Home Blog Page 5649

આવનારા નાણાકીય વર્ષમાં IT સેકટરમાં જોબ વધશેઃ નેસ્કોમ

નવી દિલ્હીઃ સોફ્ટવેર કંપનીઓના સંગઠન નેસ્કોમે હવે આવનારા નાણાકીય વર્ષમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજીની માગ વધવાની શક્યતાઓ દર્શાવી છે. નેસ્કોમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2019માં ફાઈન્શિયલ સેક્ટરનો ટેક્નોલોજી પર ખર્ચ વધી શકે છે અને અમેરિકી ગ્રાહકોની ડિમાન્ડમાં વધારો થઈ શકે છે.

નેસ્કોમના પ્રેસિડેન્ટ આર. ચંદ્રશેખરે જણાવ્યું કે આવનારા નાણાકીય વર્ષ માટે આશાવાદી હોવાનું કારણ છે કે આપણે લોકો સારા સંકેતો જોઈ રહ્યાં છીએ. ડિમાન્ડને લઈને સંભાવનાઓ સારી દેખાઈ રહી છે. તેમણે જણાવ્યું કે ફાઈન્શિયલ સેક્ટર તરફથી ટેક્નોલોજીમાં ઈન્વેસમેન્ટ વધી શકે છે અને અમેરિકાથી પણ ડિમાન્ડમાં વૃદ્ધિ થઈ શકે છે.

નેસ્કોમના પ્રમુખે જણાવ્યું કે સોફ્ટવેર કંપનીઓ પોતાનો ગ્રોથ વધારવા માટે નવી ડિજિટલ ટેક્નોલોજી અંગે પોતાના કર્મચારીઓને સ્કિલ ટ્રેનિંગ આપી રહી છે. તેમણે જણાવ્યું કે આ પરિણામો છેલ્લાં કેટલાક મહિનાઓથી દેખાઈ રહ્યા છે. જેના કારણે આવનારુ નાણાકીય વર્ષ સારું રહી શકે છે. નેસ્કોમે જૂનમાં સોફ્ટવેર ઈંડસ્ટ્રીઝ માટે વાર્ષિક ગાઈડન્સ જાહેર કરતા જણાવ્યું હતુ કે ભારતના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્સપોર્ટ ગત વર્ષની સમાન 7 થી 8 ટકા વધશે. નેસ્કોમે દેશની ઈન્ફોટેક ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથ 10-11 ટકા રહેવાની સંભાવના દર્શાવી હતી.

ચંદ્રશેખરે જણાવ્યું કે ઈન્ડસ્ટ્રીને સંરક્ષણવાદને લઈને કોઈ ચિંતા ન કરવી જોઈએ, કારણ કે જાહેર કરવામાં આવેલા વિઝાની સંખ્યામાં કોઈ બદલાવ આવ્યો નથી. તેમણે જણાવ્યું કે 65 હજાર વિઝાની સીમા ચાલું છે અને તેમાં કોઈ બદલાવ થયો નથી. જો કે ભારતીય કંપનીઓની વિઝા પર નિર્ભરતા ઓછી થઈ છે. કંપનીઓ માટે ઓટોમેશન જેવા ટેક્નોલોજી અને બિઝનેસ ટ્રેંડ્સ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.

નેસ્કોમે ભારતમાં એવું સેન્ટર બનાવ્યું છે જે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પર ફોકસ કરી રહ્યું છે. સરકારે હવે ગુરુગ્રામ, અમદાવાદ, અને વિશાખાપટ્ટનમમાં ત્રણ નવા સેન્ટરો બનાવવાની સ્વીકૃતિ આપી છે.

વિશ્વના સૌથી મેદસ્વી મહિલા ઈમાનનું અબુ ધાબીમાં નિધન

અબુ ધાબી – ઈજિપ્તનાં ઈમાન એહમદ, જે વિશ્વના સૌથી મેદસ્વી મહિલા હત

ઢોકળા

ઢોકળા વધુ સ્પોંજી (પોચા) અને જાળીદાર બનાવવા માટે, ચોખા પલાળતી વખતે એમાં થોડાંક મેથીના દાણાં ઉમેરવાં. પ્રમાણઃ 1 કિલો ચોખા હોય તો 10-15 દાણાં મેથી ચોખા સાથે પલાળવી. તેમજ ચોખા ગ્રાઈન્ડ કરતી વખતે, એક મુઠ્ઠી પૌંઆ પાણીમાં પલાળી, ચોખા સાથે દળવા. ઢોકળાના વઘારમાં રાઈ સાથે સફેદ તલ ઉમેરવામાં આવે તો સ્વાદ વધી જાય છે.

