Home Blog Page 4912

પ્યારની વાત – ૨૩ માર્ચ, ૨૦૨૦

ભારતમાં કોરોનાવાઈરસ રોગના દર્દીઓની સંખ્યા વધીને 396; 7નાં મરણ

નવી દિલ્હીઃ ખતરનાક જીવલેણ કોરોનાવાઈરસ સામે આખા વિશ્વની સાથે ભારત દેશ પણ ઝઝૂમી રહ્યો છે. ભારતમાં આ રોગનો શિકાર બનેલા દર્દીઓની સંખ્યા વધીને 396 થઈ છે.

કોરોનાને કારણે ભારતમાં થયેલા મરણનો આંક વધીને 7 થયો છે.

ગઈ કાલે રવિવારે એક જ દિવસમાં ભારતમાં કોરોનાનાં પોઝિટીવ કેસોની સંખ્યા 81 નોંધાઈ હતી, જે અત્યાર સુધીમાં સૌથી ઊંચો આંક છે. આ પહેલાં એક જ દિવસમાં સૌથી વધુ કેસોની સંખ્યા 50 નોંધાઈ હતી.

મહારાષ્ટ્રમાં કોરોનાનાં સૌથી વધારે દર્દીઓ છે. ગઈ કાલે નવા 10 કેસ નોંધાતાં આંકડો 74 પર પહોંચ્યો છે. સૌથી વધારે દર્દીઓ મુંબઈમાં નોંધાયા છે – 24. પુણે શહેરમાં 15 દર્દીઓ છે અને ત્યાં 31 માર્ચ સુધી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. મુંબઈમાં, લોકલ ટ્રેન સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે. મુંબઈમાં આજે અખબારો પણ પ્રકાશિત કરવામાં આવ્યા નથી.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે જે જિલ્લાઓમાં Covid-19ના કેસો હોય એ જિલ્લાઓમાં લોકડાઉન કરાવો. દેશભરમાં 75 જિલ્લાઓને કોરોનાગ્રસ્ત ઘોષિત કરાયા છે અને એ તમામમાં લોકડાઉન કરી દેવાયું છે.

ગુજરાતમાં કોરોનાનાં નવા 3 કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 23 થઈ છે.

પંજાબ, રાજસ્થાન, દિલ્હી, અરૂણાચલ પ્રદેશમાં સંપૂર્ણ લોકડાઉન ઘોષિત કરાયું છે. ત્યાં જાહેર પરિવહન સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે, પરંતુ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓને ચાલુ રખાઈ છે.

ગુજરાત અને બંગાળમાં આંશિક લોકડાઉન લાગુ કરાયું છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા શહેરોને બુધવાર સુધી લોકડાઉન કરાયા છે.

રાશિ ભવિષ્ય 23/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બને તેવું બની શકે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ થાય


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બને.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

પંચાંગ તા. 23/03/2020

ભારતભરમાં પળાયો જનતા કર્ફ્યૂ; સેવાભાવીઓનું કરાયું અનોખી રીતે અભિવાદન

નવી દિલ્હી/મુંબઈ/અમદાવાદઃ કોરોના વાઈરસ વિરુદ્ધ ભારત સરકારે આદરેલી લડાઈનો નિર્ણાયક રીતે સામનો કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી હાકલનો પ્રતિસાદ આપીને સમગ્ર દેશમાં આજે લોકોએ સ્વૈચ્છિક જનતા કર્ફ્યૂનો કડક રીતે અમલ કર્યો હતો અને સાંજે બરાબર પાંચ વાગ્યે લોકોએ પોતપોતાના ઘરની બાલ્કનીમાં, બારીમાં તથા દરવાજે ઊભા રહીને તાળીઓ પાડી, થાળી-વેલણ વગાડીને, શંખ ફૂંકીને, ઘંટડી વગાડીને, સંગીત-ઢોલ વગાડીને આ વાઈરસ સામે લોકોનું રક્ષણ કરનાર તબીબો તથા આરોગ્ય ક્ષેત્રના વ્યાવસાયિકોનું અનોખી રીતે અભિવાદન કર્યું હતું. આ અપીલને સમર્થન આપવામાં નાગરિકો સાથે પીએમ મોદીના માતા હીરાબા પણ ગાંધીનગરમાં એમનાં નિવાસસ્થાને જોડાયાં હતાં.

મોદીએ ગયા શુક્રવારે ટીવી પ્રસારિત રાષ્ટ્રજોગા સંબોધનમાં કરેલી અપીલ મુજબ લોકોએ આજે સવારે 7 વાગ્યાથી જનતા કર્ફ્યૂનો અમલ શરૂ કરી દીધો હતો.

નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત દેશના તમામ મોટા શહેરો, નગરો અને ગામડાઓમાં લોકોએ પોતાના કામ-ધંધા બંધ રાખી, ઘરની અંદર જ રહીને કર્ફ્યૂનો અમલ શરૂ કરી દીધો હતો. રસ્તાઓ સંપૂર્ણપણે સૂમસામ દેખાતા હતા. રેલવે વહીવટીતંત્રએ તમામ પેસેન્જર ટ્રેનોને શનિવાર મધરાતથી જ બંધ કરી દીધી હતી.

મુંબઈમાં રોજ કરતાં 50 ટકા જ લોકલ ટ્રેનો દોડાવવામાં આવી હતી તેમજ સામાન્ય જનતાને પ્રવાસ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી તેથી ટ્રેનો ખાલીખમ દોડી હતી.

મુંબઈમાં બસ સેવા પણ બંધ હતી. જનતા કર્ફ્યૂમાં ટેક્સી-ઓટોરિક્ષા ચાલકો પણ જોડાયા હતા.

સાંજે બરાબર પાંચના ટકોરે અમિતાભ બચ્ચન, દીપિકા પદુકોણ જેવા બોલીવૂડ કલાકારો, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, એનસીપીના પ્રમુખ શરદ પવાર જેવા નેતાઓ સહિત લોકોએ આરોગ્ય ક્ષેત્રના લોકોનું અભિવાદન કર્યું હતું, પરંતુ અમદાવાદના ખાડીયા વિસ્તારમાં લોકોએ થાળી-વેલણ સાથે રેલી કાઢી હતી અને જોતજોતામાં સહુ રસ્તા પર ઉતરી આવ્યા હતા. એ દર્શાવતા વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા અને આખો દિવસ જનતા કર્ફ્યૂ કરનારાઓની મહેનત પર પાણી ફેરવી દીધું એવી અમદાવાદના આ રહીશોની ટીકા થઈ છે.

અમદાવાદીઓ દ્વારા સેવાભાવીઓનું અભિવાદન…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને માન આપીને અમદાવાદમાં 22 માર્ચ, રવિવારે જનતા કર્ફ્યૂ દરમિયાન સાંજે બરાબર પાંચ વાગ્યે રહેવાસીઓએ થાળી-વેલણ વગાડીને કોરોના વાઈરસ સામેના જંગમાં લોકોની કાળજી લેનાર તબીબી વ્યાવસાયિકો તથા સેવાભાવી કર્મચારીઓ, સ્વયંસેવકો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)














Dr Mona Desai President of Ahmedabad Medical Association shares crucial information on CoronaVirus

અમદાવાદ બંધઃ ‘જનતા કર્ફ્યૂ’ને નાગરિકોએ આપ્યો જબ્બર પ્રતિસાદ…

દુનિયાભરમાં હજારો મૃત્યુ નિપજાવીને ખળભળાટ મચાવી દેનાર કોરોના વાઈરસના ભારતમાં વધુ ફેલાવાને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જનતા કર્ફ્યૂની હાકલને માન આપીને અમદાવાદમાં 22 માર્ચ, રવિવારે લોકોએ સ્વૈચ્છિક-સ્વયંભૂ બંધ પાડીને, દુકાનો-ઓફિસો, કામ-ધંધા બંધ રાખીને, સેલ્ફ-ક્વોરન્ટીન રૂપે પોતપોતાના ઘરની અંદર જ રહીને જોરદાર પ્રતિસાદ આપ્યો હતો. એને કારણે તમામ મુખ્ય માર્ગો, રસ્તાઓ-ગલીઓ, રેલવે સ્ટેશન, બસ મથકો સદંતર સૂમસામ જોવા મળ્યા હતા. માત્ર આવશ્યક સેવાઓને બાદ કરતાં કામકાજને લગતી તમામ પ્રવૃત્તિઓ તથા અવરજવર, વાહનવ્યવહારને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)
















































જનતા કર્ફ્યૂઃ કોરોના સામેની લડાઈમાં ભારત પણ છે દુનિયાની સાથે…

દુનિયાભરમાં હજારો લોકોને બીમાર પાડી એમના મૃત્યુ નિપજાવી, લાખો લોકોને બીમાર પાડી દઈ હાહાકાર મચાવી દેનાર ખતરનાક એવા કોરોના વાઈરસ સામેની લડાઈમાં આજે ભારતવાસીઓ પણ વધારે મક્કમ બની ગયા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને આજે સવારે 7 વાગ્યાથી સ્વૈચ્છિક, સ્વયંભૂ 'જનતા કર્ફ્યૂ'નો અમલ શરૂ કરી દીધો છે.


કોરોના વાઈરસ વધારે ન ફેલાય એટલા માટે પીએમ મોદીએ 'જનતા કર્ફ્યૂ' પાળવાની અપીલ કરી છે. દેશની 1 અબજ 30 કરોડ જેટલી જનતા જો એક દિવસ માટે 'હોમ ક્વોરન્ટીન' નિયમ અપનાવશે તો આ વાયરસનો ફેલાવો નબળો પડી જશે એવી ખાતરી સાથે વડા પ્રધાને જનતા કર્ફ્યૂની હાકલ કરી છે.


શનિવારની મધરાતથી રવિવારે રાતે 10 વાગ્યા સુધી દેશના કોઈ પણ રેલવે સ્ટેશનેથી પેસેન્જર ટ્રેન ઉપાડવાનું બંધ રાખવામાં આવ્યું છે, તેથી રેલવે સ્ટેશનો ખાલીખમ દેખાય છે


ભરૂચમાં જનતા કર્ફ્યુને સજ્જડ પ્રતિસાદઃ વાહનોથી ધમધમતો ગોલ્ડનબ્રિજ ખાલીખમ






























 

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા આજે મુંબઈમાં જનતા કર્ફ્યૂને કારણે સજ્જડ બંધ.

અંધેરીથી ચર્ચગેટ તરફ જતી ટ્રેનમાં જૂજ પ્રવાસી.

અંધેરી સ્ટેશનના પૂલ પરનું દ્રશ્ય. સામાન્ય રીતે પગ મૂકવાની જગ્યા ન હોય એ પૂલ આજે ખાલીખમ છે.

બાન્દ્રા (વેસ્ટ)માં રેલવે સ્ટેશનની બહારનું દ્રશ્ય.

(વિડિયોગ્રાફીઃ દીપક ધુરી)

 

 

 

 

મોબાઈલ ફોનને કેવી રીતે કરશો સેનેટાઈઝ્ડ?

કોરોનાવાઈરસ: તમે કોરોનોવાઈરસ સામે લડવા માટે નિયમિતપણે તમારા હાથ ધોઈ રહ્યા છો? તમારા હાથની જેમ, તમારે ફોનને પણ જંતુમુક્ત રાખવો પડશે. (તમારા ફોનને જંતુમુક્ત કરો) અહીં અમે તમને તમારા ફોનને નિયમિત રૂપે જીવાણુ મુક્ત રાખવાની કેટલીક ટીપ્સ વિશે જણાવી રહ્યા છીએ…

કોરોના વાઈરસ એકથી બીજામાં ફેલાય નહીં તે માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેન્ડવોશિંગ અથવા હેન્ડ સેનિટાઇઝર જેવા સરળ પગલાં તમને ચેપ સામે લડવામાં મદદ કરી શકે છે. તમારા હાથ દિવસ દરમ્યાન ઘણી વસ્તુઓને સ્પર્શ કરે છે. જો તમે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરો છો જે ચેપગ્રસ્ત છે, તો તે તમારા શરીરની અંદર વાયરસ ફેલાવવાનું સરળ બનાવી શકે છે. હેન્ડવોશિંગ અથવા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ તમને વાઈસરને મારવામાં મદદ કરી શકે છે.

તમારો મોબાઇલ ફોન દિવસ દરમ્યાન અનેક કલાકો સુધી તમારા હાથમાં રહે છે. આનાતી તમને સંક્રમણનો ખતરો વધારે હોય છે. કોઈપણ વસ્તુને સ્પર્શ કર્યા પછી તમારો મોબાઇલ ફોન પકડી રાખવો, જેમાં કોઈ વાઈરસ છે, આ વાઈરસ ફોન પર આવી શકે છે. વાઈરસના આ ટ્રાન્સફોર્મેશનને રોકવા માટે  તમારે તમારા મોબાઇલ ફોનને વારંવાર જંતુરહિત કરવો પડશે.

જ્યારે લોકોને ઉધરસ કે છીંક આવે છે, ત્યારે આપણા મોબાઇલ ફોનની સ્ક્રીન વાયરસનું વાહક બની શકે છે. જો તમે મોબાઇલ ફોનનો ઉપયોગ તેને સાફ કર્યા વગર કરી રહ્યા હો, તમને ચેપ લાગવાની સંભાવના છે. જાહેર સ્થળોએ તમારા ખિસ્સામાંથી અથવા બેગમાંથી મોબાઇલ ફોન લેવાનું ટાળવાનો પ્રયત્ન કરો.

તમારા ફોનને જીવાણુમુક્ત કેવી રીતે કરવો?

ડો.દીપક વર્માએ ફોનને જીવાણુમુક્ત કરવાની રીત સમજાવતા તેઓ કહે છે કે મોબાઈલ ફોનની સ્વચ્છતા જાળવવી મહત્વપૂર્ણ છે. એન્ટીવાયરલ વાઇપનો ઉપયોગ કરો અથવા સ્ક્રીન પર અને તમારા ફોન પર સેનિટાઇઝરના થોડા ટીપાં લગાવી સાફ કરો. વૈકલ્પિક રીતે તેને સાફ કરવા માટે કપડું તમારી પાસે રાખો. ધ્યાન રાખો કે ફોનનો ઉપયોગ કરતા પહેલા તેની સફાઈ કરી લો.