Home Blog Page 4896

રાશિ ભવિષ્ય 30/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારો સહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિક થાકની લાગણી વધુ લાગે, વાદ વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરી પૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડી ખર્ચાળ બને તેવું બની શકે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મક વિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું. કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

લોકડાઉનમાં પીએમ મોદી યોગા કરીને પોતાની ફિટનેસ સંભાળે છે

નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો રોગચાળો આખા દેશમાં અને વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો છે અને ભારતમાં તો સંપૂર્ણ લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 24 માર્ચે જાહેરાત કરી હતી કે 25 માર્ચથી સમગ્ર ભારતમાં લોકડાઉન નિયમ લાગુ થશે. દરેક જણે પોતપોતાના ઘરમાં જ રહેવું પડશે અને આ નિયમ એમને પોતાને પણ લાગુ પડશે.

હવે જ્યારે પીએમ મોદી પણ સ્ટે-એટ-હોમ છે ત્યારે એ પોતે એમની તંદુરસ્તી કેવી રીતે સંભાળે છે એ જાણવાની ઘણાને ઉત્સુક્તા હતી.

એક ઈન્ટરનેટ યુઝરે સવાલ પૂછ્યા બાદ મોદીએ એમના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોતાના યોગા વિડિયો શેર કર્યા છે જેમાં એમને પોતાનું ફિટનેસ રૂટિન સંભાળતા જોઈ શકાય છે.

યોગા વિડિયો શેર કરતાં મોદીએ કહ્યું કે, રવિવારે મન કી બાત કાર્યક્રમમાં કોઈકે મને લોકડાઉનના સમયમાં મારા ફિટનેસ રૂટિન વિશે પૂછ્યું હતું. તેથી મને લાગ્યું આ યોગા વિડિયો હું આપની સાથે શેર કરું. મને આશા છે કે તમે પણ નિયમિત રીતે યોગ કરશો.

મોદીએ વધુમાં કહ્યું કે હું કોઈ ફિટનેસ એક્સપર્ટ નથી કે કોઈ મેડિકલ એક્સપર્ટ પણ નથી. યોગ કરવા એ ઘણા વર્ષોથી મારા જીવનનો એક અંતરંગ હિસ્સો બની ગયું છે અને મને એનાથી ઘણો ફાયદો થયો છે. મને ખાતરી છે કે તમારામાંના ઘણા લોકો પણ તંદુરસ્ત રહેવા માટે બીજી ઘણી રીત અપનાવતા હશો. તો તમારે પણ અન્ય લોકો માટે એ શેર કરવા જોઈએ.

વડા પ્રધાને એમ પણ કહ્યું કે, યોગ વિડિયો જુદી જુદી ભાષાઓમાં ઉપલબ્ધ છે. એક નજર કરજો. હેપ્પી યોગા પ્રેક્ટિસિંગ.

કોરોના સંકટમાં ગરીબ ભૂખ્યાંને અન્નઃ આભાર મુંબઈ રોટી બેન્ક…

મુંબઈઃ આજે જ્યારે આપણો આખો દેશ અને આખું વિશ્વ જીવલેણ કોરોના વાઈરસ સામે ઝઝૂમી રહ્યા છે, દેશની જનતાને 21 દિવસ સુધી લોકડાઉનને કારણે માત્ર ઘરમાં જ રહેવાની ફરજ પડી રહી છે ત્યારે એવા ઘણા ગરીબ લોકો છે જેમને જમવાની તકલીફ ઊભી થઈ છે.

આવા મુશ્કેલ સમયમાં અને આવા ગરીબ-ગુલબાઓની મદદે આવી છે મુંબઈ રોટી બેન્ક નામની સેવાભાવી સંસ્થા. આ સંસ્થા તમામ ગરીબોને મફતમાં ભોજન પૂરું પાડી રહી છે.

મુંબઈ રોટી બેન્ક સંસ્થાની શરૂઆત ડી. શિવાનંદને કરી છે, જેઓ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને મહારાષ્ટ્રના નિવૃત્ત પોલીસ વડા છે. આવા કટોકટીના સમયે આ સંસ્થાને મુંબઈ પોલીસ પોતાની વેન પૂરી પાડીને શિવાનંદનની સંસ્થાને મદદ કરે છે.

સરકારે કરિયાણાનાં સ્ટોર્સને ખુલ્લા રાખવાની પરવાનગી આપી છે, પરંતુ રોજનું કમાઈને પોતાનું અને પરિવારજનોનું પેટ રળતા મજૂરો-કામદારો એવા સ્ટોર્સમાં પણ જઈ શકે એમ નથી. કામ મળવાનું બંધ થઈ જતાં એમની રોજિંદી આવક અચાનક બંધ થઈ ગઈ છે. આવા કમનસીબ લોકોને ભૂખ તો રોજ લાગવાની જ.

ગરીબ ભૂખ્યા લોકો વિશે સંસ્થાને જાણકારી આપવા અને સંસ્થાને આર્થિક તથા અનાજ રૂપે મદદ કરવાની લોકોને અપીલ કરતા ડી. શિવાનંદનનું વિડિયો નિવેદન સાંભળો.

 

જો તમને એવી કોઈ જગ્યાની જાણ થાય કે જ્યાં લોકો ભૂખ્યા છે, તો કૃપા કરીને આ નંબર પર અમારો સંપર્ક કરો – 8655580001. એવા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને સેવા આપવાનો અમને આનંદ થશે.

આ સંસ્થાને મદદ કરવાની પણ સંસ્થા તરફથી અપીલ કરવામાં આવી છે. લોકો આ રીતે મદદ કરી શકે છેઃ

1. ચોખા, ઘઉં, દાળ જેવા ન રાંધેલા અનાજ તથા કઠોળ, કે ખાવાનું તેલ. સંસ્થા પોતાના રસોડામાં ભોજન બનાવશે અને એનું ગરીબોને વિતરણ કરશે.

2. અમારી બેન્ક વિગતો કે પેટીએમ મારફત નાણાકીય દાનની રકમ મોકલી શકાશે.

આ રજિસ્ટર એનજીઓ છે, જે સંપર્ક સાધનારને 80G સર્ટિફિકેટ મોકલશે.

બેન્કની વિગતઃ

એકાઉન્ટ નંબરઃ 303402127218

IFSC કોડઃ RATN0000088

બ્રાન્ચનું નામઃ RBL Bank, લોઅર પરેલ

એકાઉન્ટનું નામઃ રોટી ફાઉન્ડેશન મુંબઈ

ફોન નંબરઃ 8655580001

વેબસાઈટઃ www.rotibankindia.org

આ વેબસાઈટ મારફત પણ દાન મોકલી શકાશે.

રાશિ ભવિષ્ય 30/03/20 થી 05/04/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીય  પ્રશ્નથી માનસિક થાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમાં કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળીયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહ સુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામા જ શાણપણ છે, સ્પર્ધાત્મક પરિક્ષામાં આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવા આયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે, અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગાસ્નેહીની તમે મજાક કરવાની વૃતિવાળા બનો. જૂની ઓળખાણ કે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુના મતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવી નોકરી કે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાત કે હરવા ફરવામાં સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમાં તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની તકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

નરેન્દ્ર મોદીએ કેમ શેર કરી આ તસવીર?

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ જ્યારે લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે તેમણે એક બોર્ડ પણ બતાવ્યું હતું કે જેમાં કોરોનાનો અર્થ સમજાવવામાં આવ્યો હતો. ત્યારે અત્યારે વડાપ્રધાન મોદીએ નાનકડી એક દીકરીનો ફોટો શેર કર્યો છે. જેમાં લોકડાઉનને લઈને એક સારો મેસેજ લખવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ એ ફોટો શેર કરતા લખ્યું કે, રસપ્રદ છે અને ભાવ પણ ખૂબ ગહન છે.

આ ફોટોગ્રાફમાં એક નાનકડી દીકરીએ એક પોસ્ટર પોતાના કુમળા હાથમાં પકડ્યું છે. તેના પર લખ્યું છે કે, “જો હું માતાના ગર્ભમાં 9 મહિના રહી શકું તો, શું તમે ભારત માતા માટે 21 દિવસ ઘરમાં નહી રહી શકો?” ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ થોડા દિવસ પહેલા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી અને તમામને આગ્રહ કર્યો હતો કે, કોઈ 21 દિવસ માટે પોતાના ઘરમાંથી બહાર ના નીકળે.

કોરોના સામે રેલવેનો જંગઃ ટ્રેનમાં બનાવ્યા આઈસોલેશન કોચ…

દેશ તથા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસનો ફેલાવો રોકવા ભારતીય રેલવે સતત ખડે પગે છે. ક્વોરન્ટાઈન કરાતા દર્દીઓની સારવાર કરી શકાય એ માટે રેલવેએ મહારાષ્ટ્ર તેમજ ઉત્તર પ્રદેશમાં ટ્રેનોમાં કેટલાક ડબ્બાને આઈસોલેશન કોચ, પેશન્ટ કેબિન બનાવી દીધા છે. રેલવેએ આવી 6,300 આઈસોલેશન પથારીઓ તૈયાર કરી દીધી છે. કોરોના સામેના યુદ્ધ માટે ‘જીવનરેખા એક્સપ્રેસ’ સજ્જ બની ગઈ છે.

રેલવેએ ડબ્બામાં વચ્ચેની બર્થને એક બાજુએથી દૂર કરી દીધી છે. બર્થની ઉપર ચડવા માટેની સીડી પણ હટાવી દેવામાં આવી છે. ટ્રેનમાંના શૌચાલયમાં સુધારા કરવામાં આવ્યા છે.

મોદી આ રીતે રાખી રહયા છે સ્થિતિ પર (બાજ) નજર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઈરસની દેશમાં ચાલી રહેલી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. લોકડાઉનમાં કોરોના સામે ચાલી રહેલી જંગમાં કામે લાગેલા તમામ વ્યક્તિઓ જોડે વિડિયો કોન્ફરન્સ મારફતે સંવાદ સાધી રહયા છે તેમજ ફિલ્મમાં કામ કરતા કોરોના યોદ્ધાઓ સાથે ડાયરેક્ટ ફોનથી પણ વાત કરી રહ્યા છે. વડાપ્રધાન દરરોજ 200થી વધુ લોકો સાથે સંપર્ક સાધીને તેમની પાસેથી માહિતી મેળવી રહ. અને તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. કોરોનાથી છૂટકારો મેળવવા સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.

પીએમઓ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તમામ ભાગોમાં ડોક્ટરો, નર્સો, હેલ્થ વર્કરો અને સ્વચ્છતા કર્મચારીઓનો ફોનના માધ્યમથી સંપર્ક કરી રહ્યા છે. વડાપ્રધાન આ લોકોને પ્રોત્સાહિત કરવા માટે તેમજ દેશ અને સમાજ માટે તેમની સેવા બદલ અભાર વ્યક્ત કરવા માટે આમ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે વિડિયો કોન્ફરન્સ મારફતે તમામ ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી કોરોના વાઈરસથી સંક્રમિત લોકો અને સંક્રમણ બાદ સ્વસ્થ થઈ ગયેલા લોકો સાથે ટેલિફોનના માધ્યમથી વાતચીત કરી રહ્યા છે જેથી તમામ અપડેટ મેળવી શકે.

મહત્વનું છે કે, લોકડાઉનને પગલે દેશના અનેક ભાગોમાં મોટી સંખ્યામાં લોકો ફસાયા છે. જેમાં સૌથી વધુ મુશ્કેલી એ રોજમદાર મજૂરો ને પડી રહી છે. લોકડાઉનને પગલે કામકાજ ઠપ છે ત્યારે તેમને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. આરએસએસ એવા લોકોને સતત ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

 

ક્રિકેટર રિચા ઘોષે કોરોના સામે લડવા રૂ. એક લાખ આપ્યા

નવી દિલ્હીઃ દેશ કોરોના સામો ઝઝૂમી રહ્યો છે અને આ રોગે એક હજારથી વધુ લોકોને ભરડામાં લીધા છે. સરકારે દેશમાં સંપૂર્ણ લોકડાઉન કર્યું છે. આ રાષ્ટ્રીય આફત સામે દેશના તમામ લોકો મદદ કરવા આગળ આવી રહ્યા છે. ભારતીય સ્ટાર ખેલાડીઓની વચ્ચે 16 વર્ષની મહિલા ક્રિકેટર રિચા ઘોષે પણ મદદ કરી છે.

રિચા ઘોષ ભારતીય ટીમની હિસ્સો

આઇસીસી T20 મહિલા વિશ્વ કપમાં ભારતીય ટીમનો હિસ્સો રહેલી રિચા ઘોષે કોરોના વાઇરસ સામેના જંગમાં લડવા માટે રૂ. એક લાખનું દાન આપ્યું છથે. બંગાળ તરફથી રમવાવાળી આ યુવા ખેલાડીએ મુખ્ય પ્રધાન ફંડમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત લોકોને મદદ કરવા માટે આ રકમ દાન કરવાનો નિર્ણય લીધો છે.

સિલિગુડી જિલ્લા મેજિસ્ટ્રેટને ચેક આપ્યો

16 વર્ષીય રિચાના પિતાએ રૂ. એક લાખનો ચેક સિલિગુડી જિલ્લા મેજિસ્ટ્રેટને આપ્યો હતો. રિચાએ કહ્યું હતું ક જ્યારે બધા કોવિડ-19ની સામે જંગ લડી રહ્યા છે અને મુખ્ય પ્રધાન બધાને આની સામે લડવાની અપીલ કરી રહ્યા છે. દેશના એક જવાબદાર નાગરિક હોવાને લીધે મેં થોડું મારા તરફથી યોગદાન આપ્યું છે.

ભારતીય મહિલા ટીમની ઓલરાઉન્ડર રિચાએ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ફાઇનલ રમી હતી. શેફાલી વર્મા અને રિચા –બંને દેશ તરફથી રમાવવાળી સૌથી નાની વયની ખેલાડી છે.

સચિન, સૌરવ, ગૌતમ અને સુરેશ રેનાએ દાન આપ્યું 

આ પહેલાં સતચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, ગૌતમ ગંભીર, સુરેશ રૈનાએ કોરોના સામેના જંગમાં યોગદાન આપ્યું છે. સચિન અને ગાંગુલીએ રૂ. 50-50 લખ, રેનાએ રૂ. 52 લાખ આપ્યા છે, જ્યારે ગંભીરે રૂ. એક કરોડનું દાન આપ્યું છે.

 

ખતરાની ઘંટીઃ મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાનાં નવા 22 દર્દીઓ નોંધાયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો શિકાર બનતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે એક જ દિવસમાં નવા 22 દર્દીઓ નોંધાયા છે. આને કારણે રાજ્ય માટે ચિંતા વધી ગઈ છે.

આજે નવા 22 દર્દીઓ નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 203 થઈ છે.

આજે નવા નોંધાયેલા દર્દીઓમાં મુંબઈમાં 10, પુણેમાં પાંચ, નાગપુરમાં 3, એહમદનગરમાં, સાંગલી, બુલઢાણા, જળગાંવમાં 1-1 દર્દીનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આજે બે કોરોના દર્દીનાં જાન ગયા હોવાનો અહેવાલ છે.

રાજ્યમાં કોરોનાનો ચેપ લાગેલા 35 દર્દીઓનું સ્વાસ્થ્ય સારું થયાનો પણ અહેવાલ છે. આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ જાણકારી રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપી છે.

મુંબઈમાં 40 વર્ષીય મહિલાનું કેઈએમ હોસ્પિટલમાં નિધન થયું હતું. એમને શ્વાસ રૂંધાઈ જવાની તકલીફ હતી.

બુલઢાણામાં 45 વર્ષીય પુરુષનું નિધન થયું છે. એમને ડાયાબિટીસની તકલીફ હતી.

આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 8 થઈ છે.

ચોક્કસ વિસ્તારોમાં ભીડ ન કરોઃ CM ઠાકરેની લોકોને અપીલ

દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે ફરી રાજ્યની જનતાજોગ કરેલા સંબોધનમાં કહ્યું કે કોરોના વાઈરસને નાથવા માટે લોકોના પ્રયાસો અને સહકારને જોઈ શકાય છે, તે ઉત્સાહજનક છે, પરંતુ મહારાષ્ટ્રમાં કોરોનાનાં ઝડપથી વધી રહેલા કેસની બાબત ચિંતાજનક છે. લોકડાઉન કરવા છતાં કેસની સંખ્યા વધી રહી છે. મારી તમામ ધર્મના લોકોને વિનંતી છે કે ચોક્કસ વિસ્તારોમાં ભીડ કરવાનું ટાળો. આ આરોગ્યને લગતી ઈમરજન્સી છે.

દીકરીઓના કહેવા પર હકાભાએ ખજાનો ખાલી કર્યો…

અમદાવાદઃ કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત વિશ્વ આખામાં હાહાકાર મચાવ્યો છે અને એના કારણે અમલી કરવામાં આવેલા લોકડાઉનમાં મજૂર અને ગરીબ વર્ગના લોકો પોતાની રોજગારી બંધ થઈ જવાથી સૌથી વધારે મુશ્કેલીમાં મૂકાયા છે.

આ માહોલમાં કોરોના સામે લડવા જરૂરી સુવિધાઓ વિકસાવવા માટે સરકારે સમાજના વિવિધ વર્ગના લોકોને ઉદાર હાથે દાન આપવાની અપીલ કરી છે અને સમાજના તમામ વર્ગ તરફથી એને બહુ સારો પ્રતિસાદ પણ મળી રહયો છે. ગુજરાતમાં અનેક એવા દાતાઓ આગળ આવ્યા છે અને એમણે સરકારના રાહત ફંડમાં ખોબલેને ખોબલે દાન આપી દાનની રીતસરની ગંગા વહાવી છે.

પણ અહીં તો એક એવા દાતાની વાત કરવી છે કે જેમણે બધાથી કંઈક અલગ રીતે દાન આપ્યું છે. એમ કહો કે, વ્યક્તિએ પોતાના ખજાના ખાલી કરી દીધા છે.

વાત છે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની. ચારેકોરથી વહેતી દાનની સરવાણી વચ્ચે આ હકાભા ગઢવીએ તો પોતાની પાસે ઘરખર્ચ માટે ફક્ત 50,000 રુપિયા રાખીને બાકીની તમામ બચતની રકમનું દાન આપવાની જાહેરાત કરી છે!

લોકો બહુ બહુ તો પોતાની સંપત્તિના દસ-વીસ કે પછી કોઇ એકાદ અઝીમ પ્રેમજી જેવા હોય કે પચાસ કે પંચોતેર ટકા દાનની જાહેરાત કરે, પણ આ તો આખેઆખી બચત દાન કરી દેવાની? કેમ આ નિર્ણય?  

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા હકાભા ગઢવી કહે છે, મારી બે દીકરી આરતી બા અને મીરા બા એ મને એક રાત્રે કહ્યું કે, પપ્પા, આપણે કોઈ દાન નથી કરવું? એ ક્ષણે મને એમ થયું કે હવે કંઈ જ રહેવા દેવું નથી. જે છે તે બધું જ દાન કરી દેવું છે. હવે તો છે એટલા બધા જ પૈસા દાન કરી દેવા છે… 

બસ, એને પછી હકાભાએ નક્કી કરી જ લીધું.

એ કહે છેઃ સમાજને દાન આપવાનો આવો અવસર જ્યારે મળ્યો છે ત્યારે સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા એક કલાકાર તરીકે મારે દાન કરવાનું ટાણું આવે ત્યારે મારે ક્યારેય પાછું વળીને જોવું ન જોઈએ.

આ હકાભા ગઢવી વળી કોઇ અમીર પરિવારમાં જન્મેલા નથી. એ પણ બાળપણમાં ગરીબી સામે સંઘર્ષ કરીને ઉછરેલા છે.

પોતાના એ સંઘર્ષની વાત કરતા હકાભા કહે છેઃ મારા જીવનમાં એક સમય એવો પણ હતો કે જ્યારે હું મજૂરી કરતો હતો અને અમારી આર્થિક સ્થિતિ ખૂબ નાજૂક હતી. એ હદે નાજૂક કે મારી દીકરીને વીંછી કરડ્યો તો એની દવા કરાવવાના ય પૈસા મારી પાસે નહોતા. જો એ સમયે મને કોઈએ 5000 રુપિયા આપ્યા હોત તો મારી દીકરી બચી ગઈ હોત, પણ…. જેવી ઇશ્વરની મરજી. હા, મને કોઈએ 5000 રુપિયા ન આપ્યા એટલે મારે દીકરી ગુમાવવી પડી. આજે જ્યારે સમાજના ગરીબ વર્ગના લોકો અને તેમના સંતાનો બે ટંકના ભોજન માટે જ્યારે તકલીફમાં હોય તો મારે તેમના માટે દાન કરવું જોઈએ.
અમે જ્યારે તેમને પૂછ્યું કે આશરે કેટલા પૈસા હશે આપના અકાઉન્ટમાં?

તો જવાબમાં એ કહે છેઃ મારા કુલ 3 બેંક અકાઉન્ટ છે. જેમાં પૈસા તો ઘણાય હશે પરંતુ મને સમાજની સેવા માટે જ્યારે દાન કરવાનો અવસર મળ્યો છે ત્યારે ગણતરી ન કરાય કે કેટલા પૈસા છે! ઘરખર્ચ માટે માત્ર 50,000 રુપિયા રાખીને જે છે તે બધું જ દાન કરી દેવાનું છે.

દાનની રકમ આપવા માટે તેઓ આવતીકાલે મામલતદાર અથવા તો કલેક્ટરની પાસે જવાના છે. હકાભા તેમને બેંક અકાઉન્ટના કોરા ચેક આપી દેશે. તેમાં જેટલી રકમ હશે તે બધાનું દાન કરી દેવું એવું એમણે નક્કી કર્યું છે.

હકાભા કહે છે કે, મારા માટે દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિ સૌથી મોટી છે. એની સામે આપણી સંપત્તિનું કોઈ મૂલ્ય નથી. દેશ છે તો આપણે છીએ. હું સમાજના બધા લોકોને સંદેશો આપવા માંગું છું કે તમારાથી શક્ય હોય તેટલું દાન આપો. 130 કરોડ દેશની જનતા છે અને આ બધા જ લોકો જો 5-5 રુપિયા પણ આપશે તો બહુ મોટી રકમ એકત્ર થશે અને આપણે દેશસેવા માટેનું બહુ મોટું કાર્ય કરી શકીશું.

(હાર્દિક વ્યાસ)