નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દીપ પ્રગટાવવાનું આહવાન કર્યું છે. આ સંદર્ભે તેમણે દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો એક વિડિયો ટ્વીટ કર્યો છે. બુઝી હુઈ બાતી સુલગાંયે, આઓ ફિર સે દીયા જલાયે. મહત્વનું છે કે, વડાપ્રધાને 5 એપ્રિલે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી દીવો, મીણબતી, ટોર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરવાની અપીલ કરી છે. સાથે જ તેમણે કહ્યું આ દરમ્યાન ઘરની તમામ લાઈટો બંધ કરી દો.
અટલ બિહારીની કવિતા:
બુઝી હુઈ બાતી સુલગાયે
આઓ ફિર સે દિયા જલાયેં
હમ પડાવ કો સમજે મંજિલ
લક્ષ્ય હુઆ આંખો સે ઓઝલ
વર્તમાન કે મોહપાશ મેં
આને વાલા કલ ન ભૂલાયે
આઓ ફિર સે દિયા જલાયે
આહુતિ બાકી યજ્ઞ અધૂરા
અપનો કે વિધ્નોને ઘેરા
અંતિમ જય કા વજ્ર બનાને
નવ દધીચી હડ્ડીયા ગલાયે
આઓ ફિર સે દીયા જલાયે
આઓ ફિર સે દીયા જલાયે
મહત્વનું છે કે, સમગ્ર દેશ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યો છે. કોરોનાને ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 25 માર્ચથી 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા 22 માર્ચે તેમણે જનતા કરફ્યુની અપીલ કરી હતી.
લખનૌઃ કોરોના વાઇરસને લઈને દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન છે. કેન્દ્ર સરકારની સાથે બધી રાજ્ય સરકારો જનતાને જોખમ પ્રત્યે જાગરુક કરતાં તેમને વાઇરસના ચેપથી બચાવવા માટે દરેક સંભવ પગલાં ભરી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર રાજ્યની 23 કરોડ જનતા માટે માટે 66 કરોડ ખાદીના વિશેષ ખાદી માસ્ક બનાવશે. રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે લોકડાઉન પૂરું થયા પછી માસ્ક લગાવ્યા વિના લોકોને ઘરેથી બહાર નીકળવાની અનુમતિ નહીં હોય.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે રાજ્ય સરકાર જનતા માટે 66 કરોડ ખાદીના ટ્રિપલ લેયર વિશેષ માસ્ક બનાવશે. આ ટ્રિપલ લેયર સ્વદેશી ખાદીનાં માસ્ક ઉત્તર પ્રદેશની બ્રાન્ડ હશે. આ માસ્ક ગરીબોને મફતમાં અપાશે. બાકીના લોકોને માસ્ક ઘણા સસ્તા મળશે. આ માસ્ક રિયુઝ વોશેબલ હશે. રાજ્યના દરેક નાગરિકને બે-બે માસ્ક આપવામાં આવશે.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે જો 14 એપ્રિલે લોકડાઉન પૂરું થાય છે ત્યારે મહામારી અધિનિયમ (એપિડેમિક ડિઝીસ એક્ટ) હેઠળ સૌએ માસ્ક પહેરવા પડશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો નિર્દેશ છે કે વગર માસ્કે ઘરની બહાર નીકળવાની બિલકુલ મંજૂરી નહીં હોય.
છેલ્લા 24 કલાકમાં 601 નવા કોરોનાના કેસ
આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા ડેટા મુજબ ભારતમાં કોરોના (કોવિડ-19)થી અત્યાર સુધી 68 લોકોના મોત થયાં છે અનમે આ રોગથી સંક્રમિત લોકોની સંખ્યા 2,900ની પાર પહોંચી ગઈ છે. દેશભરમાં અત્યાર સુધી કુલ સંક્રમિત 2,902 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં 601 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 12 જણનાં મોત થયાં છે. જોકે અત્યાર સુધી આ રોગના સંક્રમણથી કુલ 184 લોકો મુક્ત થઈ ચૂક્યા છે.
રોગો સામે લડવા માટે દવા લેવાની સાથે સાથે રોજિંદા આહારમાં ખવાતાં શાકભાજી પણ ઉપયોગી થાય છે. હાઈ બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખી શકાય છે અને રોગ પ્રતિકારક શક્તિ મળે તે નફામાં!