જ્યોતિષશાસ્ત્ર રોગો વિષે શું કહે છે? શું સ્વાસ્થ્ય પણ જન્મકુંડળીમાં લખાયેલું હોય છે?

નુષ્ય એ સમય સાથે સુખસુવિધા વધાર્યા છે, વધુ સુખાકારીને કારણે જીવનશૈલી આરામપ્રિય બની જેના પરિણામ સ્વરૂપ રોગ પણ વધતા ચાલ્યાં છે. મનુષ્ય આર્થિક અને સામાજિક રીતે સદ્ધર હોય પરંતુ એક હઠીલો રોગ તેના ખરા દુશ્મનની જેમ તેના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા મનુષ્યના જીવન દરમિયાન ઉદભવતા રોગ અને મનુષ્યના આયુષ્ય પર અભ્યાસ થઇ શકે છે. ગ્રીક ફીઝિશિયન હિપોક્રેટ્સ તબીબી વિજ્ઞાન અને જ્યોતિષનો સાથે ઉપયોગ કરતા હતા, એક મત મુજબ તેઓ જ્યોતિષના અભ્યાસ વગર થતી મનુષ્યની ચિકિત્સાને અધૂરી માનતા હતાં.

જ્યોતિષ દ્વારા રોગોના અભ્યાસની પૂર્વભૂમિકા

જ્યોતિષશાસ્ત્રમાં રોગ અને શત્રુનું સ્થાન એક જ છે- છઠ્ઠું. રોગ પણ દુશ્મનથી કમ નથી હોતો. ભારતીય જ્યોતિષશાસ્ત્ર મુજબ છઠ્ઠો ભાવ અને તેના સ્વામીગ્રહ જાતકના જીવનમાં થતાં રોગ પર પ્રકાશ પાડે છે. બીજા અર્થમાં આ સ્થાન જો પાપગ્રહોથી ગ્રસિત હોય તો આ ગ્રહોની દશા-અંતરદશામાં જાતકને બીમારીમાંથી પસાર થવું પડે છે.

જન્મકુંડળીનો પ્રથમ ભાવ જાતકના દેહ અને આયુષ્ય સાથે સીધો સંકળાયેલ છે, પ્રથમ ભાવ જો અશુભ બન્યો હોય, લગ્નેશ અશુભ ગ્રહો સાથે બેસી નિર્બળ બન્યો હોય તો જાતકની તબિયત અવારનવાર નબળી બનતી હોય છે. દેહસુખ અલ્પ હોય છે, શરીરનું પોષણ અને બાંધો પણ નબળાં હોય છે. પ્રથમ ભાવ, અષ્ટમ ભાવ અને છઠો ભાવ સાથે અશુભ બન્યા હોય તો જાતકના આયુષ્ય પર પ્રશ્નાર્થ લાગી જાય છે.

અષ્ટમ ભાવ આયુષ્યનો નિર્દેશ કરે છે, અષ્ટમ ભાવનો સ્વામી જાતકના આયુષ્યનું માપ અને મૃત્યુનું કારણ દર્શાવે છે. વાચકોને જાણવું રસપ્રદ થઇ જશે કે, છઠા ભાવના સ્વામી સાથે અષ્ટમભાવનો સ્વામી ગ્રહ અશુભ બન્યો હોય કે નિર્બળ હોય તો તેવા સંજોગોમાં રોગ જ મૃત્યુનું કારણ બને છે.

બાધક ગ્રહો અને મારક ગ્રહો

ચર લગ્નમાં અગિયારમો ભાવ બાધક, સ્થિર લગ્નમાં નવમો ભાવ બાધક અને દ્વિસ્વભાવ લગ્નમાં સપ્તમ ભાવ બાધક બને છે. બાધક સ્થાનમાં રહેલ રાશિના સ્વામીગ્રહને બાધકેશ કહે છે.

દ્વિતીય અને સપ્તમ ભાવના સ્વામીઓ મારક ગ્રહો છે. મારક અને બાધક ગ્રહોમાં જે વધુ નિર્બળ અને દૂષિત હોય તે ગ્રહ મૃત્યુના કારણનો નિર્દેશ કરે છે. બાધક અને મારક ગ્રહોની છઠ્ઠે કે આઠમે ઉપસ્થિતિ જીવનમાં રોગ દ્વારા મૃત્યુતુલ્ય કષ્ટ આપી શકે છે.

