ક્રિકેટર રિચા ઘોષે કોરોના સામે લડવા રૂ. એક લાખ આપ્યા

નવી દિલ્હીઃ દેશ કોરોના સામો ઝઝૂમી રહ્યો છે અને આ રોગે એક હજારથી વધુ લોકોને ભરડામાં લીધા છે. સરકારે દેશમાં સંપૂર્ણ લોકડાઉન કર્યું છે. આ રાષ્ટ્રીય આફત સામે દેશના તમામ લોકો મદદ કરવા આગળ આવી રહ્યા છે. ભારતીય સ્ટાર ખેલાડીઓની વચ્ચે 16 વર્ષની મહિલા ક્રિકેટર રિચા ઘોષે પણ મદદ કરી છે.

રિચા ઘોષ ભારતીય ટીમની હિસ્સો

આઇસીસી T20 મહિલા વિશ્વ કપમાં ભારતીય ટીમનો હિસ્સો રહેલી રિચા ઘોષે કોરોના વાઇરસ સામેના જંગમાં લડવા માટે રૂ. એક લાખનું દાન આપ્યું છથે. બંગાળ તરફથી રમવાવાળી આ યુવા ખેલાડીએ મુખ્ય પ્રધાન ફંડમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત લોકોને મદદ કરવા માટે આ રકમ દાન કરવાનો નિર્ણય લીધો છે.

સિલિગુડી જિલ્લા મેજિસ્ટ્રેટને ચેક આપ્યો

16 વર્ષીય રિચાના પિતાએ રૂ. એક લાખનો ચેક સિલિગુડી જિલ્લા મેજિસ્ટ્રેટને આપ્યો હતો. રિચાએ કહ્યું હતું ક જ્યારે બધા કોવિડ-19ની સામે જંગ લડી રહ્યા છે અને મુખ્ય પ્રધાન બધાને આની સામે લડવાની અપીલ કરી રહ્યા છે. દેશના એક જવાબદાર નાગરિક હોવાને લીધે મેં થોડું મારા તરફથી યોગદાન આપ્યું છે.

ભારતીય મહિલા ટીમની ઓલરાઉન્ડર રિચાએ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ફાઇનલ રમી હતી. શેફાલી વર્મા અને રિચા –બંને દેશ તરફથી રમાવવાળી સૌથી નાની વયની ખેલાડી છે.

સચિન, સૌરવ, ગૌતમ અને સુરેશ રેનાએ દાન આપ્યું 

આ પહેલાં સતચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, ગૌતમ ગંભીર, સુરેશ રૈનાએ કોરોના સામેના જંગમાં યોગદાન આપ્યું છે. સચિન અને ગાંગુલીએ રૂ. 50-50 લખ, રેનાએ રૂ. 52 લાખ આપ્યા છે, જ્યારે ગંભીરે રૂ. એક કરોડનું દાન આપ્યું છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]