Home Blog Page 4813

પાછલા 24 કલાકમાં 3320 નવા કેસ અને 95 દર્દીઓનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસ અટકવાનું નામ નથી લેતા. દેશમાં લોકડાઉન હોવા છતાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,000ને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,662 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં 3320 નવા કેસ નોંધાયા છે અને 95 દર્દીઓનાં મોત થયાં છે. અત્યાર સુધી આ બીમારીમાંથી 17,847 લોકો ઠીક પણ થયા છે.પાછલા 24 કલાકમાં રિકવરી રેટ 29.91 ટકા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી 1981થી વધુ લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોનાથી મૃત્યુદર 3.3 ટકા

દેશમાં કોરોના વાઇરસથી મૃત્યુદર 3.3 ટકા અને રિકવરી રેટ 28.83 ટકા છે. આ સાથે 4.8 ટકા દર્દીઓ ICUમાં છે. દેશમાં 1.1 ટકા દર્દીઓવેન્ટિલેટર્સ પર છે અને 3.3 ટકા લોકો ઓક્સિજન સપોર્ટ પર છે. દેશમાં ટેસ્ટિંગની ક્ષમતા 95,000 દૈનિક છે. હાલ 327 સરકારી અને 118 ખાનગી લેબમાં કોરોનાની તપાસ થઈ રહી છે.

વિશ્વના 187 દેશોમાં કોરોના વાઇરસ ફેલાયો

કોરોના વાઇરસ અત્યાર સુધી 187 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વમાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 39,38.,031 થઈ ચૂકી છે અને 2,74,894 લોકોનાં મોત થયાં છે. જોકે અત્યાર સુધી આ બીમારીમાંથી 13,22,010 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં વધુ કેસ

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના કેસની સંખ્યા વધીને 19,000ને પાર થઈ છે, જ્યારે ગુજરાતમાં 7000થી વધુ અને દિલ્હીમાં 6000થી વધુ સંખ્યા થઈ છે.

ધારાવીમાં કોરોનાના 800થી વધુ કેસ

મુંબઈની ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના વાઇરસના 800થી વધુ કેસ નોંધાયા છે. અહીં અત્યાર સુધી 800 કેસ નોંધાયા છે અને 26 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની સ્થિતિ રાજ્યવાર આ મુજબ રહી હતી.

 

 

રાશિ ભવિષ્ય 09/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે, અર્થ વગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીન જાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તન પર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 09/05/2020

ભારતીય સેનાએ પાકના ચાર સૈનિકને ઠાર કર્યા

પુંચઃ કોરોના સંકટના દોરમાં પણ પાકિસ્તાન અટકચાળા કર્યા કરે છે. પાકિસ્તાની સેનાએ પુંચ ક્ષેત્રમાં ગઈ કાલ સવારથી સાંજ સુધી નિયંત્રણ રેખા પર ભારતીય સેનાની અગ્રિમ ચોકીઓ અને રહેઠાણ ક્ષેત્રોમાં ભારે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારનો જડબાતોડ જવાબ આપતાં ભારતીય સેનાએ ચાર પાક સૈનિકોને ઠાર કર્યા હતા. નવા ઘટનાક્રમથી LoC પર સ્થિતિ તનાવપૂર્ણ છે.  

સવારથી સાંજ સુધી ગોળીબાર

પાક સેના દ્વારા સવારથી સાંજ સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સવારે આઠ વાગ્યાથી પાક સેનાએ અચાનક પુંચ ક્ષેત્રમાં ગોળીબાર શરૂ કર્યો હતો. પ્રારંભમાં ગોળીબાર ઓછઓ હતો, પણ પછી ભારે ગોળીબાર શરૂ થયો હતો. પાકે ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી અને પછી રહેવાસી વિસ્તારમાં મોર્ટારથી હુમલો કર્યો હતો. જેથી ગામોમાં અફરાતફરી મચી હતી. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરીને પાક સેનાના ચાર જવાનોને ઢેર કર્યા હતા અને પાંચથી વધુ જવાન ઘાયલ થયા હતા. ચાર ચોકીઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરી હતી.