છઠા ભાવનો સ્વામી, અષ્ટમ ભાવનો સ્વામી, મારકેશ અને બાધાકેશ ગ્રહોમાંથી જે નિર્બળ હોય અને છઠા સ્થાન સાથે સંબંધ કરતા હોય તે ગ્રહો જાતકને રોગથી કષ્ટનો નિર્દેશ કરે છે. અગાઉ જણાવ્યું તેમ જો લગ્નેશ પણ નિર્બળ હોય તો રોગ દ્વારા મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. નબળો લગ્નેશ જાતકના નબળા શરીર બંધારણનો નિર્દેશ કરે છે.

રોગનું સ્થાન

જન્મકુંડળી જોતાં સમયે જો કોઈ એક સ્થાનને ઉપર જણાવેલ રોગ અને મૃત્યુ નિર્દેશક ગ્રહો વધુ દૂષિત કરતા હોય તો તે રાશિ અને ભાવ નિર્દેશક અંગમાં ગ્રહની પ્રકૃતિ પ્રમાણેનો રોગ થઇ શકે. રાશિ દૂષિત હોતાં રોગ શરીરમાં ઊંડે હોઈ શકે, જયારે સ્થાન દૂષિત હોતાં સ્થાન નિર્દેશિત અંગના બહારના ભાગમાં બાહ્યસપાટી પર રોગના ચિહ્નો જોવા મળી શકે.

આયુર્વેદ મુજબ વાત, પિત્ત અને કફનું સંતુલન બગડે તો તે રોગ સ્વરૂપે શરીરમાં અનુભવાય છે. વાત, પિત્ત અને કફ પ્રકૃતિને જ્યોતિષના તજજ્ઞોએ નીચે મુજબ ગ્રહનું આધિપત્ય આપ્યું છે.

કફ પ્રકૃતિ: શુક્ર, ગુરુ, ચંદ્ર

પિત્ત પ્રકૃતિ: મંગળ, કેતુ, સૂર્ય

વાત પ્રકૃતિ: બુધ, શનિ અને રાહુ

ઉપર જણાવેલ એકસમાન પ્રકૃતિ ધરાવતા ગ્રહો જો એક જ સ્થાનમાં હોય અથવા એકબીજા સાથે સંબંધ કરતા હોય તો તે ગ્રહો નિર્દેશિત પ્રકૃતિમાં વધારો થાય છે. જેમ કે, મંગળની કેતુ કે સૂર્ય સાથે યુતિ રચવાથી પિત્ત પ્રકૃતિનો નિર્દેશ થાય છે, જો આ ગ્રહો દૂષિત કે અશુભ થયાં હોય, છઠા સ્થાન સાથે સંબંધિત હોય તો પિત્તદોષને લીધે રોગ થઇ શકે.

ગ્રહો અને રાશિઓ શરીરમાં કયા સ્થાનમાં કયો રોગ સૂચિત કરે છે તે વિગતે આવતા અંકે જોઈશું.

 

અચાનક મૃત્યુના કારણોમાં આ દિશાનો પ્રભાવ વિચારાયો છે

ચાનક મૃત્યુના કારણોનો વિચાર કરીએ તો હૃદયની તકલીફ, નસ ફાટી જવી, અકસ્માત , હુમલો, જેવી બાબતો નજર સામે આવે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. પણ અચાનક એક્ઝિટ લેવાનું કોઈને ન ગમે. કેટલીક વ્યક્તિઓ આસપાસ હોય, ગમતું વાતાવરણ હોય અને છેલ્લે જે કંઈ કહેવું હોય તેની તક પણ હોય, તો જવાનું પણ ગમે. હાર્ટ ફેઈલ થવા પાછળના વાસ્તુના નિયમો આપણે અગાઉ જોયાં. ખાસ કરીને ઈશાનની નકારાત્મકતા હૃદયને તકલીફ આપે, તેમાં પૂર્વની પણ નકારાત્મકતા ભળે તો તકલીફ વધે. અને નૈઋત્ય પણ નકારાત્મક હોય તો અચાનક હૃદય બંધ પડી જાય. જો અગ્નિનો પણ દોષ હોય તો યા તો આવી સમસ્યા સ્ત્રીને આવી શકે યા સ્ત્રી થકી આવી શકે.  અગ્નિ પૂર્વની નકારાત્મકતાથી સ્ત્રીપુરુષ બંનેને આવી શકે છે. જો વાયવ્યની પણ નકારાત્મકતા ભળે તો પેટની અંદર આવેલા અવયવોની તકલીફના પરિણામ સ્વરૂપ હૃદયને તકલીફ પડી શકે. અને જો બ્રહ્મ અને ઉત્તરની સમસ્યા ધ્યાનમાં લેવામાં આવે તો માનસિક તણાવ અને ડિપ્રેસનના લીધે આવી સમસ્યા આવી શકે છે. આવા સંજોગોમાં માણસને આત્મહત્યાના પણ વિચારો આવે એવું બની શકે.