બ્લડપ્રેશરને લગતી જરૂરી બાબતો:
હાઈ બ્લડપ્રેશરને લઈને હંમેશા ધ્યાન રાખવું. તેને કોઈ દિવસ અનિયંત્રિત ના થવા દેવું.
પોટેશિયમ તત્ત્વ હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે.
હેલ્ધી ખોરાક તેમજ જીવનશૈલી હાઈપરટેન્શનને ઓછું કરવામાં સહાયક થાય છે.
યોગ્ય આહારથી હાઈ બ્લડ પ્રેશર એટલે કે, ઉચ્ચ રક્તચાપને નિયંત્રિત કરી શકાય છે. જેમાં અમુક શાકભાજીના જ્યુસ એ માટે પોષક તત્વો પૂરા પાડે છે. આ જ્યુસ તમારા રોજિંદા ડાયેટમાં પણ લઈ શકો છો.
જો બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શનનું ધ્યાન ન રાખવામાં આવે તો હ્રદય માટે ઘાતક સાબિત થાય છે. અનિયમિત ખાનપાન તેમજ જીવનશૈલીને કારણે તાણ પણ વધી શકે છે. પણ જો એમાં બદલાવ કરવામાં આવે અને ડાયેટમાં પણ બદલાવ કરવામાં આવે તો બીપી નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે. એમાં પણ વેજિટેબલ જ્યુસનો ડાયેટમાં સમાવેશ કરવામાં આવે તો, પોષક તત્વો શરીરને પૂરા પાડવા ઉપરાંત ઉચ્ચ રક્તચાપને પણ નિયંત્રણમાં રાખી શકાય છે!
અમુક જ્યુસ જેવા કે:
લીલા પાંદડાવાળી ભાજી: આહાર નિષ્ણાતો લીલા પાંદડાવાળી ભાજી ને અવશ્ય રોજિંદા આહારમાં સમાવેશ કરવા કહે છે. કેમ કે, તે ઘણા પોષણથી ભરપૂર છે. જેમાં પાલક, કેલ અને લેટ્યુસ જ્યુસનો સમાવેશ કરી શકાય છે. સ્વાદ માટે તેમાં આંબળાનો રસ મેળવી શકો છો.
અજમાનો જ્યુસ: અજમામાં ઘણા સ્વાસ્થ્યપ્રદ તત્વ છે. વિટામિન એ, બી2, બી6, સી, ફોલેટ, પોટેશિયમ, મેન્ગેનીઝ ધરાવનાર અજમો ફાઈબરયુક્ત પણ છે. અજમાના પોષક તત્વો પર સંશોધન થયું છે અને પ્રમાણિત થયું છે કે, અજમો હાઈ બીપીને કંટ્રોલ કરવામાં હિતકારી છે. અજમામાં પાલક ઉમેરીને જ્યુસ બનાવી શકો છો.
ટમેટાંનો જ્યુસ: ટમેટાં દરેક ભારતીય વાનગીમાં વપરાય છે. ટમેટાં હૃદયના સ્વાસ્થ્ય માટે ઘણાં સારા છે. તો ટમેટાંનો જ્યુસ બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે. ઘરે જ તાજાં ટમેટાંનો જ્યુસ તૈયાર કરીને પીવો. એનો વધુ લાભ મેળવવો હોય તો એમાં મીઠું એટલે કે નમક નહીં નાંખવું. મીઠું નાખ્યા વગરનો જ્યુસ પીવો.
બીટનો જ્યુસ: બીટરુટમાં નાઇટ્રિક ઓક્સાઇડ હોય છે. જે બી.પી.ને કંટ્રોલ કરવામાં બહુ હિતકારક છે. તાજા બીટનો રસ લોહીના પ્રવાહમાં પણ સુધારો કરે છે.
નોંધ: ઉપર આપેલી જ્યુસની માહિતી સામાન્ય ડાયેટ માટે છે. કોઈ બીમારીના ઉપચાર માટે ડાયેટ તૈયાર કરતી વખતે પોતાના ચિકિત્સકની સલાહ લેવી.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ક્વોરન્ટાઈન સુવિધાઓ તથા એ સંબંધિત અન્ય સુવિધાઓ ઊભી કરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ અંતર્ગત દેશના તમામ રાજ્યો માટે રૂ. 11,092 કરોડનું ભંડોળ છૂટું કરવાનો નિર્ણય લીધો છે.
