપ્ટેમ્બર, 2025એ ખૂલશે અને 17 સપ્ટેમ્બર, 2025એ બંધ થશે. તે માટે કંપનીએ શેરદીઠ પ્રાઇસ બેન્ડ રૂ.183–193 નક્કી કરી છે. કંપનીના NSE ઇમર્જ પરના IPOની એક મુખ્ય વિશેષતાએ છે કે સ્ટોક માર્કેટના જાણીતા રોકાણકાર વિજય કેડિયા આ કંપનીમાં રોકાણ ધરાવે છે. વિજય કેડિયાનું કંપની સાથેનું જોડાણ કંપનીના વિઝન અને વૃદ્ધિની ગતિવિધિઓમાં મજબૂત રોકાણકાર તરીકેનો વિશ્વાસ દર્શાવે છે.

વ્યવસાયની મજબૂતાઈ અને વિસ્તરણ

સાયબર સિકયોરિટી ઉદ્યોગ સાહસિક સની વાઘેલા દ્વારા 2017માં સ્થાપિત કંપનીએ દેશનાં સાત શહેરોમાં 160 વ્યાવસાયિકોની ટીમ બનાવી છે. કંપની 470થી વધુ ક્લાયન્ટ્સને સેવા આપે છે,  જેમાં 120 SME, 127 કો-ઓપરેટિવ બેંકો અને ફિનટેક કંપનીઓ, 200 સેબી-રજિસ્ટર્ડ એકમો, અને અદાણી, ટોરેન્ટ, એસ્ટ્રલ, ETO  ગ્રુપ, અને ઝેન્સાર ટેક્નોલોજી જેવી અગ્રણી કોર્પોરેટ કંપનીઓનો સમાવેશ થાય છે.

ભવિષ્યનો અભિગમ

કંપની પ્રતિભાવિકાસ અને ક્ષમતા નિર્માણમાં પણ મોટા પાયે રોકાણ કરી રહી છે. કંપનીએ શૈક્ષણિક ભાગીદારી દ્વારા 3000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે અને અમદાવાદમાં દેશનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી GSOC (ગ્લોબલ સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટર) સ્થાપી રહી છે. આ આગામી સુવિધામાં R&D હબ, તાલીમ કેન્દ્ર, એક્સપિરિયન્સ ઝોન, અને 230 x 3-સીટ રSOCનો સમાવેશ થશે, જે દેશમાં સૌથી મોટું બનવાની અપેક્ષા છે.

IPO ફંડનો ઉપયોગ

કંપની આ IPOમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ તેના વ્યૂહાત્મક વિકાસ માટે કરશે. આશરે રૂ. 26 કરોડનું રોકાણ માનવ સંસાધનોને મજબૂત કરવા અને ઉત્તર અમેરિકા, મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં વિસ્તરણ માટે કરવામાં આવશે. વધારાનું ભંડોળ અમદાવાદમાં કંપનીના પ્રોજેક્ટ હેઠળ ગ્લોબલ સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર (GSOC) ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે વાપરવામાંઆવશે, જેમાં દેશનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી GSOC સામેલ છે.

નાણાકીય પ્રદર્શન

નાણાકીય વર્ષ 2024–25માં કંપનીએ રૂ. 837.06 લાખનો નફો (PAT) નોંધાવ્યો, જે વાર્ષિક ધોરણે 158 ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે કંપનીની આવકમાં પણ વાર્ષિક ધોરણે 97.73 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો છે.