કોઈ પણ શારીરિક તકલીફનું મૂળ તો આપણું મન જ  છે. જો હૃદયનો વાલ્વ ખરાબ થવાની સમસ્યા હોય કે નળીઓમાં બ્લોકેજની સમસ્યા હોય તો ઈશાનની નકારાત્મકતા તો હોઈ જ શકે પણ હૃદયની વિવિધ તકલીફોમાં અન્ય નકારાત્મકતાનો વિચાર કરી શકાય. મારા લખાણોમાં મેં અનેકવાર જણાવ્યું છે તે મુજબ, કોઈ પણ એક જગ્યાની નકારાત્મકતાથી ખૂબ મોટી સમસ્યાઓ આવતી નથી અને કોઈ પણ એક દિશાનું નિરાકરણ શોધવાથી બધીજ સમસ્યાઓનું નિવારણ આવે તેવું ન બને. જેમ તાવ આવતો હોય તો દરેક વખતે એક જ દવા કામ નથી કરતી તેમ. જો સાચું કારણ મળે તો નિરાકરણ પણ યોગ્ય રીતે કરી શકાય.

જો ઈશાનની ઉર્જા સારી હોય તો વ્યક્તિ નાનામોટા આઘાતને જીરવી જાય છે. તેને દુનિયાદારીની કોઈ ખાસ મોટી અસર થતી નથી. મૂળભૂત માફ કરી દેવાના સ્વભાવના લીધે તેના હૃદયને બહુ તકલીફ પડતી નથી. પણ જો ઈશાનની ઉર્જા બરાબર ન હોય તો તે ઘણી બધી વાતોને મનમાં ભરી રાખે છે. તેમ પણ જો અગ્નિની નકારાત્મકતા ભળે તો તે બદલો લેવા પણ વિચારે. આના કારણે તેનું સંપૂર્ણ ધ્યાન એવા કાર્યમાં હોય જેને નકારાત્મક ગણી શકાય. મગજ સતત વિચારતું હોવાથી તણાવ વધે છે અને હૃદયની સમસ્યાનું એક કારણ માનસિક તણાવ પણ છે જ. જો પૂર્વ અને અગ્નિનો દોષ હોય તો વ્યક્તિને પોતાના માટે અન્ય તરફથી અપેક્ષાઓ પણ ઘણી હોય છે. અને તે પુરી ન થવાના લીધે તણાવ ઉદભવે છે. માણસ સ્વકેન્દ્રિત હોય ત્યારે તેને માનસન્માન ને લગતી તકલીફો વધારે પરેશાન કરતી હોય છે. આની સામે જો આ બંને દિશાની ઊર્જા સારી હોય તો તે સર્વને સ્વીકારવા લાગે છે.

ભ્રમણા:

પિતૃદોષની વિધિ કર્યા વિના પિતૃ શાંત થતાં નથી.

સત્ય:

પિતૃના આત્માની શાંતિ માટે તેમને ગમતું કરવું જરૂરી છે. તેમને યાદ કરીને સારા કામ કરીએ તો પણ તેમની આત્માને ગમે. પિતૃ રંજાડે તે વાત સમજાય તેવી નથી.

