મુંબઈ તા. 3 એપ્રિલ, 2020ઃ દેશના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર સતત ત્રીજા મહિને રેકોર્ડ ટર્નઓવર થયું છે. માર્ચ મહિનામાં આ પ્લેટફોર્મ પર રૂ.24,714 કરોડના 70.36 લાખ સોદા થયા હતા. રાષ્ટ્ર વ્યાપી મહામારી અને લોકડાઉન વચ્ચે આ સિદ્રિ પ્રાપ્ત થઈ છે. ફેબ્રુઆરીમાં 57.33 લાખ સોદા થયા હતા.
નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન આ પ્લેટફોર્મ પર રૂ.4,23,864 કરોડના સોદા થયા હતા. માર્ચ, 2020માં ટર્નઓવર આગલા વર્ષના માર્ચની તુલનાએ 49 ટકા વધ્યું હતું.
બીએસઈ સ્ટાર એમએફ પર અત્યાર સુધીમાં રૂ.1,120 કરોડની 38.96 લાખ એસઆઈપી નોંધાયેલા છે. માર્ચ, 2020માં નવા 2.84 લાખ એસઆઈપીની નોંધણી થઈ છે.
સુરેન્દ્રનગર: ભારત વર્ષના એક નાનકડા રાજયના એક કલ્પનાશીલ વ્યકિતએ એક હાથમાં પોતાની જાન અને બીજા હાથમાં આદર્શોનો ઝંડો પકડીને કરેલા કાર્ય ઉપરથી ૧૯૫૭ ના વર્ષમાં એક ફિલ્મ બની હતી. ‘‘દો આંખે બારહ હાથ’’. જેલમાં બંધ બંદીજનોના જીવન પરિવર્તન ઉપર આધારિત આ ફિલ્મ જેવી જ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં આકાર પામી છે.
આજે કોરોના રૂપી વૈશ્વિક મહામારી વિકરાળ સ્વરૂપે સમગ્ર વિશ્વ સામે ઉભી છે. તેની સામેના જંગમાં ભારત વર્ષના નાગરિકો – શ્રેષ્ઠીજનોની સાથે સામાજિક- સ્વૈચ્છીક સંસ્થાઓ અને ધર્મ સંસ્થાઓ પણ આગળ આવી યથાશક્તિ આર્થિક યોગદાન આપી રહી છે. તેવા સમયે દાતારીના મલક એવા ઝાલાવાડની સબ જેલમાં પોતાના ગુન્હાની સજા ભોગવી રહેલા કાચા – પાકા કામના બંદીજનો પણ કેમ પાછળ રહે ? સુરેન્દ્રનગર ખાતે આવેલ સબ જેલમાં સજા ભોગવી રહેલા વિવિધ ધર્મ – સમાજના ૧૧૬ જેટલા બંદીવાન ભાઈ-બહેનોએ વિચાર્યું કે રાષ્ટ્ર સામે સંકટ આવ્યું છે, તેમાં આપણે પણ ‘‘ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે’’ યોગદાન આપવું જોઈએ. અને તેમના આ વિચારબીજે રૂપિયા ૫૪,૦૦૦ ની રકમને રાષ્ટ્ર અર્પણ કરી.
સબ જેલના અધિક્ષક એચ.આર. રાઠોડે બંદીવાન ભાઈઓની સમાજ પ્રત્યેની ઉદાત્ત ભાવનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલમાં આ સબ જેલમાં વિવિધ ધર્મ-સમાજના ૧૧૬ જેટલા બંદીવાન ભાઈ – બહેનો વિવિધ ગુન્હા સબબ સજા ભોગવી રહયા છે. આ ભાઈ – બહેનોને જ્યારે ખબર પડી કે કોરોના રૂપી વાયરસે સમગ્ર વિશ્વના અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. જેના સામે લડવા ભારત સરકાર અને રાજય સરકાર તેના નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે, ત્યારે આ બંદીવાનોએ પણ કોરોના સામેના જંગ લડવા રાજય સરકારને આર્થિક રીતે સહયોગી બનવાનો નિર્ધાર કર્યો. આ માટે સબ જેલના ૧૨ બંદીજનોએ ભેગા મળી તેમના ખાતામાં જમા રકમમાંથી કુલ ૫૧૦૦/- રૂપિયા મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપ્યા છે, જયારે બાકી બંદીજનોએ પણ આર્થિક રીતે મદદરૂપ થવા પોતાની પાસે જરૂરી રકમ ન હોવાથી રામનવમી નિમિત્તે એક દિવસનો સંપૂર્ણ ઉપવાસ કરીને તેમના બંન્ને ટાઈમના ભોજનના બચેલા રૂપિયા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આપ્યા છે.