સાયબર સિક્યુરિટી માર્કેટ આઉટલુક

વૈશ્વિક સાયબર સિક્યોરિટી માર્કેટ વાર્ષિક 10 ટકાથી વધુ CAGR (સંયુક્ત વાર્ષિક વૃદ્ધિદર) સાથે 2030 સુધીમાં USD 400 બિલિયનને પાર કરે તેવી શક્યતા છે. દેશમાં, BFSI, મેન્યુફેક્ચરિંગ, IT/ITES, અને સરકારી ક્ષેત્રોમાં આ માર્કેટની માગ વધી રહી છે, જેમાં આગામી પાંચ વર્ષમાં ખર્ચ ત્રણ ગણો થવાની ધારણા છે. આ પરિપ્રેક્ષ્યમાં, કંપનીના વિસ્તરણ વ્યૂહરચના અને IPO એવા સમયે આવી રહ્યા છે જ્યારે અદ્યતન સુરક્ષા ઉકેલોની જરૂરિયાત વધી રહી છે. મજબૂત નાણાકીય ગતિ, વૈશ્વિક મહત્વાકાંક્ષા, અને નિષ્ણાત રોકાણકાર-વેલ્યુ ઇન્વેસ્ટર વિજય કેડિયાના સમર્થન સાથે કંપનીનો IPO સંસ્થાકીય અને રિટેલ બંને રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરશે.

“કેમ છે-કોનિચીવા ગ્રુપ” દ્રારા ગરબા-રાસ, જાપાનીઝ ગીતોની પ્રસ્તુતિ

અમદાવાદ: ઇન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન (IJFA), ગુજરાત ૨૦૨૫માં તેની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે જાપાનના માનદ કોન્સ્યુલ અને IAFA, ગુજરાતના પ્રમુખના નેતૃત્વમાં ગુજરાતનું ૨૨ સભ્યોનું ગુડવીલ ડેલિગેશન ૬ થી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન જાપાનની મુલાકાતે છે. આ પ્રતિનિધિમંડળ ગુજરાત-જાપાન મિશન અને સિસ્ટર સ્ટેટ અને સિસ્ટર સિટીની મિત્રતાના ભાગરૂપે શિઝુઓકા પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટ, હામામાત્સુ સિટી કાઉન્સિલ, હ્યોગો પ્રીફેક્ચરલ ગવર્નમેન્ટ અને કોબે સિટી કાઉન્સિલના અધિકારીઓને મળશે.ગુજરાત-જાપાન મિશનનો વિષય “કલ્ચરને નજીક લાવવું, હૃદયને જોડવું” (Bringing Cultures, Connecting Hearts) છે, જે “કેમ છે – કોનિચીવા” સાથે સંલગ્ન છે. “કેમ છે – કોનિચીવા ગ્રુપ”ની નવ મહિલા સભ્યોએ ઓસાકા-કાન્સાઈ એક્સ્પોના ભારત પેવેલિયનમાં પરંપરાગત ગરબા અને રાસ, લોકપ્રિય જાપાનીઝ ગીતો હાનામિઝુકી અને સાકુરા-સાકુરા અને બોલીવુડ મેડલી રજૂ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કર્યું હતું.આ પ્રસંગે ઓસાકા-કોબેના કોન્સ્યુલ જનરલ ચંદ્રુ અપ્પર, ગુજરાતમાં જાપાનના માનદ કોન્સલ મુકેશ પટેલ અને ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્માએ સંબોધન કર્યું હતું. ગુજરાત અને જાપાન વચ્ચેની મિત્રતા દિવસેને દિવસે વધી રહી છે અને બંને દેશો શૈક્ષણિક, વ્યવસાય અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં કાયમી સંબંધોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. AMAના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉન્મેષ દીક્ષિતે જાપાન અને ગુજરાત વચ્ચેની સાંસ્કૃતિક સમાનતાઓ પર એક રસપ્રદ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. IAFA ગુજરાતના ઉપપ્રમુખ દિવ્યેશ રેડિયાએ સમાપન પ્રવચન આપ્યું હતું અને ભારત પેવેલિયનમાં આ તક આપવા બદલ ગરીમા મિત્તલ(IAS), ડાયરેક્ટર, ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સાંસ્કૃતિક કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં નવ મહિલા સભ્યોએ પરફોર્મન્સ આપ્યું, કે જેમની સરેરાશ ઉંમર ૬૦ વર્ષ છે અને તેઓ વોલન્ટિરીલી આ ગુજરાત અને જાપાનની મિત્રતા માટે પ્રદાન કરી રહ્યા છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન પૂર્ણઃ ચૂંટણીપરિણામ થોડી વારમાં