અમિત શાહે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા ગુરુવારે એમની વિડિયો કોન્ફરન્સમાં મુખ્ય પ્રધાનોને આપેલી ખાતરીને પગલે આ ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે આ ભંડોળનો પહેલો હપ્તો રિલીઝ કરી દીધો છે, જેથી રાજ્ય સરકારોને સુવિધાઓ ઊભી કરવા માટે આવશ્યક ધન મળી રહે.
ક્વોરન્ટાઈન સુવિધાઓ, સેમ્પલ કલેક્શન અને સ્ક્રીનિંગ વ્યવસ્થાઓ માટે, અતિરિક્ત ટેસ્ટિંગ લેબોરેટરીઝ તૈયાર કરવા માટે, હેલ્થકેર કર્મચારીઓ તેમજ મ્યુનિસિપલ, પોલીસ તથા અગ્નિશામક દળના સત્તાવાળાઓ-કર્મચારીઓ માટે પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપેમન્ટ્સ (પીપીઈ) ખરીદવા માટે, સરકારી હોસ્પિટલો માટે થર્મલ સ્કેનર્સ, વેન્ટિલેટર્સ, એર પ્યુરિફાયર્સ ખરીદવા માટે આ ભંડોળનો ઉપયોગ કરી શકાશે.
કોરોના વાઇરસને કારણે દેશભરમાં થયેલા લોકડાઉનની વચ્ચે જન ધન ખાતાઓ રાખવાવાળી મહિલાનાં ખાતાઓમાં આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના પૈસા આવવાના શરૂ થઈ ગયા છે. એની સાથે જ ખેડૂતોના PM કિસાન સન્માન નિધિથી વૃદ્ધ, વિકલાંગ અથવા વિધવા પેન્શન ખાતાઓમાં સરકારી મદદના પૈસા આવવાના છે, પણ સવાલ એ છે કે તમને કેવી રીતે ખબર પડશે કે પૈસા કેવી રીતે ખાતામાં આવ્યા કે નહીં?
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ સરકારી મદદના પૈસા આવ્યા કે નહીં, એ જાણવું મુશ્કેલ નથી. નાણાં મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે કોરોના વાઇરસથી લડવા માટે જે સરકારી મદદની જાહેરાત થઈ છે, એમાં પૈસા પહોંચવાનો સિલસિલો શરૂ થયો છે. જોકે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બેન્કમાં વધુ ભીડ ભેગી ના થાય. એટલા માટે પૈસાને તબક્કાવાર મોકલવામાં આવી રહ્યા છે. અમને તમને પૈસા ખાતામાં આવ્યા કે નહીં એ જાણવાના પાંચ પ્રકાર બતાવીએ છીએ.
ખાતા સંખ્યાના અંતિમ અંકથી જાણો…
સરકાર દ્વારા પ્રારંભમાં જન ધન ખાતા રાખવાવાળી મહિલાઓના પૈસા મોકલવામાં આવી રહ્યા છે. કોના ખાતામાં આ પૈસા આવ્યા એ જાણવાની સરળ રીત છે. જે ખાતાધારકોની ખાતા સંખ્યામાં 0થી 1 સંખ્યા છે, તેમન ખાતામાં ત્રીજી એપ્રિલે આ પૈસા પહોંચી ગયા છે. જે ખાતાધારકોના ખાતાના અંકમાં બે અને ત્રણ અંક છે. તેમના ખાતામાં ચોથી એપ્રિલે પૈસા પહોંચશે. જે ખાતાના અંતમાં ચાર અને પાંચ અંક છે, તેમના ખાતામાં સાત એપ્રિલે પૈસા આવશે અને જે ખાથાના અંતમાં છ અને સાત અંક છે, તેમના ખાતામાં આઠ એપ્રિલે અને જે ખાતાના અંતમાં આઠ અને નવ અંકવાળા ખાતામાં નવ એપ્રિલે પૈસા પહોંચશે.
મોબાઇલ પર SMS જુઓ
ઇન્ડિયન બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે જે જન ધન ખાતાથી મોબાઇલ નંબર જોડાયેલા છે, એના પર પૈસા જમા થવા પર માહિતી મોકલવામાં આવી છે. ખાતાના લાભાર્થીના મોબાઇલ નંબર પર SMS આવી જતાં જાણી શકાય છે કે પૈસા ખાતામાં જમા થયા, પણ મુશ્કેલી એ છે કે 70 ટકા જન ધન ખાતામાં મોબાઇલ નંબર જ નથી.