બંદીવાન ભાઈ-બહેનોને રાષ્ટ્ર ભાવનાથી ગદ્દગદીત બનેલા જેલ અધિક્ષક રાઠોડે પણ માનવીય અભિગમ દાખવી ઉપવાસી તમામ બંદીવાન ભાઈ-બહેનોને તેમના ખર્ચે સવાર-સાંજ ફળાહાર કરાવ્યો હતો.અધિક્ષક રાઠોડે વધુમાં ઉમેર્યું હતું કે, આ સબ જેલમાં ૯૩ હિન્દુ અને ૨૩ મુસ્લીમ સહિતના ૧૧૬ જેટલા બંદીવાન ભાઈ-બહેનો છે. જે તમામે રામનવમીના દિવસે ઉપવાસ રાખીને રાષ્ટ્ર ઉપર આવી પડેલી આ આપત્તિ સમયે રાજ્ય સરકારને તેમના કાર્યમાં સહયોગી બની તેમનામાં રહેલી રાષ્ટ્ર ભાવનાના દર્શન કરાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એડી. ડી.જી.પી. ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર સબ જેલ દ્વારા ૧૨ બંદીવાન ભાઈઓની બચત રકમ રૂપિયા ૫૧૦૦/- તેમજ હિન્દુ –મુસ્લીમ સહિતના ૧૧૬ બંદીવાન ભાઈ-બહેનોએ કરેલા ૧ દિવસના ઉપવાસના કારણે તેમણે બે સમય ન કરેલા ભોજનની બચત રકમ રૂપિયા ૬૦૦૦/- ની સાથે સબ જેલના તમામ પોલીસ કર્મીઓના ૧ દિવસના પગારની રકમ તેમજ સબ જેલના જેલ સહાયક ઋષિરાજસિંહ સુરના ૧ માસના પગારની રકમ મળી કુલ રૂપિયા ૫૪,૦૦૦ ની રકમનો ફાળો એકત્રિત કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો છે. આજે સમગ્ર દુનિયા કોરોના વાયરસથી મુકત થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નીચે ભારત વર્ષના તમામ નાગરિકો એક બની કેન્દ્ર-રાજય સરકારના પ્રયાસોમાં સહભાગી બની રહયા છે. તેવા સમયે પોતાની ક્ષણિક ભૂલના કારણે સજા ભોગવી રહેલા કાચા – પાકા કામના બંદીવાન ભાઈ-બહેનોએ પણ તેમનાથી થયેલ ક્ષણિક ભૂલના પ્રાયશ્વિત રૂપે કરેલુ આ કાર્ય સાચા અર્થમાં અન્યો માટે પ્રેરણાદાયી બની રહેશે.
નવી દિલ્હીઃ દેશમાં પાછલા કેટલાક દિવસોથી કોરોના વાઇરના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. નવા જે કેસમાં વધારો થયો છે એમાં તબલિગી જમાતના વડા મથક નિઝામુદ્દીન મરકઝમાં પાછલા મહિને થયેલા કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોની બહુ મોટી બેદરકારી પણ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ પાછલા બે દિવસોમાં તબલિગી જમાતથી સંકળાયેલા 647 લોકોમાં કોરોનાના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ કેસ દેશના 14 રાજ્યોમાંથી સામે આવી રહ્યા છે. પાછલા બે-ત્રણ દિવસોમાં કોરોના જે નવા કેસ સામે આવી રહ્યા છે એમાં અડધાથી વધારે મરકઝ સાથે જોડાયેલા છે.