નવી દિલ્હીઃ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદ ભવનમાં મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં સીધી ટક્કર NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન અને INDIA ગઠબંધનના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી વચ્ચે છે.  આ ચૂંટણીમાં બપોરે ત્રણ કલાક સુધી 762 મતો પડ્યા હતા. PM મોદી, રાહુલ ગાંધી સહિત મોટા નેતાઓ મતદાન કર્યું હતું.  ભૂતપૂર્વ ઉપપ્રમુખ જગદીપ ધનખડ 21 જુલાઈએ આરોગ્ય કારણો બતાવી અચાનક રાજીનામું આપ્યા બાદ થઈ રહી છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મતદાન સવારે 10 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલ્યું. સાંજે છ વાગ્યે મતગણતરી શરૂ થશે અને ત્યાર બાદ વિજેતા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીને આ ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર બનાવાયા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે બેલેટ પેપર દ્વારા ગુપ્ત મતદાન થાય છે અને તે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ હેઠળ યોજાય છે.ઉપરાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો, 12 મનોયુક્ત સભ્યો અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યો મતદારોમાં છે. હાલ પાંચ રાજ્યસભાની અને એક લોકસભાની બેઠક ખાલી હોવાથી કુલ 781 સાંસદોને મતદાનનો અધિકાર છે. જીત માટે ઉમેદવારને ઓછામાં ઓછા 391 મત મેળવવા પડશે. ભારત રાષ્ટ્ર સમિતિ (4 રાજ્યસભા સાંસદ), બીજુ જનતા દળ (7 રાજ્યસભા સાંસદ) અને શિરોમણી અકાલી દળ (એક લોકસભા + 2 રાજ્યસભા સાંસદ) મતદાનમાં ભાગ લેશે નહીં.

ભાજપ સાંસદ ભાગવત કરાડે કહ્યું હતું  કે ક્રોસ વોટિંગની કોઈ શક્યતા નથી. અમે ચોક્કસ જીતીશું. સી.પી. રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમણે ઝારખંડ અને તેલંગાણામાં પણ મહત્વની જવાબદારી સંભાળી છે. દક્ષિણ ભારતમાં ભાજપને મજબૂત બનાવવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે. તેઓ તામિલનાડુ ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. રાધાકૃષ્ણને 1998 અને 1999માં કોઇમ્બતુરથી ભાજપના ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીતી હતી.હાલ રાજ્યસભામાં 238 અને લોકસભામાં 542 સાંસદ છે. જીત માટે 391 સાંસદોના સમર્થનની જરૂર છે. NDA પાસે હાલ 425 સાંસદ છે. આ વખતે INDIA ગઠબંધન NDAને કઠિન ટક્કર આપશે.

સોના-ચાંદી રેકોર્ડ ઊંચાઈએ, ચાંદી 14 વર્ષની ટોચે

નવી દિલ્હીઃ દેશમાં સોનાનો ભાવ મંગળવાર રૂ. 1,10,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે. વૈશ્વિક બજારમાં તેજીનો ટ્રેન્ડ ઘરેલુ બજાર પર પણ દેખાયો છે. વર્ષ 2025માં કીમતી ધાતુઓમાં તેજી યથાવત રહેવાની શક્યતા છે. વૈશ્વિક બજારમાં સોનું $3,475 પ્રતિ ઔંસ અને ચાંદી $40 પ્રતિ ઔંસ પર પહોંચી છે. ચાંદીના ભાવ 14 વર્ષના સર્વોચ્ચ સ્તરે છે. સોનું–ચાંદી વર્ષ-દર-વર્ષ 35–45 ટકા વધ્યાં છે, જે મોટા ભાગના એસેટ ક્લાસ કરતાં વધારે છે.

