નરેન્દ્ર મોદીએ કેમ શેર કરી આ તસવીર?

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ જ્યારે લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે તેમણે એક બોર્ડ પણ બતાવ્યું હતું કે જેમાં કોરોનાનો અર્થ સમજાવવામાં આવ્યો હતો. ત્યારે અત્યારે વડાપ્રધાન મોદીએ નાનકડી એક દીકરીનો ફોટો શેર કર્યો છે. જેમાં લોકડાઉનને લઈને એક સારો મેસેજ લખવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ એ ફોટો શેર કરતા લખ્યું કે, રસપ્રદ છે અને ભાવ પણ ખૂબ ગહન છે.

આ ફોટોગ્રાફમાં એક નાનકડી દીકરીએ એક પોસ્ટર પોતાના કુમળા હાથમાં પકડ્યું છે. તેના પર લખ્યું છે કે, “જો હું માતાના ગર્ભમાં 9 મહિના રહી શકું તો, શું તમે ભારત માતા માટે 21 દિવસ ઘરમાં નહી રહી શકો?” ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ થોડા દિવસ પહેલા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી અને તમામને આગ્રહ કર્યો હતો કે, કોઈ 21 દિવસ માટે પોતાના ઘરમાંથી બહાર ના નીકળે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]