તબલિગી જમાતથી સંકળાયેલા 65 ટકા નવા કેસ
ગુરુવારે રાત્રે પોણા 12 વાગ્યા સુધી દેશભરમાંથી જે કોરોના વાઇરસના કુલ 485 નવા કેસ નોંધાયા છે, એમાંથી કમસે કમ 295 કેસો એ લોકોના છે, જેમણે મરકઝના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એટલે કે આશરે 65 ટકા નવા કેસોનો સ્રોત તબલિગી જમાતના કાર્યક્રમમાંથી આવ્યા છે.
દિલ્હીમાં 384 કેસ, નવા કેસ 91માંથી 77 મરકઝના
દિલ્હીમાં કોરોના વાઇરસના આજે નવા કેસ 91 સામે આવ્યા છે, જેમાં 77 તબલિગી જમાતના છે. દિલ્હીમાં કોરોનાના કેસ વધીને 386 થયા છે.
દેશમાં કોરોનાના કુલ કેસ 2301 કેસ, 56નાં મોત
દેશમાં અત્યાર સુધી કોરોના કેસ વધીને 2,301 થયા છે, જેમાં કોરોનાથી મોતનો આંકડો 56 સુધી પહોંચ્યો છે. આમાં તબલિગી જમાતના લોકોમાંથી 20 જણનાં મોત થયાં છે. જોકે આ રોગમાંથી અત્યાર સુધી 157 લોકો સાજા પણ થયા છે.
કોરોના વાઈરસને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું છે. આને કારણે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ઠપ છે. પરિણામે દેશભરમાં ઠેકઠેકાણે બેઘર લોકો, ભિખારીઓ, અન્ય જરૂરિયાતમંદ લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. એમને ખાવાનાં ફાંફા થઈ ગયા છે. આ સંજોગોમાં સરકારી વિભાગો તરફથી તેમજ અમુક સેવાભાવી સંસ્થાઓ તરફથી એવા લોકોને ખાદ્યપદાર્થો પૂરા પાડવામાં આવી રહ્યા છે. 3 એપ્રિલ, શુક્રવારની આ તસવીરો અમદાવાદ શહેરમાં કરાતા ખાદ્યપદાર્થોના વિતરણની છે.
(અમદાવાદ તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)
કોલકાતાઃ જરૂરિયાતમંદો માટે મોકલવામાં આવેલા રાહત પૂરવઠાની ચીજવસ્તુઓને સ્વયંસેવકો અલગ પાડી રહ્યા છે નવી દિલ્હીનવી દિલ્હીમથુરા
મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરના ખારઘર ઉપનગરમાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરીટી ફોર્સ (સીઆઈએસએફ)ના વધુ 6 જવાનનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાના સમાચાર છે.
જિલ્લા માહિતી કાર્યાલયે આ માહિતી આપી છે.
કેન્દ્રીય સુરક્ષા એજન્સીના વધુ છ જવાનનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે.
ખારઘરમાં 139 અધિકારી અને સેવા માટે ખાસ નિયુક્ત કરાયેલા 12 જવાનોમાંના પાંચ જણને કોરોના થયાનું અગાઉ જાણવા મળ્યું હતું. હવે વધુ 6 જવાનનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
146 અધિકારી અને કર્મચારીઓને 2 એપ્રિલની રાતે કળંબોલી ઉપનગરમાં આવેલી મહાત્મા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ત્યાં એ તમામની કોવિડ-19 બીમારી માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એમાંના છ જણને કોરોના થયાનું માલૂમ પડ્યું હતું.
આ જવાનોને તાત્કાલિક આઈસોલેશનમાં રાખી દેવામાં આવ્યા છે. અન્ય અધિકારીઓ તથા જવાનો-કર્મચારીઓના સ્વાસ્થ્ય ઉપર પણ ચાંપતી દેખરેખ રાખવામાં આવી રહી છે.