પાકિસ્તાની સેનાએ મોડી સાંજ સુધી ગોળીબાર જારી રાખ્યો હતો. પાછલા કેટલાય દિવસોથી પાક સેના રાજૌરી જિલ્લાના મંજાકોટ, કલાલ, સુંદરબની, કેરી ક્ષેત્રની સાથે પુંચના તરકુંડી, બાલાકોટ, કૃષ્ણા ઘાટી, બીજી, શાહપુર સહિત અનેક વિસ્તારોમાં ગોળીબાર કરી રહી છે. પાકિસ્તાની સેનાએ પુંચ જિલ્લાનાં પાંચ ક્ષેત્રોની ભારતીય ચોકીઓ અને બે ડઝન ગામોમાં ગોળીબાર કર્યો હતો.જોકે ભારતીય સેનાએ વળતો પ્રહાર કર્યો હતો.

700 ભારતીયોને ઉગારી નેવી જહાજ માલદીવથી ભારત આવવા રવાના થયું

માલે (માલદીવ): માલદીવના પાટનગર માલેમાં કોરોના વાઈરસ બીમારીને કારણે ફસાઈ ગયેલા 698 ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા માટે ભારતીય નૌકાદળનું જહાજ ‘INS જલશ્વ’ 8 મે, શુક્રવારે રાતે 10.15 વાગ્યે માલેમાંથી રવાના થયું હતું.

આ જહાજ 10 મેની સવારે ભારત પહોંચે એવી ધારણા છે.

વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઉગારવા માટેની કામગીરીને ભારતીય નૌકાદળે ‘ઓપરેશન સમુદ્રસેતુ’ નામ આપ્યું છે.

ભારતીયોને જહાજમાં ચડાવતા પહેલાં માલેની જેટ્ટી ખાતે એમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એમના સામાનને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પણ કડક રીતે પાલન કરવામાં આવ્યું હતું.

ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકોને જહાજમાં પહેલા બેસાડવામાં આવ્યાં હતાં.

વાહ ભાઈ વાહ! ૯ મે, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૯ મે, ૨૦૨૦

લૉકડાઉનમાં ટેટ્રા પેક દૂધ વાપર્યું કે નહિ?

કુદરતી આફત આવે ત્યારે પુરવઠો થોડા દિવસ માટે ખોરવાઈ જવાનો. ધીમે ધીમે રસ્તા રિપેર થાય, પાટા તૂટી ગયા હોય તે તાત્કાલિક જોડી દેવામાં આવે, વીજળીના થાંભલા ફરી ઊભા કરીને લાઇટ પણ ચાલુ કરી દેવાય. ટ્રેનો અને ટ્રક ફરી દોડતા થાય એટલે પુરવઠો ફરી આવતો થાય. દરમિયાન કેટલીક ટિપિકલ ઘટનાઓ બનતી હોય છે. કેટલાક ચાલાક લોકો કાગડા જેવા હોય છે. તે અડધા વાક્યે દોડીને સંઘરાખોરી કરવા દોડે છે. આજ મધરાત 12 બજે સે લૉકડાઉન… એટલું વાક્ય બોલાયું એટલી વારમાં કેટલાક લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા. રાત્રે ડેરી પાર્લર પર અને કરિયાણાની દુકાનો પર લાઈનો લાગી ગઈ હતી.

એક બીજો વર્ગ હોય છે જે સ્વયંશિસ્તમાં માનતો હોય છે અને ખોટી ઉતાવળ કરતો નથી. સૌનું થશે તે મારું થશે તેમ માનનારા પણ હોય છે. થોડા દિવસ વસ્તુઓ વિના ચલાવી પણ શકાય છે. એક જમાના વીજળી જ ક્યાં જ હતી? યાદ કરો. આટલા વાહનો પણ નહોતા અને ઝડપી પણ નહોતા. પ્લાસ્ટિકની કોથળીઓમાં દૂધ મળતું નહોતું. રોજેરોજ દૂધવાળા દેવા આવે ત્યારે મળે. નાના શહેરોમાં પણ ઘણા લોકો ઘરે દૂઝાણું રાખતા હતા. ઘંટી બંધ રહે અને લોટ દળવાનો મોકો ના મળે તો મૂંઝાવાનું ના હોય. ખીચડી અને મગ બાફીને ક્યાં નથી ખાઈ શકાતા?