સોનું–ચાંદીના ભાવોએ ફરીથી રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે, જ્યારે ચાંદી 14 વર્ષના શિખરે પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં ડોલરની નબળાઈ, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડવાની અપેક્ષા અને ચાંદીની વધતી ઔદ્યોગિક માંગે કીમતી ધાતુઓની ચમક વધારી છે. MCX પર સોનું પ્રથમવાર રૂ. 1.10 લાખ પ્રતિ 10 ગ્રામના પાર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા પ્રકાશિત આંકડા મુજબ દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ મંગળવારે રૂ. 10,804 પ્રતિ ગ્રામ નોંધાયો હતો.

ડોલરની નબળાઈ મુખ્ય કારણ

આ તેજીનું સૌથી મોટું કારણ અમેરિકી ડોલરની સતત નબળાઈ છે. ડોલર ઈન્ડેક્સ છેલ્લાં છ અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યો છે, જે સોનાને અન્ય ચલણ ધરાવતા રોકાણકારો માટે સસ્તું બનાવે છે અને તેથી તેની માગ વધે છે. ડોલરની નબળાઈનો સીધો સંબંધ અમેરિકી કેન્દ્રીય બેંક, ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ સાથે છે. બજારમાં આશા છે કે ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં વ્યાજદરામાં આક્રમક કાપ કરશે.

તાજેતરમાં જાહેર થયેલા અમેરિકી શ્રમ બજારના નિરાશાજનક આંકડાઓએ આ અપેક્ષાઓને વધુ બળ આપ્યું છે. ઓગસ્ટ મહિનામાં યુએસ નોન-ફાર્મ પેરોલ્સમાં ફક્ત 22,000 નોકરીઓ ઉમેરાઈ, જે 75,000ના અંદાજ કરતાં ઘણી ઓછી છે. આ જ મહિને બેરોજગારીનો દર વધીને 4.3 ટકા થયો. રોજગારીના આ નબળા આંકડા સૂચવે છે કે અમેરિકી અર્થતંત્ર પહેલાં માનવામાં આવતી તેટલી મજબૂત નથી, તેથી ફેડરલ રિઝર્વ પર વ્યાજદર ઘટાડવાનો દબાણ વધી રહ્યું છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્માએ 7 મંત્રીઓ સાથે દેશ છોડ્યો

જનરલ-ઝેડ વિરોધ વચ્ચે, નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપ્યા પછી તરત જ દેશ છોડીને ગયા. તેઓ હેલિકોપ્ટરમાં ગયા છે. તેમની સાથે 7 મંત્રીઓ છે. જોકે, ઓલી તેમના મંત્રીઓ સાથે ક્યાં ગયા છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. તે જ સમયે, વિરોધીઓએ બાલુવાતાર એટલે કે પીએમ નિવાસસ્થાન પર કબજો કર્યો છે.

સેના મંત્રીઓના નિવાસસ્થાન ખાલી કરાવી રહી છે

પૂર્વ વડા પ્રધાન ઓલી દેશ છોડ્યા પછી, કાઠમંડુમાં સેનાએ મંત્રીઓના સરકારી નિવાસસ્થાન ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. મંત્રીઓને તેમના નિવાસસ્થાનમાંથી બહાર કાઢીને હેલિકોપ્ટર દ્વારા સલામત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. સમગ્ર શહેરમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, સેના મંત્રીઓને સલામત રીતે બહાર મોકલી રહી છે. આ ઉપરાંત, સંસદ ભવનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. લશ્કરી છાવણીઓમાં ઉચ્ચ અધિકારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

/fhfjfbLx?n] z’qmaf/ tLgs’g]df u/]sf] cfGbf]ngsf qmddf c/fhs le8n] sf]6]Zj/ h8La’6L l:yt hl8a’6L pTkfbg tyf k|zf]wg s]Gb|df cfhugL tyf ;f] cf;kf;sf If]qdf tf]8kmf]8 u/]sf 5g . tl:a/ M x]dGt >]i7

ઓલીનું ખાનગી ઘર પણ સળગાવી દેવામાં આવ્યું

ઉગ્ર વિરોધ કરનારાઓએ ભક્તપુરમાં ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીના ખાનગી નિવાસસ્થાનને પણ આગ ચાંપી દીધી. ઘરને આગ લગાવ્યા પછી, વિરોધીઓએ નાચગાન કરીને ઉજવણી કરી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