નવી દિલ્હી: દિલ્હી પોલીસે વોટ્સએપ અને ટિકટોક જેવી એપ પર ભ્રામક સૂચનાઓ ફેલાવનાર એક એવી સોશિયલ મીડિયા ઝૂંબેશનો પર્દાફાશ કર્યો છે, જેમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન નહીં કરવાની સલાહ આપવામાં આવી રહી છે અને એવું સમજાવવામાં આવી રહ્યું છે કે, કોરોના વાઈરસ મુસ્લિમોનું કઈ નહીં બગાડી શકે. પોલીસના અનુસાર આ ઝૂંબેશ મહામારીને રોકાવા સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નોને સામે ગંભીર પડકાર આપી રહ્યું છે.
દેશવ્યાપી લોકડાઉનના પ્રથમ સપ્તાહ દરમ્યાન વોટ્સએપ અને ટિકટોક પર ફેલાવવામાં આવી રહેલી સામગ્રીની તપાસ પછી દિલ્હી પોલીસે જણાવ્યું કે, તેમણે એવા અસંખ્ય વિડિયો મળ્યા છે, જેમાં ખાસકરીને મુસ્લિમ સમુદાય માટે ધાર્મિક વાક્યો તેમજ નેતાઓના હવાલેથી તૈયાર કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ દિવસ દરમ્યાન સોશિયલ નેટવર્કિંગ પર 30 હજારથી વધુ વિડિયોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જેમાં સામે આવ્યું છે કે, નકલી અને ભ્રામક સૂચનાઓ વાળી મોટાભાગની પોસ્ટ હિન્દી અને ઉર્દૂ ભાષામાં ખાસ સમુદાયના લોકો માટે તૈયાર કરવામાં આવી છે. પ્રાથમિત અનુમાન મુજબ એક કરોડથી વધુ લોકો આ વિડિયો જોઈ ચૂક્યા છે.
પોલીસના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આમાંથી કેટલાક વિડિયો પાકિસ્તાન અને મધ્ય પૂર્વી દેશોમાં શૂટ કરવામાં આવ્યા હોય તેવી શક્યતા છે. આ વિડિયોને પોસ્ટ કર્યા બાદ તે જે એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવ્યા હોય તે એકાઉન્ટને ડિલિટ કરી નાંખવામાં આવે છે જેથી મૂળ સ્થાન અંગે જાણકારી ન મળી શકે…
મહત્વનું છે કે, આ વિડિયો બનાવવા અને વાઈરલ કરવા માટે ટિકટોકનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારપછી આ વિડિયોને વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ધાર્મિક વાકયોનો હવાલો આપીને લોકોને હાથ મિલાવવાનું કહેવામાં આવી રહ્યું છે અને લોકોડાઉન દરમિયાન પણ ધાર્મિક સ્થળો પર જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
વોશિંગ્ટન-બીજિંગઃ વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસ અત્યાર સુધી 10 લાખને પાર થઈ ચૂક્યા છે. આમાં સૌથી વધુ કેસ અમેરિકાથી સામે આવ્યા છે અને હવે એ ચીનથી પણ વધુ થઈ ગયા છે. અમેરિકા એકલા 2,45,066 કોરોના કેસ થઈ ગયા છે અને 6,000થી વધુનાં મોત થઈ ચૂક્યાં છે. વિશ્વભરમાં આને લીધે 53,190નાં મોત થયાં છે. જોકે આ રોગમાંથી બે લાખથી વધુ લોકો મુક્ત થયા છે. સામે પક્ષે ચીનમાં અત્યાર સુધી 81,589 કેસ થયા છે અને અહીં 3,318 લોકોનાં મોત થયાં છે. હાલમાં અમેરિકા કોરોના વાઇરસના દર્દીઓ અને મોતને મામલે ચીનથી ઘણું આગળ નીકળી ગયું છે. વિશ્વની બે મહાશક્તિ વચ્ચે હવે જંગ છેડાઈ ગયું છે. વળી, આ જંગ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા આ વાઇરસને ‘ચીની વાઇરસ’ કહેવા પર છેડાઈ ગયું હતું. આ ઉપરાંત ચીન દ્વારા મોતના આંકડા વિશે વાસ્તવિકતા છૂપાવવામાં આવતાં આ જંગ છેડાઈ ગયો છે. આ જંગમાં માત્ર અમેરિકા જ નહીં, બલકે કેટલાક પશ્ચિમી દેશો પણ અમેરિકાને સાથ આપી રહ્યા છે. જોકે સામે પક્ષે ચીને પણ આ આક્ષેપોનો જવાબ આપવા કમર કસી છે.