લૉકડાઉન, ક્લસ્ટર, બફર ઝોન, ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોન, ક્વૉરેન્ટાઇન વગેરે શબ્દોથી પરિચિત થઈ ગયા હશો. ગુજરાતી શબ્દો સેલ્ફ-આઇસોલેશનમાં જતા રહ્યા છે, કેમ કે ‘ચેપ’ બીચારો ક્યાંક ખૂણામાં ભરાઈ ગયો છે અને ‘સંક્રમણ’ ભાઈનું આક્રમણ થયું છે. એ સંદર્ભમાં નહિ, પણ રોગચાળા અને કુદરતી આપદા વખતે ઊભા થતા અભાવોના સંદર્ભમાં શેડકઢા દૂધના બદલે ટેટ્રાપૅક મિલ્કની વાત કરવી પડે છે. શેડકઢું દૂધ એટલે ધારોષ્ણ દુગ્ધ એટલે તાજું જ દોહેલું દૂધ એટલે હૂંફાળું ગરમ હોય તેવું દૂધ. એવું દૂધ તો હવે પશુપાલકોના સંતાનો પણ પીતા નથી. દૂધના વેપારના કારણે પારકાં છોકરાં ટેટ્રાપૅક પીએ અને ઘરનાં છોકરા દૂધ વિનાના રહે તેવુંય ક્યાંક ક્યાંક બને છે. પણ આપદાના સમયમાં ટેટ્રાપૅક દૂધ બહુ ઉપયોગી થાય તેવું છે.

તેથી જ લેખના મથાળામાં પૂછ્યું કે ટેટ્રાપૅક દૂધ પીધું કે નહિ. ઉપર અંગ્રેજી શબ્દોની ભરમાર તમને જણાવી, તેમાં જો ક્લસ્ટરમાં અને રેડ ક્લસ્ટરમાં આવી ગયા તો દૂધ લેવાય ઘરની બહાર નીકળવા દેવાશે નહિ. સાચા અર્થમાં કરફ્યૂ ઘણા વિસ્તારમાં લગાવવો પડ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારમાં કરફ્યૂ બહુ જૂની વાત નથી, પણ તે કોમી રખમાણો વખતે દિવસો ના દિવસો સુધી લાગુ પડતો હતો. તેમાં બહાર નીકળ્યા કે પોલીસની ગોળી વછૂટી. હવે કોરોના ક્લસ્ટર કર્ફ્યુમાં બહાર નીકળ્યા અને ભીડ તો થવાની જ એટલે ચેપનું જોખમ જ ઘરે લઈને આવવાનું. હા, ચેપ એટલે સંક્રમણ, એની જ વાત ચાલે છે.

આવું જોખમ ટાળવા માટે કોરોના નિયંત્રિત વિસ્તાર સંચારબંધી (ના સમજ્યા? ઉપર જણાવ્યું એ કોરોના ક્લસ્ટર કર્ફ્યુ)માં દૂધ શાકભાજી લેવા જવાનું પણ મુશ્કેલ બની શકે છે. તે સંજોગોમાં ટેટ્રાપૅક દૂધ લઈ આવો તો ઉપયોગી થાય. ઘણા લઈ આવશે, પણ ઘણાના મનમાં ટ્રેટાપૅક વિશે કેટલીક શંકાઓ હોય છે. દૂધ લાંબો સમય ચાલે નહિ અને લાંબો સમય ચાલતું આવું પેકિંગવાળું દૂધ પ્રિઝરવેટિવ્ઝ સાથેનું હોય તેમ ઘણા માનતા હશે. એવી કોઈ વાત નથી. ટેટ્રાપૅક દૂધને લાંબો સમય સાચવી માટે જ પૅક કરાયું હોય છે. તેને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી. અંતરિયાળ વિસ્તારમાં દૂધ નિયમિત પહોંચાડવું શક્ય ના હોય અને ફ્રીજની પણ સગવડ ના હોય તેના માટે ટેટ્રાપૅક બહુ ઉપયોગી હોય છે.