બેન્કની શાખાથી માલૂમ કરી શકાય
તમને ઉપર આપેલા પ્રકારથી માહિતી નથી મળતી તો તમે તમારી બેન્કની શાખામાં જાઓ. ત્યાં બેન્કના ક્રમચારી અથવા મેનેજર તમને કહેશે કે તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં?
બેન્ક મિત્રથી માલૂમ કરો
તમારા ઘરથી તમારી બેન્ક શાખા દૂર હોય તો તમારા ઘરની આસપાસ સ્થિત તમારા બેન્ક મિત્ર પાસે જઈને માહિતી મેળવી શકો છો. તમે તમારો ખાતા નંબર તમારા ડિવાઇસમાં નાખીને જાણી શકો છો કે તમારા પૈસા તમારા ખાતામાં આવ્યા કે નહીં?
ન્યૂઝપેપરથી માહિતી મળશે
નાણાં મંત્રાલયના અધિકારીનું કહેવું છે કે જેવની કોઈ યોજના હેઠળ સરકારી મદદ રિલીઝ કરવામાં આવે કે તરત જ એની માહિતી ન્યૂઝપેપરમાં આવશે. જેમ કે જન ધન ખાતા રાખવાવાળી મહિલાઓના ખાતામાં પૈસા મોકલવામાં આવે એના એક દિવસ પહેલાં પત્રકારોને એ વિશે માહિતી આપવામાં આવે છે.
નવી દિલ્હી: અત્યારે મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે તો બીજી તરફ સાયબર ક્રાઈમની સંખ્યા અને સક્રિયતા ઝડપથી વધી રહી છે. કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયના રિપોર્ટ અનુસાર 2020ના માર્ચ મહિનામાં જ આ પ્રકારની 2200થી વધુ વેબસાઈટો બની છે. જેથી સાવચેત રહેવાની જરૂરી છે. કંપનીઓની સાયબર સિક્યુરિટી સુરક્ષા એકદમ મજબૂત હોવાથી સાયબર ફ્રોડ તેમની આસપાસ નથી જતાં. પરંતુ ઘરની સુરક્ષા વ્યવસ્થા ઘણીવાર નબળી હોય છે. બીજી તરફ, સાયબર ફ્રોડર્સ લોકોની મુખ્ય પ્રવૃત્તિઓ અને સામાન્ય ઘટનાઓને ધ્યાનમાં રાખીને છેતરપિંડી કરે છે, જેમ કે તેઓએ પીએમ રિલીફ ફંડ માટે સમાન સંદેશાઓ મોકલ્યા છે, ડબ્લ્યુએચઓના સંદેશાઓ, નેટફ્લિક્સને મફત સબ્સ્ક્રિપ્શન વગેરે પ્રકારના મેસેજ મોકલ્યા છે.
આ સમયે તમારે સાયબર ફ્રોડથી બચવા સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને ઈમેલ સ્પૂફિંગથી બચીને રહેવાની જરૂર છે. ખાસ ધ્યાનરાખો કે દરેક મેલને રિપ્લાઈ ટૂ કરવાને બદલે ઈમેલ આઈડી મારફતે જ રિપ્લાઈ કરો. અત્યારે હેકર્સ અને ફિશર્સ સૌથી વધુ કોરોના સંબંધિત માહિતીમાં કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા કોઈ લિંક મોકલે છે. આવી સ્થિતિમાં, કોરોના વાયરસથી સંબંધિત માહિતી, સલાહ વગેરેની ચકાસણી કર્યા પછી જ આવી લિંક્સ ખોલો. ઓફિસનું કામ કરતી વખતે હંમેશા તમારા પર્સનલ ગેજેટનો જ ઉપયોગ કરો.
કોરોના વાયરસથી સંબંધિત કોઈપણ લિંકને કાળજીપૂર્વક ક્લિક કરો. કોઈ પણ નિ: શુલ્ક કે સસ્તી ચીજોથી લાલચ ન રાખો. જો ઘરેથી ઓફિસનું કામ કરતા હોવ તો પછી ફાયરવોલમાં વીપીએન સેટ કરી દો. વીપીએનથી સુરક્ષામાં વધારો થશે. આ ઉપરાંત પાસવર્ડ બનાવવા માટે જરૂરી તમામ શરતોનું પાલન કરો, અને જે પાસવર્ડને લાંબા સમયથી બદલ્યો ન હોય તેને બદલી નાંખો.