ચીનની અમેરિકા સહિત પશ્ચિમી દેશોને નિરાધાર નિવેદનો ના કરવા સલાહ
ચીનના વિદેશ મંત્રાલય દ્વારા અમેરિકા સહિત પશ્ચિમી દેશોને નિરાધાર નિવેદનો ના કરવા અને કોરોના સામે લડવા માટે યોગ્ય નીતિ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. ચીન દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને પશ્ચિમી દેશોની પોતાની ભૂલોને કારણે કોરોનાનો કહેર વધ્યો છે. એટલે ચીન ખોટી અફવાઓ ના ફેલાવવા આ દેશોને અરજ કરી હતી અને તેમને તેમના દર્દીઓની સંખ્યા ઓછી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.
ટ્રમ્પના નિવેદન પર ચીનની તીખી પ્રતિક્રિયા
ટ્રમ્પના નિવેદન સામે ચીને તીખી પ્રતિક્રિયા આપી હતી અને અમેરિકાને મર્યાદામાં રહેવા કહ્યું હતું. ચીનના સરકારી મિડિયા ગ્લોબલ ટાઇમ્સમાં ડિજિટલ એડિશનમાં પ્રકાશિત એક લેખમાં અમેરિકા નહીં, પણ પશ્ચિમી દેશો કોરોના જંગમાં હાર ચૂક્યા છે અને લાચાર છે, જ્યારે ચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. જેથી ચીને ફાલતુ નિવેદનબાજીથી બચવા કહ્યું છે. સામે પક્ષે ફ્રાન્સમાં એક અહેવાલમાં ચીન પર આરોપ મૂક્યો હતો કે ચીને કોરોના પશ્ચિમી દેશોમાં ફેલાવ્યો હતો.
ચીનના કોરોનાના આંકડા પર આશંકા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદમાં ચીને કોરોના વાઇરસને લીધે મૃતકોની સત્તાવાર જાહેર કરેલી સંખ્યા પર આશંકા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે ચીનના મોતનો આંકડો ઘણો લાગી રહ્યો છે. ટ્રમ્પે આ દાવો અમેરિકી જાસૂસના અહેવાલ મુજબ ચીને મૃતકોના આંકડા છૂપાવ્યા છે- એના પર કર્યો હતો.
ટોક્યોઃ જાપાને 70 થી વધારે દેશોમાં યાત્રા પ્રતિબંધને વધારી દીધી છે. આ 70 દેશોમાં યૂકે, ચીન અને બ્રિટનનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણય કોરોનાના સંક્રમણને ઓછું કરવા માટે લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે આખી દુનિયા કોરોના સામે લડી રહી છે. આ બિમારીનો હજી સુધી કોઈ જ ઈલાજ શોધી શકાયો નથી. ચીનના વુહાનથી ફેલાયેલા આ વાયરસથી આશરે 200 થી વધારે દેશ પ્રભાવિત થયા છે. તમામ દેશ પોતાના સ્તર પર આ વાયરસને પહોંચી વળવા માટે પગલા ભરી રહ્યા છે.
આ પ્રતિબંધ એ તમામ લોકો માટે લાગૂ થાય છે કે જેઓ છેલ્લા 14 દિવસમાં આ 70 દેશોની યાત્રા પર હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, આ નવો નિયમ આજથી જ લાગુ પડશે. આ સાથે જ આ નિયમ એ લોકો માટે પણ હશે કે જેમની ફ્લાઈટો 3 એપ્રીલથી રવાના થઈ ચૂકી છે. જો કે આ ટ્રાવેલ બેનની હજી કોઈ અંતિમ તારીખ નક્કી કરાઈ નથી.