હા, એક વાર પૅક ખોલી નાખો તે પછી ઝડપથી વાપરી નાખવું જોઈએ અથવા ફ્રીજમાં રાખવું પડે. દૂધને લાંબો સમય સાચવવા માટે માત્ર તેને 140 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરીને પછી ટેટ્રાપૅક કરી દેવાતું હોય છે. તેમાં કોઈ પ્રિઝરવેટિવ્ઝ નાખવાની જરૂર રહેતી નથી. ગરમ કરવાથી તેમાંના જીવાણુઓ મરી જાય છે અને બાદમાં ઠંડુ કરીને સ્ટરાઇલ કરી લઈને તરત હવાચૂસ્ત રીતે પૅક કરી દેવામાં આવે છે. હવાચૂસ્ત બંધ કરી દેવાના કારણે હવે તેમાં કોઈ જીવાણુ કે વિષાણુ પ્રવેશવાના નથી. તમે ખોલો ત્યારે જ તેને હવા મળે.

કેટલાક વધુ વેદીયા હોય છે. તેઓ માને કે દૂધને બહુ ગરમ કરીએ એટલે તેમાંથી પોષકતત્ત્વો પણ જતા રહે. આ વાત સાવ ખોટી પણ નથી. કેટલાક પદાર્થોને લાંબો સમય બહુ ગરમ કરવાથી જીવાણુ અને વિષાણુ સાથે પોષકતત્ત્વો પણ નાબુદ થાય, પણ દૂધને 140 ડિગ્રીએ પહોંચાડીને થોડી સેકન્ડ માટે જ રાખવામાં આવે છે. તેથી પોષકતત્ત્વો નાબુદ થવા દેવાતા નથી. દૂધમાં રહેલા બી1, બી2 અને બી12 વિટામિન્સ પણ નાબુદ થતા નથી. દૂધને ફક્ત એક જ ઉકાળવાનું હોય છે. વારંવાર ઉકાળો તો પોષકતત્ત્વો નાશ પામે ખરા, પણ વારંવાર ઉકાળવાની જરૂર રાખવી જોઈએ નહિ.

અહીં એક જ વાર દૂધને ગરમ કરીને હવાચૂસ્ત પૅક કરી દેવાયું તેથી કમસે કમ 180 દિવસ સુધી દૂધ હવે તેમાં સલામત રહેવાનું છે. ટેટ્રાપૅકને ખોલો પછી થોડું વાપરો અને થોડું વધે તો તેને ફ્રીજમાં એક કે બે દિવસ હજી પણ રાખી શકાય છે. સામાન્ય દૂધ, કોથળીનું દૂધ લાવીને આપણે તેને ગરમ કરીને વાપરતા હોઈએ છીએ. તે આદત પ્રમાણે ટેટ્રાપૅકના દૂધને ગરમ કરવાની જરૂર નથી. તે પ્રક્રિયા તેને પેકિંગ કરતાં પહેલાં થઈ ગઈ હોય છે. ટેટ્રાપૅકની રચના જ એવી છે કે એકવાર તેમાં ચોખ્ખી વસ્તુ પૅક કરવામાં આવે પછી લાંબો સમય અંદર હવા પ્રવેશે નહિ અને બગડે નહિ.

તમને ગરમ દૂધ પીવાનું મન થયું કે જરૂર પડી તો ટેટ્રાપૅક દૂધ કરવામાં કોઈ વાંધો નથી, પણ તેને સાચવી રાખવા માટે ગરમ કરવાની જરૂર નથી એટલો જ મુદ્દો છે. બાળકોને તો તાજું દૂધ જ આપવું જોઈએ એવું આપણે માનીએ છીએ. વાત સાચી છે, પણ આગળ વાત કરી તેવું શેટકઢું દૂધ શહેરોમાં મળતું નથી. ગામડાંય નથી મળતું, સાચી વાત કરીએને તો. એટલે ટેટ્રાપૅક દૂધ તો બહુ જૂનું, ક્યારે પૅક થયું હશે શું ખબર એમ માનવાની જરૂર નથી. બાળકો માટે પણ આ દૂધ એટલું જ ઉપયોગી છે.