 

નેપાળના CM કેપી શર્મા ઓલીએ આપ્યું રાજીનામું

કાઠમંડુઃ નેપાળમાં જેન-Z પ્રદર્શનકારીઓના વિરોધ પ્રદર્શનથી બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વડા પ્રધાનનું નિવાસસ્થાન પણ છોડ્યું છે. પ્રદર્શનકારીઓ કેપી શર્મા ઓલીના રાજીનામાની માગ કરી રહ્યા હતા. એવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે કે કેપી શર્મા ઓલી નેપાળ છોડી શકે છે.

નેપાળના યુવાનોનું મંગળવારે ઉગ્ર સ્વરૂપ અનેક શહેરોમાં જોવા મળ્યું હતું. નેપાળની સંસદને સળગાવી દીધી. આ પહેલાં પ્રદર્શનકારીઓએ વડા પ્રધાન કેપી શર્મા ઓલીના ખાનગી નિવાસ ઉપરાંત અનેક નેતાઓ અને ભૂતપૂર્વ વડા પ્રધાનોનાં ખાનગી ઘરોમાં તોડફોડ કરી. અનેક જગ્યાએ પ્રદર્શનકારીઓ સુરક્ષા દળોને ભગાડતા જોવા મળ્યા. પ્રદર્શનકારીઓએ જાહેર સ્થળોએ ભેગા થવા પર લાગેલા પ્રતિબંધોને નકારી કાઢતાં વિદ્યાર્થીઓને ન મારશો જેવા સૂત્રો પોકાર્યાં હતાં.

નેપાળની ઘટનાઓ પર ભારતની નજર

વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે નેપાળમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન ઘણા યુવાનોનાં મોતથી ભારતને અત્યંત દુઃખ થયું છે અને તેને આશા છે કે મુદ્દાઓનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે આવશે. મંત્રાલયે એ પણ કહ્યું હતું કે ભારત પડોશી દેશની ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક નજીકના મિત્ર અને પડોશી તરીકે, અમને આશા છે કે તમામ પક્ષો સંયમ રાખશે અને શાંતિપૂર્ણ માર્ગો તથા વાતચીત દ્વારા કોઈ પણ મુદ્દાનો ઉકેલ લાવશે.

વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધનમાં સીટ વહેંચણી મુદ્દે કશ્મકશ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મહાગઠબંધન (INDIA બ્લોક)માં બેઠકોની વહેંચણીનો મુદ્દો વધુ જટિલ બન્યો છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM) અને પશુપતિ પારસનું LJP જૂથ મહાગઠબંધનમાં જોડાતાં હવે આ ગઠબંધન કુલ આઠ પક્ષોનું બની ગયું છે, જેને કારણે 243 બેઠકો પર સમીકરણ બેસાડવું મુશ્કેલ બન્યું છે.

સરળ નહીં હોય બેઠકોની વહેંચણી

ઇન્ડિયા ગઠબંધનની અંદર મોટા પક્ષો પોતાની માગ પર અડગ છે. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ રાજેશકુમારે જણાવ્યું હતું કે નવા પક્ષોને જગ્યા આપવા માટે સૌએ પોતાની બેઠકોનો ત્યાગ કરવો પડશે. જોકે કોંગ્રેસ 70 બેઠકો કરતાં ઓછી પર લડવા તૈયાર નથી. બીજી બાજુ, VIP પ્રમુખ મુકેશ સહનીએ 60થી વધુ બેઠકો અને ઉપ CM પદની માગ કરી છે. CPI-ML પણ પોતાના ભૂતપૂર્વ પ્રદર્શનને ધ્યાને રાખીને ઓછામાં ઓછી 40 બેઠકો પર દાવો કરી રહી છે. સૌથી મોટો પક્ષ RJDએ પણ 150થી ઓછી બેઠકો પર ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે.

2020ની ચૂંટણીમાં કોણ કેટલું જીત્યું?