આ નિર્ણય જાપાનમાં ગત સપ્તાહે ઓલમ્પિક રદ્દ થયા બાદ આવ્યો છે. આ સિવાય જાપાનના વડાપ્રધાન શિંઝો આબે ટોક્યો ઓલમ્પિકની તીથિ આગળ વધારવા પર સહમત થયા હતા. જોન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલય દ્વારા સંકલિત આંકડાઓ અનુસાર, જાપાનમાં અત્યારસુધી કોરોના વાયરસના સંક્રમણના કારણે 63 જેટલા લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરાના મહામારી વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 11 મિનિટનો એક મેસેજ શેર કર્યો છે. તેમણે કહ્યું કે, 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો. આ કહી તેમણે કહ્યું તમસો મા જ્યોર્તિગમય.
પીએમ મોદીના સંબોધનની ખાસ વાતો
કોરોના વૈશ્વિક મહામારી દરમ્યાન દેશવ્યાપી લોકડાઉનનો આજે નવમો દિવસ છે. આ દરમિયાન તમે સૌએ જે રીતે અનુશાસન અને સેવાભાવ બન્નેનો પરિચય આપ્યો છે. તે અભૂતપૂર્વ છે. તમે સ્થિતિને સંભાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે.
તમે જે રીતે 22 માર્ચના દિવસે કોરોના વિરુદ્ધ લડાઈ લડનારા સૌનો આભાર માન્યો તે આજે દરેક દેશ માટે ઉદાહરણ બન્યો છે. જનતા કર્ફ્યૂ હોય, થાળી વગાડવાનો કાર્યક્રમ હોય. તમે દેશની સામૂહિક શક્તિનો અનુભવ કરાવ્યો છે. આજે તમામ દેશો માટે એ એક મિસાલ બની ગયું છે. આજે અનેક દેશો એનું અનુકરણ કરી રહ્યા છે.
દેશ એકજૂથ થઈને કોરોના વિરુદ્ધ લડી શકે છે. હવે લોકડાઉન વખતે દેશની સામૂહિકતા જોવા મળી રહી છે. આજે જ્યારે દેશના કરોડો લોકો ઘરમાં છે ત્યારે કોઈને પણ લાગી શકે છે કે તે એકલો શું કરશે, ઘણા લોકો એવું પણ વિચારી રહ્યા હશે કે આવડી મોટી લડાઈને એકલા કેવી રીતે લડીશું. હજુ અમુક દિવસો પસાર કરવાના છે. આપણે આપણા ઘરોમાં જરૂર છીએ પણ આપણામાંથી કોઈ એકલું નથી. 130 કરોડના દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તી સાથે છે.
આપણે એવી માન્યતા છે કે જનતા જનાર્દન ભગવાનનું જ સ્વરૂપ છે. એટલા માટે જ્યારે દેશ આટલી મોટી લડાઈ લડી રહ્યો હોય તો આવી લડાઈમાં વારંવાર જનતારૂપી મહાશક્તિનો સાક્ષાત્કાર કરતા રહેવું જોઈએ.
આપણે પ્રકાશ તરફ જવાનું છે. જે આ કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત છે, આપણા ગરીબ ભાઈ બહેન તેમને કોરોના સંકટથી ઉત્પન થયેલી નિરાશાથી આશા તરફ લઈ જવાની છે.
આ કોરોના સંકટથી જે અંધકાર અને અનિશ્ચિતતા ઉભી થઈ છે, તેને સમાપ્ત કરીને આપણે પ્રકાશ અને નિશ્ચિતતા તરફ આગળ વધવાનું છે. આપણે ચોતરફ પ્રકાશ ફેલાવવાનો છે.
5 એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિને ઉજાગર કરવાની છે. એ પ્રકાશમાં, એ રોશનીમાં, એ ઉજાશમાં આપણે મનમાં એ સંકલ્પ કરીએ કે, આપણે એકલા નથી, કોઈ પણ એકલા નથી. 130 કરોડ દેશવાસીઓ એક જ સંકલ્પ સાથે કૃતસંકલ્પ છે.
આ કાર્યક્રમ વખતે કોઈએ ક્યાંય પણ ભેગા થવાનું નથી. રસ્તા પર શેરીઓ અથવા મોહલ્લામાં જવાનું નથી. તમારા ઘરની બાલ્કનીમાંથી જ કરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગની રેખાને ઓળંગવાની નથી. કોરોનાની ચેઈન તોડવાનો આજ રામબાણ ઈલાજ છે.