હેટ-ટ્રિકઃ (3-બોલમાં-3 વિકેટ) – દરેક બોલરનું સપનું હોય, સાકાર એનું થાય જે નસીબનો બળિયો હોય…

કુલદીપ યાદવઃ કોલકાતામાં કાંગારુંઓને કાંડાની કમાલ બતાવનાર આ સ્પિનર ૨૦૧૯ની વર્લ્ડ કપમાં ભારતનું મુખ્ય શસ્ત્ર બની શકે છે

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ભારતમાં પગ મૂક્યો એ પહેલાંથી જ એમને ખબર હતી કે ભારતની ધરતી સ્પિન બોલિંગને યારી આપવા માટે જાણીતી છે અને આ વખતની ટીમમાં બે રિસ્ટ સ્પિનર – કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલને સામેલ કર્યા છે. વન-ડે સિરીઝ રમવાનું શરૂ કર્યું એ પહેલા ઓસ્ટ્રેલિયનોએ સ્પિન બોલિંગ સામે કેવી રીતે રમવું એની પ્રેક્ટિસ કરી હતી, પણ એમને તોય ભારે એટલા માટે પડી ગયું કે એમણે બોલના એક ઈંચ જેટલા સ્પિન સામે રમવાની પ્રેક્ટિસ કરી હતી જ્યારે ચાઈનામેન બોલર કુલદીપ યાદવ તો બોલને આઠ-આઠ ઈંચ જેટલો સ્પિન કરે છે.

સ્ટીવ સ્મીથની ઓસ્ટ્રેલિયન ટીમે આ લખાય છે ત્યાં સુધીમાં પહેલી ત્રણેય વન-ડે મેચ હારી જઈને પાંચ મેચોની સિરીઝ 3-0થી ગુમાવી દીધી હતી. એટલું જ નહીં, આ ટીમે ભારતને-કુલદીપ યાદવને એક હેટ-ટ્રિકની સિદ્ધિની પણ ‘ભેટ’ આપી છે.

ભારતને છેક 26 વર્ષે વન-ડે ક્રિકેટમાં હેટ-ટ્રિક પ્રાપ્ત થઈ. આ બહુમાન મેળવ્યું છે કુલદીપ યાદવે, જેની કોલકાતા ODI એની કારકિર્દીની માત્ર 9મી જ હતી. 26 વર્ષ પહેલાં ઈડન ગાર્ડન્સમાં હેટ-ટ્રિકની સિદ્ધિ હાંસલ કરી હતી કપિલ દેવે – 1991માં શ્રીલંકા સામે. કપિલે ઈડન ગાર્ડન્સમાં જ હેટ-ટ્રિક લીધી હતી. કપિલે એ સિદ્ધિ મેળવી હતી ત્યારે કુલદીપે હજી આ જગતમાં જન્મ પણ લીધો નહોતો.

ઈડન ગાર્ડન્સમાં 22 વર્ષીય કુલદીપ યાદવ 21 સપ્ટેંબરે કાંગારુઓ પર ત્રાટક્યો એ પહેલાં આ ઐતિહાસિક મેદાન પર હેટ-ટ્રિક સિદ્ધિ હાંસલ કરનાર સ્પિનર હતો હરભજન સિંહ, જેણે સ્ટીવ વોની ટીમના ત્રણ બેટ્સમેનને લગાતાર બોલમાં આઉટ કર્યા હતા. પરંતુ એ ટેસ્ટ મેચ હતી. એ યાદગાર ઘટના 16 વર્ષ પહેલાં બની હતી. ત્યારે કુલદીપ માંડ 6 વર્ષનો હતો.

વન-ડે ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર ભારતના ત્રણ બોલર છે – ચેતન શર્મા (1987માં નાગપુરમાં ન્યુ ઝીલેન્ડ સામે) અને કપિલ દેવ (1991માં ઈડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે). શર્મા અને કપિલ બંને ફાસ્ટ બોલર હતા જ્યારે કુલદીપ વન-ડે ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર ભારતનો પહેલો જ સ્પિનર બન્યો છે.

ચેતન શર્માની હેટ-ટ્રિક વિશેષ એ રીતે છે કે એણે ન્યુ ઝીલેન્ડના ત્રણેય બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા હતા.

બીજી એક રસપ્રદ બાબત એ છે કે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધીમાં માત્ર બે જ રિસ્ટ સ્પિનર્સે હેટ-ટ્રિક લીધી છે. કુલદીપ પહેલાં હેટ-ટ્રિક લેનાર હતો શ્રીલંકાનો વાનિન્દુ હસરંગા.