પાછલી 2020ની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના મુખ્ય પક્ષોનું પ્રદર્શન નીચે મુજબ રહ્યું હતું, જેને આધારે તેઓ પોતાની માગો આગળ ધપાવી રહ્યા છે:

RJD: 144 બેઠકો પર ચૂંટણી લડી, 75 જીતી.

કોંગ્રેસ: 70માંથી 19 બેઠકો જીતી.

CPI-ML: 19માંથી 12 બેઠકો જીતી.

CPM: 4માંથી 2 બેઠકો જીતી.

CPI: 6માંથી 2 બેઠકો જીતી.

આ બધાની વચ્ચે RJD નેતા તેજસ્વી યાદવ પહેલેથી જ પોતાને INDIA બ્લોકનો CM ચહેરો ઘોષિત કરી ચૂક્યા છે. આરામાં એક રેલીને સંબોધતાં તેમણે નીતીશકુમારની સરકારને ‘કોપીકેટ સરકાર’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે તેજસ્વી આગળ-આગળ, સરકાર પાછળ-પાછળ. ઓરિજિનલ CM જોઈએ કે ડુપ્લિકેટ? આ સૂત્ર સાથે તેમણે સરકાર પર તેમના વિચારોની નકલ કરવાનો આરોપ મૂક્યો હતો.

નેપાળમાં રાષ્ટ્રપતિ નિવાસ પર કબજો, PM દુબઈ ભાગે એવી શક્યતા

કાઠમંડુઃ નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલી  પર રાજીનામું આપવાનું દબાણ છે. તેઓ દુબઈ જતા રહેવાની શક્યતા છે. કાઠમંડુમાં ઓલીના નિવાસની નજીક ગોળીબારી થયાની ખબર છે.  આર્મી ચીફે પણ વડા પ્રધાનને રાજીનામા આપવા કહ્યું છે. નેપાળ સરકારે વિરોધ પ્રદર્શનો બાદ નવ સપ્ટેમ્બરે દેશમાંથી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર લાગુ કરેલો પ્રતિબંધ હટાવી લીધો છે. આ હિંસક પ્રદર્શન દરમ્યાન ઓછામાં ઓછા 19 લોકોનાં મોત નીપજ્યાં છે.

નેપાળમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. પ્રદર્શનો હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. કાઠમંડુ સહિત અનેક વિસ્તારોમાં આગજની, તોડફોડ અને પથ્થરમારો થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના ખાનગી નિવાસ પર પ્રદર્શનકારીઓએ કબજો કરી તોડફોડ અને આગ લગાવી દીધી છે. હિંસક પ્રદર્શનો વચ્ચે કે.પી. ઓલીએ સાંજે છ વાગ્યે સર્વપક્ષી બેઠક બોલાવી છે. કર્ફ્યુ અને સુરક્ષાના કડક પગલાં છતાં પ્રદર્શનોનો વ્યાપ વધી રહ્યો છે અને રાજકીય સંકટ ઘેરાઈ રહ્યું છે.

નેપાળે તાજેતરમાં ફેસબુક, X, અને યુટ્યુબ  સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને દેશભરમાં પ્રતિબંધિત કરી દીધા હતા, જેના પછી દેશના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેપાળના પ્રધાનમંત્રી કે.પી. ઓલીએ જણાવ્યું કે તેમને આ પ્રદર્શનથી ખૂબ દુઃખ થયું છે. તેમણે કહ્યું હતું કે સરકાર સોશિયલ મિડિયા વપરાશ પર પ્રતિબંધ લગાડવાના પક્ષમાં નથી. સરકાર આ ઘટનાની તપાસ માટે સમિતિ રચશે, જે 15 દિવસની અંદર પોતાનો અહેવાલ આપશે.