તેથી આ વખતે કોરોના સંકટમાં જરૂર પડે તો ટેટ્રાપૅક મિલ્ક લઈ આવો. જથ્થામાં લઈ આવો એટલે રોજ દૂધ લેવા ઘર બહાર જવું પડે નહિ. શાકભાજી પણ આઠ દસ દિવસના એક વાર લઈ આવો. કરિયાણું ઘરમાં પૂરતું રાખવાની આદત છુટી ગઈ છે. નહિતો તે લેવા જવાની જરૂર જ ના પડત. કંઈ યાદી તૈયાર કરીને અનાજ, કઠોળ, દાળ, ચોખા, મસાલા, મીઠું, ખાંડ, ચા-કૉફી, ઘંટીએ જવાનું ટાળો અને તૈયાર લોટ આટલું એક સાથે લઈ આવો. એક જ વાર 10 દિવસની શાકભાજી લઈ આવો અને 15 દિવસ ચાલે તેટલું ટેટ્રાપૅક મિલ્ક લઈ આવો. 15 દિવસ એટલે કે લૉકડાઉન ખૂલે ત્યાં સુધી તમારે એક પણ વાર ઘરની બહાર નીકળવું નહિ પડે. નીકળશો પણ નહિ, સમાચાર જોયા કરો કે કેવી રીતે ધીમે ધીમે વધુ વિસ્તારોમાં એકાદ બે કેસ નીકળી રહ્યા છે. તો ઘરે જ રહેજો અને અમારી વેબસાઇટ ઓનલાઇન વાંચતા રહેજો.

કોરોના સંકટઃ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે કરાવ્યું ‘શાંતિ મંત્ર’નું પઠન

વોશિંગ્ટનઃ અમેરિકા દેશ હાલ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો છે. અમેરિકાએ ગઈ કાલનો દિવસ રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ તરીકે ઊજવ્યો હતો. આ પ્રાર્થના દિવસે વૈદિક શાંતિ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. દેશના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં શાંતિ પાઠના ઉચ્ચારણ માટે હિન્દુ પંડિતોને બોલાવવામાં આવ્યા હતા. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના સ્વામિનારાયણ મંદિરના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કર્યું હતું. આ પ્રાર્થના સભામાં બધા ધર્મોના ગુરુઓને બોલાવવામાં આવ્યા હતા. કોરોના સંકટમાંથી ઝડપથી મુક્ત થવાય એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ અવસરે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આપણી રક્ષા કરે.

ટ્રમ્પ હવે રોજ કોરોના ટેસ્ટ કરાવશે

કોરોના મહાબીમારી સામે સુપરપાવર અમેરિકા પણ લાચાર થઈ ગયું છે. આ દેશમાં અત્યાર સુધીમાં 76,000થી વધુ લોકોનાં મોત થયાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિકટના સહકર્મચારીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એને કારણે વ્હાઈટ હાઉસમાં હાહાકાર મચી ગયો છે. જેમને કોરોના સંક્રમિત થયો છે, એ અમેરિકી નૌસેનાનો સભ્ય છે. નૌસૈનિક કોરોના પોઝિટિવ થતાં હવે સમગ્ર વ્હાઈટ હાઉસમાં સુરક્ષાને લઈને ચિંતામાં વધારો થયો છે. આ જોખમને જોતાં ટ્રમ્પે પણ પોતાની ફરી કોરોનાની તપાસ કરાવી હતી. જોકે તેમનો રિપોર્ટ નેગેટિવ  આવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અને વ્હાઈટ હાઉસના અન્ય કર્મચારીઓ કોરોના વાઇરસની દરરોજ તપાસ કરાવશે.

Today, BAPS was invited to the White House to share a prayer on the National Day of Prayer. Harishbhai Brahmbhatt spoke and shared Shanti Paath.

Swamis Sevaks द्वारा इस दिन पोस्ट की गई गुरुवार, 7 मई 2020

કોરોનાને કારણે અમેરિકી અર્થતંત્ર સંકટમાં

કોરોનાને કારણે અમેરિકી અર્થતંત્ર સંકટમાં મૂકાઈ ગયું છે. વેપાર-ધંધા પર તો અસર પડી જ છે, પણ ખેડૂતો પણ બેહાલ થયા છે.