(કુલદીપ યાદવની હેટ-ટ્રિક)

httpss://twitter.com/krazzycricket/status/911128857503084545

બોલ જ્યારે આટલો બધો ટર્ન થતો હોય ત્યારે અમુક બોલ જો ઓછો ટર્નવાળો કે સીધો સટ આવી પડે તો બેટ્સમેન મુંઝાઈ જાય. કોલકાતા વન-ડેમાં એવું જ થયું હતું. વિકેટકીપર મેથ્યૂ વેડ બોલ્ડ થયો હતો, ત્યારબાદ આવેલો એશ્ટન એગર એલબીડબલ્યુ આઉટ થયો હતો. ત્રીજો પેટ કમિન્સે જે બોલનો સામનો કર્યો હતો એ ટર્ન થયો નહોતો અને સીધો એના બેટ પર ગયો હતો અને બોલ બેટની ધારને અડીને કીપર ધોનીના ગ્લોવ્ઝમાં પડ્યો હતો.

સમગ્ર વિશ્વની વાત કરીએ તો વન-ડે ક્રિકેટમાં કુલદીપે લીધેલી હેટ-ટ્રિક 43મી હતી. આ યાદીમાં સૌથી પહેલું નામ છે પાકિસ્તાનના જલાલુદ્દીનનું, જેણે 1982માં ઓસ્ટ્રેલિયા સામે વન-ડે ક્રિકેટની પહેલી હેટ-ટ્રિક લીધી હતી.

શ્રીલંકાના લસીથ મલિંગાએ કુલ 3 વાર હેટ-ટ્રિક લીધી છે તો બે-વાર હેટ-ટ્રિક લેવાની સિદ્ધિ મેળવનાર છે – વસીમ અકરમ, સકલૈન મુશ્તાક (બંને પાકિસ્તાન), ચામિન્ડા વાસ (શ્રીલંકા).

કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ ઝડપથી અનુભવ મેળવી રહ્યા છે અને પાકટ બની રહ્યા છે. કુલદીપની હેટ-ટ્રિક બાદ તો કહી શકાય કે 2019ની વર્લ્ડ કપ સ્પર્ધામાં એ ભારતનું મુખ્ય હથિયાર બની શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ-ટ્રિક લેનાર ભારતના પાંચ બોલરોઃ

1. ચેતન શર્મા (ફાસ્ટ બોલર) – 1987 (ન્યુ ઝીલેન્ડ સામે નાગપુરમાં વન-ડે મેચ, 1987 રિલાયન્સ વર્લ્ડ કપ)

2. કપિલ દેવ (ફાસ્ટ બોલર) – 1991 (શ્રીલંકા સામે કોલકાતામાં વન-ડે મેચ, એશિયા કપ ફાઈનલ)

3. હરભજન સિંહ (ઓફ્ફ સ્પિનર) – 2001 (ઓસ્ટ્રેલિયા સામે કોલકાતામાં ટેસ્ટ મેચ)

4. ઈરફાન પઠાણ (ડાબોડી ફાસ્ટ બોલર) – 2006 (પાકિસ્તાન સામે કરાચી ટેસ્ટ મેચ)

5. કુલદીપ યાદવ (ડાબોડી ચાઈનામેન બોલર) – 2017 (ઓસ્ટ્રેલિયા સામે કોલકાતામાં વન-ડે મેચ)

 

ઈડન ગાર્ડન્સમાં ભારતના હેટ-ટ્રિક બોલરો અને એમના 3 શિકાર…

કપિલ દેવ : 1991 (એશિયા કપ ફાઈનલ, વન-ડે ઈન્ટરનેશનલ મેચ)

શ્રીલંકાના 3 બેટ્સમેનો – રોશન મહાનામા, સનત જયસૂર્યા અને ચંપક રમાનાયકે.

હરભજન સિંહ : 2001 (ટેસ્ટ મેચ)

ઓસ્ટ્રેલિયાના 3 બેટ્સમેનો – રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને શેન વોર્ન.

કુલદીપ યાદવ : 2017 (વન-ડે ઈન્ટરનેશનલ મેચ)

ઓસ્ટ્રેલિયાના 3 બેટ્સમેનો – મેથ્યૂ વેડ, એશ્ટન એગર અને પેટ કમિન્સ.

 

શું કહે છે, હેડ સ્પિન કોચ નરેન્દ્ર હિરવાણી?

ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન વન-ડે સિરીઝમાં અત્યાર સુધી યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે મેળવેલી સફળતા માટેનો શ્રેય ઘણે અંશે ભૂતપૂર્વ લેગસ્પિનર નરેન્દ્ર હિરવાણીને જાય છે, જેઓ હાલ નેશનલ ક્રિકેટ એકેડેમીના હેડ સ્પિન કોચ છે. એમણે જ ભારતીય ટીમમાં સ્પિનરોની સંખ્યા વધારી આપી છે. આ ટૂકડીમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી છે તો ચહલ, યાદવ અને અક્ષર પટેલ જેવા પ્રમાણમાં ફ્રેશ બોલરો છે.

હિરવાણીનું માનવું છે કે હાલના ભારતના તમામ સ્પિનરો ટર્નવાળા બોલ સામે રમવાની બેટ્સમેનોની ખામીઓને બરાબર પારખી શકે છે.

હિરવાણીની ઓળખ એ છે કે એમણે 1972માં એમની ડેબ્યૂ ટેસ્ટમેચમાં કુલ 136 રનમાં 16 વિકેટ ઝડપી હતી. મદ્રાસમાં રમાયેલી તે ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બંને દાવમાં 8-8 વિકેટ ઝડપીને એમણે એક વિશ્વવિક્રમ કર્યો હતો. હિરવાણીએ બોબ મેસ્સીનો 137 રનમાં 16 વિકેટનો રેકોર્ડ માત્ર 1 રનથી તોડ્યો હતો. આ રેકોર્ડ આજે પણ અકબંધ છે.

વન-ડે સિરીઝ ટીમ ઈન્ડિયાના કબજામાં…

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે એક વધુ સિદ્ધિ હાંસલ કરી છે. એણે 24 સપ્ટેંબર, રવિવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને પાંચ-વિકેટથી હરાવીને પાંચ-મેચોની સિરીઝ પોતાના કબજામાં લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી અને 50 ઓવરમાં 6 વિકેટે 293 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 47.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 294 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી ઓપનર આરોન ફિન્ચે 124 રન કર્યા હતા. ભારતના દાવમાં ત્રણ હાફ સેન્ચૂરી થઈ હતી – રોહિત શર્માના 71 રન, અજિંક્ય રહાણેના 70 અને હાર્દિક પંડ્યાના આક્રમક 78 રન. મનીષ પાંડે 36 રન કરીને નોટઆઉટ રહ્યો હતો તો કોહલીએ 28 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે એક વધુ સિદ્ધિ હાંસલ કરી છે. એણે 24 સપ્ટેંબર, રવિવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને પાંચ-વિકેટથી હરાવીને પાંચ-મેચોની સિરીઝ પોતાના કબજામાં લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી અને 50 ઓવરમાં 6 વિકેટે 293 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે 47.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 294 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી ઓપનર આરોન ફિન્ચે 124 રન કર્યા હતા. ભારતના દાવમાં ત્રણ હાફ સેન્ચૂરી થઈ હતી – રોહિત શર્માના 71 રન, અજિંક્ય રહાણેના 70 અને હાર્દિક પંડ્યાના આક્રમક 78 રન. મનીષ પાંડે 36 રન કરીને નોટઆઉટ રહ્યો હતો તો કોહલીએ 28 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

હતાશ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મીથ

હાર્દિક પંડ્યા – 72 બોલમાં 78 રન અને બોલિંગમાં વોર્નરની વિકેટ – બન્યો પ્લેયર ઓફ ધ મેચ

રોહિત શર્મા – 71 રન કર્યા

રોહિત શર્મા અને અજિંક્ય રહાણે (70)ની જોડીએ પહેલી વિકેટ માટે 139 રનની ભાગીદારી કરી

આરોન ફિન્ચ – 124 રન કર્યા, પણ ભારતના બેટિંગ પ્રહાર સામે એ ફોગટ સાબિત થયા

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે

કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

અમદાવાદ – કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં રાજકીય રીતે મહત્વ ધરાવતા સૌરાષ્ટ્ર વિસ્તારના ત્રણ દિવસના પ્રવાસ માટે આજે આવી રહ્યા છે. તેઓ આજે દ્વારકાથી આ પ્રવાસ શરૂ કરવાના છે. ત્યાં તેઓ જગપ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરમાં દર્શન કરવા જશે.

ત્રણ દિવસના રોકાણ દરમિયાન રાહુલ સૌરાષ્ટ્રમાં અનેક જાહેર સભાઓ યોજશે, રોડશો કરશે અને ઉદ્યોગપતિઓ-વેપારીઓ સાથે વિચારવિમર્શ કરશે.