અમદાવાદ બંધઃ ‘જનતા કર્ફ્યૂ’ને નાગરિકોએ આપ્યો જબ્બર પ્રતિસાદ…

દુનિયાભરમાં હજારો મૃત્યુ નિપજાવીને ખળભળાટ મચાવી દેનાર કોરોના વાઈરસના ભારતમાં વધુ ફેલાવાને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જનતા કર્ફ્યૂની હાકલને માન આપીને અમદાવાદમાં 22 માર્ચ, રવિવારે લોકોએ સ્વૈચ્છિક-સ્વયંભૂ બંધ પાડીને, દુકાનો-ઓફિસો, કામ-ધંધા બંધ રાખીને, સેલ્ફ-ક્વોરન્ટીન રૂપે પોતપોતાના ઘરની અંદર જ રહીને જોરદાર પ્રતિસાદ આપ્યો હતો. એને કારણે તમામ મુખ્ય માર્ગો, રસ્તાઓ-ગલીઓ, રેલવે સ્ટેશન, બસ મથકો સદંતર સૂમસામ જોવા મળ્યા હતા. માત્ર આવશ્યક સેવાઓને બાદ કરતાં કામકાજને લગતી તમામ પ્રવૃત્તિઓ તથા અવરજવર, વાહનવ્યવહારને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)