 

લોકડાઉનથી પરેશાન ગરીબ કામદારો વતન ભણી…

કોરોના વાઈરસના ફેલાવાને રોકવા દેશભરમાં 45 દિવસથી લોકડાઉન લાગુ છે ત્યારે જુદા જુદા રાજ્યોના શહેરોમાં અટવાઈ ગયેલા લાખો સ્થળાંતરિત કામદારો, મજૂરોને એમના વતન જવા દેવા માટે તાળાબંધી નિયમમાં છૂટછાટ અપાઈ છે. એને પગલે રેલવે સ્ટેશનો અને એસ.ટી. બસ સ્થાનકો પર લોકોની ભીડ જોવા મળે છે. ઉપરની તસવીર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ રેલવે સ્ટેશનની છે જ્યાં ગુજરાતમાંથી વિશેષ ટ્રેન દ્વારા આવી પહોંચેલા કામદારો બેઠાં છે અને પોતપોતાના ગામે જવા માટે વ્યવસ્થા-પરવાનગીની રાહ જુએ છે.


દિલ્હી-ઉ.પ્ર. સરહદના રસ્તા પર ચાલતા જતા કામદાર પતિ-પત્ની.


જલંધરમાં સ્પેશિયલ ટ્રેનમાં ચડવા આગળ વધતા ઉ.પ્ર.ના કામદારો


બેંગલુરુથી બિહારના દાનાપુર સ્ટેશન ખાતે આવી પહોંચેલા કામદારો


બેંગલુરુથી પટનામાં આવી પહોંચેલા કામદારો બસમાં જવા લાઈનમાં ઊભા છે


NDRFના જવાનો દાનાપુર રેલવે સ્ટેશનની બહાર કામદારોના સામાનને સેનિટાઈઝ કરે છે.


સુરતથી વિશેષ ટ્રેન દ્વારા આવી પહોંચેલા કામદારો પ્રયાગરાજ સ્ટેશન પર


મુંબઈની પડોશના મીરા રોડ ખાતે વતન જવા માટે ટ્રાવેલ દસ્તાવેજો મેળવવા બેઠેલા કામદારો


પ્રવીણ પરદેસીની બદલી: ઈકબાલ ચહલ મુંબઈના નવા મ્યુનિસિપલ કમિશનર

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે એક મોટો નિર્ણય લઈને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના કમિશનર પ્રવીણ પરદેસીની બદલી કરી દીધી છે. એમને શહેરી વિકાસ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એમની જગ્યાએ ઈકબાલ ચહલને મુંબઈના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે.

આ નિર્ણય એવા વખતે લેવામાં આવ્યો છે જ્યારે મુંબઈમાં કોરોના વાઈરસને કારણે નાજુક પરિસ્થિતિ પ્રવર્તે છે. કોરોનાના દર્દીઓની સંખ્યા અને મરણાંક સતત વધી રહ્યા છે.

ઈકબાલ ચહલ હાલ શહેરી વિકાસ વિભાગમાં મુખ્ય સચિવ છે.

નવા મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ ચહલ

કહેવાય છે કે મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા કાબૂમાં ન આવતાં પરદેસીને હટાવી દેવામાં આવ્યા છે.

પ્રવીણ પરદેસી 1986ના બેચના આઈએએસ અધિકારી છે.

મહારાષ્ટ્રમાં અગાઉની દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની ભાજપ સરકારે પરદેસીને મુંબઈના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા. ફડણવીસની સરકાર વખતે એમણે મુખ્યમંત્રી કાર્યાલય, વન, પર્યાવરણ, શહેરી વિકાસ અને મહેસુલ જેવા મહત્ત્વના વિભાગોમાં ટોચની જવાબદારી સંભાળી હતી. એમની કામગીરીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

પરદેસીની કામગીરીથી દેવેન્દ્ર ફડણવીસ હંમેશાં ખુશ રહ્યા હતા.