હેકર્સ તમને ઈમેલ દ્વારા અચેટમેન્ટ પર ક્લિક કરવા કહી શકે છે. એટલા માટે તમામ ઈમેલના ડોમેન નામ, સ્પેલિંગ એરર, અને યુઆરએલ ચેક કરી લો. એપ ડાઉનલોડ અને ઈનસ્ટોલ કરતી વખતે ખાસ ધ્યાન રાખો. મજબૂત પાસવર્ડ અને ફાયરવોલની મદદથી સિસ્ટમને સુરક્ષિત રાખો. કોમ્પ્યુટર પર કોઈપણ અસામાન્ય ગતિવિધિ અને કોઈ અજાણ્યા ઈમેલ પર ક્લિક કરવાથી બચો. તમારા મોબાઈલમાં એન્ટી વાઈરસનો ઉપયોગ કરો.
નવી દિલ્હી: કોરોના વાઈરસને ભારતમાં ફેલાતો રોકવા 21 દિવસનું લોકડાઉન ચાલી રહયું છે. લોકો 14 એપ્રિલ સુધી ઘરે રહીને કામ કરી રહ્યા છે. આ ઉપરાંત લોકો તેમના મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહેવા વિડિયો કોલ અને વોઈસ મેસેજનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આ તમામ કામ માટે ઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાક લોકો બ્રોડબ્રેન્ડ કનેક્શન પર નિર્ભર છે તો બીજી તરફ વાઈફાઈનો ખર્ચ ન ઉઠાવી શકનારા લોકો હજુ પણ મોબાઈલ ડેટાનો જ ઉપયોગ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર લોકડાઉન દરમ્યાન ભારતીયો દ્વારા વાઈ-ફાઈનો ઉપયોગ અપેક્ષા કરતા ઓછો રહ્યો છે.
અત્યારે લોકો ઘરે જ છે પરંતુ વાઈફાઈનો ઉપયોગ પ્રમાણમાં એટલો નથી વધ્યો. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઈરસને પગલે લોકડાઉનના સમયે વાઈફાઈના વપરાશમાં અપેક્ષા મુજબનો વધારો નથી થયો.
જાન્યુઆરીના બીજા સપ્તાહ અને માર્ચના ત્રીજા સપ્તાહની વચ્ચે ભારતીય સ્માર્ટફોન યૂઝર્સે વાઈફાઈનો ખૂબ જ ઓછો ઉપયોગ કર્યો છે. આ આંકડા સપ્તાહ દર સપ્તાહના રિપોર્ટ પર આધારિત છે. ભારતની સાથે સાથે અન્ય એશિયાઈ દેશો જેવા કે ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપુર અને વિયતનામમાં પણ વાઈફાઈનો ઉપયોગમાં એટલો વધારો નથી થયો.
એશિયાના અન્ય દેશો મલેશિયા, ફિલિપાઈન્સ, ઓસ્ટ્રેલિયા અને થાઈલેન્ડમાં આ સમયગાળા દરમ્યાન વાઈફાઈના વપરાશમાં ખાસો વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઉત્તર અમેરિકા, યૂરોપ, ઓસ્ટ્રેલિયા, અર્જેન્ટીના, પેરુ અને બ્રાઝિલમાં વાઈફાઈના ઉપયોગમાં અન્ય દેશોની સરખામણીએ ઘણો વધારો જોવા મળ્યો હતો.
કેલીફોર્નિયાઃ કોરોના વાયરસના પ્રકોપ સામે ઝઝૂમી રહેલા વિશ્વને પર્યાવરણ વૈજ્ઞાનિકોએ ખુશખબરી આપી છે. વિશ્વભરનામ પ્રદૂષણના સ્તર પર નજર રાખનારા વૈજ્ઞાનિકોના એક સમૂહે કહ્યું છે કે, કોરોના વાયરસના કારણે દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ કાર્બન ઉત્સર્જનની માત્રામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના તેજીથી ફેલાતા સંક્રમણના કારણે વિશ્વભરમાં ઔદ્યોગિક કાર્ય લગભગ બંઘ છે. જો કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
વાર્ષિક કાર્બન ઉત્સર્જનના અનુમાનોની જાહેરાત કરનારી એજન્સી ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટના અધ્યક્ષ રોબ જેક્સને કહ્યું કે, વૈશ્વિક સ્તર પર કાર્બનનું ઉત્સર્જન પ્રતિવર્ષ પાંચ ટકાના દરથી ઘટી શકે છે. કાર્બન ઉત્સર્જનમાં પહેલીવાર ઘટાડો 2008 ના નાણાંકીય સંકટ દરમિયાન જોવા મળ્યો હતો. કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીના અર્થ સિસ્ટમ સાયન્સના પ્રોફેસર જેક્સને પણ કાર્બન ઉત્સર્જનમાં પાંચ ટકાના ઘટાડાનુ અનુમાન વ્યક્ત કર્યું છે.
તેમણે એપણ કહ્યું કે, કાર્બન ઉત્સર્જનની માત્રામાં આ ઘટાડો દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ સૌથી વધારે હોઈ શકે છે. પ્રોફેસર જેક્સને કહ્યું કે, કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનની માત્રામાં આટલો મોટો ઘટાડો ન તો સોવિયત સંઘટના વિઘટન બાદ આવ્યો અને ન તો કોઈ ઓઈલ ક્રાઈસિસ અથવા નાણાકીય સંકટ બાદ દેખાયો, જ્યારે આ કામ એક વાયરસે કરી બતાવ્યું છે.
વાયુ પ્રદૂષણમાં સુધારા વચ્ચે વિશ્વભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર કરી ગઈ છે. સૌથી વધારે સંક્રમિત લોકોના મામલે અમેરિકા પ્રથમ ક્રમે છે. અહીંયા સંક્રમિત લોકોની કુલ સંખ્યા 245373 પર પહોંચી ગઈ છે. તો બીજા સ્થાન પર ઈટલી છે કે જ્યાં 115242 લોકો સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં અત્યારસુધીમાં કુલ 50,000 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યારસુધીમાં એક દિવસમાં સૌથી વધારે મૃત્યુની સંખ્યા અમેરિકાથી સામે આવી છે.
બેંગકોકઃ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખતા અડધું વિશ્વ અત્યારે લોકડાઉન છે. આ કિલર વાયરસનો ડર એવો છે કે 3.9 બિલિયન લોકો ઘરમાં બેઠા છે. આ વાયરસના કારણે અત્યારસુધી વિશ્વભરમાં 50,000 થી ધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શુક્રવારના રોજ થાઈલેન્ડ સરકારે પણ કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખતા કર્ફ્યુની જાહેરાત કરી છે.
ઈટલીની રાજધાની રોમમાં કોરોના વાયરસના કહેરને જોતા લોકોને ઘરોમાં નજરબંધ કરવામાં આવ્યા છે. યૂરોપના દેશ બ્રિટન, ફ્રાન્સ, ઈટલી અને સ્પેનમાં લોકોની આવન-જાવન પર પ્રતિબંધ છે. તો એશિયામાં ભારત, નેપાળ અને શ્રીલંકામાં પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે. સૌથી વધારે સંક્રમિત લોકોના કેસો અમેરિકામાંથી સામે આવ્યા છે. અહીંયા સંક્રમિત લોકોની કુલ સંખ્યા 2,45,373 પર પહોંચી ગઈ છે. તો બીજા સ્થાન પર ઈટલી છે કે જ્યાં 1,15,242 લોકો સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં અત્યારસુધીમાં 50,000 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અત્યારસુધીમાં 1 દિવસમાં સૌથી વધારે મૃત્યુની સંખ્યા અમેરિકામાંથી સામે આવી છે.
જોન હોપકિંસ વિશ્વવિદ્યાલયના આંકડાઓ અનુસાર, અમેરિકામાં આ રોગથી આશરે 6,000 જેટલા લોકોનું મોત થયું છે. આમાંથી 1100 થી વધારે લોકોનું મોત છેલ્લા 24 કલાકમાં થયું છે. આ વૈશ્વિક મહામારીથી આખા વિશ્વની અર્થવ્યસ્થા રિતસરની મુરઝાઈ રહી છે. નવા આંકડાઓ અનુસાર 66.5 લાખ વધારે અમેરિકીઓએ ગત સપ્તાહે બેરોજગારી લાભ માટે ફોર્મ ભર્યા હતા.