RSPના 21 સાંસદોનાં સામૂહિક રાજીનામાં

નેપાળમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 21 સાંસદોએ સામૂહિક રાજીનામાં આપ્યાં છે. રવિ લામીચ્છાનેએના નેતૃત્વ હેઠળ પ્રથમ વાર ચૂંટણી જીતેલી આ પાર્ટી શરૂઆતથી જ પ્રદર્શનો સાથે ઊભી રહી છે. પાર્ટીનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં સંસદ ભંગ કરી નવી ચૂંટણી કરાવવી જોઈએ જેથી જનતાને યોગ્ય વિકલ્પ મળી શકે. આ પગલું ઓલી સરકાર પર ભારે દબાણ વધારનાર ગણાય છે.

આ પહેલાં વડા પ્રધાન કે.પી. ઓલીની પાર્ટીના નેતા રઘુવીર મહાસેઠ અને માઓવાદી અધ્યક્ષ પ્રચંડનાં ઘરો પર પણ હુમલો થયો હતો. ગૃહ મંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, આરોગ્યમંત્રી સહિત નવ મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં છે. સતત વધતા દબાણ વચ્ચે પી.એમ. ઓલી સારવારના નામે દુબઈ જવાની તૈયારીમાં છે.

ઐશ્વર્યા રાયે ખખડાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો, જાણો સમગ્ર મામલો

પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે કોર્ટને તેમના AI જનરેટેડ ફોટાના દુરુપયોગથી બચાવવા માટે અપીલ કરી છે. ઐશ્વર્યા રાયનું કહેવું છે કે તેમની પરવાનગી વિના તેમના ફોટાનો ઉપયોગ વ્યાપારી લાભ માટે થઈ રહ્યો છે. તેમણે કોર્ટ પાસેથી તેમના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણની માંગ કરી છે.

ઐશ્વર્યાની અરજીમાં શું છે?

ઐશ્વર્યા રાયે પોતાની અરજીમાં કહ્યું હતું કે,’કોફી, મગ અને અન્ય વસ્તુઓ વેચવા માટે અવાસ્તવિક ઘનિષ્ઠ ફોટાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સ્ક્રીનશોટમાં ફોટા સાથે છેડછાડ કરવામાં આવી છે તે ક્યારેય ઐશ્વર્યા રાયના નહોતા. આ બધા AI જનરેટ કરેલા છે.’

નામ અને ચહેરાથી પૈસા કમાવવા

લાઇવ લાએ એશ્વર્યાના વકીલ સંદીપ સેઠીને ટાંકીને કહ્યું કે, ‘તેઓ મારી સંસ્થાના નામે પૈસા કમાઈ રહ્યા છે. યુટ્યુબ પરના સ્ક્રીનશોટ સાથે છેડછાડ કરવામાં આવી છે. તેણીએ આવા ફોટાઓને અધિકૃત કર્યા છે. આ બધા AI દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે.’

વકીલે એવો પણ આરોપ લગાવ્યો કે ‘એક સજ્જન ફક્ત પોતાના નામ અને ચહેરાનો ઉપયોગ કરીને પૈસા એકત્રિત કરી રહ્યા છે. તેમના નામ અને ફોટાનો ઉપયોગ કોઈની જાતીય ઇચ્છાઓને સંતોષવા માટે થઈ રહ્યો છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.’

આ ઉપરાંત, વકીલે એમ પણ કહ્યું કે રાયના ફોટો પરવાનગી વિના વોલપેપર અને ટી-શર્ટ પર વેચાઈ રહ્યા છે.

હાઈકોર્ટ આદેશ આપશે

દલીલો સાંભળ્યા પછી દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે મૌખિક રીતે સંકેત આપ્યો કે તે પ્રતિવાદીઓને ચેતવણી આપતો વચગાળાનો આદેશ પસાર કરશે.

‘ઔર પ્યાર હો ગયા’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ

ઐશ્વર્યા રાયે 1997માં ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણીએ બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તે ઘણી પ્રોડક્ટ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી છે. ફિલ્મો ઉપરાંત, તે જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે. આવી સ્થિતિમાં તેણીનો આરોપ છે કે જે પ્રોડક્ટ્સમાં તેણીના AI જનરેટેડ ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમણે આ માટે તેની પરવાનગી પણ લીધી ન હતી.

નેપાળમાં હિંસક આંદોલન આજે પણ યથાવત… વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું