કોરોના સંકટમાં ગરીબ ભૂખ્યાંને અન્નઃ આભાર મુંબઈ રોટી બેન્ક…

મુંબઈઃ આજે જ્યારે આપણો આખો દેશ અને આખું વિશ્વ જીવલેણ કોરોના વાઈરસ સામે ઝઝૂમી રહ્યા છે, દેશની જનતાને 21 દિવસ સુધી લોકડાઉનને કારણે માત્ર ઘરમાં જ રહેવાની ફરજ પડી રહી છે ત્યારે એવા ઘણા ગરીબ લોકો છે જેમને જમવાની તકલીફ ઊભી થઈ છે.

આવા મુશ્કેલ સમયમાં અને આવા ગરીબ-ગુલબાઓની મદદે આવી છે મુંબઈ રોટી બેન્ક નામની સેવાભાવી સંસ્થા. આ સંસ્થા તમામ ગરીબોને મફતમાં ભોજન પૂરું પાડી રહી છે.

મુંબઈ રોટી બેન્ક સંસ્થાની શરૂઆત ડી. શિવાનંદને કરી છે, જેઓ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને મહારાષ્ટ્રના નિવૃત્ત પોલીસ વડા છે. આવા કટોકટીના સમયે આ સંસ્થાને મુંબઈ પોલીસ પોતાની વેન પૂરી પાડીને શિવાનંદનની સંસ્થાને મદદ કરે છે.

સરકારે કરિયાણાનાં સ્ટોર્સને ખુલ્લા રાખવાની પરવાનગી આપી છે, પરંતુ રોજનું કમાઈને પોતાનું અને પરિવારજનોનું પેટ રળતા મજૂરો-કામદારો એવા સ્ટોર્સમાં પણ જઈ શકે એમ નથી. કામ મળવાનું બંધ થઈ જતાં એમની રોજિંદી આવક અચાનક બંધ થઈ ગઈ છે. આવા કમનસીબ લોકોને ભૂખ તો રોજ લાગવાની જ.

ગરીબ ભૂખ્યા લોકો વિશે સંસ્થાને જાણકારી આપવા અને સંસ્થાને આર્થિક તથા અનાજ રૂપે મદદ કરવાની લોકોને અપીલ કરતા ડી. શિવાનંદનનું વિડિયો નિવેદન સાંભળો.

 

જો તમને એવી કોઈ જગ્યાની જાણ થાય કે જ્યાં લોકો ભૂખ્યા છે, તો કૃપા કરીને આ નંબર પર અમારો સંપર્ક કરો – 8655580001. એવા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને સેવા આપવાનો અમને આનંદ થશે.

આ સંસ્થાને મદદ કરવાની પણ સંસ્થા તરફથી અપીલ કરવામાં આવી છે. લોકો આ રીતે મદદ કરી શકે છેઃ

1. ચોખા, ઘઉં, દાળ જેવા ન રાંધેલા અનાજ તથા કઠોળ, કે ખાવાનું તેલ. સંસ્થા પોતાના રસોડામાં ભોજન બનાવશે અને એનું ગરીબોને વિતરણ કરશે.

2. અમારી બેન્ક વિગતો કે પેટીએમ મારફત નાણાકીય દાનની રકમ મોકલી શકાશે.

આ રજિસ્ટર એનજીઓ છે, જે સંપર્ક સાધનારને 80G સર્ટિફિકેટ મોકલશે.

બેન્કની વિગતઃ

એકાઉન્ટ નંબરઃ 303402127218

IFSC કોડઃ RATN0000088

બ્રાન્ચનું નામઃ RBL Bank, લોઅર પરેલ

એકાઉન્ટનું નામઃ રોટી ફાઉન્ડેશન મુંબઈ

ફોન નંબરઃ 8655580001

વેબસાઈટઃ www.rotibankindia.org

આ વેબસાઈટ મારફત પણ દાન મોકલી શકાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]